બિનશરતી પ્રેમ (Unconditional Love)

Related

 બિનશરતી પ્રેમ
""""""""""""""""""""
શરતી હોય એવા પ્રેમ સંબંધ ના હોઈ શકે. સરકારી આદેશમાં હોય એવી ઢગલાબંધ શરતો માનવ સંબંધો માટે ના રાખી શકાય. બિનશરતી સ્નેહની આગવી સુગંધ હોય છે. ઈશ્વરે માણસને જ લાગણીઓ આપી છે એવું નથી. પ્રાણીઓમાં પણ પ્રેમની ઝલક જોવા મળે છે. આપણી નજરે તુચ્છ લાગતા હોય એવા જીવોમાં પણ લાગણી માટેની તત્પરતા જોવા મળે છે. હમણાં જ એક સુંદર કથા વાંચવામાં આવી.

#આવકાર
બિનશરતી પ્રેમ - Unconditional Love

એક જાપાનીઝ ભાઈએ એક વર્ષ પહેલાં ખરીદેલા એના રહેઠાણના ઘરના એક ભાગમાં જાતે જ થોડા ફેરફાર કરવા માટે એક દીવાલ તોડવાનું ચાલુ કર્યું. એ એક જાણીતી વાત છે કે જાપાનમાં વારંવાર થતા ધરતીકંપને લીધે મકાનોની લાકડાની બે દીવાલો વચ્ચે થોડી જગા રાખવામાં આવતી હોય છે . આ જાપાનીઝ જ્યારે લાકડાની આ દીવાલ તોડવાનું કામ કરતા હતા ત્યારે દીવાલના અંદરના ભાગમાં એમણે એક મોટી ગરોળી (Lizard ) ને ફસાએલી જોઈ.

એક વર્ષ પહેલાં એમનું આ ઘર જ્યારે બનતું હશે ત્યારે બહારથી દીવાલોમાં જે ખીલીઓ મારવામાં આવી હશે એમાંની એક ખીલી દીવાલની અંદરના ભાગે અકસ્માતે આ ગરોળીના એક પગની મધ્યમાં લાગી ગઈ હશે. આને લીધે એ ત્યાંથી જરા પણ ચાલી કે ખસી શકે એમ ન હતી. એ ગરોળી એક વર્ષ પછી પણ હજુ જીવિત હતી.

આ ભાઈએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે પહેલાં તો એને આ નાના પ્રાણી ઉપર દયા આવી. એની સાથે એને મનમાં એક આશ્ચર્ય પણ થયું કે એક વર્ષ પહેલાં જ્યારે આ ઘર બાંધવામાં આવેલું એ વખતે આ ખીલી મારવામાં આવેલી તો આ ગરોળી એક વર્ષ સુધી બે દીવાલો વચ્ચે ખોરાક વિના જીવી કેવી રીતે ! #આવકાર

એના માટે આ એક કોયડો બની ગયો કે આ ગરોળીના પગમાં ખીલીને લીધે એ જરા પણ ટસ કે મસ ન થઇ શકે એવી સ્થિતમાં એ જીવી કેવી રીતે ? આ જાપાનીઝ ભાઈએ દીવાલ તોડવાનું કામ થંભાવી દીધું. ત્યારબાદ એ આ ગરોળીનું નિરીક્ષણ કરવા લાગ્યો કે એ શું ખાય છે અને ખોરાક ક્યાંથી મેળવે છે. એ જ્યારે આ નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યાં એણે જે જોયું એથી એના આશ્ચર્યનો પાર ન રહ્યો. 

એણે જોયું કે કોણ જાણે ક્યાંથી એક બીજી ગરોળી એના મોંઢામાં ખોરાક લઈને આ ફસાયેલી ગરોળીની નજીક આવી રહી હતી. એ ગરોળી એના આ દુખી પ્રિય પાત્રના મુખમાં ખોરાક મુકીને ત્યાંથી સરકી ગઈ.

જાપાનીઝ્ને તુર્ત જ સમજાઈ ગયું કે ખીલીમાં ફસાઈ ગયેલી ગરોળીને એક બીજી ગરોળી ખોરાક લાવી એને ખવડાવીને એક વર્ષથી જીવાડી રહી હતી. એક મૂઢ પ્રાણીએ એના પ્રિય પાર્ટનરના જીવન માટેની આશા જીવંત રાખી હતી. મુશ્કેલીમાં પણ એનો ત્યાગ કર્યો ન હતો. આ એક નાનો અમથો અબુધ જીવ મનુષ્ય જાત માટે કેવો મહાન સંદેશ આપી જાય છે ! ભગવાને દરેક જીવમાં પ્રેમ અને ત્યાગની લાગણી મૂકી હોય છે એનો આ બે ગરોળીઓને જીવતો જાગતો પુરાવો છે.

પ્રેમ અને લાગણીઓ માત્ર માણસોની જ હોય છે એવું આપણે માની લીધેલું હોય છે. ઈશ્વરે જ્યાં પણ ચૈતન્ય મૂક્યું છે, ત્યાં સાથે લાગણીઓ પણ મૂકી છે.એ ખરું કે દરેકની લાગણી માટેની અભિવ્યક્તિ અલગ અલગ હોય છે. એ બધામાં લાગણીનો જે ધબકાર હોય છે એ સર્વત્ર એકસરખો હોય છે." — અજ્ઞાત"

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post