મૌનનો પડઘો
-------------------------
શિયાળાની એ કાતિલ ઠંડી અને કાળીમેસ સીસમ જેવી રાત્રિએ દિલ્હી થી ચંડીગઢની બ્રોડગેજ લાઇન પર સુપર ફાસ્ટ ટ્રેન અંધારાને ચિરતી દોડી રહી હતી. રાત જામી હતી. દરેક પેસેન્જર્સ પોતપોતાનાં કંપાર્ટમેન્ટમાં સુવાની તૈયારી કરતાં હતા.. કોઈ તો ક્યારનું તેની રિઝર્વ સીટ પર ઊંઘમાં સરી પડ્યું હતું. બંસી પણ તેની સીટમાં સુવાની તૈયારી કરતી હતી.
મૌનનો પડઘો
કાલનું પ્રેક્ટિકલ સારું અને મેડિકલ ચેક અપ પોઝેટીવ આવે તેવી સહજ ચિંતામાં તે કયારે ઊંઘી તે ખબર જ ન રહી.
નામ: બંસી સબરવાલ.
ઉમ્ર: વીસ વર્ષ,
અભ્યાસ: અંતિમ વર્ષ બી. કોમ. જન્મ : દિલ્હી.
તે પંજાબ પ્રાંતનાં બટાલા ખાતે ટ્રેનિંગ માટે જવા ઉતાવળી હતી.. તેનાં નાજુક અને કોમળ પગને તેણે કસરત કરી કરીને મજબૂત બનાવ્યા હતા.. તેની સહેલીઑ માથામાં પરાંદે ઝુલાવતી નીકળતી ત્યારે તે હાથમાં હોકી અને ગેંદ લઈને કોલેજ ગ્રાઉંડ પર ભર તડકે સખ્ત મહેનત કરતી હતી.
બંસી બધાથી અલગ જ હતી.. આજે તે એકલી જ દિલ્હીથી પંજાબ જવા નીકળી પડી હતી..છેલ્લો મેસેજ તેણે શ્યામને ગુડ નાઈટનો કરી અને તેનું લેપટોપ બંધ કર્યું..
જલ્દી સવાર પડે તેની રાહમાં તેની આંખ બંધ થઈ.
“ અરે! કોઈ પકડો!
કૌન હો તુમ?
નામ કયા હૈ?”
ના આવાજ સાથે જ બંસી જાગી .. કંપાર્ટમેન્ટમાં ધીમે ધીમે લાઇટ થવા લાગી અને બે ચાર કદાવર બૂકાનીધારી દરેકનો લગેજ ચોરતા ઝડપાયા ..
તેમાંના એકના હાથમા બંસીએ તેની લેપટોપ બેગ પણ જોઈ..
તે ચમકી અને જલ્દીથી મોટા અવાજે બોલી,
“ ઓય! મેરી બેગ છોડ..”પણ તે બૂકાનીધારી કશું સાંભળ્યા વગર ત્યાંથી દોડી ગયો..
“ઓય મેરા સામાન.. પકડો સાલે ચોર કો..”
બધાં જ અવાજ કરતાં કરતાં તેની પાછળ ભાગ્યા.. પણ તે લોકો પકડમાં ન આવી શક્યા..
બંસીએ તેની તાલીમને અહીં કામે લગાડી તે જલ્દીથી તેની પાછળ ભાગી અને જરા પણ ડર્યા વિના તેનો પીછો કરવા લાગી..
ત્યાં સુધીમાં પેસેન્જરોએ સાંકળ ખેંચી. અમુક લોકોએ તેમાંના એકને પકડી લીધો જ્યારે બંસી તેની બેગ લઈને ભાગતા ચોરની પાછળ એક કંપાર્ટમેન્ટ માંથી બીજામાં પીછો કરતી ભાગી
અંતે તે ચોરને પકડી શકી!
બંસીએ એક યુવાનને પણ શરમાવે તેવી તાકાત બતાડી અને તે ચોરના દાંત ખાંટા કરી દીધા.. પણ આ ઝપાઝપીમાં ગુસ્સે ભરાયેલા ચોરે બંસીને ધીમી પડતી પણ ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી..
અથાગ પ્રયત્નો પછી ચોર તો પકડાઈ ગયો પણ બંસીને લોહી નીંગળતી હાલતમાં તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી..
તેનાં બૂકિંગ પરથી તેનું એડ્રેસ અને ફોન નંબર મળી આવ્યા.. તેનાં માતાપિતાને જાણ કરી અને લુધિયાણાની હોસ્પિટલમાં આવવા જણાવી મુકાયું..
“મારી દીકરી! ને શું થયું?”તેનાં માતા પિતા ચિંતિત અને અશ્રુ સાથે રેલ્વે પુલિસને પૂછી રહ્યા હતા..
