હેપ્પી વેલેન્ટાઇન ડે (happy valentine's day)

Related

happy valentine's day

સ્પ્રીંગ સીઝન ચાલી રહી હતી. આજે પ્રેમી ઓ નો તહેવાર વેલેન્ટાઈન ડે હતો. પ્રકૃતિ નું સૌંદર્ય ચોતરફ પૂરબહાર માં ખીલી રહ્યું હતું. ચારે તરફ હરિયાળી નજર આવતી હતી. રંગબેરંગી ફૂલો ખીલી રહ્યા હતા. વૃક્ષો પણ નવા સાજ સજી રહ્યા હતા. હવા પણ જાણે વસંત ના વધામણાં ના ગીત ગાઈ રહી હતી. પણ ડિયાના નું હ્રદય સૂનકાર માં ખોવાઈ ગયેલું. એ વિચારતી - મારા જીવન માં હવે કદાચ ક્યારેય વસંત નહીં આવે. ક્યારેય કોઈ ફૂલો નહી ઊગે. ક્યારેય કોઈ સૂર નહીં રેલાય. ફક્ત શુષ્કતા અને એકાંત જ મારા સાથી.

હેપ્પી વેલેન્ટાઈન ડે - ગુજરાતી નવલિકા by આવકાર
હેપ્પી વેલેન્ટાઇન ડે

પણ હેઝલ માટે એ બહુ ખુશ હતી. એ એની બેસ્ટ ફ્રેન્ડ હતી. ડિયાના ની સુખદુઃખ ની સાથી. થોડા મહીના પહેલા હેઝલ ને એનો પ્રિય સાથી, પ્રેમી, પાર્ટનર મળી ગયો હતો. વિલી , હેઝલ ને એક લેટ નાઈટ પાર્ટી માં મળેલો. પહેલી જ મુલાકાત માં એ એકબીજા ના પ્રેમ માં પડી ગયેલા. બંને સમદુઃખિયા હતા. હેઝલ ના પપ્પાએ એની મમ્મી ને છોડી ને બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરેલા. એ એમના ત્રીજા લગ્ન હતા. વિલી ને તો ખબર જ નહોતી કે એના પપ્પા કોણ છે. એ એની ગ્રેની સાથે રહેતો હતો. વિલી ગિટારીસ્ટ હતો. અને એ મોટી નામાંકિત હોટલો મા નાઈટ પાર્ટી માં ગિટાર વગાડવા જતો. આજે પણ એ હેઝલ ને પોતાનો જ્યાં મ્યૂઝિક પ્રોગ્રામ હતો ત્યાં જ લઈ જવાનો હતો. પ્રોગ્રામ પત્યા પછી લેટ નાઈટ લોંગ ડ્રાઈવ પર જવાનું નક્કી કરેલું.

ઘરમાં એ સાવ એકલી જ હતી. ડોરબેલ વાગી, એટલે ડિયાના એની વ્હીલ ચેર ને ખસેડતી ખસેડતી ડોર તરફ ગઈ. મનમાં સવાલ હતો કે સવાર સવાર માં અહીં મારા ઘરે કોણ આવી શકે? કદાચ હેઝલ હોય...પણ એ આટલી સવારે તો ન જ આવે..અને એને તો અત્યારે જોબ પર જવાનું હોય...!! વિલી હશે...કે...

સામે ઓર્ફનેજ ના દસ બાર બાળકો નું ટોળું હતું, દરેક ના હાથ માં લાલ ગુલાબ હતું. જેવી એ ડોર પાસે આવી કે બધાં બાળકો એને વીંટળાઈ વળ્યા,
ને એકી સાથે ચિચિયારીઓ પાડી ઊઠ્યા.." હેપ્પી વેલેન્ટાઈન્સ ડે સિસ્ટર ડિયાના...."

