અભિષેક પ્રકરણ 39
સાંજે ડાઇનિંગ ટેબલ ઉપર જમતી વખતે વલ્લભદાસે અંકિતને બધું યાદ કરાવવા માટે વાતો ચાલુ કરી." જો બેટા દોઢ વર્ષ પહેલાં સાંજે છ વાગે તું શાલ્વીને લઈને આપણી ગાડીમાં જૂહુ ચોપાટી ઉપર ફરવા ગયો હતો. એ દિવસે માગશર વદી પાંચમ હતી અને શાલ્વીનો તિથિ પ્રમાણે જન્મદિવસ હતો !
અભિષેક નવલકથા
એ પછી શાલ્વીને ઘરે મૂકીને ફરી પાછો તું ગાડી જાતે ડ્રાઇવ કરીને બહાર ગયો હતો. મોડે સુધી તું ઘરે ના આવ્યો એટલે શાલ્વીએ તને ફોન કર્યો હતો. પરંતુ તારો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આખી રાત તું ઘરે ના આવ્યો એટલે પછી બીજા દિવસે અમે તને શોધવાની કોશિશ ચાલુ કરી હતી. તારી ગાડી જૂહુ ચોપાટી ઉપર મળી આવી હતી પણ તારો પત્તો ન હતો." વલ્લભદાસ બોલી રહ્યા હતા.
" અમે બહુ તપાસ કરી અને ચાર પાંચ દિવસ સુધી તું ના આવ્યો એટલે પછી પોલીસ ફરિયાદ કરી હતી અને મુંબઈ સમાચારમાં છેલ્લા પાને તારો નાનો ફોટો છાપીને જાહેરાત પણ આપી હતી. પરંતુ કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો." પપ્પા બોલી રહ્યા હતા.
" એક મહિના સુધી પોલીસને પણ કોઈ જ સફળતા ન મળી એટલે ના છૂટકે અમારે ભાંડુપની એક ખૂબ જાણીતી ડિટેક્ટિવ કંપનીને તને શોધી કાઢવાનું કામ સોંપવું પડ્યું. દોઢ વર્ષ પછી એ લોકોએ રાજકોટથી તને શોધી કાઢ્યો. હવે કંઈ યાદ આવે છે ?" પપ્પા બોલ્યા.
" મને ખરેખર કંઈ જ યાદ આવતું નથી. હું કોણ છું એ પણ મને યાદ નથી. રાજકોટ નામનું કોઈ શહેર છે એ પણ અત્યારે મને યાદ નથી. મને બધું જ નવું નવું લાગે છે. બધા જ ચહેરા અપરિચિત લાગે છે. તમે કહો છો એટલે હું અંકિત છું એમ માની લઉં છું પરંતુ મને ખરેખર કંઈ યાદ નથી. " અભિષેક બોલ્યો.
" બસ આટલું પણ અમારા માટે અત્યારે બસ છે બેટા. તું અંકિત જ છે . તું મારો દીકરો છે. આ તારી મમ્મી છે અને આ શાલ્વી તારી કાયદેસરની પત્ની છે. દોઢ વર્ષથી બિચારી તારી રાહ જોઈને બેઠી છે. " વલ્લભદાસ બોલ્યા.
" પપ્પા અત્યારે એમની સાથે હવે વધારે ચર્ચા નથી કરવી. હું રાત્રે એમને બધું યાદ અપાવીશ. " શાલ્વી બોલી.
પરંતુ રાત્રે અભિષેકની અગ્નિપરીક્ષા શરૂ થઈ. ડબલ બેડમાં શાલ્વી અને અભિષેક ભેગાં જ સૂઈ જવાનાં હતાં. દોઢ દોઢ વર્ષથી ૨૬ વર્ષની યુવાન શાલ્વી પતિ સુખ માટે તલસી રહી હતી. શાલ્વી એ પણ જાણતી હતી કે અભિષેક ભલે હોસ્પિટલથી આવ્યો હતો. પરંતુ એ કંઈ બીમાર ન હતો. માત્ર યાદદાસ્ત ચાલી ગઈ હતી !
એસી ચાલુ કરીને શાલ્વી બેડ ઉપર આવીને અભિષેકને વળગી પડી. એ એટલી બધી આવેશમાં આવી ગઈ હતી કે ચત્તા સૂતેલા અભિષેકના માથા ઉપર હાથ ફેરવીને એના ચહેરા ઉપર ત્રણ ચાર કિસ કરી દીધી.
અભિષેક ખરેખર મૂંઝાઇ રહ્યો હતો. જો કે એણે વલ્લભદાસની વાતો સાંભળ્યા પછી પોતાનો અંકિત તરીકે સ્વીકાર કરી લીધો હતો અને શાલ્વીને પણ પત્ની માની લીધી હતી એટલે એણે પ્રતિકાર ના કર્યો. પરંતુ પહેલી જ રાત્રે શાલ્વી આટલી બધી આવેશમાં આવી જશે અને આક્રમક બનશે એની એને કલ્પના ન હતી !
શાલ્વી પોતે ગોરી અને રૂપાળી તો હતી જ અને એની કાયા પણ કમનીય હતી. એણે અભિષેક ઉપર પોતાની ભીંસ વધારી દીધી. અભિષેક ક્યાં સુધી પોતાનો સંયમ ટકાવી રાખે ? અને શાલ્વી પણ આજે એવી આક્રમક બની હતી કે એનાથી થાય એ બધી જ કોશિશ કરીને એણે અભિષેકને પોતાની પાછળ પાગલ કરી જ દીધો !!
એ આખી રાત અંકિત અને શાલ્વીની હનીમૂન નાઈટ બની ગઈ. દોઢ વર્ષ પછી પોતાનો સોહામણો પતિ એને પાછો મળ્યો હતો. દોઢ વર્ષની કમી એણે એક જ રાતમાં પૂરી કરી. એ આજે તોફાની બની ગઈ હતી. એનું કારણ એ પણ હતું કે આજના જેવું શારીરિક સુખ અંકિતે એને ક્યારેય આપ્યું ન હતું. એણે અનુભવ કર્યો કે દોઢ વર્ષ પછી પોતાના આ પતિમાં નવું જોમ આવ્યું હતું. આજના અંકિતમાં એને સાચો પુરુષ દેખાયો અને તેથી જ એ અંકિત પાછળ પાગલ થઈ ગઈ.
સવારે બન્ને મોડા ઉઠ્યા. સૌથી પહેલાં શાલ્વી જાગી ગઈ. એણે બાજુમાં સૂતેલા અંકિત સામે જોયું અને પોતાની સામે પણ જોયું. એ પોતે જ શરમાઈ ગઈ. એ તરત દોડીને વોશરૂમમાં ગઈ અને વ્યવસ્થિત થઈને બેડરૂમની બહાર ગઈ.
" મમ્મી બધું બરાબર છે. ચિંતા કરશો નહીં. બધું એમને હું યાદ અપાવી દઈશ. હમણાં એ સૂતા છે. " બહાર જઈને એણે મમ્મી સાથે વાત કરી.
અભિષેક મોડે સુધી સૂતો રહ્યો. છેવટે શાલ્વી જ નવ વાગે એને જગાડવા માટે આવી.
અભિષેકની બાજુમાં બેસીને એના ચહેરા ઉપર ઝળૂંબીને એણે એના માથાના વાળ ઉપર હાથ ફેરવ્યો.
" ઉઠવું નથી અંકિત ? નવ વાગી ગયા છે. " શાલ્વી એકદમ વહાલથી બોલી.
અભિષેકે આંખો ખોલી તો એના ચહેરાની સામે જ શાલ્વીનો સુંદર ચહેરો હતો. એ સ્નાન કરીને તાજી જ આવેલી હતી. હવે તો એ એની પત્ની હતી. એણે બે હાથ પહોળા કરીને શાલ્વીને ફરી બાથમાં લીધી. ગઈ રાતના અનુભવથી એનામાં રહેલો પુરુષ જાગી ગયો હતો. શાલ્વી તરફ એનું આકર્ષણ વધી ગયું હતું.