“આપની દિકરી બહુ બહાદુર છે. તેણે પોતાનાં જીવની પણ પરવાહ ન કરતાં એક આખી ચોરગેંગને પકડાવી છે. અમને તેનાં પર ગર્વ છે.”
“સાહેબ! તે ઇન્ડિયન હોકીની ટીમ માટે સિલેક્શનમાં જઈ રહી હતી.. તેનાં નસીબ પણ કેવા?” તેનાં પિતા ભારે અફસોસ સાથે વ્યથા વર્ણવી રહ્યા હતા.
એવામાં ઓપરેશન થિયટરમાંથી ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા,
“ આપ બંસીના ફાધર છો?”
“જી , સર.”
“વેલ, આપને ખાસ જણાવાનું કે આપે તરત જ ડીસીશન લેવું પડશે.. બંસીના બોડીમાં મલ્ટિપલ ફેક્ચર્સ તો થયા જ છે પણ તેનો એક પગ પણ ..”
“એટલે?” ડૉક્ટરની વાત અધૂરી જ સાંભળતા તેના પિતા ચિંતિત થતાં બોલ્યા.
“રિલેકશ! મારે આપને જણાવવું જ જોઈએ કે પગમાં બહુ ઇન્જરી છે..ગેગરીંગ થવાનો ભય છે. તેનો અડધો પગ કાપવો જ પડશે.. જલ્દી નિર્ણય લેવો પડશે આમ પણ બહુ સમય વ્યતીત થઈ ગયો છે.. "
આ સાંભળતા જ બંસીનાં માતાપિતાની આંખ ચૌધાર આંસુએ વહી રહી અને તેમણે સંમતી પત્રકમાં આ માટેની સંમતી લખી આપી.
લગભગ પાંચ કલાક જેટલાં લાંબા ચાલેલા આ ઓપરેશનમાં કેટલાયનાં સ્વપ્ન ભાંગીને ભુક્કો થઈ ચૂક્યા હતા.. બંસીની આટલા વર્ષોની મહેનત , માતાપિતાનાં અરમાનો અને શાળા કોલેજને ગર્વભેર મળનારી નામના આજે તૂટીને વિખરાઈ ચૂકી હતી..
આ વાત વાયુવેગે ન્યૂઝ ચેનલ્સ પર આવવા લાગી.. બંસીએ વિરતા સાથે પગનું બલીદાન પણ આપવું પડયું.
શ્યામ કે જે તેનો કોલેજ ફ્રેન્ડ અને હોકીનો ખેલાડી હતો તે પણ હોસ્પિટલમાં આવી પહોંચ્યો.. બંસીને ભાનમાં આવ્યા બાદ શ્યામે તેની સામે સ્મિત વેરતાં કહ્યું, “ બંસી, હવે કેમ લાગે છે?”
“ મારા પગને શું થયું?”તે ત્રુટક અવાજે બોલી..
શ્યામે તેને વિશ્વાસ આપતા સર્વ બિના જણાવી..
તેની છલકતી આંખે, રુંધાયેલા શ્વાસે અને મનથી ભાંગી ચુકેલાએ જ્યારે એક ન રહેલાં પગની વાત કરી ત્યારે
.... તે બોલતા અટકી પડ્યો પણ તેની આંખો વરસી પડી. સૌનું રુદન સાંભળીને જાણે હોસ્પિટલની દીવાલો પણ ડૂસકાં ભરવા લાગી.
સત્ય હકીકતનો સામનો નીડર બંસીએ કર્યો અને બોલી,
“પપ્પા! મને ઘરે લઈ જાઓ.. આપણે ત્યાં જ આગળનો ઈલાજ કરીશું. "
બંસીને થોડા દિવસો બાદ ત્યાંથી દિલ્હી ખાતે લાવવામાં આવી.. શ્યામ ,બંસીને હોસ્પિટલમાં નિયમિત મળવા જવા લાગ્યો..
બંસીનાં પગ પર બીજી શસ્ત્રક્રિયા કરવામાં આવી..
ખૂબ જ પીડાદાયક અને ખર્ચાળ એવી આ મેડિકલ સારવાર પાછળ તેનાં માતાપિતાએ પોતાની તમામ બચત અને અમૂક સ્થાવર મિલકત પણ વેચી નાંખી..
શ્યામ ,બંસીની સામે પોતાના પ્રેમનો પ્રસ્તાવ ક્યારેય મૂકી શક્યો ન હતો.. છતાં પણ આજે તે બંસીની સાથે કલાકો વિતાવતો હતો.. તેનો અભ્યાસ અને રમતક્ષેત્ર હવે બંસીનો હોસ્પિટલનો રૂમ જ બની ચૂક્યા હતા..
શ્યામ બંસીને નિરાશામાંથી બહાર લાવવા વિવિધ પ્રયત્નો કરતો હતો..તેનાં હાથનાં નખ પર પૉલિશ કરી દેતો, પાર્લર વાળા બહેનને બોલાવીને તેનાં વાળની સજાવટ વડે કાયા પલટ કરી તેને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરતો.