ડિયાના ની આંખ ભરાઇ આવી. એણે એમના હાથ માં થી ગુલાબ લીધાં ને વ્હીલ ચેર અંદર ની તરફ લીધી ને બધાં ને અંદર આવવા કહ્યું. બાળકો અંદર આવી ને સોફા પર ગોઠવાઈ ગયા. ડિયાના ફ્રીઝ માં થી ચોકલેટ્સ લઈ આવી ને બધાં ને આપી. છેલ્લા એક વર્ષ થી એ દર સન્ડે એ નજીક માં આવેલા ઓર્ફનેજ માં જતી અને આ ભૂલકાંઓ જોડે સમય વિતાવતી. એ જ્યારે જાય ત્યારે બાળકો માટે કંઈક ને કંઈક લેતી જાય. થોડી વાર મસ્તી કરી ને બાળકો જતા રહ્યા. ફરી પાછી એકલતા એને ઘેરી વળી. અને એ ભૂતકાળ માં ખોવાઈ ગઈ.

એને એ સમય યાદ આવ્યો, જ્યારે એ ફક્ત 20 વર્ષ ની હતી, ને પેરેન્ટ્સ થી દૂર હોસ્ટેલ માં રહીને અભ્યાસ કરતી હતી. એ હતી ઉત્સાહ, ઉમંગ અને અરમાનો થી ભરીભરી ઉછળતી કૂદતી ઝરણા જેવી. એકવાર એ મિત્રો સાથે શહેર થી દૂર એક વોટરફોલ ની જગ્યાએ આઉટીંગ માટે ગયેલી. ધમાલ મસ્તી ,મ્યૂઝિક ને નાચગાના , મનગમતા મિત્રો નો સાથ..એમાં એનો હેરી પણ હતો. એણે અને હેરી એ સાથે કેટકેટલા સપનાઓ જોયેલા. હાઈસ્કૂલ ની દોસ્તી પ્રેમ માં પલટાઈ ગયેલી. હેરી એનિમેશન ફિલ્મ પર કોર્સ કરી રહ્યો હતો ને ડિયાના ને લિટરેચર નો શોખ, એટલે ગ્રેજ્યુએશન પૂરું કરીને એ માસ્ટર્સ કરવાની હતી. વચ્ચે થોડી રજાઓ હતી એટલે એમણે પિકનિક પર જવાનું નક્કી કરેલું.

રસ્તા માં જ એમની કાર ને ભયંકર એક્સિડન્ટ થયો. એમનાં ત્રણ મિત્રો સ્થળ પર જ મૃત્યુ પામ્યા, એમાં હેરી પણ હતો. ડિયાના, જેની અને માઈક ને ઘણી ઈજાઓ થઈ હતી. હેઝલ અને પીટર ને ફક્ત હાથ મા ફ્રેક્ચર આવેલું. ડિયાના ના કરોડરજ્જુ ના પાંચ મણકા તૂટી ગયેલા અને કમર ની નીચેનો ભાગ ટોટલી પેરેલાઈઝ થઈ ગયો હતો. ખભા પર પણ ફ્રેક્ચર થયેલું. હાઈવે પોલીસે એમને હોસ્પિટલ ખસેડ્યા, પછી એની મોમ આવેલી. છ મહીના સુધી એ હોસ્પિટલ માં જ રહી. ડિસ્ચાર્જ મળ્યું ત્યારે એ વ્હીલ ચેર માં હતી, અને પોતાનું કોઈ પણ કામ જાતે કરવા અસમર્થ. છતાંય એણે એની મોમ ને પાછા જવા કહ્યું , કારણ એની મોમ ની જોબ જતી રહે એમ હતું. મોમ એ એને એક કેર ટેકર ની વ્યવસ્થા કરી આપી ને એ ગઈ.

એણે મન મજબૂત કરીને પરિસ્થિતિ સ્વીકારી લીધી. હેઝલ વીકેન્ડ માં હંમેશા એની સાથે રહેતી. એને વ્હીલ ચેર લઈ ફરવા લઈ જાય, લોંગ ડ્રાઈવ પર , બીચ પર, રેસ્ટોરન્ટ માં લઈ જાય, જોઈતો સામાન લાવી આપે. જરુર પડે ડોક્ટર પાસે લઈ જાય. પણ ડિયાના ને થતું કે મોટી પ્રોફેસર થવાના મારા સપના નું શું ? મારી કરીયર નું શું ?

એણે સ્ટડી ફરી થી ચાલુ કરવાનું નક્કી કર્યું. હેઝલ ની મદદ થી એડમિશન વગેરે પ્રક્રિયા પૂર્ણ કરી ને ઘેર આવી. પણ રોજેરોજ કોલેજ જવા માટે શું કરવું? એણે વ્હીલ ચેર ને સ્પેશિયલી મોડીફાય કરાવી. ઉંચીનીચી થઈ શકે, બ્રેક મારી શકાય, ઈવન જરુર પડે બેગ સાઈઝ માં ફોલ્ડ કરી ને કારમાં મૂકી શકાય વગેરે. બીજુ કામ કર્યું કાર ખરીદવાનું . કાર ને પણ એની જરૂરિયાત મુજબ એણે મોડીફાય કરાવી. હવે એ કોઈનીય મદદ વિના કોલેજ જવા લાગી. એમ જ એણે લિટરેચર મા ડોક્ટરેટ કર્યું ને બની ગઇ ડો. ડિયાના જોઝ. એ ઘેર બેઠી બેઠી મેગેઝિન માટે અને ડેઈલી ન્યુઝ પેપર માટે પ્રેરણાત્મક લેખો લખતી, કવિતાઓ લખતી. આ બધાં માં થી એને થોડી ઘણી આવક થતી. પણ એ પૂરતું નહોતું. હા, એના કારણે એ લોકપ્રિય જરુર થઈ ગઈ.

હવે પગભર થવા માટે એણે લેક્ચરર ની જોબ માટે એપ્લાય કર્યું ,પણ એ જ્યાં જ્યાં ઈન્ટરવ્યુ માટે જાય, ત્યાં એને એની પંગુતા ને કારણે રિજેક્ટ કરવામાં આવતી, અને રિજેક્શન માટે વાહિયાત કારણો દર્શાવવા માં આવતા. એ કેવી રીતે આવજા કરશે, કેવી રીતે સ્ટુડન્ટ્સ ને ભણાવશે, એની પંગુતા ની અસર સ્ટુડન્ટ્સ ની માનસિકતા પર પડશે વગેરે.

આખરે એણે લડવાનું નક્કી કર્યું. એણે કોર્ટ માં પિટિશન દાખલ કરી. સોશિયલ મીડિયા પર એણે અપીલ કરી. યોગ્ય શૈક્ષણિક લાયકાત અને અનુભવ હોવા છતાંય માત્ર અપંગતા ના કારણે કોઈ વ્યકિત ને એના અધિકાર થી વંચિત કઈ રીતે રાખી શકાય!!!!

લાંબી કાનૂની લડત ની આખરે એની જીત થઈ, ને એને કોલેજ માં લેક્ચરર ની જોબ મળી. એ એની વ્હીલ ચેર અને મોડીફાઈડ કાર ની મદદ થી જાતે જ કોલેજ આવતી જતી. બહુ જ થોડા સમય માં એ સ્ટુડન્ટ્સ માં લોકપ્રિય થઈ ગઈ, કારણ એની ભણાવવા ની શૈલી. એ દરેક સ્ટુડન્ટ માં વ્યકિતગત રસ લેતી અને એમને બહુ સરળતા થી મગજ માં ઉતરી જાય તેમ ભણાવતી. એનો અભિગમ હંમેશા હકારાત્મક, ઉર્જા સભર અને પ્રેરણાદાયી રહેતો. દરમિયાન એણે બે પુસ્તકો લખ્યા - જીવન માં હકારાત્મકતા અને મક્કમ મનોબળ વિશેના, જે ખૂબ જ પ્રસિદ્ધ થયા. હવે એને આ વિષય પર મોટીવેશનલ સ્પીચ આપવાના આમંત્રણ પણ મળવા લાગ્યા. એ ફક્ત સ્પીચ નહોતી આપતી, એ પોતાના જ જીવન વિશે, પોતાના જ અનુભવો શેર કરતી. ફાજલ સમય માં એ વર્કશોપ નું આયોજન કરતી, જેમાં હતાશ, નિરાશ અને જીંદગી થી હારી ગયેલા લોકો ને માર્ગદર્શન આપતી અને જીવન જીવવાની રીત શીખવતી.

ઘરમાં પણ એણે પોતાને અનુકૂળ થાય એ રીતે કિચન પ્લેટફોર્મ, સીંક, કબાટો, વોશરુમ વગેરે બનાવડાવેલા. આમ એ કોઈ રીતે બીજા પર આશ્રિત નહોતી. બસ એનું હૈયું ખાલી અને સૂનું હતું. ક્યારેક એ બહુ વિચારે ચઢી જતી, સુખી સહજીવન ના કેવા કેવા સપના જોયેલા એણે હેરી સાથે...!!! એ પણ સમજતી કે હવે એ કશું જ શક્ય નથી. મારા જેવી પંગુ ને કોઈ શું કામ પસંદ કરે..શું કામ પરણે..??!!!

આમ તો એ ઘણાં લાંબા સમય થી એકલી જ રહેવા ટેવાયેલી હતી, પણ આમ, જ્યારે કોઈ તહેવાર જેવું હોય તો એનું મન થોડું વિચલિત થઈ જતું, એનું મન ઉત્કટતા થી કોઈ નો સાથ ઝંખતું. આજે પણ વેલેન્ટાઈન ડે હતો એટલે એ થોડી ઉદાસ હતી. હમણાં બાળકો આવીને ગયા એટલે થોડુ સારુ લાગ્યું. વિચારો માં ને વિચારો માં બપોર થવા આવી, ભૂખ લાગી હતી એટલે એ કિચન તરફ વળી. એટલામાં ફરી ડોરબેલ વાગી. એક નહી, બે નહી ત્રણ વાર...

એણે પહેલા તો આઈ વિન્ડો માં થી જોવા ની કોશિષ કરી, પણ કોઈ દેખાયું નહીં, ફક્ત ખભાનો થોડો ભાગ દેખાતો હતો. એણે દરવાજો ખોલ્યો....

જોયું, તો સામે એની સારવાર કરનાર ડોક્ટર એન્ડ્રયુ જોન્સ હાથ માં મોટો લાલ ગુલાબ નો બૂકે લઈ ને ઊભા હતા. એ શહેરના નામાંકિત સર્જન હતા, યંગ એન્ડ ડાયનામિક. એમણે જ ડિયાના ના ઓપરેશન્સ કરેલા. અચાનક પોતાના ઘેર ડોક્ટર ને જોઈ ને ડિયાનાને નવાઈ લાગી....!!! એટલામાં હાથ માં નો બૂકે ડિયાના તરફ લંબાવતા ડો.એન્ડ્ર્યુ બોલ્યા..." અ વેરી હેપી વેલેન્ટાઈન ડે ડિયાના...શું તું મને અંદર આવવાનું નહીં કહે?? કે પછી આમ દરવાજા પર જ ઉભો રાખવો છે તારે મને??" કહી એ મધુરું હસી પડ્યા.

"ઓહ, સોરી સોરી ડોક્ટર, ડુ કમ, યુઆર મોસ્ટ વેલકમ સર..!!!! કહી હસીને ડિયાના એ વ્હીલ ચેર સાઈડ પર લીધી ને ડોક્ટર ને અંદર આવવાનો માર્ગ કરી આપ્યો. ડોક્ટર અંદર આવી ને સોફા પર બેઠા ને ડિયાના એમના માટે કંઈ વેલકમ ડ્રીંક લેવા કિચન તરફ ગઈ. થોડી વારે એ એક હાથ માં ટ્રે જેમાં બોટલ અને ગ્લાસ રાખેલા એ લઈ ને આવી. એક હાથ થી એ એની વ્હીલ ચેર ને મેનેજ કરી રહી હતી. ડોક્ટરે નજીક જઇ ને એના હાથ માં થી ટ્રે લઈ લીધી ને સાઈડ ટેબલ પર મૂકી.

થોડી વાર બંને મૌન બેસી રહ્યા. ડિયાના મનમાં મૂંઝાતી હતી કે આટલા લાંબા સમય પછી ડોક્ટર અહીં મારા ઘરે શું કામ આવ્યા હશે..!!!
એ બોલી.." ડોક્ટર...!! "

"નો ડોક્ટર..યુ જસ્ટ કોલ મી એન્ડ્રયુ ઓર એન્ડી.
તમને આશ્ચર્ય થતું હશે કે આજે આમ સાવ અચાનક હું અહીં તમારા ઘેર કેમ આવ્યો છું. તો લેટ મી ટેલ યુ કે આજે હું કોઈ ડોક્ટર તરીકે અહીં નથી આવ્યો. આઈ કેમ હીયર ટુ પ્રપોઝ યુ....!! વિલ યુ બી માય વેલેન્ટાઈન......!!! વિલ યુ મેરી મી...??!!! વુડ યુ લાઈક ટુ સ્પેન્ડ રેસ્ટ ઓફ યોર લાઈફ વીથ મી."

ડોક્ટર સાથે લાવેલ લાલ ગુલાબ નો બૂકે એની સામે ધરતાં ઘૂંટણિયે બેસી ને એકી શ્વાસે ઝડપ થી બોલી ગયા.

ડિયાના ઘડીભર સ્તબ્ધ થઈ ને એમની સામે જોતી રહી, પછી એણે એના કમર થી નીચેના ભાગ તરફ નજર નાખી. ડોક્ટર સમજી ગયા, એ તરત જ બોલ્યા..." ડિયર, તારી સર્જરી કરનાર હું જ છું એટલે આ તો હું જાણું જ છું. બીજું કંઈ હોય તો કહે...??? જ્યારથી તને હોસ્પિટલ માં જોઈ હતી ત્યાર થી....હું તને એટલે કે ડિયાના ને પ્રેમ કરું છું. એના શુદ્ધ, નિર્મલ અને દૈવી આત્મા ને પ્રેમ કરું છું, નહીં કે માત્ર શરીર ને.....!! "
કહી એ અટક્યા...
"અને પછી તો તું બહુ મોટી પ્રોફેસર અને સ્પીકર બની ગઈ. હું નક્કી નહોતો કરી શકતો કે હું તારે યોગ્ય છું કે નહીં..?? "

ડિયાના એ આંખ માં ધસી આવેલા આંસુઓ રોકવા કોશિષ કરી, પણ ડોક્ટરે એ આંસુઓ ને એમની આંગળી પર લઈ લીધાં..." નાઉ નો મોર ટીયર્સ ડિયર....!! નાઉ ઓન્લી સ્માઈલ પ્લીઝ.."
ડિયાના એ હાથ લંબાવી બૂકે લઈ લીધો ને ખોળા માં મૂક્યો, પછી બંને હાથ થી ડોક્ટર ના હાથ ઉષ્માભેર પકડ્યા ને આંખે લગાડ્યા. એક અશ્રુ બિંદુ વળી પાછું ડોક્ટર ના હાથ પર પડ્યું. ડોક્ટરે એનું માથું ચૂમ્યું ને ફરી બોલ્યા...
"હેપી વેલેન્ટાઈન ડે ડિયર ડિયાના...."

જવાબ માં ડિયાના હસી પડી ને બોલી..."હેપી વેલેન્ટાઈન ડે ડિયર...એન્ડી....!!!!"

ચેતના "ઝરણાં"

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવી નવલકથા "સપનાનાં વાવેતર" આવકાર પર ટુંક સમયમાં આવી રહી છે. આપ બધા વાચક મિત્રોના આશીર્વાદ અને શ્રી હરિ ઈચ્છાથી આવકાર પર વાંચન કદી ખૂટશે નહી!! નિરંતર ચાલ્યા જ કરશે."