" છોડો મને. નવ વાગી ગયા છે. હું તમારી જ છું અંકિત. ક્યાંય જવાની નથી. " શાલ્વી પ્રેમથી બોલી તો ખરી પરંતુ અભિષેક તરફ ફરીથી એનું આકર્ષણ વધી ગયું. એણે માર્ક કર્યું હતું કે દોઢ વર્ષ પછી અંકિત વધારે સોહામણો લાગતો હતો. હેલ્થ પણ સુધરી હતી. શરીર જાણે કે કસરતી લાગતું હતું !
મહાપરાણે મન ઉપર સંયમ રાખીને એ ઊભી થઈ અને બેડરૂમની બહાર નીકળી ગઈ.
વલ્લભદાસ શેઠની બે હોટલો હતી. એક ફોર સ્ટાર હોટેલ જુહુ તારા રોડ ઉપર અને બીજી થ્રી સ્ટાર સુરતમાં હતી. બપોરે જમ્યા પછી વલ્લભદાસે અંકિતને જૂહુ તારા રોડ ઉપર આવેલી પોતાની હોટલ બતાવવાની વાત કામિનીબેનને કરી. પરંતુ કામિનીબેને ના પાડી.
" તમે આમ ઉતાવળ ના કરશો. એને થોડો સમય આપો. ધીમે ધીમે બધું એને યાદ આવતું જશે. શાલ્વી કહેતી હતી કે અંકિતને એની ઓળખાણ પડી છે. એણે શાલ્વીને સ્વીકારી લીધી છે. શાલ્વી જ એને ધીમે ધીમે બધું યાદ કરાવશે. થોડા દિવસ ભલે એ ઘરે જ રહેતો. શાલ્વી યુવાન છે. દોઢ વર્ષ પછી બંને ભેગાં થયાં છે. આપણે શાલ્વીનું વિચારવું જોઈએ. આજે પણ અંકિત સવારે નવ વાગે ઉઠ્યો હતો.
વલ્લભદાસ સમજી ગયા. પત્નીની વાત સાચી હતી. પુત્રવધુનું પણ એમણે વિચારવું જોઈએ એમ એમને લાગ્યું. ભલે અઠવાડિયું એ ઘરે જ રહેતો.
" બેટા એકાદ અઠવાડિયું અંકિતને અમે ઘરે જ તારી સાથે રાખવાનું નક્કી કર્યું છે તો તું એને ધીમે ધીમે બધું યાદ કરાવી દેજે. તારી મમ્મી કહેતી હતી કે એને તારી ઓળખાણ પડી ગઈ છે એટલે હવે તું જ સંભાળી લેજે. " હોટલ જતી વખતે વલ્લભદાસ શાલ્વી સામે જોઈને બોલ્યા.
શાલ્વી માટે તો આ ખુશ ખબર હતા. હવે ૨૪ કલાક માટે અંકિત માત્ર પોતાનો જ હતો. એ મનોમન ખૂબ જ એક્સાઇટેડ થઈ ગઈ.
જમી પરવારીને શાલ્વી પોતાના બેડરૂમમાં ગઈ. ડ્રોઈંગ રૂમમાં બેઠેલા અંકિતને પણ એણે ઈશારો કરી દીધો. અંકિતને તો શાલ્વી ખૂબ જ ગમી ગઈ હતી અને એ પોતાની પત્ની જ છે એવું સ્વીકારી લીધું હતું એટલે એણે આ વખતે કોઈ પ્રતિકાર ના કર્યો અને શાલ્વીને પૂરો સાથ આપ્યો. શાલ્વીની દરેક ઈચ્છા એણે પૂરી કરી અને એ પોતે જ શાલ્વી પાછળ પાગલ થઈ ગયો. અઠવાડિયામાં તો એવી હાલત થઈ ગઈ કે અંકિત અને શાલ્વી એક બીજા વગર રહી શકતાં ન હતાં !
આ બંનેના મિલનની એવી અસર પડી કે અભિષેક પોતાની જાતને અંકિત જ માનતો થઈ ગયો અને વલ્લભદાસ તથા કામિનીબેનને મમ્મી પપ્પા કહેવા લાગ્યો. અંકિતમાં આવેલા પરિવર્તન માટે વલ્લભદાસ શાલ્વી ઉપર ખૂબ જ ખુશ હતા.
અઠવાડિયું પૂરું થઈ ગયું એટલે હવે વલ્લભદાસ અભિષેકને પોતાની હોટલે લઈ જવા લાગ્યા અને યાદદાસ્ત ગુમાવી બેઠેલા અંકિતને હોટલના બિઝનેસ વિશે સમજાવવા લાગ્યા.
અભિષેક બેહોશ હાલતમાં મુંબઈ હોસ્પિટલમાં દાખલ થયો એ વાતને લગભગ પંદર દિવસ થઈ ગયા. હવે અંકિતે પોતાની નવી જિંદગી સ્વીકારી લીધી હતી અને એમ જ માની લીધું હતું કે એ પોતે અંકિત જ છે અને આ હોટલો પણ એની પોતાની જ છે.
શાલ્વીએ પણ પોતાના રૂપ અને પોતાની આવડતથી અંકિતને પોતાની પાછળ પાગલ કરી દીધો હતો. એ પોતે પણ દોઢ વર્ષ પછી મળેલા આ અંકિતથી ખૂબ જ સંતુષ્ટ હતી ! દોઢ વર્ષ પહેલાંનો અસલી અંકિત જાતીય સંબંધોમાં ઘણો ઠંડો હતો. એ આટલો બધો રંગીન અને આક્રમક ન હતો !
***********************
રાત્રે લગભગ બાર વાગે વડોદરા તરસાલી પાસે આવેલી હોટલ હાઈફ્લાય બંધ થઈ રહી હતી ત્યારે હોટલના મેનેજર શર્માએ બહાર આવીને જોયું તો એક ક્રેટા ગાડી હજુ કમ્પાઉન્ડમાં જ પડી હતી. એણે આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં.
પોતાની ગાડીની બાજુમાં આ રીતે હોટલના કમ્પાઉન્ડમાં આટલી મોડી રાત્રે કોણ ગાડી મૂકી ગયું હશે ? એણે પોતાના સ્ટાફને બહાર બોલાવ્યો અને ગાડી વિશે પૂછપરછ કરી પરંતુ કોઈને પણ ખબર ન હતી. બે ત્રણ જણા તો હોટલમાં જ સૂઈ જતા હતા જ્યારે બાકીનો સ્ટાફ એકટીવા કે બાઈક લઈને વડોદરાથી આવતો હતો.
જે હશે તે સવારે પોતાની ગાડી લઈ જશે એવું માનીને મેનેજર શર્મા ઘરે જવા માટે નીકળી ગયો. બીજા દિવસે આખો દિવસ પણ ગાડી લેવા માટે કોઈ ન આવ્યું એટલે શર્માને ચિંતા થઈ. અહીં ગાડી કોણ મૂકી ગયું હશે ? હજુ એક દિવસ વધારે રાહ જોઈ લઈએ.
ત્રીજા દિવસે પણ કોઈ ના આવ્યું એટલે પછી શર્માએ હોટલમાં ગોઠવેલું સીસી ટીવી મોનિટર ચાલુ કર્યું. બે દિવસ પહેલાંના ફૂટેજ જોવાનું ચાલુ કર્યું તો બપોરે ૧:૧૨ કલાકે એક ક્રેટા ગાડી હોટલના કમ્પાઉન્ડમાં પ્રવેશી. ગાડી પાર્ક કરીને એમાંથી ત્રીસેક વર્ષની આસપાસનો એક યુવાન એમાંથી નીચે ઊતર્યો અને વોશરૂમ તરફ ગયો.
