વડીલોની ચુપકીદી (Vadilo Ni Chupkidi)

# દરેક સમાજમાં વડીલોની ચુપકીદી કેટલી
  _____________________ નુકશાનકારક............!
***********
કોઈપણ ઘર, ઘરના વડીલોથી શોભે અને સમાજ પણ પરંતુ આજે દરેક સમાજમાં વડીલો ચૂપ થઈ ગયા છે. સફેદ રંગનું ખમીસ અને લેંઘો, સફેદ રંગનો ઝભ્ભો અને લેંઘો કે ધોતી પહેરતા અને માથે પાઘડી કે ફાળિયું સફેદ ટોપી, આંખે ચશ્મા અને હાથમાં લાકડી લઈને ગામમાં અને સમાજમાં એ લોકો આજે ચૂપ થઈ ગયા છે. 

AVAKARNEWS
વડીલોની ચુપકીદી

ગામના ચોરે કે ઓટલે બેસીને જે ઓટલા પરિષદમાં જે તે લોકો નિર્ણય લેતા અને તેની સમાજ પર થતી અસર જાણે કે કોઈ કોર્ટનો નિર્ણય લેવાતો હોય તેવી ઊંડાણપૂર્વકની ચર્ચા કરીને સૌની વાત સાંભળીને સમાજના હિતમાં નિર્ણય તેઓ લેતા.

તેમનો સમાજ પર એટલો બધો પ્રભાવ હતો. દરેક સમાજની એક પંચાયત હતી. સામાજિક ન્યાયાલય હતું. તેમની નિષ્પક્ષતા ખૂબજ ઊંચી હતી. મોટાભાગના સમાજના નિર્ણયો આ પંચ જ લેતું અને તેને લોકો સ્વીકારતા પણ ખરા ગામના ચોરે કે ગામના ઓટલે આ વડીલો બેઠા હોય તો ગામના યુવાનો તેમનો આદર કરતા તેમજ સ્ત્રીઓ પણ તેમની મર્યાદા રાખીને ઘૂંઘટ તાણતા એનો અર્થ એ નહીં કે સ્ત્રીઓનું સમાજમાં નીચું સ્થાન હતું પણ સમાજમાં આ વડીલોનો મોભાનો ખ્યાલ દરેક લોકો રાખતા હતા. ગામનો કોઈપણ વડીલ ગામના કોઈપણ યુવાનને ટોકતો અને રોકતો હતો.

જરૂર પડે તો ઠપકો પણ આપતા અને તેનો યુવાનો માનભેર સાંભળતા પણ હતા.જો આ વડીલો ક્યાંય બેઠા હોય તો ત્યાં જવું અથવા ત્યાંથી પસાર થવુ કે નહીં એ માટે કોઈપણ યુવાન વિચાર કરતો. તેઓ પણ એટલી જ મર્યાદાઓ સાથે જીવતા હતા ભલે તેઓ પાસે અક્ષરજ્ઞાન ન હતું પણ તેમની કોઠાસૂઝ એટલી કે કોઈપણ ભણેલો વ્યક્તિ ઉકેલ ના લાવી શકે તેવા ઉકેલ તેઓ સમાજમાં લાવતા જેને લોકો સ્વીકારતા હતા.

આજે આવા વડીલો ઘર પકડીને બેસી ગયા છે. આ સફેદ કપડામાં સ્વચ્છ પ્રતિભાશાળી વ્યક્તિઓ જાણે લુપ્ત થઈ ગયા હોય તેવું લાગે છે.માથે તેમના જેટલા પાઘડીના વળ હતા તેટલા તેમની પાસે ઉકેલ હતા.તેમના ચહેરા પરની જેટલી કરચલીઓ હતી તેટલી તેમની લાયકટના પ્રમાણપત્રો હતા. તેમની પીઢતા અને ધૈર્યતા અદભુત હતી. તેમનામાં રહેલી દીર્ઘકાલીન દૃષ્ટિ અદભૂત હતી.તેમની પાસે એટલી ઊંડી સમજ હતી કે આ નિર્ણય લઈએ તો સમાજ માં લાંબાગાળે સમાજ પર શી અસર પડશે તેનો ખ્યાલ અવશ્ય આવી જતો. 

આજે જો સમાજના જુના રિતીરીવાજોનો જો અભ્યાસ કરવામાં આવે તો ખબર પડે કે સમાજના વડીલોએ જે કોઈ સામાજિક બંધારણ બનાવ્યું હતું તે કંઈ ખોટું ન હતું પણ આજે......... આતો ભૂતકાળ બની ગયો. 

આજે તો બ્રાન્ડેડ પેઢી આવી ગઈ છે. આજે આ વાત કરીએ તો આજના યુવાનો સમજવા જ તૈયાર નથી.વડીલો સમજી ગયા છે અને સમજી વિચારીને ઘર પકડી લીધા છે.

સમાજમાં કોઈ વડીલ સક્રિય નથી.તેઓ કંઈજ કહેવા કે બોલવા તૈયાર નથી. આજના યુવાનો બેપરવા છે.તેઓ એમ સમજે છે કે સમાજના વડીલોને કંઈજ ખબર પડતી નથી પણ આજની યુવા પેઢી ભૂલી પડેલી છે.

એ વાત ખબર નથી તેમને કે "ઘરડા ગાડા વાળે" કોઈપણ કહેવત એમનેમ ના આવે. કેટલીવાર તેની ટેસ્ટિંગ થાય પછી જ તારણ આવે. #આવકાર™

આજે સમાજમાં બનતી અઘટિત ઘટનાઓ શુ છે ? 
સમાજમાં રોજબરોજ જે કંઈ નવી નવી સમસ્યાઓ જોવા મળે છે, અને જાણે સમાજ પર કોઈ જ અંકુશ ના હોય,પરિવારો તૂટતા જાય છે, સામાજિક રિવાજો તૂટતા જાય છે,વ્યક્તિ પોતાને મનફાવે તે રીતે વર્તન કરી રહ્યો છે,સમાજમાં જોવા મળતો કુસંપ, સામાજિક કામમાં જે કોઈ અવરોધો જોવા મળે છે, સમાજમાં જે કોઈ અવ્યવસ્થા, અશાંતિ, અસંતોષ,અજંપો, અસમાનતા વ્યક્તિઓમાં સ્વચ્છંદીતા જે જોવા મળે છે તેનું જો કોઈ કારણ હોય તો સમાજના વડીલોની ચુપકીદી છે. સમાજમાં આ વડીલોની અવગણના ખૂબજ ભારે પડશે.

આજે દરેક સમાજ આનો સામનો કરી રહ્યો છે. દરેક સમાજ છિન્નભિન્ન થઈ ગયો છે. કોઈ એક નથી. આજે સમાજને કુસંપે ભરડો લીધો છે. દરેક સમાજ અંકુશ બહાર છે. યુવાનોમાં જોવા મળતી વધુ પડતી છૂટછાટને કારણે તેઓ જાણે આઝાદ હોય તેવો તેમનું વર્તન અને વ્યવહાર જોવા મળે છે. બધી જ મર્યાદાઓ ગાયબ છે. સ્વતંત્રતાના નામે વધુ પડતું સ્વચ્છંદીપણું જોવા મળે છે.

આપણા સમાજમાં ભલે શારીરિક પુખ્ત થાય પણ માનસિક પુખ્તતા નથી હોતી. ઉંમર વધતાં જે ઠરેલપણું આવવું જોઈએ તે નથી હોતું. જ્યારે વ્યક્તિ પર સામાજિક અંકુશ ના હોય ત્યારે તે બેફામ બને છે અને સમાજને તે ખૂબજ નુકશાન કરે છે. આજની યુવા પેઢી કે જે પોતાને એડવાન્સ માને છે તે ભૂલી પડેલી છે. યુવાનોમાં જોશ હોય પણ હોશ ના હોય અને જયારે તેઓ હોશમાં આવે ત્યારે તેમનું જોશ ગાયબ હોય છે. 

વડીલોના સમાજમાં થતા અવારનવાર અપમાનને કારણે તેઓ ચૂપ થઈ ગયા. તેઓ સમાજના કોઈ કામમાં માથું મારતા જ નથી. સમાજમાં તેમને ભાગે આવતો ફંડફાળો આપીને દૂર રહે છે. કેટલાક લોકોએ તો કંટાળીને જાણે સામાજિક દુરી બનાવી હોય તેવું લાગે છે. અન્ય સમાજ સાથે સંબંધો તેઓ રાખવા માંડ્યા છે. સામાજિક રાજકારણથી કંટાળીને તેઓ સામાજિક સેવાથી દૂર ભાગે છે. આજે દરેક સમાજમાં આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. .."

જો આવી સ્થિતિ ચાલ્યા કરશે તો સામાજિક સેવકો નહીં મળે અને જે આજે સમાજમાં માળખાકીય વ્યવસ્થા ઉભી જે વડીલોએ કરી છે તેને સાંભળવા માટે કોઈ વ્યક્તિઓ નહીં મળે. જે લોકો પોતાના જીવન નો અમૂલ્ય સમય સમાજની સેવામાં આપે છે તેની કદર કરવી જોઈએ. સમય આપવો એ પૈસાના દાન કરતાં વિશેષ છે. પોતાનો પારિવારિક આનંદ છોડીને મોટાભાગનો સમય સમાજ માટે આપનાર લોકો ખૂબ જ ઓછા હોય છે. જે સમાજ વડીલોના અનુભવનો ઉપયોગ કરે છે તે સમાજ અવશ્ય પ્રગતિ કરે છે. #આવકાર™

તો આજની યુવા પઢીએ સમાજના વડીલોની સાથે રહીને તેમને માનભેર તેમની પાસેથી ઘણુંબધું શીખવા જેવું ખરું. ભલે આજના યુવાનો પાસે ડીગ્રી કે પૈસો હશે પણ તેમની પાસે અનુભવ નથી. તેમના નિર્ણયો ક્યારેય પરિપક્વ નથી હોતા. આજના યુવાનો માત્ર હોદ્દા અને સત્તા અને મોભા માટે તૂટી જાય છે તેઓ વડીલોની જેમ મુશ્કેલીઓ વેઠવાની તાકાત તેમનામાં નથી. તેઓ તડકો વેઠી ના શકે. તેઓ માત્ર એ.સી.માં બેસીને હુકમ કરી શકે. ગ્રાઉન્ડ લેવલે કામ તો વડીલો જ કરે અને તેમને કરી બતાવ્યું છે. આજે જે કોઈ સમાજ અડીખમ ઉભો છે તેનું જો કોઈ કારણ હોય તો વડીલો છે. #આવકાર™

આવો આપણે સૌ આ વડીલોને સમજાવીએ કે તેમની ચુપકીદી તોડીને સમાજને માર્ગદર્શન આપે જેથી સમાજ એક મજબૂતી સાથે ઉભો રહે.

"આજના યુવાનો સમજે તો સારું છે નહિતર વડીલોની ચુપકીદી ન્યારી છે."— અજ્ઞાત"

"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺

Post a Comment

Previous Post Next Post