નૈતિકતા (Morality)

Related

# "નીતિમત્તા" (Morality)
સાંજે... શાંતિ થી હું TV જોતો હતો.... ત્યાં... અમારા ઈસ્ત્રી વાળા ભાઈ આવ્યા... હર વખતની જેમ ગણી ને કપડાં લીધા... અને ગણી ને કપડાં આપ્યા..... તેની નોટમા લખી દીધું....

મે તેની સામે જોઇ ને કીધું ભાઈ મહિનો પૂરો થઈ ગયો... હિસાબ નથી લેવાનો...? ભાઈ એ પેન કાઢી ટોટલ મારી બોલ્યા... સાહેબ... પાંચશો પચાસ રૂપિયા થયા છે...."


#આવકાર
નૈતિકતા (Morality)

મેં પાકીટમાંથી રૂપિયા પાંચસો પચાસ કાઢીને આપ્યા.....!! ભાઈ બોલ્યા.... સાહેબ નોટ પહેલા વાંચી લો....

મેં કીધું... ભાઈ મેં કદી તારો હિસાબ જોયો નથી... અને જોવાનો નથી.... આપ કેટલા વર્ષો થી અહીં આવો છો....!!

ભાઈ બોલ્યા પંદર વર્ષ તો ખરા.... તો પણ સાહેબ.. ...આપ બુક જોઈ લો... પાંચસો પચાસ રૂપિયા કાપતા પણ તમારા રૂપિયા ચારસો પચાસ જમા બોલે છે....!!

મેં તેની નોટ હાથમાં લીધી... જોયું તો એણે રૂપિયા 1000 જમા લીધા હતા....! મેં કીધું.. ભાઈ મેં તો તમને કોઈ રૂપિયા1000 નથી આપ્યા...!

ભાઈ બોલ્યા... સાહેબ... હું કપડાંને જયારે ઇસ્ત્રી કરું છું.. ત્યારે.. ખીસ્સા ચેક અચૂક કરું છું... તમારા પેન્ટના ખીસ્સામાંથી હજાર રૂપિયાની નોટ નીકળી હતી..!

આમ તો.. હું બીજા દિવસે તમને આપી દેવા નો હતો... પણ એજ દિવસે આકસ્મિક ખર્ચ અને ઇલેક્ટ્રિક બિલ સાથે આવતા... મારુ મન લાલચુ બની ગયું સાહેબ.... મેં તમને કહેવાનું માંડી વાળ્યું હતું.....! 

થોડા દિવસ થી... આ હજાર રૂપિયા નોટ મને સુવા દેતી નથી... રોજ વિચાર આવે... મેં કંઈક ખોટુ કર્યું છે.... સવારે દીવાબત્તી કરી ભગવાન ને પગે લાગુ તો હજાર રૂપિયા દેખાય....!

સાહેબ... ખબર નહીં... પણ હું મારી જાત ને કોઈ મોટો ગુનેગાર સમજવા લાગ્યો.... આજ સવારે ગુરુવાણી સાંભળતો હતો...

"મન લોભી... મન લાલચુ..... મન ચંચળ ચિત્તચોર, મનનું કહ્યું ના કર્યે મન છે .. હડાયું ઢોર..."

અને.. આજે સવારે જ મેં નક્કી કરી નાખ્યું હતું.. કે આ હજાર રૂપિયાની નોટ જેની છે.. તેને પાછી આપી દેવી..... આ માનસિક તણાવ હવે લાંબો નહીં ખેંચાય....! 

સાહેબ... રોજ બે ત્રણ કલાક વધારે કામ કરી લઈશ... તો હજાર રૂપિયા તો રમતા ઉતારી લઈશ...પણ રોજ દીવાબત્તી કરતી વખતે ભગવાન સામે નીચે માથે ઉભા રહેવું નથી ગમતું....!

સાહેબ.... માફ કરજો... આપને મોડુ જણાવ્યુ ... તકલીફમાં હોવાથી.. બાકી ના રૂપિયા આવતા મહિને વાળી દઈશ...

મારી પાસે બોલવા કોઈ શબ્દ બચ્યા ન હતા..... ઈમાનદારી, દેશ પ્રેમ, વફાદારી, કર્મો.... ની વાતો કરતા ધતીગ, અને ઢોંગી.. માણસો...... આ ભાઈ પાસે વામણા સાબિત થયા...!! 

મોકો મળે ને લૂંટી લેવાની ભાવનાવાળાઓના ટોળા વચ્ચે આ "મુઠ્ઠી ઊંચેરો માનવ" જોઈ.. મારા.. આંખમા પાણી આવી ગયા.... સાથે ગર્વ થયો... કે મારા દેશમાં હજુ.... આવી ઈમાનદાર વ્યક્તિઓ પડી હશે...!

બેસ ભાઈ.... આજે ચા.. નાસ્તા વગર ના જવાય.... મેં... કીધું ભાઈ.... તમે દીવાબત્તી કરતા જે અનુભવ કરતા હતા.... તેને... શું કહેવાય..?

તે ભાઇ બોલ્યા... વધુ તો હું કાઈ ના જાણુ પણ આને પ્રભુનો સાક્ષાત્કાર કહેવાય."

મેં કીધું..... નહીં ભાઈ... એ પ્રભુનો સાક્ષાત્કાર... નહીં આત્માનો સાક્ષાત્કાર.. કહેવાય.. જેને આત્માનો સાક્ષાત્કાર... થાય છે..... તે જ પ્રભુના સાક્ષાત્કાર... ને લાયક બને છે... જે આત્માનો આવાજ સાંભળે છે... તે જ પરમાત્માનો આવજ સાંભળી શકે છે.

આ રૂપિયામાં... ના તો તમે રૂપિયા વાળા બની જાત.. કે ના તો હું ગરીબ બની જાત...! ...આ રૂપિયા 1000 તમે ભૂલી જાવ કે મારા ખીસ્સામાંથી નીકળ્યા હતા...

મેં તેની નોટમાં લિટી મારી.. રૂપિયા 550 તેના હાથ મા મુક્યા... લે ભાઈ.. ખોવાયેલ વ્યક્તી કે.. ખોવાએલ વસ્તુ મળે તો તેની કિંમત આંકવી નહીં.... તે અમૂલ્ય હોય છે..

તેને રૂપિયા પાછા દેવા ઘણી કોશિશ કરી.... કહ્યું ભાઈ તમારી અગરબત્તીની તાકાત સામે આ રૂપિયાની કોઈ કિંમત નથી...! 

તેને... જતા જતા મેં ખભે હાથ મૂકી કીધું... ભાઇ "ખુશનસીબ વો નહીં... જિનકા ભાગ્ય અચ્છા હૈ.... બલ્કી ખુશ નસીબ વૉ હે જો અપને ભાગ્ય સે ખુશ હૈ...!!

એ મુઠેરી ઉચ્ચેરા માનવને જતા જોઈ... મેં મારી પત્નીને કીધું... લોકોના પેટ ભરાઈ ગયેલ હોય છે તો પણ ગરીબની થાળીમાંથી ઝૂંટવી લેતા શરમાતા નથી...!! ત્યારે આ સાયકલ ઉપર ફરતા એક સામાન્ય માણસની ઈમાનદારીને વંદન કરવાની ઈચ્છા થાય...!! 

""નીતિમત્તા સાચી હશે તો કામ ક્યાંય અટકશે નહીં, જ્યાં ઈમાનદારીનો હિસાબ થાય, ત્યાં ધનનો કદી નહીં.!"" – અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

  1. આવા લોકોથી જ દુનિયા ટકી રહી છે. ખરાબ તો ઘણુ જાણવા મળે છે પરંતુ આવા પ્રસંગોથી એક સુખદ અનુભૂતિ થાય છે!

    ReplyDelete
Previous Post Next Post