આદર્શ લાગણી
+++++++++++++++++
અરૂણા આજે તૈયાર થવામાં બહુજ વાર લગાડતી હતી. એક તો સૌંદર્ય થી ભરપૂર હતી. વાળ લાંબા અને ઘટાદાર હતા. એટલે વાળ ગુંથવામા પણ વાર લાગે. આંખો અણીયાળી અને ભાવવાળી હતી. જે કોઈ તેની આંખો સામે જોવે તે તેના પ્રેમ માં પડી જાય.
આદર્શ લાગણી
અરૂણાની સાસુ વીમુબેને બૂમ પડી," અરૂ,શુ કરે છે? અમે તારી રાહ જોઇએ છીએ. અરૂણા અંદર રૂમ માંથી ટહુકી,"બસ આવી મમ્મી,તમે ને પપ્પા તૈયાર છો?"એમ બોલતી બહાર આવી.
"અરે,તને જોઈ ને મારો દિકરો પાછો મસ્કત જવાનુ નામ નહી લે"એમ
કહી વીમુબેન હસી પડ્યા. તેના હસવામાં કનુભાઇ એ સાથ આપ્યો.
ત્યાતો ઘર પાસે ટેક્ષી ઉભી ટહી. અને વંટોળ આવ્યોહોય તેમ હેમંત ઘરમાં પ્રવેશ્યો. ત્રણેય જણા ખુશીથી ઉછળી પડ્યા.
હેમંત ના લગ્ન ને બે વરસ થયા હતા. અરૂણા રાજકોટની હોસ્પિટલ મા નર્સ તરીકે જોબ કરતી હતી. હેમંત પાંચ વર્ષ કમાવા માટે મસ્કત ગયો હતો. અરૂણા તેના મમ્મી-પપ્પા ની એકની એક દિકરી હતી. તેથી અરૂણાને તેની પણ જવાબદારી હતી. આમ હેમંત પાંચ- છ મહીને એકાદ આંટો આવી જાય.
હેમંત આવે એટલે ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જાય. તેની ખાવા પીવાની ફરમાઇશ શરૂ થઈ જાય. ઘરમા બધા માટે ચીજ વસ્તુઓ આવી જાય. અરૂણા પણ હસમુખી હતી. બન્ને વચ્ચે વાતો-દલીલો સતત ચાલ્યા કરે.
અરૂણા હોસ્પિટલ માં નર્સ હતી, પણ એ દરેક પેશન્ટ સાથે આત્મીયતા થી દેખભાળ કરતી. વડીલો સાથે નમ્રતાથી, તો સરખી ઉંમરના હોય તેની સાથે મજાક મસ્તી કરતી. બાળકો તો બહુજ પ્યારા હતા. તેમને તો અનહદ વ્હાલ કરતી.
સાંજે બન્ને અરૂણાના મમ્મી-પપ્પાને મળવા જાય. તે સતત કહ્યા કરતો કે તમે પણ અરૂણા ને ત્યા રહેવા આવી જાવ.મારી પત્નીને દોડાદોડી ઓછી રહે.
એક દિવસ બન્ને દૂર દૂર ફરવા ગયા એક એકાન્ત જગા એ બેઠા. અરૂણા બોલી," હેમન્ત, હવે કેટલો વખત આવી રીતે રહેવાનુ?આપણે એક બાળકનુ પ્લાનીંગ કરીએ. હું તેને જોઇ તારી ગેરહાજરી ભુલી જઉં."હેમન્ત બોલ્યો," બેબી, હજુ તુ નાની જછે અને તારા માથે ચાર જણાની જવાબદારી છે. તુ એકલી કેટલુ મેનેજ કરીશ. હું બે વરસ મા કમાઈને ભારત આવી જ જવાનો છુ. ત્યારે પ્લાનીંગ કરીશુ. મને તારી સેવા કરવાનો લાભ લેવા દે" હેમન્તે વાત ને ઉડાવી દીધી.થોડા દિવસ રહીને હેમંત મસ્કત ઉપડી ગયો.
અરૂણા પણ હોસ્પિટલ અને બન્ને ઘરની જવાબદારી માં વ્યસ્ત થઈ ગઈ. ઘણા નવા ડોક્ટર્સ આવે ત્યારે શરૂઆતમાં અરૂણા પરણિત છે એ ખબર નહોય લાઇન મારવા લાગતા. અરૂણા તેના ટોપમાં અંદર છુપાયેલા મંગળસૂત્ર બહાર કાઢીને હસી ને દેખાડતી. ડોક્ટર્સ છોભીલા પડી જતા. ડો. અમૂલ અરૂણાને જોઈ ત્યારથી મનોમન ચાહવા લાગ્યો હતો. પણ તેને કહ્યુ નહોતુ. તે તેની દરેક સગવડતાનો ખ્યાલ રાખતો.
