ગૃહિણીનું મૂલ્ય (Value of housewife)

Related

"ગૃહિણીનું મૂલ્ય"
`````` `` `` `` `` `` ``
બપોરના સમયે, બાલ્કનીમાં બેસીને હસમુખભાઈ છાપું વાંચતા હતા. અંદરથી કિરણબહેન લંગડાતા પગે ચાલતા બહાર આવી રહ્યાં હતા. "

#આવકાર
ગૃહિણીનું મૂલ્ય - હરે કૃષ્ણ 

હજુ એક મહિના પહેલા જ તેમના પગની સર્જરી થઈ હતી, અને ડૉક્ટરે બે મહિનાનો આરામ સૂચવ્યો હતો. તેમના ચહેરા પર થાક અને થોડીક ચિંતા હતી.

હસમુખભાઈએ હળવેથી પૂછ્યું, "કિરણ! એ કામવાળા બહેન આજે વહેલાં ગયાં કે શું? તું કેમ શાક સમારે છે? તારે તો આરામ કરવાનો છે ને!"

કિરણબહેને હસીને કહ્યું, "ના! એ તો સાંજના ચાર વાગ્યે જાય છે. પણ મને થયું કે આજે શાક હું જ બનાવી નાખું! વળી એમને આપણા ટેસ્ટનું બધું ક્યાં આવડે છે? " સવારે જ નીલ કહેતો હતો કે મમ્મી બરાબર ટેસ્ટ આવતો નથી!

કિરણના આરામને કારણે ઘરમાં એક બહેનને કામ માટે રાખવા પડ્યા હતા. ચાર જણના કુટુંબનું રસોઈ, કપડાં, વાસણ અને કચરા-પોતાનું કામ કરવા સાથે એમનું અને એમને નાની દીકરી હોવાથી બન્ને ને સાથે જમવાનું એમ કરી મહિને આઠ હજાર રૂપિયા ચૂકવવાના નક્કી થયા હતા.

હસમુખભાઈ વિચારે ચડી ગયા, અને બોલ્યા! "આઠ હજાર આપવા છતાં નીલ અને ધારાને પોતાનું ઘણું કામ જાતે કરવું પડે છે!

ઉપરાંત રસોઈમાં તારા જેવો સંતોષ નથી મળતો અને મારે પણ ઓફિસના કામમાંથી સમય કાઢીને મદદ કરવી પડે છે. પહેલાં તું આ બધું એકલી સંભાળી લેતી હતી! છતાં પણ કોઈ ફરિયાદ નહીં!

કિરણબહેન ધીમેથી બોલ્યા, "એ બહેન તો બીજાના ઘરનું કામ કરે છે, જેના પૈસા મળે છે. પણ મારું કામ તો બાળકોને જન્મ આપીને ઉછેરવાનું અને આખા પરિવારને પ્રેમથી બાંધી રાખવાનું છે. એ કામના કોઈ પૈસા થોડા હોય!"

હસમુખભાઈએ છાપું બાજુ પર મૂક્યું. તેમને યાદ આવ્યું કે ક્યારેક તેઓ પણ ભૂલથી કિરણને કહી દેતા કે, "તારે તો ઘરમાં શું કામ હોય?" આજે તેમને એ આઠ હજાર રૂપિયા અને એનાથી વધુ મોંઘી વસ્તુનું મૂલ્ય સમજાયું – કિરણનો પ્રેમ, તેનો સાથ અને ઘરની ચિંતા વિનાની શાંતિ.

સાથે જ હસમુખભાઈ ભૂતકાળમાં સરી પડ્યા! તેમના ગામડાના દિવસો યાદ આવી ગયા! ત્યારે પણ કિરણનું રૂટીન થકવી નાખનારું હતું. ખેતરે બધા સાથે આખો દિવસ મહેનતનું કામ કર્યા પછી પણ સાંજે ઘરે આવીને તેને આરામ નહોતો.

ઘરે આવતા જ કિરણ રસોઈ, વાસણ અને પથારી ગોઠવવામાં લાગી જતી, બધા સુએ પછી જ સુવા મળે, અને સવારે પણ બધા પહેલા વહેલાં ઉઠી વાસીદા અને ઢોર ઢાંખરનું કામ! સવારે એમ ઘરનું કામ ઉપરાંત ચૂલો કર્યા પછી ખેતરે બધા સાથે કામે વળગી જવાનું!

શહેરમાં આવ્યા પછી ખેતરનું કામ ભલે નહોતું, પણ ઘરની જવાબદારીનો બોજ આજે પણ તેના ખભે જ હતો.

હસમુખભાઈ ભાવુક થઈ ગયા! "કિરણ. આથી તો ગૃહિણીને ઘરની લક્ષ્મી કહેવાય છે, ગૃહિણી ઘરનો આત્મા છે. જેના કામનું મૂલ્ય કોઈ આંકડામાં ન હોય." ખરેખર! ગૃહિણી અમૂલ્ય છે. – હરે કૃષ્ણ"🌸 18/11/25
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."