“ હાર્ટ એટેક ”"
"'''''''''''""""""""""""""_________
80 વર્ષના દાદાને અચાનક હાર્ટ એટેક આવ્યો....દાદાનું જીવન આધ્યાત્મિક વિચારોથી ભરેલું હતું, અને ખુબ સુખી - સંપન્ન પણ હતા. સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા."'''''''''''""""""""""""""_________
હાર્ટ એટેક - Heart Attack
યુવા ડોક્ટરે કહ્યુ, "દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે; ત્રણ દિવસ રોકાવું પડશે...." દાદા કહે, "જેવી પ્રભુની ઇરછા..."
ઓપરેશન પતી ગયું, ત્રણ દિવસ વિતી ગયાં, દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને બીલ આપ્યું આઠ લાખ રૂપિયા...!
એ બીલ જોઈને દાદા ખૂબ રડવા લાગ્યાં ડોક્ટર દયાળુ હતા; તેમણે કહયું, "દાદા કેમ રડો છો ?
તમને બીલ વધારે લાગ્યુ હોય તો મને બે લાખ ઓછા આપો; પણ તમે મારી હોસ્પિટલમાં મારા દાદાની ઉંમરના થઇને રડો છો તેથી મને દુ:ખ થાય છે..."
દાદાએ કહ્યું, "ના ડોક્ટર સાહેબ; ભગવાને મને ઘણું આપ્યું છે તમે આઠ લાખ નહીં બાર લાખ બીલ આપ્યું હોત તો પણ હું આપી શકું તેમ છું ...
પણ હું કેમ રડું છું એ તમે નહીં સમજી શકો" એ બોલતા દાદા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં...
ડોક્ટરે કહ્યું, "દાદા મારાથી કોઈ ઓપરેશનમાં ભૂલ થઈ છે; તમને કોઈ દુ:ખાવો કે બીજી કોઈ શારીરીક તકલીફ થાય છે...?"
દાદાએ કહ્યું, "ના ડોક્ટર તમે ખુબ સરસ ઓપરેશન કર્યુ છે,"
ડોક્ટરે કહ્યું, "તો પછી દાદા કેમ રડો છો તમે?"
દાદા કહે, "ડોક્ટર તમે નહીં સમજી શકો," #આવકાર
ડોક્ટરે કહ્યું, "પ્લીઝ ,જે હોય તે તમે મને જરૂર જણાવો,"
દાદાએ કહયું, "તો સાંભળો, ડોક્ટર સાહેબ, તમે મારા હૃદયનું ઓપરેશન કર્યુ, મારૂં હ્રદય ત્રણ કલાક સાચવ્યું અને ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા....!!
હું એ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને રડી રહયો છું કે જેમણે મારૂં હ્રદય 80 વર્ષ સુધી એક પણ રૂપિયાના ચાર્જ વગર ચલાવ્યું અને સાચવ્યું...
ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા તો 80 વર્ષના કેટલા થાય ? એ દયાના મહાસાગરને યાદ કરીને ડોક્ટર સાહેબ હું રડી રહયો છું..."
આ સાંભળતા જ ડોક્ટર દાદાના પગમાં પડી ગયાં...!!
દાદા એ આગળ કીધું, ..સાહેબ! ભગવાને માંગ્યા વગરનું ઘણું આપ્યું છે "તેમ છતાં આપણે એક ભિખારીની જેમ ભગવાન પાસે માગવા પહોંચી જઇએ છીએ...
શું નથી આપ્યું એણે ? આજ સુધીનું જે પણ જીવન જીવાયુ એ એની જ કૃપા, કરૂણા છે ને !!!!!!..." છતાં માણસને એની કદર નથી.
#જે રોજેરોજ ઉઠાડે, સુવાડે, શ્વાસોશ્વાસ ચલાવે, ખાધેલું પચાવે, ઉઠ્યા બાદ સ્મૃતિ પાછી આપે, શક્તિ આપે અને શાંતિ આપે એ પરમકૃપાળુ પરમાત્માને ઉઠતાં, જમતા ને સુતાં પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી અને એ પ્રમાણે કાર્ય કરીએ તો જ આપણે ખરા અર્થમાં માણસ કહેવાઈએ.
ડોકટર બોલ્યા: દાદા તમે આજે તમારા વિચારો જણાવીને મારી આંખો ઉઘાડી નાખી છે, આજથી જ હું મારી ભૌતિક સુખ- સગવડો પાછળના દેખાડાનાં તમામ ખર્ચા બંધ કરી, દર્દી પાસેથી નકામા ચાર્જ નહી લેતા નોર્મલ રકમથી જ લોકોની સેવા કરીશ,
આજે મારામાં ભગવાનની કૃપા દ્રષ્ટિથી જે પ્રાપ્ત થયું છે એને મારા સેવાયજ્ઞથી લોકોમાં વહેચીશ, અને હું જીવીશ ત્યાં સુધી આ સેવાની સરવાણી ચાલુ રાખીશ.!
અને ડોકટર એક પરોપકારી સેવામાં લાગી ગયા!!
લોકો ડોકટરને ભગવાન માનતા હોય છે, પણ આ વિદ્યાન હાલના દરેક ડોકટરને લાગુ પડતું નથી! જે કૃતજ્ઞ થઈ પૂરી પ્રમાણિકતા સાથે સેવા કરે છે એને સો ટકા લાગુ પડે છે.
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories