ધ્યાન કેવી રીતે કરવું ?
મારી તમામ નવલકથાઓમાં ધ્યાનને અને ગાયત્રીમંત્રને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે ઘણા વાચકો તરફથી પૂછવામાં આવે છે કે ધ્યાન કેવી રીતે કરવું ? ધ્યાનમાં મન લાગતું નથી તો શું કરવું ?ધ્યાન કેવી રીતે કરવું ? – How to meditate?
એટલે આજનો આ વિશેષ લેખ ધ્યાનની સમજણ આપવા માટે છે. અને આ લેખ બે થી ત્રણ વાર શાંતિથી વાંચવાથી તમને પોતાને પણ ધ્યાન કરતાં આવડી જશે અને ધ્યાન પણ ચોક્કસ લાગી જશે ! 🧘
મગજના તરંગો કેવી રીતે કામ કરે છે?
આપણે જ્યારે પણ એકદમ જાગૃત હોઈએ ત્યારે આપણું ડાબુ મગજ જેને લોજીકલ માઈન્ડ કહેવામાં આવે છે તે સક્રિય હોય છે. આપણા વિચારોને ડાબા મગજમાંથી જમણા મગજમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા એનું જ નામ ધ્યાન ! વિચારોનું તોફાન ડાબા મગજમાં હોય છે. જ્યારે મનની શાંતિ જમણા મગજમાં હોય છે !આપણું મગજ (૮૬૦૦) આઠ હાજર છસો કરોડ નર્વ સેલ એટલે કે ન્યૂરોન્સનું બનેલું છે. મગજના જુદા જુદા ભાગોમાં આવેલા અલગ અલગ ન્યૂરોન્સ શરીરના જુદા જુદા ભાગોની કાર્યવાહી સંભાળે છે. ૨૪ કલાક આ ન્યૂરોન્સ સળગતી સગડીમાંથી જેમ તણખા ઉડતા હોય એ રીતે મગજમાંથી ઈલેક્ટ્રીક સિગ્નલ્સ જે તે અવયવો તરફ મોકલતા હોય છે. આ ઈલેક્ટ્રીક સિગ્નલ્સની એક પેટર્ન બને છે જેને બ્રેઈન વેવ્સ કહેવામાં આવે છે. જે અલગ અલગ વેવલેન્થના હોય છે. ગુજરાતીમાં આપણે એને મગજના તરંગો કહીશું.
જાગૃત અવસ્થામાં ડાબુ મગજ વધારે સક્રિય હોય છે અને એ હંમેશાં બીટા લેવલમાં જ હોય છે. ડાબુ મગજ ભૌતિક જગત સાથે સંકળાયેલું હોય છે. જ્યારે જમણું મગજ માનવીની અંદરના જગત સાથે અને દિવ્ય ચેતના સાથે જોડાયેલું હોય છે. તેથી જમણું મગજ ધ્યાન અને નિદ્રા સાથે જોડાયેલું હોય છે. મનની શાંત અવસ્થામાં જમણું મગજ વધારે સક્રિય હોય છે જેમાં આલ્ફા થીટા અને ડેલ્ટા લેવલનાં જુદાં જુદાં સ્તર હોય છે.
વકીલો, વધુ પડતા બુદ્ધિ જેવી લોકોનું ડાબુ મગજ વધારે સક્રિય હોય છે. ડાબુ મગજ સતત બાહ્ય જગતમાં હોય છે અને એમાં વિચારોનું ઘમસાણ (Mental Stress) ચાલતું હોય છે. મોટાભાગના લોકો ડાબા મગજથી જ કામ લેતા હોય છે. ડાબુ મગજ જેટલું સક્રિય રહે એટલા અનિદ્રાના રોગો વધે. ડાબા મગજના તરંગો ધીમા પડે અને ડાબું મગજ થાક અનુભવે એટલે બગાસાં આવે છે.
ડોક્ટરોનું જમણું મગજ વધારે સક્રિય હોય છે. જમણા મગજમાં અંતર્જ્ઞાન, સ્ફુરણા અને બીજાને સાજા કરવાનો હીલીંગ પાવર હોય છે. લાગણીશીલ અવસ્થા અને ભાવ અવસ્થા જમણા મગજ સાથે સંકળાયેલી હોય છે. જમણું મગજ સક્રિય બને ત્યારે નિદ્રા આવે છે.
આપણું ડાબું મગજ બીટા લેવલમાં કામ કરે છે અને ત્યાં એક સેકન્ડમાં ૧૪ થી ૪૦ સાયકલના તરંગો પેદા થાય છે. ગુસ્સામાં સ્ટ્રેસમાં (Stress Management) ૨૫ થી ૪૦ સુધી આ તરંગો વધી જતા હોય છે જે બ્લડ પ્રેશર (Health Insurance) ઉપર સીધી અસર કરે છે. આ લેવલનો સંબંધ સૂક્ષ્મ જગતના એક થી ત્રણ લોક સાથે છે.
ધ્યાનમાં આલ્ફા લેવલનું મહત્વ:
જમણા મગજનું સૌથી પહેલું લેવલ આલ્ફા લેવલ કહેવાય છે. મનની શાંત અવસ્થામાં ૧ સેકન્ડમાં ૧૪ થી ૭ સાઈકલ્સ સુધીના તરંગો અહીં પેદા થાય છે. આ ધ્યાનની શાંત અવસ્થા (Mental Peace) છે અને અહીં ક્રિએટિવ વિઝયુલાઈઝેશન થઈ શકે છે. આ અવસ્થામાં તમે જે પણ ચિત્ર વારંવાર જુઓ છો એ ચિત્ર સાકાર થાય છે. દા.ત. તમે આ લેવલ ઉપર જઈને સતત મકાન બનવાની પોઝિટિવ કલ્પના કરો તો મકાન (Real Estate) પણ બને છે. ઈશ્વરને પામવાની ઈચ્છા કરો તો કુંડલિની પણ જાગૃત થાય છે. આ લેવલનો સંબંધ સૂક્ષ્મ જગતના ચોથા મહહ લોક સાથે છે.ગાઢ નિદ્રા અવસ્થામાં અને ઊંડા ધ્યાનની અવસ્થામાં ૭ થી ઓછા થઈને ૪ સાયકલ્સ સુધીના તરંગો થીટા લેવલમાં પેદા થાય છે. આલ્ફા પછીનું આ બીજું લેવલ છે. ગાઢ નિદ્રા (Sleep Disorder) જેવું આ લેવલ માણસના સૂક્ષ્મ શરીર સાથે અને એના પૂર્વ જન્મનાં કર્મો સાથે જોડાયેલું હોય છે. આ લેવલનો સંબંધ સૂક્ષ્મ જગતના પાંચમા જનઃલોક સાથે છે
બેહોશીમાં, કોમામાં, અતિગાઢ નિદ્રામાં અને સમાધિ અવસ્થામાં ૪ થી શૂન્ય સાયકલ્સ સુધી તરંગો શાંત થઈ જતા હોય છે જેને ડેલ્ટા લેવલ કહેવામાં છે. આ લેવલમાં ઘણીવાર સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરની બહાર પણ નીકળી જતું હોય છે. આ લેવલનો સંબંધ સૂક્ષ્મ જગતના છઠ્ઠા તપોલોક સાથે છે. દરેક માનવીને અંતઃપ્રેરણા આ લેવલમાંથી મળતી હોય છે. જે લોકો આ લેવલ સુધી પહોંચી શકતા હોય એ લોકો જ સૂક્ષ્મ જગત સાથે સંબંધ કરી શકતા હોય છે અને પોતાના સ્પિરીચ્યુઅલ ગાઈડ (Life Coaching) નું સીધું માર્ગદર્શન પણ ધ્યાનમાં મેળવી શકતા હોય છે.
ધ્યાન શીખવા માટે મગજની અવસ્થાઓ:
ધ્યાન શીખતાં પહેલાં મગજની આ અવસ્થાઓ જાણવી જરૂરી છે. એટલા માટે અહીં એ વિસ્તારથી બતાવી છે.ધ્યાન એટલે મનની એવી સ્થિતિ કે મન બધા વિચારો હટાવીને કોઈ એક જ લક્ષ્ય ઉપર કેન્દ્રિત થાય. આવું ધ્યાન આપણે રોજબરોજની જિંદગીમાં કરતા જ હોઈએ છીએ. પરંતુ એ બહિર્મુખ ધ્યાન હોય છે એટલે કે ભૌતિક જગત તરફ ધ્યાન હોય છે. જ્યારે આ ધ્યાન સમજપૂર્વકનું ધ્યાન છે. એમાં ધ્યાન વખતે મન અંદર તરફ ખોવાઈ જાય છે.
ધ્યાન કરતી વખતે તમારે કોઈપણ અનુકૂળ આસન ઉપર ટટ્ટાર બેસવાનું છે. યાદ રાખો કે શરીરને ખેંચીને અક્કડ બનાવવાનું નથી તેમ જ સાવ ઢીલા પણ બેસવાનું નથી. એકદમ નોર્મલ પોઝિશનમાં સીધા બેસવાનું છે. પલાંઠી વાળીને બેસવાનું. ધ્યાન માટે પદ્માસન કરવાની જરૂર નથી આજના યુગમાં બધા માટે પદ્માસન શક્ય પણ નથી.
હવે હાથની પોઝિશન બે રીતે રાખી શકાય. બંને હાથ બંને ઘૂંટણ ઉપર ટેકવીને સીધા રાખી શકાય જેમાં હથેળી ખુલ્લી રાખવાની હોય અને અંગુઠાની બાજુની તર્જની આંગળી અંગુઠા તરફ વાળીને અંગુઠા સાથે જોડવાની હોય . બાકીની ત્રણ આંગળીઓ એકદમ સીધી રાખવાની હોય. જો આ મુદ્રા ન ફાવે તો હથેળી સીધી પણ રાખી શકો. હાથને ટટ્ટાર ખેંચવાનો નથી પણ ઢીલો જ રાખવાનો છે.
બીજી પદ્ધતિ વધારે સરળ છે. ડાબા હાથને ખોળામાં રાખીને હથેળી ખુલ્લી રાખવાની અને એના ઉપર જમણા હાથની હથેળી એવી રીતે ગોઠવવાની કે બંને અંગૂઠા એકબીજાને સ્પર્શ કરે ! હથેળીઓને ઢીલી રાખવાની. સીધી ટટ્ટાર ખેંચવાની જરૂર નથી. ટૂંકમાં હથેળીમાં કોઈપણ પ્રકારનું ખેંચાણ થવું ન જોઈએ. જેને જે ફાવે તે રીતે કરી શકે.
ધ્યાનમાં આંખો બંધ કરીને માનસિક રીતે બંને ભ્રમરની વચ્ચે નજરને કેન્દ્રિત કરવાની અને ત્યાં પ્રકાશની કલ્પના કરવાની. કોઈ કોઈ મિત્રો ત્યાં ઉગતા સૂર્યની કલ્પના પણ કરે છે. આ જગ્યા આજ્ઞાચક્રની છે. આ જગ્યાએ ધ્યાન કરવાથી ધીમે ધીમે બ્રહ્માંડનાં રહસ્યો ખુલ્લાં થાય છે. વેદોનું અને ઉપનિષદોનું જ્ઞાન આપોઆપ પ્રાપ્ત થાય છે. જો આ આજ્ઞા ચક્ર સિદ્ધ થઈ જાય તો મૃત્યુ પછી આત્માને છઠ્ઠા લોક સુધી પહોંચવાના વિઝા મળી જાય છે. કુંડલિની પણ જાગૃત થાય છે.
યાદ એ રાખવાનું કે અંદરથી આંખોને ઉપર તરફ ખેંચવાની નથી. એકદમ સહજ રીતે બંને ભ્રમર વચ્ચે નજર રાખવાની છે.
હવે આપણે ધ્યાન શરૂ કરીએ છીએ માટે ઉપર કહ્યા મુજબ તમે ધ્યાનમાં બેસી જાઓ અને નીચે આપેલી સૂચનાઓનો અમલ કરો.
ધ્યાન શીખવા માટેની પદ્ધતિ:
હવે તમે જો ખરેખર ધ્યાન શીખવા માગતા હો તો સૌથી પહેલાં નીચે આપેલી ધ્યાનની પદ્ધતિ બે થી ત્રણ વાર વાંચી લો.ધ્યાન કરતી વખતે તમારે કોઈપણ અનુકૂળ આસન ઉપર ટટ્ટાર બેસવાનું છે. યાદ રાખો કે શરીરને ખેંચીને અક્કડ બનાવવાનું નથી તેમ જ સાવ ઢીલા પણ બેસવાનું નથી. એકદમ નોર્મલ પોઝિશનમાં સીધા બેસવાનું છે. પલાંઠી વાળીને બેસવાનું. ધ્યાન માટે પદ્માસન કરવાની જરૂર નથી આજના યુગમાં બધા માટે પદ્માસન શક્ય પણ નથી.
હવે હાથની પોઝિશન બે રીતે રાખી શકાય. બંને હાથ બંને ઘૂંટણ ઉપર ટેકવીને સીધા રાખી શકાય જેમાં હથેળી ખુલ્લી રાખવાની હોય અને અંગુઠાની બાજુની તર્જની આંગળી અંગુઠા તરફ વાળીને અંગુઠા સાથે જોડવાની હોય . બાકીની ત્રણ આંગળીઓ એકદમ સીધી રાખવાની હોય. જો આ મુદ્રા ન ફાવે તો હથેળી સીધી પણ રાખી શકો. હાથને ટટ્ટાર ખેંચવાનો નથી પણ ઢીલો જ રાખવાનો છે.
બીજી પદ્ધતિ વધારે સરળ છે. ડાબા હાથને ખોળામાં રાખીને હથેળી ખુલ્લી રાખવાની અને એના ઉપર જમણા હાથની હથેળી એવી રીતે ગોઠવવાની કે બંને અંગૂઠા એકબીજાને સ્પર્શ કરે ! હથેળીઓને ઢીલી રાખવાની. સીધી ટટ્ટાર ખેંચવાની જરૂર નથી. ટૂંકમાં હથેળીમાં કોઈપણ પ્રકારનું ખેંચાણ થવું ન જોઈએ. જેને જે ફાવે તે રીતે કરી શકે.
ધ્યાનમાં આંખો બંધ કરીને માનસિક રીતે બંને ભ્રમરની વચ્ચે નજરને કેન્દ્રિત કરવાની અને ત્યાં પ્રકાશની કલ્પના કરવાની. કોઈ કોઈ મિત્રો ત્યાં ઉગતા સૂર્યની કલ્પના પણ કરે છે. આ જગ્યા આજ્ઞાચક્રની છે. આ જગ્યાએ ધ્યાન કરવાથી ધીમે ધીમે બ્રહ્માંડનાં રહસ્યો ખુલ્લાં થાય છે. વેદોનું અને ઉપનિષદોનું જ્ઞાન આપોઆપ પ્રાપ્ત થાય છે. જો આ આજ્ઞા ચક્ર સિદ્ધ થઈ જાય તો મૃત્યુ પછી આત્માને છઠ્ઠા લોક સુધી પહોંચવાના વિઝા મળી જાય છે. કુંડલિની પણ જાગૃત થાય છે.
યાદ એ રાખવાનું કે અંદરથી આંખોને ઉપર તરફ ખેંચવાની નથી. એકદમ સહજ રીતે બંને ભ્રમર વચ્ચે નજર રાખવાની છે.
હવે આપણે ધ્યાન શરૂ કરીએ છીએ માટે ઉપર કહ્યા મુજબ તમે ધ્યાનમાં બેસી જાઓ અને નીચે આપેલી સૂચનાઓનો અમલ કરો.
ધ્યાનમાં બેસી ગયા બાદની ક્રિયાઓ:
********************હવે શરૂઆતમાં ત્રણ પ્રાણાયામ કરો અથવા માત્ર ત્રણ ઊંડા શ્વાસ લો અને પછી નોર્મલ શ્વાસ ચાલુ રાખો. હવે માત્ર તમારા શ્વાસ ઉપર જ ધ્યાન આપો. માત્ર શ્વાસ ઉપર. બીજો કોઈ પણ વિચાર તમારે કરવાનો નથી. માત્ર શ્વાસને સાંભળવાનો છે. નજર બન્ને ભ્રમરની વચ્ચેથી કદાચ ખસી જાય તો પણ ચિંતા નહીં કરવાની. શરૂઆતમાં માત્ર શ્વાસ ઉપર જ ધ્યાન આપો.
શ્વાસ લીધો.... શ્વાસ બહાર કાઢ્યો.... શ્વાસ લીધો... શ્વાસ બહાર નીકળ્યો. બસ સતત આજ કરવાનું છે. જતા આવતા શ્વાસને જોવાનો છે.
" શ્વાસ અંદર ઊંડે સુધી ગયો... ફરી પાછો નાક દ્વારા બહાર નીકળ્યો. ફરી અંદર ગયો.. ફરી પાછો બહાર નીકળ્યો... શ્વાસને સતત જોવાથી બાકીના બધા વિચારો બંધ થઈ જશે.
એક મહિના સુધી માત્ર આ જ કરવાનું છે. પાંચ મિનિટ... દસ મિનિટ... પંદર મિનિટ. જ્યાં સુધી બેસી શકાય ત્યાં સુધી બેસો.
સતત પ્રેક્ટિસ કરવાથી એક દિવસ એવો આવશે કે શ્વાસનો આ અવાજ વહેતા ઝરણાનો અવાજ બની જશે. ઘુઘવતા સાગરનો અવાજ બની જશે. બ્રહ્માંડમાં સતત સંભળાતા ૐ નો નાદબ્રહ્મ બનતો જશે. શ્વાસ ઉપર ધ્યાન આપો. શ્વાસને દિલથી સાંભળો.
શ્વાસ લીધો... શ્વાસ છોડ્યો... શ્વાસ લીધો... શ્વાસ છોડ્યો. ધીમે ધીમે તમે પોતે જ અંદર ખોવાઈ જશો.
લગભગ એક મહિના સુધી માત્ર આટલું જ કર્યા કરો. એ પછી આ અવસ્થા સહજ થઈ જશે અને તમે સરળતાથી થીટા લેવલ સુધી પહોંચી જશો.
યાદ રાખો કે ધ્યાનમાં કોઈપણ મંત્ર બોલવાનો નથી હોતો. માત્ર શ્વાસને જ જોવાનો હોય છે. પોતાની અંદર ખોવાઈ જવાનું છે. કોઈ વિચાર આવે તો પણ ફરી શ્વાસ ઉપર ધ્યાન આપવાનું અને વિચારને ભગાવી દેવાનો.
આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ અને પછી પાછો શ્વાસ બહાર કાઢીએ એ બેની વચ્ચે એક ક્ષણ માટે શ્વાસ બંધ હોય છે. બસ આ શૂન્ય અવસ્થા છે. એ અવસ્થા ધીમે ધીમે વધારવાની છે. આ બધું પ્રેક્ટિસથી શક્ય બનશે.
અને હવે તો યુ ટ્યુબ ઉપર ધ્યાન માટેના ખાસ સંગીતના વિડિયો (Online Meditation Class) છે. ઈયર ફોન કાનમાં ભરાવીને આલ્ફા વેવ્સ ના વીડિયો તમે સાંભળી શકો છો. આલ્ફા વેવ્સથી મન જલ્દીથી શાંત થાય છે. આ મ્યુઝિક સાંભળતા સાંભળતા પણ શ્વાસ ઉપર જ ધ્યાન રાખવાનું !
અશ્વિન રાવલ (અમદાવાદ)
કોન્ટેક્ટ: 63588 41199 (માત્ર મેસેજ કરવો)
ધ્યાન માટે આલ્ફા તરંગો નો વિડિયો:
➡️ https://youtu.be/GEgSBuYlSoA?si=mUiLZEA5KJZdlf9W (આલ્ફા તરંગો આપણી યાદશક્તિને સુધારવામાં મદદ કરે છે, આપણી બુદ્ધિને વધુ સારી બનાવી શકે છે.)પ્રાયશ્ચિત નવલકથા વાંચો અહીથી: પ્રાયશ્ચિત નવલકથા
વારસદાર નવલકથા વાંચો અહીથી: વારસદાર નવલકથા
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts. Stay connected with us for more Posts.🌸

અશ્વિન જી, આપની વારસદાર અને પ્રાયશ્ચિત બંને નવલકથા મેં બહુ રસપૂર્વક વાંચી. બહુ ગમી. બહુ માર્ગદર્શન મળ્યું. જીવનમાં ઉમદા ભાવના અને સાહજિક સમ ભાવના સભર વ્યવહાર અને વર્તનમાં રહેલા નૈતિક મૂલ્યો આજે દિનપ્રતિદિન ભૂલાઈ રહ્યા છે એનું સુંદર વિશ્લેષણ અને આલેખન આપશ્રીએ બંને માં દર્શિત કર્યું. સાદર પ્રણામ સહ આભાર. નવી નવલકથા ની પ્રતિક્ષા માં.
ReplyDelete