પીજી હાઉસ પ્રકરણ 68
"માનસીબેનને તમારી સાથે શું ખાનગી વાત કરવી હતી ? " પોતાના બેડરૂમમાં ગયા પછી શીતલ બોલી."ખાનગી વાત કોને કહેવાય ? ખાનગી મતલબ ખાનગી. પછી એ જાહેર થોડી કરાય ? દરેકના જીવનમાં પોતપોતાના પ્રોબ્લેમ હોય છે શીતલ." દેવરાજ બોલ્યો.
" હું તો અમસ્તી જ પૂછું છું. " શીતલ બોલી.
" સ્ત્રીઓને આમ પણ આવી બધી જિજ્ઞાસા બહુ હોય છે." દેવરાજ હસીને બોલ્યો.
" ઓકે હવે બોલો આપણે હનીમૂનમાં ક્યાં જવાનું છે રાજ ? વાત કરી જ છે તો હવે પૂરી જ કરી દો ને ! સસ્પેન્સ શુ કામ રાખો છો ?" શીતલ બોલી.
"સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ ! કિરણ અને શાલિનીનાં લગ્ન થઈ જાય એ પછી જ હું જાહેર કરીશ. કાલે નોમ છે. કાલે સાંજના ફ્લાઈટમાં આપણે અમદાવાદ જઈ રહ્યા છીએ. આમ પણ પગફેરા માટે તારે પિયર જવાનું જ હોય છે. દસ દિવસ તું ત્યાં જ રોકાજે. " દેવરાજ બોલ્યો.
" વાઉ ! ફ્લાઇટનો આ મારો પહેલો અનુભવ હશે રાજ. આજ સુધી હું ક્યારેય પણ ફ્લાઈટમાં બેઠી નથી. " શીતલ બોલી.
" પહેલીવારનો અનુભવ બહુ જ રોમાંચક હોય છે. તારી સીટ વિન્ડો પાસે લઈ લઈશ. વિમાન જ્યારે ટેક ઓફ કરે ત્યારે સંધ્યાકાળે લાઈટોની રોશનીથી ઝગમગતું મુંબઈ બહુ જ રળિયામણું લાગે છે. " દેવરાજ બોલ્યો.
" હમ્ ... " શીતલ બોલી.
"ચાલો આપણે હવે બહાર હૉલમાં જ બેસીએ. માનસી પણ આપણા માટે જ રોકાઈ છે. " કહીને દેવરાજ ઉભો થયો અને શીતલ સાથે બહાર મુખ્ય ખંડમાં આવ્યો.
" આજે સાંજે આપણે તાજમહાલ હોટલ અને ગેટવે ઓફ ઇન્ડિયા બાજુ ફરી આવીએ. ભાભીને પણ મજા આવશે. ઘરમાં ને ઘરમાં બોર થઈ જવાય છે." દેવરાજ અને શીતલ બહાર આવ્યા એટલે માનસી બોલી.
" માનસીની વાત સાચી છે. તમે લોકો સાંજે ફરી આવો. શીતલને પણ થોડો મુંબઈનો પરિચય થાય." પપ્પા બોલ્યા.
અને દેવરાજ સાંજે ચાર વાગે શીતલ અને માનસી સાથે ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજમહાલ હોટલ જવા નીકળી ગયો.
" આ તાજમહાલ હોટલ મુંબઈનું એક મોટું આકર્ષણ છે. મોટાભાગે તો વિદેશી મહેમાનો જ અહીં ઉતરતા હોય છે. છતાં ભારતના શ્રીમંત લોકો માટે પણ આ હોટલ પ્રથમ પસંદગી હોય છે. આ જ હોટલ ઉપર આતંકીઓનો હુમલો થયો હતો." તાજ હોટલમાં કોફી પીવા બેઠા પછી દેવરાજ બોલ્યો.
ત્યાં અડધો કલાક બેઠા પછી એ લોકો સાંજે પાંચ વાગે ગેટવે ઓફ ઇન્ડિયા ગયા.
હિલોળા લેતો દરિયો ગેટ તરફની દિવાલો સાથે ટકરાતો હતો. જગ્યા ખૂબ જ રમણીય હતી. જુદા જુદા પ્રદેશોમાંથી આવતા અનેક સહેલાણીઓ ગેટવે ઓફ ઇન્ડિયા જોવા અવશ્ય આવતા હતા. અત્યારે પણ અહીં ઘણી ભીડ હતી. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે આ મુખ્ય પ્રવેશ દ્વાર હતું ! એલિફન્ટાની ગુફાઓ જોવા માટે પણ અહીંથી બોટમાં જવાય છે.
અહીં માનસીએ બંનેના થોડા ફોટોગ્રાફ્સ લીધા અને પછી રૂમાલ પાથરીને ત્યાં અડધો કલાક જેવું બેઠાં.
" હું કાલે વહેલી સવારે ઘરે જવા માટે નીકળી જઈશ ભાઈ. મારે હવે કંઈ બીજું કામ નથી. " માનસી બોલી.
"અમે પણ આવતી કાલે સાંજે અમદાવાદ જવા નીકળવાનાં છીએ તો કાલ સાંજ સુધી રોકાઈ જાઓ. " દેવરાજ બોલ્યો.
"હા માનસીબેન એક દિવસ વધુ રોકાઈ જાઓ ને. મને તમારી કંપનીમાં ખરેખર મજા આવે છે." શીતલ
બોલી.
"ઠીક છે ચાલો. તમારું માન રાખીને કાલે સાંજ સુધી રોકાઈ જાઉં છું. " માનસી બોલી.
બીજા દિવસે બપોરે લંચનો પ્રોગ્રામ એ લોકોએ સમ્રાટ હોટલમાં બનાવ્યો.
" આ હોટલનું ફૂડ ખરેખર બહુ જ સરસ આવે છે. મને દેવરાજ અહીં જ લઈ આવ્યા હતા." જમતી વખતે શીતલ બોલી.
" હા ભાભી. ગુજરાતી થાળી જમવા માટે આ એરિયામાં તો આ જ હોટલ બેસ્ટ છે. બીજી પછી ભૂલેશ્વર છે અને ત્રીજી ચર્ની રોડ સ્ટેશનની સામે છે. પણ ગુજરાતી થાળી માટે તો આ હોટલ નંબર વન છે. " માનસી બોલી.
સાંજે ૪ વાગે માનસી પોતાની ગાડી લઈને મુલુંડ જવા માટે નીકળી ગઈ. જતી વખતે દેવરાજ છેક એને નીચે સુધી મૂકવા ગયો.
" કોઈપણ જાતની ચિંતા ના કરશો. ઈશ્વરની કૃપાથી તમારું લગ્ન જીવન એકદમ નોર્મલ થઈ જશે. ૩૦ તારીખે તમે કોશિશ કરજો. તે દિવસ તમારા માટે સાચા અર્થમાં સુહાગરાત બની જશે. ઓલ ધ બેસ્ટ ! " દેવરાજ બોલ્યો.
માનસીના ગયા પછી દેવરાજ અને શીતલ પણ સામાન પેક કરીને તૈયાર થઈ ગયાં. અમદાવાદ જતાં પહેલાં શીતલ મમ્મી અને પપ્પાને પગે લાગી. પરણ્યા પછી પહેલીવાર એ પિયર જઈ રહી હતી.
"લગ્ન પતાવીને જલ્દી જલ્દી મુંબઈ પાછાં આવી જાઓ. હવે આ જ ઘર તમારું છે. " પપ્પા બોલ્યા.
"હા પપ્પા અમે જલ્દી આવી જઈશું." શીતલ બોલી.
સાત વાગ્યાનું અમદાવાદનું ફ્લાઇટ હોવાથી દેવરાજ લોકો સાંજે પાંચ વાગે જ એરપોર્ટ જવા નીકળી ગયાં. એરપોર્ટ અહીંથી ઘણું દૂર હતું.
એરપોર્ટ પહોંચ્યા પછી ઇન્ડિગોના ટીકીટ કાઉન્ટર ઉપરથી દેવરાજે બે બોર્ડિંગ પાસ લીધા. એક સીટ વિન્ડો સાથે એટેચ હતી. એ પછી બંને જણાં સિક્યુરિટી ચેક માટે ગયાં.
" અહીં સિક્યુરિટી ચેકિંગ થાય છે. અહીં પેસેન્જરનું સ્કેનિંગ થાય અને એના માલ સામાનનું પણ સ્કેનિંગ થાય. કંઈ પણ વાંધાજનક ના હોય તો જવા દે." દેવરાજ બોલ્યો.
શીતલ પહેલીવાર ફ્લાઈટમાં જઈ રહી હોવાથી દેવરાજ જ્યાં પણ જતો ત્યાં બધું જ શીતલને સમજાવતો.
એ પછી ત્યાંથી બન્ને જણાં લાઉન્જમાં જઈને બેઠાં.
લગભગ અડધી કલાક પછી ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થયું એટલે દેવરાજ શીતલને લઈને લાઈનમાં ઉભો રહ્યો અને બોર્ડિંગ પાસ બતાવી ગેટની બહાર નીકળ્યો.
બહાર બસ તૈયાર હતી એટલે બીજાં પેસેન્જરોની સાથે એમાં બેસી એ લોકો ફ્લાઈટ સુધી પહોંચી ગયાં. અમદાવાદ જવા માટે સીધા ફ્લાઈટમાં બેસવાનો એરોબ્રીજ ન હતો.
શીતલની વિન્ડો સીટ હતી એટલે સૌથી પહેલાં એને અંદર જવા દીધી એ પછી એની બાજુમાં દેવરાજ બેઠો.
ફ્લાઇટ ટેક ઓફ થયું એ અનુભવ શીતલ માટે અદભુત રહ્યો. નાના બાળકની જેમ એ ક્યાંય સુધી વિન્ડો તરફ જોઈ રહી હતી ! ફ્લાઇટ ઉપર ગયા પછી પણ એ મુંબઈનો રાત્રિનો નજારો જોઈ રહી હતી.
રાત્રે સવા આઠ વાગે ફ્લાઇટ અમદાવાદના એરપોર્ટ ઉપર લેન્ડ થયું. એના આશ્ચર્ય વચ્ચે કિરણ અને શાલિની ગાડી લઈને એરપોર્ટ ઉપર લેવા આવ્યાં હતાં.
" દીદી ફ્લાઈટનો અનુભવ કેવો રહ્યો ? " ગાડીમાં બેઠા પછી શાલિની બોલી.
" મારા માટે તો આ પહેલો અનુભવ હતો એટલે મેં તો બહુ જ એન્જોય કર્યું. " શીતલ બોલી.
" કિરણ તમારો અને શાલિનીનો પાસપોર્ટ તો છે ને ? " દેવરાજે પૂછ્યું.
" હા મારો પાસપોર્ટ તો છે. શાલુની ખબર નથી. કેમ પાસપોર્ટનું પૂછ્યું ? " કિરણ આશ્ચર્યથી બોલ્યો.
"મારો પાસપોર્ટ પણ દીદીની સાથે જ કઢાવ્યો છે જીજુ. કેમ તમે અમને વિદેશ મોકલવાના છો કે શું ? " શાલિની બોલી.
"હા. તમારા લોકોનાં લગ્ન પતી જાય પછી પાસપોર્ટની પાંખે કાયમ માટે પરદેશ ઉડી જવાનું." દેવરાજ બોલ્યો.
"શું તમે પણ જીજુ !! સાચું કહો ને !" શાલિની બોલી.
" દસેક દિવસ પછી આપણા ચારનો હનીમૂન પ્રવાસ થશે. ટૂર પેકેજ લઈ લીધું છે. પાસપોર્ટ મોકલવાના બાકી છે. તમે લોકો કાલે સવારે જ તમારા બંનેના પાસપોર્ટ મને આપી દેજો. મારે વિઝા માટે એડવાન્સમાં મોકલવા પડશે. ક્યાં જવાનું છે એ હું તમને હમણાં નહીં કહું." દેવરાજ બોલ્યો.
" તમે તો સાહેબ બહુ મોટું સરપ્રાઈઝ આપ્યું. મને તો આવી કલ્પના પણ ન હતી કે લગ્ન પછી હનીમૂન માટે વિદેશ પ્રવાસ થશે." કિરણ બોલ્યો.
" અમારે તમારા લોકોનું પણ વિચારવું પડે ને ! શીતલે કહ્યું કે શાલુ અને જીજુને મૂકીને મારે વિદેશ નથી આવવું એટલે પછી તમારી ટિકિટ પણ મારે લેવી પડી. " દેવરાજ બોલ્યો.
"સાવ ખોટાડા છે હોં ! વિદેશ પ્રવાસ વિશે તો મને પણ ખબર નહોતી. કાલે રાત્રે જ મને વાત કરી. અને હજુ પણ ક્યાં જવાનું છે એ તો મને કહ્યું જ નથી. " શીતલ બોલી.
" જીજુને આમ પણ મજાક કરવાની ટેવ છે જ. " શાલિની બોલી.
વાતો કરતાં કરતાં ક્યારે રાયપુર આવી ગયું એ ખબર જ ના પડી. કિરણ બંને બહેનોને ઘર પાસે ઉતારીને દેવરાજને એના ઘરે નારણપુરા મૂકવા જવા માટે નીકળી ગયો.
અડધી કલાકમાં જ દેવરાજનું ઘર આવી ગયું.
" એરપોર્ટ સુધી અમને લેવા માટે અને મને ઘર સુધી લિફ્ટ આપવા માટે થેન્ક યુ વેરી મચ કિરણ ! " ગાડીમાંથી નીચે ઉતરીને દેવરાજ બોલ્યો.
" થેન્ક યુ કહીને મને શરમાવો નહીં દેવરાજભાઈ. ઉપરથી તમે અમારા હનીમૂન માટે પણ વિદેશ પ્રવાસનું જે આયોજન કર્યું એના માટે મારે તમારો આભાર માનવો જોઈએ. " કિરણ બોલ્યો.
" એમાં આભાર માનવાનો ના હોય કિરણ. આપણું બધું ફેમિલી હવે એક જ છે. " દેવરાજ બોલ્યો અને રૂપલ ફ્લેટમાં આગળ વધ્યો.
" આવી ગયો દેવ ! હાથ પગ ધોઈને ચાલ જમવા બેસી જા. અમે પણ તારી રાહ જ જોઈ રહ્યા છીએ. તારા માટે ખાસ તને ભાવતી તુવેરની દાળની ખીચડી અને કઢી બનાવી છે. " મામા બોલ્યા. દેવરાજે સવારે જ એમને ફોન કરીને કહી દીધું હતું.
" તારો લગ્ન સમારંભ ખરેખર બહુ જ ભવ્ય રહ્યો દેવ ! મારી જિંદગીમાં આટલો ભવ્ય લગ્ન સમારંભ મેં જોયો નથી. તારું કિસ્મત તને ક્યાંથી ક્યાં લઈ ગયું ! " જમ્યા પછી મામા ભાણા સાથે વાત કરી રહ્યા હતા.
" તમારી વાત સાચી છે મામા. મને પોતાને પણ મારું જીવન ક્યારેક સપના જેવું લાગે છે ! આટલો વૈભવ મને મળશે, શીતલ જેવી સુંદર પત્ની મળશે એની તો મેં ક્યારેય પણ કલ્પના કરી ન હતી. " દેવરાજ બોલ્યો.
" શેઠ અને શેઠાણી પણ બહુ જ માયાળુ છે. પૈસાનું જરા પણ અભિમાન નહીં. તારો ફ્લેટ પણ અમને બહુ જ ગમી ગયો. " મામા બોલ્યા.
"મામા તમે લોકો મુંબઈ આવી જાઓ. અત્યારે કાંદીવલીનો ફ્લેટ ખાલી જ છે. એ ફ્લેટમાં જ મેં શીતલ લોકોને ઉતારો આપ્યો હતો." દેવરાજ બોલ્યો.
" તારી ભાવના સાચી છે દેવ. પણ હવે આ ઉંમરે મુંબઈ આવીને હું શું કરું ? અમદાવાદમાં જેવી શાંતિ છે એવી મુંબઈમાં નથી. ત્યાંનું ફાસ્ટ લાઇફ મને ન ફાવે. તારા કહેવાથી અહીં હું પાઠ્યપુસ્તકોની દુકાન પણ કરી રહ્યો છું. મેમનગર ગુરુકુળ રોડ ઉપર જ એચ.બી. કાપડિયા સ્કૂલની સામે દુકાન ફાઈનલ કરી દીધી છે. " મામા બોલ્યા.
" ચાલો આ તમે સારા સમાચાર આપ્યા. તમારો પણ સમય પસાર થશે. " દેવરાજ બોલ્યો.
" પછી તમે હનીમુનનો કોઈ પ્રોગ્રામ બનાવ્યો કે નહીં ? " હર્ષદમામા બોલ્યા.
" હા મામા. દસ દિવસ પછી અમે લોકો સિંગાપોર જઈ રહ્યાં છીએ. મારી સાથે શાલિની અને કિરણ પણ આવશે. જો કે મેં શીતલને કે કોઈને પણ ક્યાં જવાનું છે એ હજુ કહ્યું નથી સરપ્રાઈઝ રાખ્યું છે. તમે પણ લગ્ન વખતે ભેગા થાઓ ત્યારે કોઈને કહેતા નહીં. " દેવરાજ બોલ્યો.
" સારું સારું ફરી આવો. એ બહાને તને વિદેશ જવાનો મોકો પણ મળશે." મામા બોલ્યા.
બીજા દિવસે ૧૮ તારીખે સવારે દેવરાજ શીતલના ઘરે આંટો મારી આવ્યો. તે દિવસે સવારે કાન્તિલાલના ઘરે ગણેશ સ્થાપન, માણેક સ્થંભ અને મંડપનું મુહુર્ત હતું. મોટા જમાઈ હોવાથી અને હમણાં જ લગન થયેલાં હોવાથી કાન્તિલાલના ઘરે દેવરાજનું ખૂબ સરસ સ્વાગત થયું. પોળમાં સુંદર મંડપ બાંધવામાં આવ્યો હતો ! સવારથી જ ઢોલ નગારાં વાગવાની શરૂઆત થઈ ગઈ હતી.
કિરણ પોતાનો પાસપોર્ટ આપી ગયો હતો. બધું પતી ગયું એટલે દેવરાજે કિરણ અને શાલિનીનો પાસપોર્ટ કલેક્ટ કર્યો અને ચારે ચાર પાસપોર્ટ વીણા ટ્રાવેલ્સની અમદાવાદની બ્રાન્ચમાં આપી આવ્યો.
રાત્રે રાસ ગરબાનો પ્રોગ્રામ શીતલના ઘરે રાખ્યો હતો પરંતુ દેવરાજને એમાં કોઈ રસ ન હોવાથી એ ગયો ન હતો.
કાન્તિલાલે શાલિનીનાં લગ્ન માટે અગાઉથી જ નારણપુરામાં સરદાર પટેલ કોલોનીમાં આવેલો બે માળનો ડી. કે. પટેલ કોમ્યુનિટી હૉલ ૧૯ તારીખ માટે બુક કરાવ્યો હતો.
બીજા દિવસે વહેલી સવારે ૮ વાગે જ કાન્તિલાલનો આખો પરિવાર અને એમનાં તમામ સગાં સંબંધીઓ આ હૉલમાં આવી ગયા. એ લોકો કન્યા વાળા હતા અને જાન સવારે ૧૦ વાગે આવવાની હતી.
આ હૉલ એટલો બધો વિશાળ અને રળિયામણો હતો કે દેવરાજને એ જોતા વેંત જ પસંદ આવી ગયો. એના પોતાના લગ્નમાં આ હૉલ એના ધ્યાનમાં કેમ ના આવ્યો એનો એને રંજ થયો. પોતાની રીંગ સેરિમની માટે રાખેલો આઈટીસી નર્મદાનો બેંકવેટ હૉલ પણ આની આગળ ફિક્કો હતો.
૧૦ વાગે વાજતે ગાજતે જાન આવી ગઈ કિરણ અત્યારે સફેદ શૂટમાં ખૂબ જ સોહામણો લાગતો હતો. શાલીની ગઈકાલે રાત્રે પણ બ્યુટી પાર્લરમાં જઈ આવી હતી અને આજે સવારે પણ બ્યુટીશિયનને હોલ ઉપર બોલાવીને તૈયાર થઈ હતી.
વરરાજાનું સ્વાગત કરવામાં આવ્યું એ પછી હોલમાં ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાએ તૈયાર કરેલા સુંદર લગ્ન મંડપમાં વર કન્યા માટે સજાવેલી ચાંદીની ખુરશી ઉપર કિરણ ગોઠવાઈ ગયો. કાન્તિલાલ અને સુમનબેન પાસે જમાઈના ચરણોની શાસ્ત્રીજીએ પૂજા કરાવી.
લગ્ન મંડપમાં એક પછી એક વિધિ આગળ ચાલતી રહી અને છેવટે કિરણ તથા શાલિનીએ સાત ફેરા પણ ફરી લીધા. કન્યાદાનમાં શાલિનીને ઘણી બધી ગિફ્ટો મળી એમાં સૌથી મોંઘી ગિફ્ટ દેવરાજે ડાયમંડના નેકલેસની આપી જે અઢી લાખનો હતો ! એણે પોતાના સાઢુ કિરણને પણ એક ડાયમંડની વીંટી આપી જે નાની મોટી થઈ શકે એ ટાઈપની હતી
લગ્ન પતી ગયા પછી વર કન્યા તેમજ કાન્તિલાલનો આખો પરિવાર જમવા માટે ગયો. મામા મામી અને દેવરાજ પણ એમની સાથે જ જોડાયા. જમણવાર તો બાર વાગ્યાનો ચાલુ થઈ ગયો હતો. પરંતુ આ લોકોનો નંબર દોઢ વાગે આવ્યો.
અહીં પણ મેનુ લગભગ મુંબઈના મેનુ જેવું જ હતું. શાકમાં કાજુ કારેલાના બદલે ભરેલા ભીંડા રાખ્યા હતા તો ખમણના બદલે અહીં નાના સમોસા રાખ્યા હતા.
" જીજુ તમારે આટલી મોંઘી ગિફ્ટ મને આપવાની ક્યાં જરૂર હતી ? " જમતી વખતે શાલિની બોલી.
" આ ગિફ્ટ મારા પપ્પા લઈ આવ્યા છે. મારી ઈચ્છા તો માત્ર સો રૂપિયાનું કવર આપવાની હતી ! " દેવરાજ બોલ્યો.
" તારા જીજુ તને હંમેશા આવો જ જવાબ આપશે. " શીતલ હસીને બોલી.
" ના ના. હું સાચું કહું છું. ડાયમંડનો નેકલેસ પપ્પા પોતે શાલિની માટે લઇ આવ્યા છે. હું તો સો રૂપિયા જ શાલુને આપવાનો હતો !" દેવરાજ ઠાવકાઈથી બોલ્યો.
" જીજુ તમારા સો રૂપિયા પણ મારા માટે તો લાખ રૂપિયા બરાબર છે. દીદીના રિંગ સેરીમની વખતે તમે મને સોનાની ચેઈન ગીફ્ટ આપી હતી એ હું ભૂલી ગઈ નથી." શાલિની બોલી.
" દેવરાજભાઈ ગમે તે કહે પરંતુ એમનું દિલ બહુ જ ઉદાર છે એ તો મેં જોઈ લીધું. માણસ ગમે એટલો શ્રીમંત હોય પણ આ જમાનામાં લાખ દોઢ લાખ ખર્ચીને કોણ પોતાની સાથે વિદેશ લઈ જાય ? " કિરણ બોલ્યો.
" એકદમ સાચી વાત છે કિરણની. જીજુ હવે તો અમને કહો કે આપણે ક્યાં જવાનું છે ? " શાલિની બોલી.
"આવતી ૩૧ મે ની રાત્રે ૮ વાગ્યા સુધીમાં તમારે ત્રણેય ફ્લાઈટમાં મુંબઈ એરપોર્ટ પહોચી જવાનું. ત્યાંથી તમે લોકો ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી જજો. હું તમને ત્યાં ગેટ ઉપર મળીશ. તમને બધી જ ખબર પડી જશે. સસ્પેન્સની પણ એક મજા છે." દેવરાજ બોલ્યો.
" તારા જીજુ મને પણ છેક સુધી કશું કહેવાના નથી. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા પછી આપણને ત્રણેને ખબર પડશે. " શીતલ બોલી અને બધાં હસી પડયાં.
" સારું ચાલો. આપણે હવે એરપોર્ટ ઉપર પણ કશું પૂછવું જ નથી. આપણે તો જીજુની સાથે ફ્લાઈટમાં બેસી જવાનું અને ફ્લાઈટ જ્યાં લઈ જાય ત્યાં જવાનું. " શાલિની બોલી.
" મેરેજ પતી ગયાં છે. આજે સાંજે સાત વાગ્યાના ફ્લાઈટમાં હું નીકળી જાઉં છું. મારે હવે બીજું કંઈ કામ નથી. શીતલ અહીં રોકાવાની છે અને એ તમારી સાથે જ આવશે. અત્યારે ગરમીની સિઝન છે એટલે તમારે પ્રવાસ માટે કોઈએ ગરમ કપડાં લેવાનાં નથી. " દેવરાજ બોલ્યો.
" દીદી અને હું બેઉ એકસાથે વિદેશના પ્રવાસે ! વાઉ !! દીદીની સાથે સાથે મારું કિસ્મત પણ ચમકી ગયું. થૅન્ક યુ દીદી." શાલિની બોલી.
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.