પ્રપંચ (insidiousness)

પ્રપંચ .."
***************સંગીતા દત્તાણી
"જો રાજ, હું આવતે મહિને ભારત આવું છું. એક સરસ મજાની નવલકથા લખીને રાખજે. હું તને પૈસાથી નવડાવી દઈશ અને આરામથી તું તારા કુટુંબ સાથે જીવન વિતાવી શકીશ."

AVAKARNEWS
પ્રપંચ

છેલ્લાં ચાલીસ વર્ષથી સાયપ્રસમાં સ્થાયી થયેલ મુકેશે રાજને નવલકથા લખવાનો ઓર્ડર કર્યો.

"મુકેશ, ભલે તું મારો લંગોટિયો મિત્ર છો, તારી પાસે ખૂબ પૈસા છે હું સમજુ છું પરંતુ આ કામ મારાથી નહીં થાય."

ગુસ્સામાં મુકેશે ફોન કાપી નાખ્યો. રાજે વિચાર્યું, "ભલે મૂકી દીધો, આ ક્યાં પહેલીવાર હતું." મહિનામાં ચાર-પાંચ વખત આ બંને મિત્રોનું નાટક ચાલતું ફરી પાછાં એકના એક.

સુરતની પ્રખ્યાત કોલેજમાં ગુજરાતી વિભાગના વડા અને પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાજને માથે સરસ્વતી દેવીનો હાથ હતો. અત્યાર સુધીમાં તેની પચ્ચીસ નવલકથા પ્રકાશિત થઈ ચૂકી હતી.

એ જ રાત્રે ફરી ફોન રણક્યો. "યાર, શામાટે ના પાડે છે? મારે પણ હવે સાહિત્યમાં આગળ વધવું, મારે પણ દેવી સરસ્વતીની સેવા કરવી છે. આ *અંદરની વાત છે. આપણા બંને સિવાય આ વાતની કોઈને જરા પણ જાણ નહીં થાય."

ઉત્તર આપ્યા વગર જ રાજે ફોન કાપી નાખ્યો. મુકેશે ચાર વાર કોશિશ કરી પરંતુ, રાજ અનુત્તર જ રહ્યો.

મુકેશ પણ સમજી ગયો. હવે તેણે બીજો બંદોબસ્ત કરવો જ પડશે એમ તેને લાગ્યું. બીજા મિત્રોના નંબર મેળવવા માટે તે જૂની ડાયરીના પાનાં ઉથલાવવા લાગ્યો. એકાદ કલાકની મહેનત પછી તેને સફળતા મળી ગઈ.

તરત વિનોદને ફોન જોડ્યો સામેથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો. "હું વીણા બોલું છું. આપને કોનું કામ છે?" મુકેશે પોતાનો પરિચય આપ્યો.

વીણાએ ચાર વર્ષ પહેલાં અકસ્માતમાં થયેલ મૃત્યુ વિશે જણાવ્યું.મુકેશને મનમાં થયું કે હવે મેળ નહીં પડે. છતાં હિંમત એકઠી કરીને કહ્યું, "ભાભી તમે જોબ કરો છો?"

"ના ભાઈ, મારે બે દીકરીઓ છે બંને સાસરે છે. તેમજ વિનોદનું પેન્શન મને આવે છે. વળી, એમણે મને ક્યારેય કામ કરવાની છૂટ ન હતી આપી."

આ વાતચીત દરમ્યાન મુકેશે હિંમત એકઠી કરીને નવલકથા લખવા માટે પૂછ્યું. થોડી આનાકાની પછી વીણાએ હા પાડી દીધી.

એક જબરદસ્ત કથાવસ્તુ લઈને વીણાએ વીસ જ દિવસમાં નવલકથા લખી નાખી અને મુકેશને ઈમેઈલ કર્યો. મુકેશ ખુશ થઈ ગયો. માતબર રકમ વીણાના એકાઉન્ટમાં જમા કરાવી દીધી.

મુકેશે આ નવલકથાનો મેઈલ પ્રકાશકને કરી દીધો અને બે અઠવાડિયામાં તે પાંચસો નકલ છાપશે એ વાયદો પણ કર્યો. હવે મુકેશ ખુશ હતો. એ સુરત પહોંચશે ત્યારે પાંચસો નકલ તેની પાસે હશે.

મુકેશે વિમોચનની તૈયારી પણ કરી લીધી. બધાં કૉલેજકાળના મિત્રોને વ્હોટસએપ દ્વારા જણાવી દીધું. પૈસાથી સરસ્વતીદેવીને પણ ખરીદી શકાય છે એવો ઘમંડ શું વ્યાજબી છે? એ વિચાર પણ એને એકવાર આવી ગયો પણ એ ખંખેરતા તેને વાર પણ ન લાગી.

અંતે એ દિવસ આવી પહોંચ્યો. એક બાજુ વિમોચનની તડામાર તૈયારીઓ તો બીજી બાજુ જૂનાં મિત્રોને મળવાનો આનંદ. પ્રોફેસર રાજને પણ આમંત્રણ મળ્યું હતું. પ્રોફેસર રાજે તો નક્કી જ કર્યું હતું કે આ સમારંભમાં ન જવું. પરંતુ પત્ની આગળ તેનું કંઈ ન ચાલ્યું.

કાર્યક્રમ શરૂ થયો. મુખ્ય મહેમાને વિમોચન માટે દીપ પ્રગટાવ્યો. હાજર રહેલા સૌને એક નકલ આપવામાં આવી. ઘમંડી મુકેશની નવલકથાનું નામ હતું ‘અંદર’.

અંદરોઅંદર ‘અંદર’ની ચર્ચા થવા લાગી. દસેક મિનિટ પછી મુખ્ય મહેમાને માઈક પરથી એમના સુંદર શબ્દોને વહેતા કર્યા. ત્યારબાદ એક પછી એક પ્રવચન થતાં રહ્યાં.

છેલ્લે મુકેશે સૌનો આભાર માન્યો. ખુરશી પર બેસવા જ જતો હતો ત્યારે જ તેને હાર્ટએટેક આવી ગયો અને આ પ્રપંચીએ દુનિયાને અલવિદા કહી દીધું.

બાંહેધરીઃ-આ વાર્તા મારું મૌલિક સર્જન છે, તેની તમામ જવાબદારી મારી છે.

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post