એક દિવસ અરૂણા હોસ્પિટલ આવી ત્યારે ચારે પાંચ નર્સ મોબાઇલ મા કંઇ જોતી હતી. અરૂણાને આવેલી જોઈ એકદમ મોબાઇલ બંધ કરી દીધો. અને ચૂપ થઈ ગઈ.
અરૂણા બોલી," શુ ગુસપુસ ચાલે છે?"
બધા કંઇ ને કંઇ બહાનુ કાઢીને ઉભી થઈ ગઈ. અરૂણા એ જ્યોતિ તેની ફ્રેન્ડ ને પુછ્યુ," શુ હતુ? મને જોઈ બધા ચૂપ કેમ થઇ ગયા? મેં કંઇ ખોટુ કર્યુ છે?"
જ્યોતિ એ કહ્યુ," તુ ડિસ્ટર્બ નહીં થતી. પણ આજે F.B પર એક ફોટો જોયો એટલે બધાને તારી ચિંતા થઈ. તુ તારા સાસુ સસરા ને કેટલા પ્રેમથી સાચવે છે અને તારો હસબન્ડ ત્યા મજા કરે છે."
આ સાંભળીને અરૂણા ગુસ્સે થઈ ગઈ. "શુ બકે છે એ ભાન છે? એ ત્યા એકલો કેટલો હિજરાય છે એ તમને શુ ખબર પડે?"
જ્યોતિ એ મોબાઇલ નો ફોટો દેખાડ્યો. ફોટો જોઇ અરૂણા દિગ્મુઢ થઈ ગઈ. તેને ચક્કર આવવા લાગ્યા. જ્યોતિ એ તેને સંભાળી લીધી. ફોટામાં એક સ્ત્રી સાથે હેમન્ત હતો. તે સ્ત્રી પ્રેગ્નન્ટ હતી.
જ્યોતિ તબિયત નુ બહાનુ કાઢી રજા લઈ ને ઘરે મુકી આવી.વીમુબેનને પણ એમજ કહ્યુ કે તેનુ માથુ દુઃખે છે એટલે ઘરે મુકવા આવી છુ.
આખો દિવસ તે રૂમમાં રહી. વીમુબેન ખાવાનુ પુછવા આવ્યા પણ ના જ પાડી દીધી.
રાતે હેમન્તનો ફોન આવ્યો પણ સરખી વાત જ ન કરી. આવુ ચાર પંચ દિવસ ચાલ્યુ. વીમુબેને પણ હેમન્ત ને પુછ્યુ કે તે કાંઇ કઇ કહ્યુ છે? હેમન્તે ના પાડી. હેમન્તે બહુ જોર કરીને પુછ્યુ એટલે અરૂણા રડી પડી અને ફોટાની વાત કરી હેમન્ત હસી પડ્યો."અરે ગાંડી,કંઇ નથી.મારા ફ્રેન્ડ સુકેતુ ની વાઇફ છે. મારી સાથે સર્વીસ કરતો હતો. બન્નેએ લવ મેરેજ કરેલા. પણ તને ખબર છે એ સુકેતુ નુ એક એક્સીડેન્ટ માં મ્રૃત્યુ થયુ છે અને તેના ઘરના એ નિશાને અપનાવવાની ના કહી છે. સુકેતુ એક મ્રૃત્યુ પહેલા મને નિશા ની જવાબદારી સોંપી છે. તેનુ શુ કરવુ એ પ્લાનીંગ માં મારે ત્યા આવવાનુ મોડુ થાય છે. હું તને આ વાત કરવાનો જ હતો. આ ફોટો કોણે મુક્યો એ મને ખબર નથી. તને મારા પર ભરોસો છે ને? મને થાય છે કે નિશાને ભારત લઈ આવુ. ત્યા આપણે કંઇક ગોઠવી દઇશુ. તુ મને જણાવ"
અરૂણા એ કહ્યુ," તુ તેની ડિલીવરી થઈ જાય ત્યા સુધી રોકાઇ જા પછી તેમને લઈ ને આવી જા"
હવે અરૂણા નિશ્ચિત થઈ ગઈ. પહેલાની જેમજ આનંદ થી રહેવા લાગી. તે પોતાની અંગત વાત જ્યોતિ અને અમૂલ ને કરતી. આ વાત પણ જણાવી.
થોડાદિવસ પછી હેમંત નો ફોન આવ્યો કે નિશાને ટ્વીન્સ નો જન્મથયો છે. મહિનામા અમે બધી પ્રોસીઝર કરીને ભારત આવીએ છીએ. તુ બાજુમાં એક ઘર શોધી રાખજે. અરૂણા એ કહ્યુ કે મારા મમ્મીની સાથે નિશા રહેશે. બધાને સારૂ પડશે. આમ બધી તૈયારી થઈ ગઈ.
હેમંત નિશા અને બે બાળકોને લઈ ને ભારત પહોંચ્યો. અમદાવાદ થી બાય રોડ રાજકોટ આવતા હતા ત્યા રસ્તામાં તેમની ટેક્ષીને એક્સીડેન્ટ થયો. રાજકોટ નજીક જ એક્સીડેન્ટ થયેલો એટલે અરૂણાની હોસ્પિટલ માં તરત એડમીટ કર્યા. અરૂણા તરત પહોંચી ગઈ. બન્ને બાળકોને સારવાર આપીને તેની મમ્મી અને સાસુને સોંપી દીધા. હેમંત અને નિશાને સખત માથામાં વાગ્યુ હતુ. નિશા થોડી ભાનમાં હતી. તેણે અરૂણાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યુ," હું તમને મારા બાળકો આપવા આવી છુ. સુકેતુ ના ગયા પછી મને જીવવાનો રસ રહ્યો નહોતો. મારામાં આ બે જીવ હતા તેથી જીવતી હતી. હેમંતભાઇ તમારા બહુજ વખાણ કરતા હતા. એટલે તમારા વિશ્વાસે ભારત આવી હતી. હું હવે સુકેતુ પાસે જઉ છુ. મારા બાળકોને સાચવજો." એટલુ બોલી નિશા એ દમ તોડ્યો.
ત્યા ડો.અમૂલ બૂમ પાડી ઉઠ્યો," નર્સ અરૂણા, જલ્દી આવો.હેમંતભાઇ બહુ ક્રિટિકલ છે." અરૂણા દોડીને હેમંત પાસે ગઈ ત્યા હેમંત પણ મ્રૃત્યુ પામ્યો.
એકસાથે આટલા આઘાત થવાથી અરૂણા દિગ્મુઢ થઈ ગઈ હતી. હેમંત આવશે પછી અમારૂ જીવન કેવુ હશે એ વિચારથી મલકી જતી હતી. કેટકેટલા પ્લાન કર્યા હતા. નિશા ને કેવીરીતે ગોઠવીશુ તે પણ વિચારી રાખેલુ.
જ્યોતિ અને ડો.અમૂલ સતત તેની દેખભાળ કરતા હતા. બન્ને મા-બાપ પણ અત્યારે લાચાર અને હતપ્રભ થઈ ગયેલા હતા. તે શુ અરૂણાને સાંત્વના આપે!
એક દિવસ અરૂણા ઉઠી અને વીમુબેનને કહ્યુ," મમ્મી, મને હેમંત એક જવાબદારી સોંપીને ગયો છે. તમારે પણ મને તેમા સાથ આપવાનો છે. મને ભગવાને એક નહીં આ બન્ને બાળકો આપ્યા છે. તેમને ઉછેરીને મોટા કરીશ. બન્નેને હેમંત નુ જ નામ આપીશ. હુ તેની 'મા' બનીને રહીશ.
તરત તેણે બન્ને બાળકોને ઉંચકી લીધા અને તેના હ્રદયમાંથી વહાલની સરવાણી ફૂટી નીકળી. ચૂમીઓથી બન્નેને ભીંજવી દીધા.
થોડા સમય પછી ડો.અમૂલે તેને લગ્નનો પ્રસ્તાવ મુક્યો પણ અરૂણા એ કહ્યુ," કોઈ મા બીજીવાર લગ્ન ન કરે"
ડો.અમૂલે કહ્યુ "હું તારા મમ્મી-પપ્પા સાથે રહીશ અને તેમની સંભાળ રાખીશ. તને એટલી જવાબદારી માથી મુક્ત કરૂ છુ. મને એટલુ કરવા દે." અરૂણા એ હસીને હા પાડી.
લોકો રવિવારે રાહ જોતા હોય કે હમણા ડો.અમૂલ ગાડીમાં બન્ને બાળકો અને અરૂણાના અને હેમંત ના મા-બાપ ને લઈ ને નીકળશે. આ લોકોનો આવો અભૂતપૂર્વ લાગણી જોઈ ને લોકો આનંદમિશ્રીત લાગણી અનુભવી રહેતા.
– પન્ના પાઠક
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