તેને હવે કૃત્રિમ પગ બેસાડવાનું નક્કી થયું.
ઘરનાં સૌ અને શ્યામ આ માટેની નાણાંકીય તજવીજમાં પડ્યા હતા.
દિવસો જવા લાગ્યા.
એક દિવસ ન્યૂઝ ચેનલ પર એક સમાચાર વહેતા થયા કે
"આ વર્ષે વીરતા એવોર્ડ માટે દિલ્હીની યુવતી બંસી સબરવાલ પસંદગી પામી છે.. કે જેણે એક પગ ગુમાવતાં પણ તેની નિડરતા બતાડી એક ચોરની ગેંગને પકડાવી તેનું અને દેશની દરેક મહિલાઓનું નામ ગર્વભેર રોશન કર્યુ છે. "
આ સાંભળતા જ બંસીનાં સ્વજનોની ખુશીનો પાર ન રહ્યો.. શ્યામે તમામ પુરાવા અને બંસીનાં મેડિકલ રિપોર્ટ ખેલકૂદ મંત્રાલયમાં જમા કરાવ્યા..
અને સ્વતંત્રતા દિવસે બંસીને વ્હીલચેરમાં તેનાં માતા પિતાની સાથે શ્યામ પણ રાષ્ટ્રપતિ ભવન ગયો અને વીરતા માટેનો પુરસ્કાર મેળવ્યો..
આ નાણાંકીય સહાય મળવાથી તાત્કાલિક બંસીનાં પગમાં કૃત્રિમ પગ બેસાડાયો..
મહિનાઓ બાદ શરું થનાર
પેરાઓલમ્પિક માટે તેનું નામ દાખલ કરવા માટે શ્યામે તેની પોતાની હોકીની રમત પણ છોડી દીધી..
શ્યામના સતત માર્ગદર્શન અને પ્રયત્નો બાદ બંસીનું તૂટેલું સ્વપ્ન સાચું પડ્યું.. અને તે ભારતીય પેરા ઓલમ્પિકમાં ગોળાફેંકની મહિલા ખેલાડી બની ગઈ.
પોતાનાં માટેનાં અથાગ સમર્પણ અને પ્રેમનો ઉમદા દાખલો શ્યામે બતાવીને બંસીનું દિલ જીતી લીધું..
એક દિવસ સવારે બંસીને વ્હીલચેરમાં બેસાડીને શ્યામ ગાર્ડનમાં ફરવા લાવ્યો હતો.તેવા સમયે બંસી બોલી,
“વ્હીલચેરનાં હાથાને પકડીને ચાલનારો, મારો સાચો હાથ પકડીને ચાલી શકશે?”
આ શબ્દ સાંભળતા જ શ્યામ તેની વ્હીલચેર પાસે નીચે બેસીને માત્ર એટલું બોલ્યો,
“શું ?હજુ પણ મારે આ માટે કોઈ પરીક્ષા આપવાની છે?
બંસી તારા વગરનો શ્યામ તો અધૂરો જ હોય.
તારી હા સાંભળવા માટે હું હજુ તલસું છું..
મારા પગ તારાં બનીને મારુ સ્વપ્ન બની ગયા..”
અને બંસી નીચે ઝુકી તેની આંખમાં આંખો પરોવીને બોલી
“આઈ લવ યુ શ્યામ.”
આ સાથે જ વર્ષોથી મનમાં સંઘરેલુ મૌન જાણે પડધી ઉઠયું!..
ગાર્ડનમાં રહેલાં પારિજાતનાં વૃક્ષો પરથી ફૂલો ખર્યા અને જાણે દેવલોકમાંથી પુષ્પવર્ષા થઈ હોય તેવું અનુભવાયું .
“પ્રેમ અમર છે.” એ સૂત્ર આજે સાર્થક થયું.
– – અલ્પા પંડયા દેસાઇ ..મુંબઈ.
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories

અલ્પા દેસાઈ લિખિત વાર્તા ગમી
ReplyDeleteબંસી અને મોહન નો પ્રેમ નો અદ્ભુત સંગમ જોવા મળ્યો
લેખિકા ને ધન્યવાદ
જોકે વાર્તા ને સારી મઠારી ને રજૂ કરી
મૌન નો પડઘો.
ReplyDeleteટાઇટલ કશુંક અલગ હોવું જોઈએ
જોકે લેખિકા બેન ને જે ગમ્યું તે ખરું
પણ મને લાગે છે કે તેનું નામ પ્રેમ સબંધી હોવું જોઈએ. જેમકે પ્રેમ ની પરીક્ષા અથવા માધવ નું બંસરી સાથે મિલન
ખેલાડી નું જીવન પરિવર્તન