બપોરે ૧:૧૯ કલાકે બીજી એક સ્કોર્પિયો ગાડી કમ્પાઉન્ડમાં આવી અને ક્રેટાની બાજુમાં ઊભી રહી. એમાંથી ત્રણ જણા ઉતર્યા. બે યુવાનો પહેલવાન જેવા હતા. એક વ્યક્તિ કોઈ મિલિટ્રી જવાન જેવો લાગતો હતો અને એની ઉંમર લગભગ ૩૫ આસપાસ દેખાતી હતી.
એ લોકો પણ હોટલમાં પ્રવેશ્યા અને પેલા યુવાનની બાજુના ટેબલ ઉપર જમવા બેઠા. થોડીવાર પછી એક પહેલવાન બહાર નીકળ્યો. એણે પોતાની ગાડી ખોલી. હાથમાં કંઈક લઈને ક્રેટા પાસે ગયો અને કારની ડાબી બાજુ નીચે વ્હીલ તરફ વાંકો વળ્યો. ગાડીની પેલી તરફ હતો એટલે એણે શું કર્યું એ સીસી ટીવીમાં દેખાતું ન હતું. પણ કદાચ એણે વ્હીલની હવા કાઢી નાખી હોય એવું બને.
એ પછી એ સાધન પોતાની ગાડીમાં મૂકીને વળી પાછો જમવા માટે આવી ગયો. થોડીવાર પછી પેલો મિલિટ્રી જવાન જેવો લાગતો માણસ જમતી વખતે ક્રેટા ગાડીવાળા યુવાન સાથે કંઈક વાત કરી રહ્યો હોય એવું લાગ્યું.
જમીને ક્રેટાવાળો યુવાન કાઉન્ટર પાસે ગયો. પૈસા ચૂકવીએ પાણીની બોટલ લીધી અને પોતાની ગાડી પાસે ગયો. દરવાજો ખોલી ગાડીમાં બેઠો. બે ત્રણ મિનિટ પછી જ એણે ગાડી સ્ટાર્ટ કરી હોય એવું લાગતું હતું. એણે ગાડી થોડી પાછી લીધી પરંતુ ગાડીમાં કંઈક ગરબડ હોય એમ એ નીચે ઉતર્યો અને પાછળ જઈને વ્હીલ ચેક કરવા લાગ્યો.
પેલા ત્રણ જણા પણ કાઉન્ટર ઉપર પૈસા ચૂકવી બહાર નીકળ્યા અને પછી વોશરૂમમાં જઈ આવી પોતાની ગાડી તરફ આગળ વધ્યા. જમતી વખતે જે માણસ ક્રેટાવાળા યુવાન સાથે વાત કરી રહ્યો હતો એ અચાનક ક્રેટા ગાડી તરફ આગળ વધ્યો અને એણે એ યુવાન સાથે કંઈક વાતો કરી. એ પછી યુવાન ઊભો થયો અને ગાડી લોક કરી સ્કોર્પિયો પાસે ગયો. એક પહેલવાન અને પેલો માણસ આગળ બેઠા અને ક્રેટાવાળો યુવાન એક પહેલવાન સાથે પાછળ બેઠો. એ પછી સ્કોર્પિયો કમ્પાઉન્ડની બહાર નીકળી ગઈ.
સીસી ટીવીના ફૂટેજ જોયા પછી મેનેજરને લાગ્યું કે કંઈક તો ગરબડ છે. એ તરત જ દોડીને બહાર ગયો અને ક્રેટા ગાડીનું પાછળનું ડાબી તરફનું વ્હીલ જોયું તો એમાં હવા જ ન હતી. એ બધી જ વાત સમજી ગયો. નક્કી પેલા યુવાનને કીડનેપ કરી લેવામાં આવ્યો છે કારણ કે ત્રણ દિવસથી આ ગાડી લેવા માટે કોઈ આવ્યું નથી !
પોતાના માણસને કાઉન્ટર સોંપીને મેનેજર ગાડી લઈને તરસાલી પોલીસ ચોકીએ પહોંચી ગયો. ત્યાં બેઠેલા સબ ઇન્સ્પેક્ટર સાથે એણે બધી જ વાત વિગતવાર કરી. હોટલના સીસી ટીવીના ફૂટેજ ચેક કર્યા છે એ પણ એણે વાત કરી.
સબ ઇન્સ્પેક્ટર પરમાર બધું સમજી ગયો કે કોઈ યુવાન કીડનેપ થયેલો છે. મામલો ગંભીર છે. એ તરત જ પોતાની બાઈક ઉપર ઘટના સ્થળે આવી ગયો અને ક્રેટાનું નિરીક્ષણ કર્યું. એ પછી સીસી ટીવીના ફૂટેજ એણે આગળ પાછળ કરીને બે વાર ચેક કર્યા.
" કેસ ગંભીર છે એટલે મારે આ કેસ મકરપુરા પોલીસ સ્ટેશને સૂર્યવંશી સાહેબને સોંપવો પડશે. તમે આટલા બધા સતર્ક છો એ જાણી આનંદ થયો શર્મા. આ ફૂટેજ સેવ કરી દેજો અને એમાં કોઈ છેડછાડ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. અને આ ક્રેટા ઉપર પણ વૉચ રાખજો. સાંજે અથવા કાલે સૂર્યવંશી સાહેબ પણ અહીં જાતે આવશે. " પરમાર બોલ્યો અને બાઈક લઈને નીકળી ગયો.
સૂર્યવંશી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર હતા. સાંજે જ એ ફોટોગ્રાફરને સાથે લઈને પોલીસ સ્ટેશનની બોલેરો ગાડીમાં હોટલ ઉપર આવી ગયા. સબ ઇન્સ્પેક્ટર પરમાર પણ એમની સાથે હતો. એમણે બધા જ ફૂટેજ જોયા. જે ગાડીમાં યુવાન કીડનેપ થઈ ગયો હતો એ સ્કોર્પિયોનો નંબર ફૂટેજને ઝૂમ કરીને જોવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગાડી એવી રીતે ઉભી હતી કે નંબર પ્લેટ બરાબર દેખાતી ન હતી. ગાડી રવાના થઈ એ પછી પાછળથી માત્ર એમ.એચ એટલું જ વાંચી શકાયું એટલે એ ગાડી મહારાષ્ટ્ર સ્ટેટની હતી. ક્રેટા ગાડી રાજકોટ પાર્સિંગની હતી એની પણ એમણે નોંધ લીધી.
ફોટોગ્રાફરે હોટલના તેમજ ક્રેટા ગાડીના બે ત્રણ ફોટા પાડી લીધા. મેનેજર શર્માનું એક સ્ટેટમેન્ટ લીધું અને પછી ગાડી મકરપુરા પોલીસ સ્ટેશન તરફ રવાના થઈ.
પોલીસ સ્ટેશન જઈને સૂર્યવંશી સાહેબે રાજકોટ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો અને વડોદરામાં બનેલી ઘટનાનું વર્ણન કર્યું. ક્રેટા ગાડીનો નંબર લખાવ્યો અને રાજકોટ આરટીઓમાંથી આ ગાડીના માલિકનું નામ અને એનું એડ્રેસ શોધી આપવાની વિનંતી કરી.
બીજા દિવસે બપોર સુધીમાં રાજકોટ સેન્ટ્રલ પોલીસ સ્ટેશન તરફથી બધી જ માહિતી આવી ગઈ.
ડૉ. અભિષેક રજનીકાન્ત મુન્શીના નામે ગાડી નોંધાયેલી છે. અભિષેક મુન્શી પરિમલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપતા હતા અને ત્યાંથી રાજીનામું આપીને ચાર દિવસ પહેલાં મુંબઈ જવા રવાના થયા છે.
રાજકોટથી રિપોર્ટ આવી ગયા પછી હવે ડૉ. અભિષેકનું મુંબઈનું એડ્રેસ મેળવવું પડશે. અને આ એડ્રેસ તો પરિમલ હોસ્પિટલમાંથી જ મળી શકે.
એમણે બીજા દિવસે રાજકોટ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનનો ફરી સંપર્ક કર્યો અને પી.આઇ સાથે વાત કરી. એમણે કોઈ સબ ઇન્સ્પેક્ટરને પરિમલ હોસ્પિટલ મોકલીને અભિષેકનું મુંબઈનું એડ્રેસ મેળવી આપવાની વિનંતી કરી.
બીજા જ દિવસે સવારે ૧૧ વાગે સેન્ટ્રલ પોલીસ સ્ટેશનનો એક સબ ઇન્સ્પેક્ટર પરિમલ હોસ્પિટલ પહોંચી ગયો અને હોસ્પિટલના સુપ્રીન્ટેનડેન્ટ દેસાઈ સાહેબની ચેમ્બરમાં ગયો.
" સર હું સેન્ટ્રલ પોલીસ સ્ટેશનથી આવું છું. ડૉ. અભિષેક મુન્શી આ જ હોસ્પિટલમાં જોબ કરતા હતા ? "
" હા. કેમ ? " અભિષેક વિશેનો આવો સવાલ સાંભળીને દેસાઈ સાહેબ ટેન્શનમાં આવી ગયા.
" સર એ ડોક્ટર કીડનેપ થઈ ગયા છે અને એમની ગાડી વડોદરા પાસે એક હોટલના કમ્પાઉન્ડમાં ચાર દિવસથી પડી રહી છે. મારે એમનું મુંબઈનું એડ્રેસ જોઈએ છે. " સબ ઇન્સ્પેક્ટર બોલ્યો.
" ડૉ. અભિષેકનું અપહરણ ? એ બની જ ના શકે સર. તમારી ક્યાંક ભૂલ થાય છે. એનું અપહરણ કરવાની કોઈની તાકાત જ નથી અને એનો કોઈ દુશ્મન પણ નથી. " દેસાઈ સાહેબ બોલ્યા.
" સર વડોદરા પોલીસનો અમારી ઉપર મેસેજ છે. જે હોટલમાં ગાડી પડી છે એના સીસીટીવી ફૂટેજ પણ બતાવે છે કે એમનું અપહરણ થયેલું છે. જે ગાડીમાં અપહરણ થયું એ ગાડી મહારાષ્ટ્રની હતી એટલે મુંબઈની હોઈ શકે છે. " સબ ઇન્સ્પેક્ટર બોલ્યો.
દેસાઈ સાહેબે બહાર બેઠેલા વોર્ડ બોય હરીશને બૂમ પાડી અને દીપાલી ને બોલાવી લાવવાનું કહ્યું.
બે જ મિનિટમાં દિપાલી હાજર થઈ ગઈ.
" અરે દિપાલી આ સબ ઇન્સ્પેક્ટર કહે છે કે ડૉ. અભિષેકનું વડોદરાથી અપહરણ થઈ ગયું છે." દેસાઈ બોલ્યા.
" એ બની જ ના શકે સર. અને અભિષેક સરની સાથે અંજલી પણ હતી. " દિપાલી બોલી. એના માટે આ સમાચાર આઘાતજનક હતા.
" સર અભિષેકનું અપહરણ થયું ત્યારે ગાડીમાં અભિષેક એકલો જ હતો. સીસીટીવીના ફૂટેજમાં એ એકલો જ દેખાય છે. એની સાથે કોઈ જ ન હતું." દિપાલીની વાત સાંભળ્યા પછી સબ ઇન્સ્પેક્ટર વચ્ચે બોલ્યો.
" દિપાલી તારી પાસે અંજલીનો નંબર છે ? કદાચ એની પાસે કોઈ માહિતી હોય. અથવા તો અપહરણની ગંધ આવતાં અભિષેકે અંજલીને વચ્ચે જ ક્યાંક ઉતારી દીધી હોય ! " દેસાઈ સાહેબ બોલ્યા.
" ના સર અંજલીનો તો નંબર મારી પાસે નથી. પરંતુ અભિષેક સરના ફ્લેટમાં જ એમનાં વીણામાસી રહે છે. મારી પાસે એમનો નંબર છે. " દિપાલી બોલી.
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.