દોસ્તીની સરળ પરિભાષા...."
++++++++++++++વર્ષા ભટ્ટ "વૃંદા" (અંજાર)
દોસ્તી એક એવો સંબંધ છે કે જે આપણે જાતે પસંદ કરીએ છે. માતા પિતા, ભાઈ બહેન જેવાં બીજા સંબંધો લોહી સાથે જોડાયેલા હોય છે. પણ દોસ્ત, મિત્રો ને આપણે આપણા સ્વભાવ પ્રમાણે પસંદ કરવાનાં હોય છે.
દોસ્તીની સરળ પરિભાષા
તમારા મોબાઈલમાં એક દોસ્તનો નંબર તો એવો હોવો જોઈએ કે જેની સાથે તમે ગમે ત્યાંરે વાત કરી શકો. અને જેની સાથે વાત કરવાથી તમારા બધાં જ દુઃખો ભૂલીને તમે ખુશ થઈ જાઉં.
બાળપણમાં મિત્રો સાથે રમેલી સંતાકૂકડી, થપોદાવ, કે પછી નદી પર્વત જેવી રમતો યાદ કરીને જૂની વાતો વાગોળવાની મજા જ કંઈક જુદી છે.
હાલમાં યુવાનો ફ્રેન્ડશીપ ડે ઉજવે છે. પણ મિત્રતાનો કોઈ દિવસ નથી હોતો. બસ, હાથમાં મોબાઈલ લો, મિત્રો સાથે મન ભરીને વાતો કરો એ આપણો ફ્રેન્ડશીપ ડે.....
દોસ્તી, મિત્રતા કોઈ નાત, જાત, અમીરી, ગરીબી કે પદની મોહતાજ નથી. એકબીજાને કંઈપણ કહ્યા વગર પણ બધું સમજી જાય એ દોસ્તી છે. પોતાનો મિત્ર કોઈપણ મુસીબતમાં હોય અને એક અવાજે હાજર થાય એ દોસ્ત છે.
વિહા અને નેહાની દોસ્તી આવી જ હતી. બંને સાથે નાનપણથી ભણતાં અને લગ્ન કરી એકબીજાથી દૂર જવા છતાં આજે પણ તેની દોસ્તી છે. વિહા જ્યારે પણ ઉદાસ હોય તો નેહાને એક ફોન કરી તેની વાત કરી શકે છે. દોસ્તીમાં વિશ્વાસ , ભરોસો, પારદર્શકતા હોવી જરૂરી છે.
કૃષ્ણ અને સુદામાની મિત્રતા આપણે જાણીએ જ છે. આમ આપણાં કોઈપણ દુઃખો, મુસીબતોમાં આપણે પડીએ અને એ જાલે, આપણે રડીએ અને એ આંસું લુછે... તેજ સાચો મિત્ર, દોસ્ત, સખા છે.
_____________
"Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
