જીવંતી એક ઔષધીય વનસ્પતિ : "જીવંતી એટલે જીવન આપનાર." (ખરખોડી/ડોડી)
# આયુર્વેદથી આરોગ્ય"
""""""""""""""""'""''''"
જીવંતી" (ધરતી પરની એક અમૂલ્ય જડીબુટી)) """""""""""""""""""""""""""""""""""""""""""""""""""
જેમણે ગામડે બાળપણ કાઢ્યું હોય એ મોટી ઉમરના વડીલો આ ડોડીથી અજાણ નહીં હોય. આજે નવી પેઢી વાડ-વેલાથી વિમુખ થઈ ગઈ. એમાં પણ ફેન્સિંગ વાયર, વધુ પિયત અને એમાં પણ ફુવારાએ વાડને નામઃશેષ કરી દીધી, સાથે સાથે “વાડ હોય તો વેલો હોય” એ કહેવત અનુસાર વેલા પણ ગયા, સાથે ગઈ એ
જીવંતી-ડોડી અને એમનો વેલો પણ. બસ, હવે મનમાં ફક્ત યાદ રહી ગઈ.
Leptadenia reticulata
નાનપણમાં એના વેલાની ડુંક તોડીને એનું પીળું ક્ષીર નાકમાં ખેંચીને છીંકો લાવતા કે હાથની હથેળેની ઉપર બાજુ ઘસીને ફીણ કરતા એ બધુંય ગયું.
આ પેઢીને ડોડી ખાવી છે અને એમના સંતાનોને ખવડાવી છે પણ,... આ.... આધુનિકરણે ઘણું બધું અમારું ઝૂંટવી લીધું, એમાં આ ડોડી પણ ખરી. એ વખતે કાચા પાન અને કૂણી ડુકો ખાવાની ખૂબ મજા આવતી.
આયુર્વેદે ડોડીને ચાક્ષુસ કહી છે. જીવંતી તંદુરસ્તી પૂર્વકનું જીવન આપી જીવનીય શક્તિ વધારે અને આયુષ આપે.
વડીલો આજે વટથી કહે છે કે ભાઈ, અમે તો ગામડામાં ખૂબ ફરતા અને થોર ની વાડ પર ચડેલી ડોડી ખૂબ ખાતા. ડોડીથી જ પેટ ભરી લેતા. આજે પણ ૭૦ વર્ષની ઉંમરે અમે ચશ્માં વિના “ગીતા” વાંચીએ અને માથાના વાળ તો તમે જુઓ કેવા ભરાવદાર અને કાળા છે એ આ ડોડીનો પ્રતાપ છે. આવું વડીલો પાસે સાંભળીને આજે બ્યુટી પાર્લરમાં આંટા મારતા અને ડાબલા જેવી આંખોથી જોતા યુવાનોને શરમ આવે તે સ્વાભાવિક છે. ત્યારે આ યુવાનોને પ્રશ્ન થાય છે કે આ ડોડી કેવી વનસ્પતિ હશે?? આપણે તો જોઈ પણ નથી!!!
એજ ‘આ જીવંતી નામની વનસ્પતિ છે. એનું નિત્ય સેવન કરવાથી આંખો હીરા જેવી તેજસ્વી બની જાય છે.’ આપણી વનસ્પતિઓમાં અમોઘ ઔષધીય ગુણો હોય છે.’
ડોડીનો ફેલાવો એનાં બીજ દ્વારા થાય છે. ગામડાંમાં રહ્યાં હોય એ લોકોને ખબર હશે કે વૈશાખના મહિનામાં ગામડાંમાં ભરબપોરે ધૂળની ડમરીઓ ચડતી હોય છે. માર્ગમાં ધૂળ ગોળ-ગોળ ઘૂમરાતી, ઊભા થાંભલાની જેમ પવનના વેગથી જમીન પરથી ઉપરની દિશામાં જાય છે અને પછી વિસ્તરીને શાંત પડી જાય છે. આ વાસ્તવમાં પ્રકૃતિ દ્વારા પ્રયોજાતું એક ગુપ્ત મિશન છે. આ ધૂળની ડમરીની સાથે સાથે કંઈ કેટલીય વનસ્પતિનાં બીજો પણ ઊંચકાઈને એક સ્થળેથી બીજા સ્થળે ફેલાતાં રહે છે. — આવકાર™
ડોડીનાં બીજ પણ ડમરીની સાથે ઉડીને થોરની વાડ ઉપર જઈ બેસે છે. વાડ પણ કુદરતે કાંટાળી પસંદ કરી, જ્યાં બકરી કે તોફાની બાળકો પણ જવાની હિંમત ન કરે. બીજ ત્યાં સલામતીપૂર્વક પડ્યાં રહે. પછી જૂન-જુલાઈમાં વરસાદ આવે. પાણીમાં ભીંજાઈને બીજ માટીમાં પડે, ત્યાં પાંગરે અને વેલા રૂપે વિસ્તરતા રહે. હવે ધૂળીયા મારગ ઉપર ડામર પથરાઈ ગયો છે. (ગામડાંમાં પણ.) થોરની વાડો જવલ્લે જ જોવા મળે છે. ઔષધીય વનસ્પતિઓને જાણવામાં અને જાળવવામાં કોઈને રસ રહ્યો નથી. પરિણામ આપણી આંખ સામે છે. આખા વિશ્વમાં આંખના રોગીઓ સૌથી વધારે ભારતમાં છે. ‘જે દેશમાં જીવંતી ઉપલબ્ધ હોય તે દેશની પ્રજાને અંધાપો કે ચશ્માના નંબર આવે જ શા માટે?’
ડોડીના વેલા જૂઈના વેલા જેવા થાય છે તેના વડેલા આપમેળે ઊગીને વાડો ઉપર ફેલાઈ જાય છે. ડોડી એ વર્ષાૠતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ વળનારી, વધારે પાનવાળી વેલ છે. તેના વેલા બારમાસી છે. ડોડી પંજાબ, ઉત્તર પ્રદેશ, ઓરિસા, મધ્યભારત અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં થાય છે. તેના વેલાનું મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. વધારે જૂનાં મૂળ હાથના કાંડા જેવા જાડાં અને કાપવાથી છિદ્રાળુ જણાય છે. મૂળની વાસ થોડી ઉગ્ર અને સ્વાદ ફીકો તેમ જ કંઈક મીઠાશ પડતો લાગે છે. તેના વેલા ઝડપથી ઉંચે ચડી જાય છે. પાન પાતળાં, ચીમળાયેલાં, અસકથી બે ઈંચ લાંબાં, એકથી દોઢ ઈંચ પહોળાં અને અણીદાર હોય છે. પાન ઉપરની બાજુએ ચીકણાં, નીચેની બાજુએ રુવાંટીવાળાં અને સહેજ વાસવાળાં હોય છે.
આયુર્વેદિય ઔષધનું નામ છે ‘જીવંતી’ જીવનને માટે હિતકર એ જીવંતી. જીવનને નિરોગી રાખનાર,પ્રાણશક્તિ અર્પનાર એ જીવંતી. આ જીવંતીનું એક બીજું નામ છે ‘શાકશ્રેષ્ઠા.’ શાક માત્રમાં જે શ્રેષ્ઠ છે. જીવંતીના ગુજરાતી નામો છે દોડી, ડોડી, ખરખોડી વગેરે. ડોડીની વેલ વાડ પર થાય છે. જે બારે માસ લીલીછમ રહે છે. તેની ડાળો-પાન, ફૂલ, શીંગો, બધા જ મધુર હોય છે. પર્ણો તો સીધા જ તોડીને ખવાય છે જે મધુર- સ્વાદિષ્ટ હોય છે. ડોડી મધુર- મીઠી, બળ આપનાર, શીતળ, રક્તશુદ્ધિકર, પિત્તશામક, બળતરા શાંત કરનાર, લોહીવા- રક્તવા મટાડનાર છે.
ડોડીવેલના ઘણા પ્રકાર છે. આ પરિવાર જીવન દેનાર છે, માટે એનું નામ જીવંતી પડેલ છે. આ તમામ ડોડીમાં ખરખોડી Leptadenia reticulata સૌથી શ્રેષ્ઠ છે. જે મુખ્ય જીવંતી છે. એ પછી સુડિયાવેલ Pentatropis nivalis ને લઇ શકાય. જે નાની ડોડી કે સુવર્ણ જીવંતી છે. ત્રીજા નંબરે વર્ષાડોડી Telosma pilida આવી શકે. જેને મહાજીવંતી કહે છે. આ ત્રણે ડોડી ખાવામાં સ્વાદિષ્ટ પણ છે. ખરખોડીના પાનની ભાજી શ્રેષ્ઠ છે. સુડિયાવેલના ફળની ભાજી ઉત્તમ છે જ્યારે વર્ષાડોડી(વાછેટી)ના ફૂલની ભાજી ઉત્તમ મનાય છે.
Leptadenia pyrotechnica (ખીપડોડી) આ જ વર્ગમાં આવે છે પણ તે વેલ નહીં પણ ક્ષૃપ હોવાથી અહીં સમાવેશ કરેલ નથી. આ તમામ ડોડીની શિંગ ફાટ્યા બાદ તેમાંથી બીજ ઉડી જાય છે. બીજ સાથે રૂ જેવા મુલાયમ, હલકા પીંછા ચોટેલ હોય છે. આ ઉડતા બીજને દેશી ભાષામાં ડોશી કહે છે.
જીવંતી ને આહાર અને ઔષધ બન્ને સ્વરૂપે લઈ શકાય એવા બહુ ઓછા દ્રવ્યો પૈકી એક અને એમાંય સર્વ શ્રેષ્ઠ..🌿
જીવંતી એક વેલ સ્વરૂપની બહુ વર્ષાયુ ઔષધિ છે. સ્વયં તો સદાય લીલીછમ રહે જ, ઘર આંગણે ઉછેરી ઉપયોગમાં લઈએ તો આપણ ને પણ સદાય તરોતાજા રાખે. શાક, ચૂર્ણ, સ્વરસ, ઘી જેવા અનેક સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય. આના ફૂલ, પાન અને કુમળા ફળ બધાનો આહાર તેમજ ઔષધ તરીકે ઊપયોગ થઈ શકે.
મહર્ષિ ચરકના મત મુજબ ડોડી એ...
જીવનીય ગણ ની એક માત્ર પ્રાપ્ય ઔષધી છે. જીવનીય એટલે જીવાડનાર. જે સાતેય ધાતુ વધારે છે. તેના ઔષધો... જીવંતી, કાકોલી, ક્ષીરકાકોલી, મેદા, મહામેદા... જેવા જીવંતી સિવાયના બધા જ અપ્રાપ્ય છે, અને હવે તો જીવંતી પણ..!!
જીવંતી - ડોડી ના ગુણ:
>> ડોડી સ્વાદમાં મીઠી, ગુણમાં ઠંડી, પચવામાં પણ મીઠી અને વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેય દોષનું શમન કરનાર ડોડી છે. તે ધાવણ વધારે, ગર્ભનું સ્થાપન કરે, પુરુષ અને સ્ત્રી બંનેનું વાંઝીયાપણું દૂર કરે, આંખ નું તેજ વધારે છે જીવંતી. તે ઝાડા મટાડે પરંતુ કબજિયાત કરતી નથી. જીવંતી વિટામીન “એ” થી ભરપૂર છે.
>> એવું અતિશયોક્તિમાં કહી શકાય કે પૃથ્વી પરના તમામ ઔષધિઓનાં વિટામીન “એ” નો સરવાળો પણ જીવંતીથી વધુ નથી એટલે હવેથી વેટનરીમાં દૂધ વધારનાર તરીકે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. આધુનિક ડોકટરો પણ પ્રસૂતાનાં ધાવણ માટે આ લેપ્તાડેનિયા ટેબ. નાં નામે લખે છે પણ, આપણે તેનું આ નામ ન જાણતા હોવાથી વિલાયતી દવા માની હોંશેહોંશે ખાઈએ છીએ.
>> જીવંતીનું બીજું નામ છે શાકશ્રેષ્ઠા. જીવંતી- ડોડીનાં પાનની ગાયનાં ઘીમાં બનાવેલી ભાજી તે તમામ શાકભાજીમાં ટેસ્ટ અને ગુણમાં ઉત્તમ છે. આ ભાજી નિયમિત ખાવાથી આંખોનું તેજ વધે છે, નંબર પણ ઘટે છે. આજે માણસ હવા, પાણી અને ખોરાક બધામાં સતત ઝેર આરોગે છે. ડોડીનું શાક આ બધાજ ઝેર માંથી મુક્ત કરે છે એટલે કે તે રસાયણ છે.
>> જીવંતીને ગાયનાં ઘીમાં સિદ્ધ કરીને બનાવેલું ઘી જીવન્ત્યાદી ઘૃત – ક્ષય મટાડે, આંખોનું તેજ વધારે, શરદી, ખાંસી અને ફેફસાનું ચાંદુ દૂર કરે છે. શરીરમાંથી કોઈ પણ જગ્યાએથી પડતું લોહી- [રક્તપિત] મટાડે છે. તાવ અને તેની અત્યંત થતી ગરમી દૂર કરે છે.
સજીવ - નિર્જીવ દરેકનો પોતાનો એક પ્રભાવ એટલે કે અચિંત્ય કારી શકિત હોય, એમ આ જીવંતી / ડોડીનો પ્રભાવ #ચક્ષુષ્ય - આંખો માટે હિતકારી છે.
ઘર આંગણે જીવંતી (ડોડી) અને અમૃતા (ગળો) ની વેલ અવશ્ય ઊછેરવી અને ઉપયોગમાં લેવી. એમના નામમાં જ જીવન અને અમૃત છે.🌱🌿
Leptadenia reticulata
Leptadenia reticulata
ખરખોડી (ડોડી) Leptadenia reticulata- જીવંતી - ડોડી
જીવંતી-ડોડી-Leptadenia reticulata
જીવંતી નો પ્લાન્ટ કેવી રીતે મેળવશો:
આપની આસપાસમાં કોઈ નર્સરી હોય તો ત્યાંથી આના પ્લાન્ટ મળી જાય છે. ઘરે નાના કૂંડાં માં આને રોપી શકો છો., એ વેલ સ્વરૂપે થશે.🌿🌿 એન્ડ આનો પાવડર કોઈ આયુર્વેદિક સ્ટોર પરથી પણ મેળવી શકાય છે.
જીવંતી(ડોડી) નો ઉપયોગ કેવી રીતે કરશો:
જીવંતી (ડોડી) નો ક્ષીરપાક : આ એક પ્રકારની ભાજી છે, જે ગામડાઓમાં સરળતાથી પ્રાપ્ત છે, તેનો પાવડર બજારમાં મળે છે. એક ચમચી પાવડર એક કપ દૂધમાં એક પાણી નાખીને દોઢથી બે ચમચી સાકર નાખીને ઉકળવા દેવું. બે-ત્રણ ઊભરા આવે તે પછી ઠડું કરીને પીવું.
આને ડોડીનો ક્ષીરપાક કહે છે, જે આંખોનું તેજ જાળવી રાખે છે અને શરીરની અને ગર્ભાશયની ગરમી ઓછી કરીને Habitual abortion વારંવાર કસુવાવડ માટેનો અકસીર ઉપાય છે.
બાળકના જન્મ પછી માતા ને ધાવણ ન આવતું હોય ઓછું આવતું હોય તો ડોડી નું સેવન કરવાથી ધાવણ વધે છે, ગાય ભેંસ ને ખવરાવાથી પણ દૂધ વધે છે, વારંવાર કસુવાવડ થતી હોય સ્ત્રી નો કોઠો ગરમ હોય ગર્ભ ધારણ કરવામાં તકલીફ થતી હોય ત્યારે ડોડી નું સેવન કરવાથી ફાયદો થાય છે, હદય ની નબળાઈ હોય ધબકારા વધી જતા હોય હદય માં દુખાવો હોય તો જીવંતી/ડોડી નો મૂળ નો પાવડરને ઉપયોગમાં લઈ શકાય છે.
જ્યારે આંખોની તકલીફ માં ડોડીના પાનની અને તેના ફૂલની ભાજી અથવા પાન નો જ્યુસ કરીને લેવાથી ખુબ જ ફાયદો થાય છે.
જીવંતીના ફાયદાઓ અનેક છે, જીવંતીનાં મૂળના ઉકાળામાં ઘી મેળવી પીવાથી તાવ અને દારૂમાં રાહત થાય છે. પાનની ઘીમાં બનાવેલી ભાજી રોજ ખાવાથી અથવા પાનમાંથી બનેલી
જીવંતી ધૃતવટી નામની દવાની ગોળી રોજ લેવાથી
રતાંધણાપણું મટે છે. જીવંતીનાં પાનની ભાજી બનાવી તેમાં દહીં તથા દાડમનો રસ ઉમેરી લેવાથી ઝાડા મટે છે.
આ ઔષધીને દેશવિદેશમાં તબીબો વૈજ્ઞાનિક અને આયુવૈદીક તબીબો અનેક પ્રકારનાં રોગો ઉપર ઉપયોગમાં લેતા આવ્યા છે. જીવંતી એટલે જીવંત રાખનાર એવો પર્યાય. તેની બે જાતો જોવા મળે છે. એકને ગોળ પાન હોય છે, તેને મોટી માલતી પણ કહેવાય છે. તેમાં ફુલ ઝુમખામાં તથા મોટા કદનાં થાય છે. આ ફુલની ભાજી કરીને ખાવામાં આવે છે. આયુંવેદની દ્રષ્ટિએ જીવંતીના ફાયદા આ ઔષધી વિશે વધુ માહિતી આપતા ખેરગામના વૈદ કિશોરભાઇ પટેલ જણાવે છે કે, બીજી જીવંતી તરીકે ઓળખવામાં આવે છે. જેના પાન પ્રમાણમાં લાંબા લંબગોળ હોય છે. ફુલનું કદ પ્રમાણમાં નાનુ હોય છે. જીવંતીમાં મુખ્યત્વે ટોકોફેરોલ્સ ફાયટોસ્ટ્રીસેલ્સ, સગ્માસ્ટેરોલ, બીયસ્ટીરોલ, ગમાસ્ટીરોલ જેવા સક્રીય તત્વો આવેલા છે. આ ઔષધી ગરીબ કુટુંબો માટે આશીર્વાદસમાન હતી, પરંતુ તે જુજ પ્રમાણમાં જોવા મળે છે. તેનામાં રસાયણ ગુણ છે તે પચવામાં શિતળ તથા ત્રિદોશષામક છે. ગર્ભસ્ત્રાવ કે ગર્ભપાતને અટકાવવામાં સારૂ પરિણામ આપનાર હોવાથી દવામાં તે ઘણ ઉપયોગી છે. કૃમિ, હરસ, નેત્રરોગ, રક્તપિત, ઉધરસ, અશક્તિ, ઝાડા વગેરે મટાડવામાં અસરકારક છે. સ્તનમાં દૂધ વધારવાનો તથા આંખના રોગમાં ખાસ કરીને જામરના રોગમાં ઘણી ઉપયોગી છે. આ વનસ્પતિનો આયુર્વેદિક ફાર્મસીમાં બહોળા પ્રમાણમાં ઉપયોગી થતો હોવાથી માંગ વધતા તેમજ તેની આવક ઘટી છે. તેને એક વર્ષ કે તેથી વધુ સમય પણ રાખી શકાય છે. રેતાળ અને ગોરાડુ જમીન વધુ માફક આવે છે. મધ્યમકાળી પરંતુ સારા નિતારવાળી જમીનમાં પણ તે ઉછેરી શકાય તેને ગરમ અને સુકુહવામાન વધુ અનુકૂળ રહે છે. જીવંતીના મૂળિયા કાચા અથવા તેનો પાવડર બનાવી ખળાસાકળ સાથે ભેળવી સાત દિવસ સુધી દૂધમાં સ્ત્રી અને પુરૂષ બંને સાથે સેવન કરવાથી વંધ્યત્વ મટાડી સંતાન પ્રાપ્તિ કરવામાં તે મદદરૂપ થઇ શકે છે. આ ઔષધીને કુટુંબીની તરીકે પણ ઓળખાવી છે. આ સિવાય શરીરના અંદર હોર્મોન્સ, કેલ્શયમ અને શુકાણુ વધારવા માટે ઔષધી ટોનિક છે. ચોમાસામાં ઝાડ વાડ ઉપર ચડનાર જીવંતીના વેલા અનેક ડાળીવાળા તેની શાખા આંગળાથી કાંડા જેવી જાડી અનેક સ્થળેથી ફાટેલી હોય છે. તેમાં અડધા ઇંચ લાંબા સાંકડા આંકડાના બી જેવા બી થાય છે. દવામાં મૂળ અને પાનનો ઉપયોગ થાય છે. આંખની દ્રષ્ટિશક્તિ વધારવા નંબર ઉતારવા તથા ગર્ભપાત નિવારવા તે ખાસ વપરાય છે. તેના પાનની ભાજી શાકમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે તેનું પાંદડુ તોડતા ડીટામાં દૂધ નીકળે છે. જીવંતીના ફાયદાઓ અનેક જીવંતીનાં મૂળના ઉકાળામાં ઘી મેળવી પીવાથી તાવ અને દારૂમાં રાહત થાય છે. પાનની ઘીમાં બનાવેલી ભાજી રોજ ખાવાથી અથવા પાનમાંથી બનેલી જીવંતી ધૃતવટી નામની દવાની ગોળી રોજ લેવાથી રતાંધણાપણું મટે છે. જીવંતીનાં પાનની ભાજી બનાવી તેમાં દહીં તથા દાડમનો રસ ઉમેરી લેવાથી ઝાડા મટે છે. જીવંતીનાં પાન તથા અશ્વગંધાનું ચૂર્ણ મીઠા દૂધમાં નિયમિત લેવાથી ધાતુ પૃષ્ટિમાં ફાયદો થાય છે. ગર્ભ સ્થાન માટે જેમને વારંવાર ગર્ભપાત થતાં હોય કે ગર્ભસ્રાવ થતો હોય તેમણે જીવંતીના મૂળ તથા પાનનું ઘનસત્વ ને જેઠીમધ તથા શતાવરી ત્રણે સમભાગે લઇ બનાવેલા ચૂર્ણ ક તેની ગોળા કાયમી દૂધ સાથે લેવાથી ઘણો ફાયદો થઇ શકે છે.
જીવંતી શાક રૂપે પણ ખાઈ શકાય છે. જીવંતીનું બીજું નામ જ શાકશ્રેષ્ઠા છે. આજે માણસ હવા, પાણી, ખોરાક બધાંમાં ઝેર આરોગતો રહે છે. ડોડીનું શાક આ બધાં ઝેરનું મારણ છે. પૃથ્વી પરની તમામ ટેબ્લેટ્સ કે કેપ્સૂલ્સમાંથી મળતાં વિટામિન ‘એ’ નો સરવાળો કરીએ એના કરતાં પણ અધિક માત્રામાં વિટામિન ‘એ’ જીવંતીમાં રહેલું છે. જાણકારો તો એવું કહે છે કે રોજ સવારે એક ચમચી જીવંતીનો પાઉડર લેવાથી પચીસ દિવસમાં આંખના નંબર ઊતરી જાય છે. એક રસપ્રદ વાત એ છે કે જીવંતી કોઈ જાજરમાન સ્ત્રીની જેવી ‘માનુની’ છે. એ માન માગતી વનસ્પતિ છે. જો એને તમારા આંગણામાં રોપશો, પણ એના તરફ માનભરી નજર નહીં નાખો તો એ થોડા જ દિવસોમાં સુકાઈ જશે. જો તમે એની તરફ પ્રેમથી જોશો તો તે જોતજોતામાં ઘટાટોપ થઈ જશે. ભારત દેશમાં પ્રત્યેક ઘરમાં કોઈ ને કોઈ સ્વરૂપે જીવંતી હોવી જ જોઈએ, — #આવકાર™
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Conclusion:નવીનતમ અપડેટ્સ માટે અમારું
homepage ની મુલાકાત કરો, આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર
, આરોગ્ય ટિપ્સ, સરકારી યોજના જેવી જનરલ અપડેટ અને વધુ પોસ્ટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.