બાપા ..."
************* શ્રદ્ધા ભટ્ટ"
ગિરિશે તીખા ચવાણુનો છેલ્લો કોળિયો એક સાથે જ લીધો....સમગ્ર અસ્તિત્વમાં તીખાશ ભળી ગઈ...સ્વભાવની તીખાશ સાથે સ્વાદની પણ....
મારા પપ્પા
***************
" સટ્ટાક " કરતો બાપા એ તમાચો જ ચોડી દીધો હતો, કારણ ? કારણ કંઈ જ નહિ..અલગ ધંધો જ કરવો હતો, બારમા ધોરણમાં પોતે ત્રણ વાત નાપાસ થયો... ચાર ધંધા બદલાવ્યા .. તો શું થયું ? બાપા કંઈ નવી નવાઇ થોડી કરે છે ? દુનિયામાં દરેક બાપ પોતાના છોકરા માટે કરતો જ હોય ને...બસ જેમ કરંડિયામાં સાપ ગૂંચળું વળી પડ્યો રહે એમ ઈ તમાચાની ગુંજ એના મનમાં ડંખી રહી હતી...
**************
હજુ તો પોતે ઘર છોડ્યું બે કલાક પણ નહોતા થયા , ઘરમાં કોઈને ખબર પણ નહોતી, સૌને એમ થયું હશે કે, "ગયો હશે ક્યાંક રખડવા.. રવિવાર છે તે...."ત્યાં જ એક કામ મળી ગયું, પૂરા પાંચ હજાર મળવાના.. એક જ દી' ના પાંચ હજાર.... એક જ કામ કરવાનું હતું, જાસૂસી....સ્વગત જ ખુશ થયો, "બાપા એ કોઈ દી એક દી'ના આટલા કમાયા હોય તો ખબર પડે ને ? "
બંદા તોબિન્દાસ્ત...કામ પણ કેવું? પોતાની પસંદગીનું. જાસૂસી પોતાનો જીગરજાન દોસ્ત મયંક અને તેની કાકાની દીકરી કોઈના લફરામાં પડી હતી, અને એ છોકરા સાથે જ પરણવા માંગતી હતી, ફકત જાસૂસી કરવાની હતી, એ છોકરો શું કરે એ તપાસ...
***************
એ સવારથી જ લાગી ગયો, ફોન સ્વીચ ઓફ રાખવાનો હતો, કારણ ? કારણ પીછો કરતાં સમય કદાચ ..
એ આખો દિવસ એ વ્યક્તિ પાછળ પડી રહ્યો, સવારથી રાત સુધી... એ વ્યક્તિ કોઈ રીતે વિશેષ ન્હોતો સાવ સાધારણ, સામાન્ય... આખો દિવસ વૈતરું, સાંજે ભરબજારે દરેક દુકાને તેની પથરાયેલી આંખ દુકાનમાં ભાવનું પાટિયું જોઈ સંકોચાઈ જતી, એક મોચીની દુકાને દસ રૂપિયા આપી જીર્ણશીર્ણ ચપ્પલ સંધવ્યા , ગુજરી બજાર જેવા જ ૧૦૦ રૂપિયાના પોતાના માપના જૂના કપડાં ખરીદ્યા, અઢીસો જલેબી બંધાવી ઘર તરફ ઝડપથી ચાલવા લાગ્યો, ગિરિશ હવે અવાચક હતો..

આવી વ્યક્તિ ? એ વ્યક્તિ ઘરે પહોંચતા જ બહારથી જ તેના બાળકો તેને " પપ્પા .. પપ્પા" કહી વીંટળાય રહ્યા હતાં.. તો એમ વાત છે...આ તો પરણેલો છે ને બાળકો પણ છે.
તેણે વિચાર્યું, "ચાલ જલ્દીથી મયંકને આ વાત જણાવું", તેણે વીજળીવેગે મયંકને ફોન જોડી બધી જ વાત કરી ત્યાં તો મયંક જ તેની માફી માગવા લાગ્યો, " માફ કરજે દોસ્ત ... તે કોઈ બીજી જ વ્યક્તિની જાસૂસી કરી છે, ભૂલ મારી જ છે તને ટાઈપિંગ મિસ્ટેકના કારણે...બીજી વ્યક્તિનું નામ સમજાય ગયું...અને તારો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો, માફ કર દોસ્ત..." તે શબ્દો ગળી ગયો પણ ગિરિશ હવે બધું જ સમજી ચૂક્યો હતો .. તેની નજર સમક્ષ તે અજાણી વ્યક્તિ તરવરતી નહોતી પણ જાણે પોતાના જ બાપા હતાં, જે એકએક ચીજ તેને હાજર કરતા અને ભૂલ થયે તમાચો પણ ચોડી દેતા.....
તેણે સીધો જ પોતાના બાપાને ફોન જોડ્યો, " પપ્પા , હું હમણાં જ ઘરે પહોંચું છું, સોરી, હો તમને જણાવવામાં મોડું થયું.... "
તે હવે ખરેખર ઘર પહોંચી રહ્યો હતો....મોબાઈલ સ્ક્રીન પર Happy father's day ના મેસેજીસ વરસાદની જેમ વરસી રહ્યા હતા અને તેની આંખો પણ....

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories