"આ અબ લૌટ ચલે"
સ્મિતા આવતા રવિવારે આપણે કથામાં જવાનું છે.
કોના ઘરે ? સ્મિતાએ પૂછ્યું.
મારા મિત્ર દેવાંગને તું જાણે છે, તેના પપ્પાએ પોતાના માટે નવું ઘર બનાવ્યું છે.
મતલબ તેઓ દેવાંગથી જુદા થઈ રહ્યા છે ?
આ અબ લૌટ ચલે
સાચું કહું તો સ્મિતા દેવાંગના પપ્પા દવેકાકા એક વખત મને મંદિરે મળ્યા હતા. ત્યારે મેં તેમના ખબર અંતર પૂછ્યા હતા ત્યારે તેમણે ભીની આંખે કહ્યું હતું બેટા ઘર જેલ અને ઘડપણ બોજા રૂપ લાગે છે.
મેં કહ્યું, કાકા આવું કેમ બોલો છો.
દેવાંગના મમ્મી બોલ્યા, બેટા બાળકો તેમના જીવનમાં વ્યસ્ત થઈ ગયા છે. રોજ ઓફિસેથી આવી થાકી ગયા હોય સમજ્યા પણ વિકેન્ડ કે જાહેર રજામાં તેઓ સાથે રહેતા નથી. નિવૃત્તિમાં પણ ઘરની જવાબદારીઓ નિભાવતા નિભાવતા હવે થાક લાગે છે.
સ્મિતા મને દવેકાકાએ વાત કરી એ પ્રમાણે દેવાંગને બે કાકા
એક ફોઈ. બધાને અંદર અંદર ખુબજ ફાવતું હતું . ભેગા થાય તો વાતો કરતા ક્યારે સવાર પડી જાય તેનું પણ ભાન ન રહેતું. બે ત્રણ દિવસની ટુર પણ પરિવાર સાથે કરતા. ધીરે ધીરે બાળકો મોટા થવા લાગ્યા. દરેકના બાળકોની વિચારધારા અલગ અલગ હોવાને કારણે મા બાપને બાળકો ગેરમાર્ગે દોરવા લાગ્યા. અંદર અંદરના સંબધોમાં ખટાશ ઉભી કરવામાં બાળકોને સફળતા મળી એવું કહેવામાં જરા પણ ખોટું નથી. હવે એકબીજાના ઘરે પ્રસંગોપાત મળતા, પણ આત્મીયતાના સંબધોમાં ઓટ આવવા લાગી.
હવે દવેકાકાના ભાઈઓ પણ નિવૃત્ત થયા.
પછી જ્યારે સમય પસાર ન થાય ત્યારે પોતાના ભાઈ બહેન યાદ આવે. પણ ત્યાં તો સંબધોમાં તિરાડ પડી ગઈ હતી. કોઈનો છોકરો કે છોકરી લગ્ન કરી વિદેશ જતી રહી હતી, તો કોઈના છોકરા નોકરી માટે અન્ય રાજ્યમાં જતા રહ્યા હતા. જે બાળકો સાથે રહેતા તેઓના વાણી, વર્તન કે વ્યવહાર ઉપરથી જણાતું હતું કે શું અમારી ફક્ત ઘરડા મા બાપને સાચવવાની જવાબદારી કે ફરજ છે ? હવે મા બાપની સુડી વચ્ચે સોપારી જેવી દશા થવા લાગી.
દવેકાકા કે તેના ભાઈ ભાભી બીમાર પડે ત્યારે હોસ્પિટલ કે ઘરે તેના ઘરડા ભાઈ બહેન બેઠા હોય.. જે લોકોએ મગજ બગાડી અંદર અંદર વિખવાદ ઉભો કર્યો એ લોકોએ તો હાથ અઘ્ધર કરી દીધા.
સ્મિતા સમજવા જેવી વાત છે, જ્યારે બાળકોને ઘડપણમાં કોઈ વાતે ઠપકો આપો ત્યારે એજ બાળકો ઘડપણમાં આપણને જ સંભળાવે કે તમારો સ્વભાવ જ ખરાબ, વઢારો છે એટલે જ કુટુંબમાં કોઈ સાથે તમને ફાવતું નથી. ખરેખર એ લોકોની ચઢામણીથી જ કુટુંબની અંદર મન ખાટા થયા હોય. બાળકો હોય કે સગા સંબંધીઓ, ત્યાં એક મંથરા કે શકુની વિચારધારા જેવા અચૂક કાર્યરત હોય છે જે સતત આઘીપાછી કરતા હોય છે. આવી વ્યક્તિને જ્યારે ખબર પડે પોતે પોતાના મિશનની અંદર સફળ થઈ ગયા છે, ત્યારે અસલ સ્વરૂપ તેઓ બતાવવાનું ચાલુ કરે.
આવી વ્યક્તિ નાટકમાં પાવર્ધિ હોય છે. તમને એમ થાય કે આજ મારું સર્વસ્વ છે પણ એવું હોતું નથી. સમયસર નહિ ચેતો તો એજ વિનાશક પુરવાર થશે.
કાલે ઘણા સમય પછી ફરી દેવાંગના પપ્પા મમ્મી ફરી મંદિરમાં મળ્યા. ત્યારે ચહેરા ઉપર આનંદ અને તાજગી હતી. તેઓ બોલ્યા બેટા હું તને મોબાઈલ કરવાનો જ હતો અમે આવતા મહિને નવા ઘરમાં શિફ્ટ થઈએ છીએ.
દેવાંગે મને વાત નથી કરી, મેં કહ્યું.
બેટા દેવાંગ તો ત્યાં જ રહેશે. અમે ઘર બદલીએ છીએ.
હું કંઇ સમજ્યો નહિ..
બેટા તું કથામાં આવજે બધી જ ખબર પડી જશે.
અમે જ્યારે કથામાં ગયા ત્યારે ઘરની બહાર "આ અબ લૌટ ચલે" મોટા અક્ષરે લખ્યું હતું, પાંચ બેડરૂમ, બેઠક રૂમ એક વિશાળ કિચન સાથે ડાઇનિંગ એરિયા અને જ્યાં મોટું ડાઇનિંગ ટેબલ હતું. બગીચામાં ચાર હીંચકા હતા.
દેવાંગ તથા તેમના કાકા, ફોઈ અને તેમના બાળકો પણ ત્યાં હાજર હતા. દેવાંગના પપ્પા દવેકાકાએ મને હાથ પકડી ઘર બતાવ્યુ. પછી કહ્યું, આ અમારો બેડરૂમ, પછી વારાફરતી દરેકના, એટલેકે દેવાંગના કાકા, ફોઈ, ફૂઆના રૂમ પણ તેમણે બતાવ્યા. દરેક રૂમની અંદર મંદિર પણ બનાવ્યા હતા.
મારાથી પૂછાઈ ગયું, મતલબ હવે તમે બધા અહીં એક સાથે રહેશો.
દેવાંગના મોટા કાકા ખુશ થતા બોલ્યા. બેટા સમય અને સંજોગોએ અમને બધાને અલગ કર્યા હતા. નિવૃત્તિમાં અમે અંદર અંદર મોબાઈલ ઉપર વાતો કરતા ત્યારે ખબર પડી અમારા બધાની વેદના અને ફરિયાદ અને ખાલીપો તો એક સરખો છે.
તો પછી અમે ભાઈ બહેનો એક વખત મિટિંગ કરી નક્કી કર્યું હવે ફરી આપણે એક છત નીચે જેટલી જિંદગી બચી છે તે આનંદથી સાથે પસાર ન કરી શકીએ ?
બધાય સહમત થયા હવે મકાન એવું શોધવું ક્યાં કે જ્યાં અમે બધા સાથે રહી શકીએ ?
તો મારો મિત્ર ગોપાલ એક USA છે તેને મેં વાત કરી એ પણ ઘણી વખત વિદેશમાં કંટાળી જાય છે તેને પોતાના વર્ષોથી ખાલી પડેલ બંગલાને ઉપયોગમાં લેવા મને કહ્યું, પાંચ બેડરૂમમાંથી એક બેડરૂમ તેના માટે ખાલી રાખે તેવી હસતા હસતા તેણે શરત રાખી. જ્યારે ઇન્ડિયા આવે ત્યારે એ અમારી સાથે એન્જોય કરશે તેવું તેનું કહેવાનું હતું.
મેં તેના પુત્રનો અભિપ્રાય પૂછી જણાવવાનું કહ્યું. તેનો પુત્ર કુણાલ ઇન્ડિયા પરત કદી આવવાનો ન હતો તેને પણ મને મોબાઈલ ઉપર કહ્યું, મારા પપ્પા ખુશ તો હું પણ ખુશ. છતાં પણ અમારા આગ્રહ થી 10 વર્ષ નો ભાડા કરાર માસિક 1.25 રૂપિયાનો કરી અમારી જીવન સંધ્યાને આનંદમય કરી નાખી છે. આ બંગલાનું રીનોવેશન અને ફર્નિચરનો ખર્ચ અમે સરખે ભાગે વહેચી લીધો છે. બહાર ઓરડી છે ત્યા એક દંપતી રહે છે તેને પગાર આપી ઘર કામ કરાવશું .રસોઈ થશે ત્યાં સુધી અમે બધા સંપીને કરીશું. પછી વિચારશું રસોઈ કરનાર વ્યક્તિ માટે.
બોલ અમારું પ્લાનિંગ કેવું લાગ્યું ? દવેકાકાના મોટા ભાઈ મારી સામે જોઈ બોલ્યા.
કાકા ખુબજ સુંદર ..એક નવો વિચાર..નવી પેઢી ને વિચારતી કરી દે તેવું પગલું.
દેવાંગના ફુઆ બાજુમાં ઉભા હતા એ ખૂબ સુંદર શબ્દો બોલ્યા.
કોઈ વ્યક્તિને એટલી લાચાર, મજબુર બનાવવા પ્રયત્ન ન કરવા જોઈએ કે એ પોતે
પોતાનું આત્મસન્માન જળવવા બીજો વિકલ્પ શોધવા મજબુર બની જાય.
સમીરભાઈ બીજો આ ઉંમરે સાથે રહેવાથી ફાયદો એ થશે કે અમારામાંથી કોઈ બીમાર હોય કે દવાખાને દાખલ થયું હોય ત્યારે કોણ હોસ્પિટલમાં રહેશે ? કોણ ટિફિન લઈ જશે ? જેવા અનેક પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.
ઘરડા માબાપ એ સંસ્કારનો વડલો છે .પણ આજની પેઢી તેને બોજ રૂપ સમજી ઘણી વખત અમાનવીય વ્યવહાર કરવા લાગ્યા છે. લાગણી અને ફરજ જો એક પક્ષીય જ હોય તો પાંજરું તોડી વિશાળ આકાશમાં ઉડવું, ભલે પછી એ પાંજરું સોનાથી કેમ મઢેલ ન હોય.
વાત તો તેમની સાચી છે.
મેં સિમતાને વળતા કારમાં કહ્યું, તને શું લાગ્યું, આ નિણર્ય કેટલો યોગ્ય છે ?
મને તો યોગ્ય લાગ્યો. સ્મિત બોલી, મારા મમ્મી પપ્પાને પણ દુઃખ થતું જ્યારે ભાઈ ભાભી ઘરે કોઈ મહેમાન કે સંબંધી આવે ત્યારે કહેતા હોય કે હવે મમ્મી પપ્પાની તો ઉંમર થઈ, હવે તેઓ અમને શું મદદમાં આવે ?
ખરેખર ભાઈ ભાભી બન્ને નોકરીએ જાય પછી બાળકોને સાચવવાના, વોશિંગ મશીન ચલાવવાનું, કપડાં સુકવવાના, પછી સંકેલીને મુકવાના, વાસણ ગોઠવવા,
પપ્પા સવારે દૂધ લેવા જાય,શાક લેવા જાય, બાળકોને મુકવા લેવા જાય,
સવાર પડે કિલો શાક સમારવા મમ્મીને આપી દે, છતાં કહેવાનું, ઘરડી વ્યક્તિ કામ કેટલું કરી શકે ?
સ્મિતા..તારી વાત સાચી છે, તકલીફ આ નવી પેઢીને પડવાની છે એ દવેકાકા જેવું ક્યાંથી કરવના ? એક જ ભાઈ કે બહેન હોય. સમાજ અને કુટુંબમાં ક્યાંય વ્યસ્ત હોવાનું બહાનું બતાવી જવા આવવાનું નહિ.
શુ એ લોકો એવું સમજે છે તેમને ઘડપણ કે એકલતાનો સામનો જ નહીં કરવો પડે ?
સંબંધો ઓછા રાખો પણ મજબૂત રાખો. ખોખલા અને આત્મીયતા વગરના સંબંધોની ફોજ આજકાલ બહુ દેખાતી હોય છે.
પ્રસંગ પણ આજકાલ પોતાની આર્થિક સધ્ધરતા અને શક્તિનું વરવા પ્રદર્શનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પહેલા જેવો ઉમકળો નથી રહ્યો. ફક્ત વાણી વિલાસ જોવા મળે છે.
હું ભીની આંખે બોલ્યો.
પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં;
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.
મિત્રો
रिश्तों की पाठशाला वहीं चलती है
जहां राजनीति और गणित के विषय नहीं होते
સ્વાર્થનો પણ સબંધ હોય છે.
ગરજ હોય ત્યારે ગાઢ લાગે છે
ગરજ ન હોય તો વ્યર્થ લાગે છે
किसी को ज्यादा भाव दोगे तो वो
आपको रद्दी के भाव बेच देगा इसलिए
किसी पर उतना ही लूटाओ जितना समेट सकते हो..!!
પાર્થિવ
THINK TWICE ACT WISE
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
Stories
