"જમીન નીચે ઝરણું"
તને જોઈ જોઈ તોય તું અજાણીબીજને ઝરૂખડે ઝૂકી તે પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો તાણી - રાજેન્દ્ર શાહ..
" મને ઓળખી ગયા ?"
સામેની ઉબડ ખાબડ પાળી પર રંજન બેઠી. એ બેઠી હતી ત્યાંથી થોડી ઈંટો નીકળી ગયેલી. છતાં રંજન તેના પર બેઠી.
"મને કેવી રીતે ઓળખી ગયા ?" રંજને સાડીનો પાલવ સરખો કરતા પૂછ્યું.
" કેમ કેવી રીતે એટલે ?" કૌશિક રંજન સામે જોઈ રહ્યો. રંજનના પ્રશ્નનો જવાબ તેની પાસે ન હતો.
"એમ કે આટલા વર્ષે....! માણસ ભૂલી જાય.. ચહેરો મોહરો ફરી જાય...!" પાલવને મો પર ફેરવીને રંજન બોલી.
" પણ તારો ચહેરો....!"
" જરાય નથી ફર્યો એમ ?"
" નહિ.. તારો ચહેરો તો ઘણો ઘણો.. ફરી ગયો છે..!" કૌશિક રંજનના ચહેરાનું નિરીક્ષણ કરવા લાગ્યો.
"તોય ઓળખી લીધી..?"
" હા..!"
" કેવી રીતે ?"
"બસ એમ.. એમ જ.."
"હુંય ઓળખી ગય'તી હો..!"
કૌશિક હોઠ ભીડીને હાસ્ય કર્યું.
"આટલા વર્ષે આ બાજુ..?" રંજન બોલી.
"તું નહિ માને એવું હું નહિ કહું..પણ તું માનીશ જ..તું યાદ આવી.."કૌશિક રંજનની નીચી ઢલેળી નજરને જોઈ રહ્યો."સાચું કીધું છે હો..!"
"હું ક્યાં કહું છું કે ખોટું કીધું છે..!" રંજને આંખ ઉઠાવી.
"ગામમાં નથી જવું ?" રંજને પૂછ્યું.
"ના.. તું અહી મળી ગયી..ને"
"અહી અધવચ્ચે જ બેસવું છે ?" રંજન તૂટેલી પાળીએ હાથ ફેરવવા લાગી.
"કેમ ?, એમાં શું વાંધો છે.?"
"કંઈ વાંધો નથી. પણ હમણાં તમારા ભાઈબંધ આવશે.. એટલે કવ છું...!"
" ભલે આવે.. એમાં શું વાંધો છે?"
"ઇ કેશે આમ અધવચ્ચે થોડું બેસાય..ઘરે હાલો..!" રંજને ગામ તરફ નજર નાખી.
" તું મળી ગયી. બસ..! ઘરે નથી આવવું ?"
"ઇ પૂછશે કે તો શું આવ્યા ને શું ગયા તો ?"
કૌશિક મૌન બની ગયો. રંજન ના ચીમળાયેલા ચહેરા સામે જોવા લાગ્યો.
કેવો ચમકદાર તેજ ચહેરો હતો. એવો ઉજળો ગોરો ગોરો ચહેરો ન હતો પણ થોડો શ્યામ ચહેરો હતો. પણ ઉજળો હતો. નમણો હતો. એક પ્રકારની સુરખી હતી.
મનમાં હતું કે લગ્ન રંજન સાથે કરવા. રંજન પણ સમજતી હતી. બંને ની આંખોની ભાષા આપ લે કરી લેતી હતી. પણ ક્યારેય બંને એ કંઈ પ્રગટ કર્યું ન હતું.
એક વખત યુવતીઓ શહેરમાં સેલ આવ્યું છે. એવી વાતો કરતી. એમાં રંજન પણ હતી. રંજન ચૂપ હતી. બધાની વાતો સાંભળતી. ત્યારે કૌશિક ત્યાંથી નીકળેલો. રંજનની ઉત્સુક આંખો બતાવી દેતી હતી કે તેની ઈચ્છા કૈંક ખરીદવાની છે.
કૌશિક બીજા દિવસે શહેરમાં ગયો. અને આવીને સીધો રંજનની ઘેરે ગયો."ગૌરીકાકી લ્યો આ થેલી."
"શું છે આમાં ?"
"રંજને એના કપડાં મગાવ્યા'તા. હું આજે ગયો હતો તે લેતો આવ્યો..!"
ત્યારે જ રંજન ગામમાંથી ઘરે આવી. આંખો ફાડીને આશ્ચર્યથી કૌશિક સામે જોવા લાગી. હા..કે ના.. ન બોલી શકી.
કૌશિકને તાવ આવ્યો છે. એવી ખબર પડી. રંજન દોડતી કૌશિકની ઘેરે ગયી." જીવતી બા.. રાબ લાવી છું."
"પણ કેમ અલી છોકરી ?" જીવતી માએ પૂછ્યું.
"તમને તાવ આવ્યો છે ને..એટલે.."
"અરે..મને ક્યાં આવ્યો છે. કૌશિકને આવ્યો છે..! તુ એ ખરી છો..!"
"તો રાખો....એને આપજો..બીજું શું ?" રાબની ત્રાસળી પાળે મૂકીને દોડી ગયેલી.
આવા અનેક પ્રસંગોમાં એકબીજાનું મન જાણી લેતા. એ પણ બંનેને ખ્યાલ હતો. પણ ક્યારેય એક બીજા બોલી શક્યા જ ન હતા. કદાચ બોલવાની જરૂર જ ન હતી. જ્યાં પ્રેમનો એકરાર ની જરૂર જ હતી. તો એકબીજાને સ્પર્શ પણ ક્યારેય કર્યો ન હતો.
ગામના જ જુવાન દલપત સાથે રંજનના લગ્ન થઈ ગયા. ત્યારે કૌશિક શહેરમાં ભણતો. લગ્નમાં પણ આવ્યો. રંજન માટે અને દલપત માટે કપડાં પણ લાવ્યો. લગ્નના માંડવા બેઠેલી રંજનની આંખો કૌશિકને જોઈ લેતી. કૌશિક ચૂપચાપ રંજનને જોઈને આડુ જોઈ જતો.
દલપત સામાન્ય સ્થિતિના પરિવારનો હતો. એ છૂટક કામ કરતો. કૌશિકનો પરિવાર સમૃદ્ધ હતો.
લગ્ન પછી કૌશિક ગયો એ ગયો. શહેરમાં ભણ્યો. વેપાર કર્યો. તેનો પરિવાર પણ શહેરમાં આવી ગયો. ત્યાં જ લગ્ન કર્યા. અને કેટલાએ વર્ષો પછી એ ગામમાં આવ્યો. ને નાળાની પાસે જ રંજન મળી ગયી. બંને પાળીએ જ બેસી ગયા. બંનેના ચિત્તમાં ભૂતકાળની એકે એક ક્ષણ ઊગી નીકળી. એ એવી ક્ષણો એ વખતે પણ હતી. જાણે જમીનની અંદર વહેતું ઝરણું હતું. જે દેખી શકાતું ન હતું.
દલપત સાઇકલ લઇને આવ્યો,"લે કૌશિકભાઈ ..તમે ? ક્યારે આવ્યા ?"
" બસ આવતો હતો..ને અહી...!"કૌશિકને કહ્યું
"રંજન મળી ગયી..એમને..! હું એને અહી ઊભી રાખીને જ ગયો હતો. ઘરે એના રિપોર્ટ ભુલાઈ ગયા હતા. એ લેવા...."દલપતે કહ્યું. ત્યારે રંજને દલપત સામે આંખો કાઢીને નાક પર આંગળી મૂકી. દલપત બોલતો બોલતો અટકી ગયો.
"શાના રિપોર્ટ..!" કૌશિકે પૂછ્યું.
"કંઈ નહીં..હાલો અમારે મોડું થાશે.."કહેતી રંજન ઊભી થઈ. દલપતની સાયકલ પાછળ બેસી ગયી."હકાવો.. ઝટ..પછી દવાખાનામાં ગિરદી થશે તો વારો નહિ આવે..!"
દલપતે સાયકલને પેડલ માર્યા. કૌશિક જોઈ રહ્યો.રંજને એક પણ વખત પાછળ ન જોયું.
કૌશિક ગામમાં આવ્યો. દલપતની બા હતા. એક દમ વૃદ્ધ થઈ ગયેલા. ત્યાં ગયો."અમરત મા મને ઓળખ્યો..?"
"કોણ ભાઈ..!" અમરત બાએ આંખે ગોળ કાચના ચશ્મા ચડાવેલા. ચશ્માની એક દાંડી ને બદલે દોરો બાંધેલો. દોરો ખેચી ચશ્મા સરખા કરીને જોયું."અરે..કવશિક...ભાઈ તું આવ્યો ? તું આવ્યો પણ દલપત તો વોવને લઈને દવાખાને ગયો છે.. સાંજ સુધીમાં આવી જાશે ..તું રોકાશને..ભાઈ..!"
"શું થયું છે ?"
" કંઈ ખબર નથી પડતી ભાઈ.. પરણીને આવી એટલા વરસથી આવું ને આવું જ રહે છે..! પેલા તો કેવી હતી..!"
કૌશિક ત્યાંથી નીકળી ગયો. સીધો ઘેરે ગયો. તેની પત્ની અસ્મિતાને કહ્યું - "મને મજા નથી. તાવ જેવું લાગે છે..તને રાબ બનાવતા આવડે છે..?"
અસ્મિતા કૌશિક સામે જોઈ રહી - રાબ...???
■ વાસુદેવ સોઢા
" મને ઓળખી ગયા ?"
" કેમ ન ઓળખું ?" બાઈકને ઘોડી ચડાવીને કૌશિક પાળી પર બેઠો. પાળી રસ્તામાં આવતું એક નાળાની હતી. નાની પાળી હતી. સામસામે બે પાળી હતી. સામેની પાળી ઉપરથી તૂટી ગયી હતી. પ્લાસ્ટર સાવ ઉખડી ગયેલું. તેની ઈંટો પણ દેખાવા લાગી હતી. કૌશિક બેઠો એ પાળી કૈંક ઠીક ઠીક બેસી શકાય એવી હતી.
જમીન નીચે ઝરણું

24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.