#કેરીગાળો .." (લઘુકથા)
મમ્મીનાં સ્વર્ગવાસ પછીનો આ પહેલો જ ઉનાળો હતો. પપ્પા તો પોતે દસમા ધોરણમાં હતી ત્યારે જ સ્વર્ગે સીધાવ્યા હતાં. પોતાનાથી ત્રણ વર્ષ મોટાં ભાઈ રોહિતે ખૂબ નાની ઉંમરમાં મારી અને મમ્મીની જવાબદારી ઉપાડી લીધી હતી. ભાભી હેત્વી પણ નામ પ્રમાણે જ હેતની હેલી સમી હતી.
" અરે નીકી ! આજે સજી ધજીને આટલી વહેલી ક્યાં ઉપડી ? "
" મમ્મીનાં ઘરે. કેરીગાળો કરવાં જાઉં છું. વહેલું જવાનું હતું તો પણ નીકળતાં નીકળતાં ઘણું મોડું થયું છે. મારી પિયરમાં કાગડોળે રાહ જોવાતી હશે. પછી મળીએ...! "
ઋતિકાની આંખનાં ખૂણા ભીના થઈ ગયાં. તેને પોતાની મમ્મી યાદ આવી ગઈ. મમ્મી હોય તો...કેટલાં ફોન આવી ગયાં હોય કે ક્યારે કેરીગાળો કરવાં આવીશ ? ભાઈ ભાભી ભલે ગમે તેટલું રાખે પણ મમ્મીની તોલે તો ન જ આવે. આવું વિચારીને મન મનાવીને ઋતિકા રસોડામાં ગઈ. ત્યાં જ એનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર મોટાભાઈ રોહિતનું નામ વાંચીને તેને ડૂમો ભરાઈ આવ્યો.
" શું કરે મારી છોટી ? તારો અવાજ કેમ ભારે લાગે છે ? રડતી તો નથી ને ? "
" ના ભાઈ ! "
આટલું બોલીને ઋતિકાએ થોડું પાણી પીધું અને આંખે એક છાલક મારી.
" ખા મારાં સમ ! "
" તારાં સમ ભઈલા ! "
" રવિવારે તમારે બધાંએ આવવાનું છે. હું ઓફિસ જાઉં છું. લે હેત્વી સાથે વાત કર! "
" ઋતિકા ! રવિવારે તમારે બધાંએ કેરીગાળો કરવાં આવવાનું છે. બધાંએ અઠવાડિયું રોકાવાનું છે. "
" અરે ભાભી ! ગામમાં તો છીએ. સવારથી રાત સુધી રોકાશું. "
" કેમ ? મમ્મી હતાં ત્યારે તું અઠવાડિયું નહોતી આવતી ? "
પછી....તો ભાભીએ ઘણી વાતો કરી. ઋતિકાનું પિયર સજીવન થઈ ગયું. ભાભી સાહેલડી હતી. જાણે આજે મા બની ગઈ !
🖊️ભારતી ત્રિવેદી દવે (સુરેન્દ્રનગર)

કેરી ગાળો

"આપના પ્રતિભાવ ... અમારા માટે અમૂલ્ય છે, જે નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™