વૃદ્ધાશ્રમ ...
એક જ આશરો..." (દર્દ ભરેલી એક સત્ય કહાની.....")
અચાનક મારો મિત્ર..અને તેની પત્ની સુધા...સવારે મારા ઘરે સામાન લઇ ઉતર્યા.... તેમને આવકાર્યા પછી અચાનક આવી રીતે પાછા આવવા નું કારણ પૂછ્યું......"
વૃદ્ધાશ્રમ (Vruddhashram)
મારા મિત્ર દિપેને....જણાવ્યું...કે અમે સવારે એરપોર્ટ થી ઘરે ગયા..ઘરે તાળું.....પપ્પા મમ્મી ઘરે નથી..આવી રીતે જાણ કર્યા વગર થોડું ક્યાંય જવાતું હશે.....?
ક્યાં ગયા હશે....દિપેન માથે હાથ રાખી બોલ્યો.... મેં કીધું..તેં છેલ્લો ફોન કયારે કર્યો હતો...?
દિપેન બોલ્યો...એક મહિના ઉપર....પણ પપ્પા બરાબર જવાબ આપતા ન હતા..વાત ને ટૂંકાવી નાખતા હતા... મમ્મી ને ફોન આપવાનું કીધુ..તો બોલ્યા એ સૂતી છે."
દિપેન ના પપ્પા સાથે મારે સારૂ ફાવતું...સ્પષ્ટ વક્તા...અને કડક મિજાજ ના છતાં..મને જ્યારે મળે..કે હું ઘરે તેના જાવ..ત્યારે એક આત્મીયતા..થી આવકાર આપે...જાણે કોઈ ગત જન્મ ના ઋણાનુબંધ થી અમે બંધાયા હોય... મને પણ એક વડીલ તરીકે તેમના ઉપર માન હતું
મારા મિત્ર ..દિપેન અને તેની...પત્ની સુધાએ અચાનક કેનેડા તેના પુત્ર પાસે રહેવા જવાનો નિર્ણય ...લીધો.
નક્કી કર્યું તેનો વાંધો ન હતો પણ સમય...સંજોગો..અને પરીસ્થિતિ વિપરીત હતી...માઁ બાપ ની શારીરિક માનસિક સ્થિતિ ઉમ્મર ને કારણે લથડી રહી હતી..... આવા મોટા ઘર મા રાત્રે તકલીફ પડે તો તેઓ એકલા શું કરશે ? એ પણ વિચાર દિપેન ને કેમ ન આવ્યો..?
દિપેન અને તેની પત્ની કેનેડા ગયા પછી...હું મહિના માં બે ત્રણ વખત તેના મમ્મી પપ્પા એકલા હોવાથી તેમની ખબર અંતર અને કામકાજ હોય તો પૂછવા જતો...બાકી કામકાજ માટે મોબાઈલ નંબર તો મારો તેમને આપ્યો જ હતો.
એક દિવસ.હું તેમના ઘરે ગયો...
દિપેન ના મમ્મી નું મોઢું..રડેલ હતું....અને તેના પાપા કોઈ મૂંઝવણ સાથે બેઠા હતા...
મેં કીધું..કાકા..કેમ આજે ઉદાસ છો..ચાલો થોડો દિવસ મારા ઘરે..રોકવા..આનંદ તમને પણ થશે ..અને મને પણ થશે.....
બેટા.. તારો દિલ થીં આભાર...
ઘરે તો નહી આવું ..પણ તારા કાકી ની તબિયત બે દિવસ થી સારી નથી રહેતી..રોજ રડે છે..અને કહે છે..ભગવાન આ સંસાર માં હવે કઇ નથી રહ્યું..મને ઉપાડી લે.....
મારી આંખ ભીની થઇ ગઇ...બાળકો ની જયારે ઘડપણ મા માઁ બાપ ને જરૂર હોય ત્યારે..આવી રીતે અનાથ અવસ્થા માં મૂકી ને જવું મારા મિત્ર દિપેન નું પગલું ત્યારે પણ મને અવિચારી અને યોગ્ય ન લાગ્યું હતું..અને આજે પણ ..
મેં તેને ત્યારે પણ સીધો સવાલ કર્યો હતો.. તું આ ઘરડા માઁ બાપ ને કોના ભરોસે મૂકી ને જાય છે..?
મને એ વખતે દિપેને નફ્ફટ જવાબ આપ્યો હતો..
મારા માઁ બાપ એકલા થોડા છે..દુનિયા માં ઘણાય માઁ બાપ એકલા રહે છે અને જીવે છે .
મેં કીધું... કાકા..આપણે પ્રથમ દવાખાને જઈ આવીયે....
માંદગી ને વાળી ન મુકાય..તેમા પણ ઘડપણ મા તો નહીજ.....
દવાખાને ડોક્ટર એ ચેક કરી કીધુ..માનસિક આઘાત ને કારણે ડિપ્રેશન મા બા આવી ગયા છે..બે ત્રણ દિવસ..
અહીં દાખલ કરી દયો...બધું બરાબર થઈ જશે...
હું..ત્રણ દિવસ તેમની સાથે રહ્યો...ઘરે ટિફિન અને અન્ય વ્યવસ્થા..મારી પત્ની કાવ્યા એ સંભાળી...
હોસ્પિટલ માં કાકા (દિપેન ના પપ્પા) સાથે બેઠો હતો..
તે બોલ્યા.. બેટા... એક વાત કહું..? હા બોલો ને....કાકા
બેટા.. જીંદગી મા નિસંતાન રહેવું..જોઈયે એવું આ ઉમ્મરે મને કેમ લાગે છે....? સંતાન અને પરિવાર હોય તો..માયા લાંગે ને...
પણ કાકા તમારે તો બે સંતાન છે..ચિંતા શુ કામ કરો છો ?
હા બેટા.... બે સંતાન છે ..એ જ ઉપાધિ..છે..
એક ભણી ને વિદેશ જતો રહ્યો..બીજો મારી સાથે રહેતો હતો.....વિદેશ ગયેલ જીતુ...બે ત્રણ વર્ષે ઇન્ડિયા આવે...ઔપચારિક લાગણીઓ બતાવી પાછો જતો રહે...
સાથે રહેતા દિપેન ના મગજ માં ધીરે.. ધીરે...કોઈએ ઝેર નાખ્યું... માઁ બાપ ને સાચવવા ની બધી જવબદારી તારી એકલા ની જ છે....જીતુ જલસા કરે અને તૂટવા નું તારે એકલા એ....પ્રોપર્ટી માં ભાગ લેતી વખતે તો એ પણ ઉભો રહેશે..
બસ આટલી વાત ઉપર તારા મિત્રનું ..વાણી વર્તન વ્યવહાર અમારી તરફ અચાનક બદલવા લાગ્યું.... અને એક દિવસ દિપેને અચાનક તેના પુત્ર પાસે વિદેશ જવાનું નક્કી કરી નાખ્યું.. મારા બે પુત્રો ના અહંમ રૂપી ટકરાવ ના અમે ઘરડા માઁ બાપ શિકાર બન્યા..બેટા..
મને કહે બેટા એક કામ મારૂ.. છેલ્લું કરી દે....
હોસ્પિટલે થી ઘરે જવાની હવે મારી પણ ઈચ્છા નથી...
આપણા શહેર માં અત્યંત આધુનિક ઘરડાઘર બન્યા છે..તેમાં અમારૂ ગોઠવી દે...આ ખોળિયા માં જીવ રહેશે ત્યાં સુધી હું તારો આભાર માનીશ...રૂપિયા ની ચિંતા ન કરતો..
એકલતા તારા કાકી થી જીરવાતી નથી..અને મારા થી એ જોવાતું નથી..ઘરડાઘર મા મેડિકલ સારવાર પણ મળે છે...મંદિર , બાગ બગીચા પણ અંદર જ હોય છે એક બીજા ને અંદર મળતા રહેશુ..તો અમારો સમય પણ પસાર થતો રહેશે
બાળપણ માં ATM કાર્ડ તરીકે અમે કામ કર્યું...જયારે તેમને આધાર કાર્ડ બનવાનું આવ્યું ત્યારે જવાબદારી માંથી તેઓ છટકી ગયા..બેટા.. કહી...કાકા..અત્યાર સુધી રાખેલ હિમ્મત ખોઈ બેઠા..અને રડી પડ્યા... મેં તેમના ખભે હાથ મૂકી કીધુ..તમે એકલા નથી...કાકા..હું..તમારી સાથે જ છું....ચિતા ન કરો......
બેટા .. મારૂ મકાન પણ વેચી માર....જેને અમારી ચિંતા નથી તેની અમારે શા માટે ચિંતા કરવી જોઈએ....?
અમે વાતો કરતા હતા ત્યાં અંદર થી ડોક્ટર આવ્યા...બા ની તબિયત નાજુક છે.. તમારા બાળકો ને બોલાવવા હોય તો બોલાવી લ્યો...કાકા એ મારી સામે જોયું....અમે અંદર દોડતા ગયા...
બા એ કાકા નો હાથ પકડ્યો અને બોલ્યા..
તમારી તબિયત સંભાળજો.. મારી સામે જોઈ કંઈ કહેવા પ્રયતન કરે એ પહેલાં...કાકી એ સ્વાર્થી દુનિયાથી નાતો છોડી દીધો....કાકા પણ કાકી નો હાથ પકડી ખૂબ રડ્યા..
પછી મક્કમ થઈ બોલ્યા
મારા કોઈ છોકરાઓ ને આ જાણ ન કરવા હાથ જોડી વિનંતી કરી....તેણે પોતાનો મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો....જેથી તેના બાળકો ના ફોન ન આવે...
થોડા દિવસ મારે ત્યાં રહ્યા...પછી તેમણે ઘરડા ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી લીધી...અને તેમનું મકાન પણ તેમણે વેચી નાખ્યું....
મેં કીધું...દોસ્ત. કેમ..કેનેડા ના ફાવ્યુ..
એ બોલ્યો....દોસ્ત... નજર થી દુર એ દિલ થીં..દુર..
મારા પુત્ર ને કે તેની પત્ની ને અમારી હાજરી કે લાગણી ની કોઈ કિંમત જ નથી.. તો શા માટે અમારે ત્યાં રહેવું જોઈયે ..અમને ભૂતકાળ મા એવા સરસ સાચવ્યા અને રાખ્યા હતા..પણ અમે ભોળા હતા અમને ખબર થોડી હતી કે એ લોકો નો સ્વાર્થ હતો ..તેમના છોકરા મોટા કરવા નો....એતો પૂરો થઈ ગયો..હવે અમારી હાજરી ખૂંચવા લાગી...
મારે..મારા મિત્ર ને કેમ સમજાવવો..કે હે.. દોસ્ત..
તું ખોટા સમયે આવ્યો છે...પંખી નો...માળો પીંખાઇ ગયા પછી આવવા નો મતલબ નથી...રહેતો
તું તારા ઘર ને તાળું જોવે છે...એ ઘર હવે તારું નથી....
તેનો માલિક તો ક્યાર નો બદલાઈ ગયો છે.....
તારા બાપ સામે આંખ મેળવી ઉભવા લાયક પણ તું નથી રહ્યો.
તેં તારા બાપ ને રસ્તા ઉપર લાવી દીધો....તારા છોકરા એ તને રસ્તા ઉપર લાવી દીધો....
મેં જ્યારે મક્કમ થઈ બધી હકીકત તેને જણાવી..ત્યારે તે માથે હાથ મૂકી ખૂબ રડ્યો....અને બોલ્યો... હવે તો અમારે પણ ઘરડાઘર જ ગોતવાનો વારો આવ્યો..
મિત્રો... માઁ બાપ ના આંસુનું વજન માપવા નો પ્રયત્ન કદી ન કરતા.. ...પસ્તાશો...."
કારણ કે... માઁ બાપ ની હાય અને લાચાર માણસના આંસુ
એ દુનિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે, એનું બિલ સીધું ઉપરવાળાના દરબારમાં જ ફાટે છે..." 😊 – અજ્ઞાત" (સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

યસ, વર્તમાન સમયમાં આ ગંભીર સામાજિક સમસ્યા નો પરિઘ વધતો જાય છે. કોરોના ની માફક... તેમાં પણ અતિ શિક્ષિત અને પ્રબુદ્ધ,સંસ્કારી ગણાતા સભ્ય સમાજ માં આ કલંક ઠેર ઠેર જોવા મળે છે. લોહી પાણી એક કરીને જે માં બાપ તેના દિકરાઓના ભવિષ્ય ને સંવારવા માં આખું જીવન ખર્ચી નાખે છે તેને પાછલી જિંદગીમાં માત્ર હતાશા અને તિરસ્કૃત વર્તન સિવાય કશું જ નથી મળતું એ વરવી વાસ્તવિકતા છે...
ReplyDeleteખુબ જ સંવેદનાથી ભરપૂર પ્રસંગ...
આ વાત વાંચીને દિલ ખરેખર ભારાઈ જાય છે…
ReplyDeleteઆજે સમાજમાં આવી પરિસ્થિતિઓ વધતી જાય છે, અને આપણે સૌ એને જોઈને દુઃખી થઈએ છીએ.
પરંતુ મારા મત મુજબ, આ દુઃખનું એક બીજું પાસું પણ છે —
જે આપણે ઘણી વાર વિચારતા નથી.
દરેક મા-બાપ, સંતાન મળ્યા પછી, પોતાની આખી દુનિયા એ સંતાનમાં જ ગોઠવી દે છે.
એમાં કોઈ ખોટ નથી… પરંતુ ધીમે ધીમે તેઓ ભૂલી જાય છે કે આ સંતાન પણ પરમાત્માની કૃપાથી મળેલું એક અમૂલ્ય દાન છે.
જ્યારે આપણે સંતાનને ભગવાનની ભેટ તરીકે સ્વીકારવાના બદલે,
એને જ આપણા સુખનો એકમાત્ર આધાર બનાવી દઈએ છીએ,
ત્યારે અપેક્ષાઓ જન્મે છે… અને એ અપેક્ષાઓ જ આગળ જઈને દુઃખનું કારણ બને છે.
ઘણા મા-બાપને એવું લાગે છે કે તેમણે સંતાન માટે ખૂબ જ કર્યું છે…
પણ સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે આ સંતાનના આગમનથી તેમના જીવનમાં કેટલી ખુશીઓ આવી હતી.
જે લોકોને સંતાન નથી મળતું, તેઓ ઘણીવાર આ સુખ માટે તરસતા હોય છે.
એટલે પ્રભુએ આપેલી આ ભેટને ઉછેરવામાં જે કર્યું,
તેમાં આનંદ પણ તો મળ્યો જ છે…
તો પછી એ જ વસ્તુને સંતાન પાસેથી પાછી વસૂલવાની ભાવના રાખવી —
ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી.
મારા પોતાના જીવનની વાત કરું તો,
હું મારા માતા-પિતાનું સંપૂર્ણ પ્રેમ અને જવાબદારી સાથે ધ્યાન રાખું છું,
પરંતુ મારા સંતાનો પાસેથી કોઈ ખાસ અપેક્ષા રાખતો નથી.
મારો ભરોસો ભગવાન પર વધારે છે —
એટલે મને સંતાનોને કંઈ કહેવાની જરૂર પડતી નથી…
એમને જે યોગ્ય લાગે, એ કરે છે… અને હું એમાં શાંતિ અનુભવું છું.
આ સંસાર ભગવાનની માયા છે.
સંતાન પ્રત્યે અતિશય લાગણી રાખવી,
અને તેના કારણે ભગવાનને ભૂલી જવું,
અથવા સમાજમાં કરવાની ફરજિયાત સેવા છોડીને પણ સંતાન માટે અતિશય કરવું —
આ બધું અંતે આપણને અંદરથી ખાલી બનાવી દે છે.
મારો સ્પષ્ટ મત છે કે —
જો આપણે સંતાન કરતાં સર્જનહાર પર વધુ ધ્યાન આપીએ,
તો જીવનમાં જે આપણી માટે શ્રેષ્ઠ હશે, તે આપમેળે થતું રહે છે.
પછી સંતાન આપણું ધ્યાન રાખે કે ના રાખે…
આપણા અંતરમાં વસેલો આનંદ, શાંતિ અને સંતોષ ક્યારેય ઓછો પડતો નથી.
જ્યાં અપેક્ષા સમાપ્ત થાય છે, ત્યાં સાચો આનંદ શરૂ થાય છે —
અને સંતાનમાં સુખ શોધશો તો દુઃખ મળશે, જ્યારે સર્જનહારમાં સુખ શોધશો તો સાચી શાંતિ મળશે.
Yes, As you grow old develope the habit of dropping expectations from not only our children but also from all people around us....this will lead us to dispassion & inner peace.
ReplyDeleteIt is not a qn of expectation but as parents maintained farz responsibility is essensiality duty like in military force. First is nation then family like it first parent then family as done by parent for you children . It is fact our sant mahatma gutru god says indicated in सनातन धर्म as Ram did.obeyed parent.this is fact. What a parent expect love respect conversation with emotion this is their diet of life is it a great expectation. While they have done with you children.this is humanity.if you are not a good human you are not able to live in this human world.you can not achieve. Your next birth will be horrible you will have to pay this debt God will not forgive you જસ્ટિસ will be there you can save yourself in this world but not there no body will dare to save you you will have to agree.You will not have power there to say but to accept & follow. Your children will do same as you did. So be careful while dialling parent.
ReplyDelete