# પાણીનું પરબ ..."
*****************@અલ્પા નિર્મળ "અમી"
આજ તો સૂર્યદેવ જીદે ચડ્યા હોય તેમ દાવાનળ જેવો તાપ વરસાવી રહ્યા હતાં. ઉનાળાની ગરમ લૂ દઝાડી રહી હતી. પનિહારી કૂવા કાંઠેથી બેડલા ભરીને પસાર થતી હતી. કૂવો પણ જાણે આ દાહથી દાઝી ગયો હોય તેમ તળિયું ઢાંકીને સ્થિર સૂકો ભાસતો હતો.
પાણીનું પરબ
ગામડાની શરુઆત અને શહેરનો છેવાડો હતો. લાંબા સમયથી રોડ બનાવવાનું કામ ચાલતું હતું.હવે પૂરું થવાના આરે જ હતું. એટલે, વધુ કારીગરોની જરૂર ન હતી. બે મહિલા સાથે ત્રણ પુરુષ કામ કરતા હતા. પણ, બધાં વચ્ચે અંતર હતું. લગભગ એક કિલોમીટર જેટલું અંતર હતું. તેમાંની એક મહિલા જીવી સાથે તેનું બે વર્ષનું બાળક પણ હતું. ધોમ ધખતો તાપ હતો એટલે પાણીનું કેન સાથે જ હતું. પણ, બાળકથી તે બધું પાણી ઢોળાય ગયું. હવે આજુબાજુમાં એવી ખાસ સુવિધા પણ નહોતી કે ઝડપથી પાણી મળી રહે. બાળક વારે વારે ખાલી ગ્લાસ મોઢે લગાડે. જીવીને પણ ખૂબ તરસ લાગી હતી. બાળક પાણી માટે સતત રડતું રહ્યું.
જ્યારે તે પાણી પીવા માટે નજીક આવી તો જુએ છે કે પાણી પણ નથી અને બાળકને પણ તરસ લાગી છે.અંતર એક કિલોમીટર જેટલું હતું કે ત્યાંથી ચાલીને જવું અને ઉપરથી તરસ પણ ખૂબ લાગેલી.
બાળક રડી રડીને પાણી ન મળવાથી તરસના લીધે મૃત્યુ પામે છે. જીવી પણ લાચાર બની જાય છે. ત્યારથી મનોમન નક્કી કરે છે કે અહીંથી નીકળતાં લોકો તરસ્યા ન રહે તે માટે તે વિના મૂલ્યે સ્વચ્છ પાણીનું વિતરણ કરવા લાગે છે. પસાર થતાં સૌ લોકો અંદરથી રાજી થઈ જાય છે.
ઘણો સમય થયો હોવાથી લોકો તેને બનતી મદદ પણ કરે છે. પણ સ્વમાની જીવી તે મદદ લેતી નથી. છતાં પણ, જો કોઈ હઠ કરીને મદદ કરે તો સ્વીકાર કરી લે છે.
જીવી તે કાર્ય નિ:સ્વાર્થ ભાવે આખી જિંદગી કરે છે. ઉનાળમાં તો ખાસ એવી વ્યવસ્થા કરીને રાખે છે કે રાત સુધી પાણી ખૂટે જ નહિ.
આ રીતે તે જીવીની નામના અને તેના નિ: સ્વાર્થ ભરેલાં કાર્યની ચર્ચા ચોતરફ થવા લાગે છે.
વૃધ્ધાવસ્થા ઉંબરે આવીને ઊભી હોય છે, શરીર સાથ નથી આપતું તો પણ તેનાથી બનતી સેવા તે કરે જ છે.
તેનાં મૃત્યુના લીધે ઘણાં લોકોને શોક થાય છે.
બાદમાં તે ગામડામાં સરપંચ તેનાં નામનું પાણીનું પરબ બંધાવે છે. અને તે આજ પણ "જીવી મા" નાં પરબ તરીકે ઓળખાય છે. ગામોગામ તે ગામડું પણ "જીવી મા "નાં પરબનું ગામ તરીકે લોકચાહના મેળવે છે.
કાળજાળ ગરમીથી મૃત્યુ પામેલા દીકરાની વાતને લઈને શોકમાં રહેવાને બદલે એક સકારાત્મક વિચારસરણીથી લોકોની તરસ છીપાવી અને સાથે-સાથે લોકોનાં હ્યદયમાં અમીટ છાપ પણ છોડી ગયાં.આ રીતે ધોમ ધખતાં તાપમાં પણ લોકોને તેનું નામ ઠંડક આપી રહ્યું હતું. — અલ્પા નિર્મળ "અમી"
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories