રાતરાણીની સુગંધ
હું કાલુપુર રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળ્યો. કાંડા ઘડિયાળમાં નજર નાખી. રાત્રિના સાડા દસ જેવો સમય થયો હતો. હું ઇન્દોરથી આવતો હતો. ઇન્દોરથી જ ટ્રેન ઘણી લેઇટ હતી. ઘણું મોડું થઈ ગયું હતું. રમેશને ત્યાં અત્યારે જવું મને ઠીક ન લાગ્યું. જોકે તેને મળવાની મને ખૂબ તાલાવેલી અને ઉમંગ હતો.રાતરાણીની સુગંધ - વાર્તા
મેં તેને પત્ર લખ્યા મુજબ એ મારી રાહ કાલે સવારે જ જુએ. પણ હું થોડોક વહેલો આવી ગયો હતો. મેં વિચાર્યું અત્યારે ગમે તે ગેસ્ટ હાઉસમાં રાત કાઢી નાખવી. કારણ કે મારી પાસે મોટું જોખમ હતું. એક બેગ લાખો રૂપિયાથી ભરેલી હતી. જે કન્ટ્રક્શન માલિકે આપી હતી. મારે એ બેગ જૂનાગઢ પહોચાડવાની હતી.
રાત્રિના આવું જોખમ રમેશને ત્યાં કેમ સાચવવું? મે વિચાર્યુ, સવારે જ રમેશને મળવું. અત્યારે અડધી રાત્રે રમેશના ઘરનું બારણું ખખડાવવું તે યોગ્ય ન લાગ્યું. વળી આ જોખમ. કાલૂપૂરથી વાડજ પહોંચતા જ એક કલાક નીકળી જાય. રાત્રિના બાર વાગી જાય.એટલે ત્યાં સવારે જ જવું એવું નક્કી કર્યું.
કેટલા વર્ષ વીતી ગયા રમેશને હું મળ્યો ન હતો તેના. જાણે આખો યુગ વહી ગયો.
સૌરાષ્ટ્રના એ નાનકડા ગામમાં હું અને રમેશ રહેતા. બાળપણથી જ બંને મિત્રો હતા. યુવાન વયે અમને પાંખો આવી એટલે સૌ પોતપોતાના ધંધા તરફ ઉપડી ગયા.
મારી પહેલા રમેશ અમદાવાદ ચાલ્યો ગયો. કારણકે ત્યારે તેના પિતાનું અવસાન થયેલું. રમેશ અને હું ત્યારે હજી યુવાનીમાં ડગ માંડતા હતા. તેની બા સમજુબેનને રમેશ પિતાના મૃત્યુનો બહુ આઘાત લાગ્યો. પતિનું મૃત્યુ પછી સમજુબેનને આ ગામમાં રસ રહ્યો નહીં. થોડી મિલકત હતી. તે વેચીને તેઓ રમેશને લઈને અમદાવાદ ચાલ્યા ગયા. રમેશના સારા ભાગ્ય કે તેને તરત જ એક કારખાનામાં નોકરી મળી ગઈ. મિલકત વેચી તેમાંથી જે મૂડી આવી તેનું તેણે વાડજમાં નાનકડું મકાન ખરીદી લીધું હતું. રમેશનો પત્ર મારા પર આવ્યો ત્યારે હું અમદાવાદ ગયો હતો. તેના બા મને જોઈને રાજી થયા હતા," દીકરા શયલા, હવે તું પણ અમદાવાદ આવી જા. અહીં કંઈક કમાણી થશે. હવે ગામડામાં રહ્યું છે પણ શું?"
" તમારી વાત સાચી છે માસી." હું રમેશની બાને માસી કહેતો.
" એને ક્યાં ઉપાધિ છે? એ ભણ્યો છે. એટલે તેને સારી નોકરી મળશે." રમેશે કહ્યું.
" એ તો વધુ સારું. સમજુમાસી બોલ્યા.
" રમલાના લગ્નમાં આવજે હો ગગા..?
" ક્યારે?"
" આ શિયાળ જ કરી નાખવાના છે. હવે હું કેટલા દાડા? રમેશને ઘરેબારે કરી દઉં એટલે મારા આત્માને શાંતિ."સમજુમાસીએ કહ્યું હતું. એ આગળ બોલ્યા,"હા કાલે તુ ને રમલો બેય જણા જાજો..! ને કન્યાને જોઈ આવજો." સમજુમાસી રમેશની સામે જોઈને બોલ્યા.
રમેશ મારી સામે જોઈ રહ્યો,"એ તો આવશે જ મારી સાથે."પછી અવળું જોઈ ખુશ થઈ ગયો.
પણ બીજે દિવસે મારે વતનમાં જવું પડ્યું. રમેશની ભાવી પત્નીને મળાયું નહીં. સમજુમાસીના આશીર્વાદ મને ફળ્યા. મને એક કન્ટ્રક્શન કંપનીમાં એન્જિનિયરની નોકરી મળી ગઈ હતી. તેનું કામ મોટે ભાગે ઈન્દોરમાં ચાલતું. મારે ત્યાં જવાનું થયું. ત્યાં કામમાં એટલો ગળાડૂબ રહ્યો કે વતનમાં આવવાનું ભાગ્ય જ બનતું.
પછી તો રમેશના લગ્ન થયા. લગ્નના બે વર્ષ પછી સમજુમાસી મૃત્યુ પામ્યા. એ સમાચાર તો મને ઘણા સમય પછી મળ્યા. હું બંને પ્રસંગોએ ન જઈ શક્યો તેનો અફસોસ થયો હતો.
આજે પંદર વર્ષે રમેશને ત્યાં જાઉં છું. તેની પત્નીને હું પ્રથમ વખત જ મળીશ. એનાં બાળકો પણ હશે..! કેવડા હશે? હું કલ્પના કરવા લાગ્યો.
સ્ટેશનના પગથિયાં ઉતરીને એક હાથમાં બેગ ઝુલાવતો હું રોડ પર આવ્યો. રીક્ષાઓની લાંબી કતાર હતી. મુસાફરો આવ-જા કરતા હતા. અડધી રાત જેવો સમય છતાં અહીં કાલુપુરમાં ઉજળો ઉજાસ ઝગમગી રહ્યો હતો. સ્ટેશન પાસે ધમધમાટ હતો.
" સાહેબ રીક્ષા..!" એકબે જણે મારી પાસે આવીને પૂછ્યું. પણ મારે ક્યાં જવું છે, એ નિશ્ચિત ન હતું. હું તો નજીકમાં કોઈ ગેસ્ટ હાઉસ હોય ત્યાં જવું એવું વિચારીને આગળ ચાલ્યો.
" સાહેબ,!" એક પંદર સોળ વર્ષનો છોકરો સલામ કરીને મારી સામે ઊભો.
મેં તેને પૂછ્યું," આટલામાં કોઈ સારું ગેસ્ટ હાઉસ છે ?"
"હા.. હા.. સાહેબ. ચાલો મારી સાથે. તમને બધી જ સગવડ મળશે." છોકરો એવા ઉત્સાહથી બોલતો હતો કે મને લાગ્યું કે ગેસ્ટ હાઉસનો જ માણસ હશે. જે મુસાફરને પોતાના ગેસ્ટ હાઉસ તરફ લઈ જતો હશે. મારી બંને બેગ એ લેવા લાગ્યો પણ મે જોખમ વાળી બેગ તેને ન આપી. એ મારી પાસે જ રાખી.
એક ગેસ્ટ હાઉસનો દાદરો ચડીને અમે ઉપર ગયા. મેનેજરે સ્મિત કરીને મારું સ્વાગત કર્યું. મને એક રૂમ આપવામાં આવી. હું રૂમમાં દાખલ થયો. તરત જ પાણીનો જગ લઈને એક માણસ મારી પાછળ પાછળ આવ્યો," સાહેબ સંકોચ ન રાખશો. તમામ સગવડ અહીં છે." સ્ટેન્ડ પર જગ ગોઠવીને પેલો માણસ બોલ્યો.
હું કંઈ સમજ્યો નહીં. હું હા. હા.. કહીને બેગને વ્યવસ્થિત કરવા લાગ્યો.
"ન સમજ્યા સાહેબ?" એ મારી નજીક આવ્યો.
" શું ?"મેં પૂછ્યું.
" પૈસા ખર્ચો તો તમામ સગવડ મળશે." થોડું અટકી, મારી સામે જોઈને બોલ્યો,"ફ્રેશ થઈને આવો નિરાંતે..!" કહીને કંઈક અર્થપૂર્ણ હસીને એ ચાલતો થયો.
મને કંઈ સમજાયું નહીં. હું બાથરૂમમાં જઈને હાથમો ધોઈને સ્વસ્થ થયો. મુસાફરીથી થાકી ગયો હતો. મારે સુઈ જવું હતું..
"કેમ છો સાહેબ?" હું સુવાની તૈયારી કરતો હતો ત્યાં જ મેનેજર મારી પાસે આવ્યો.
"કંઈ તકલીફ?"
" ના, ના, સરસ જગ્યા છે." મેં કહ્યું.
" અમે ગ્રાહકોની તમામ જરૂરિયાતોનો ખ્યાલ રાખીએ છીએ."
મેં બગાસુ ખાધુ. મને લાગ્યું કે આ લોકોને પોતાના ગેસ્ટ હાઉસના વખાણ જ કરવા ગમતા હશે. હવે આ જાય તો સૂવાનું મળે એમ હું મનમાં વિચારતો હતો.
"તમે પ્રથમ વખત જ આ ગેસ્ટ હાઉસમાં આવો છો?" મેનેજરે મને પૂછ્યું.
"હા, અમદાવાદમાં પણ ઘણા વર્ષો પછી.."
"તો બરાબર. આપને ખબર ન હોય. આવો મારી સાથે," મેનેજરે મને ઈશારો કર્યો.
" ક્યાં?" મેં પૂછ્યું.
" અરે, આવો તો ખરા યાર..!" હું મેનેજરની પાછળ ગયો.
એ મને એક મોટા રૂમમાં લઈ ગયો. ત્યાં ચારેક સ્ત્રીઓ બેઠી હતી. મેં ત્યાં બેઠેલી ચારે સ્ત્રીઓ ઉપર નજર નાખી. પછી આશ્ચર્યથી મેનેજર સામે જોયું.
મેનેજરે મને કાનમાં આવીને કહ્યું," એકેય પસંદ છે ?"
હું તેના શબ્દો સાંભળીને ભડકી ગયો. ધગધગતા અંગારા મારા કાન પાસે રાખવામાં આવ્યા હોય તેવા શબ્દો મેનેજરના લાગ્યા. મેનેજર મારી સામે આંખ મિચકારી બોલ્યો," કરો પસંદ, એટલે મોકલી આપુ."
મને મનોમન ખીજ ચડી. આ હું કેવા ગેસ્ટ હાઉસમાં આવ્યો છું!! મને જાણે આંખે અંધારા આવી ગયા. મેં નફરતની નજરે જોયું. સ્ત્રીઓ મને આકર્ષવા માટે સ્મિત કરી રહી હતી. ચહેરા પર મેઈકપ હતો. આધુનિક ઓછા અને આછાં કપડાં પહેર્યા હતાં. ચારમાંથી એક સ્ત્રી મારી સામે વેધક સ્મિત કરી રહી હતી. બીજી સ્ત્રી મને ત્રાંસી આંખે જોઈ રહી હતી. ત્રીજીની આંખો મારી સામે અપલક ઇજન આપતી હતી. ચોથી સ્ત્રી, આ સ્ત્રીઓ કરતા મોટી લાગી. એ ત્રીસેક વર્ષની હશે. એ ઉભી હતી. તેની આંખમાં કંઈક વેદના ટપકતી હતી. કઇક લાચારી હતી. એ આશાભરી મીટ મારી સામે માંડી રહી હતી. તેના તરફ મને અનુકંપા જાગી. થયું કે આ સ્ત્રીનો આ ધંધો હોય એવું લાગ્યું નહીં. મજબૂરીથી તે કદાચ લાવી હશે.
એ દરમિયાન બીજા પુરુષો આવ્યા. પલકારામાં બે સ્ત્રીઓ પસંદ કરીને ચાલ્યા ગયા. એ સ્ત્રીઓ પેલા પુરુષોના રૂમમાં ચાલી ગઈ. બાકીની બે સ્ત્રીઓ અહીં લાચાર બનીને બેસી રહી. એ મારી સામે જોઈ રહી. એ બેમાંથી પેલી ત્રીસેક વર્ષની સ્ત્રી વધારે લાચાર હતી. તે મારી સામે જોવા લાગી.
" બોલો..!' મેનેજર પેલા ગ્રાહકોને પતાવીને ફરીને બોલ્યો.
"નહીં!" હું ચીસ જેવા અવાજે બોલી ઉઠ્યો. હું ઉભો થઈ ચાલવા લાગ્યો.
" સોરી.. સોરી.." મેનેજરે મને કહ્યું," આ તો અમારે ગ્રાહકની બધી જ કાળજી રાખવી પડે. કોઈ ગ્રાહકોને તકલીફ ન પડે એટલે પૂછવું પડે..!"
હું મારા રૂમ પર આવ્યો. બારણું વાસી દીધુ. હું આ કેવા ગેસ્ટ હાઉસમાં આવી ચડ્યો હતો.? મને પેલા છોકરા ઉપર ભારે ક્રોધ ચડ્યો.
દેહ ટકાવવા માટે દેહના સોદા કરતી સ્ત્રીઓ મારી નજરે દેખાવા લાગી. હું ઝાઝું વિચારી ન શક્યો. ગમે તેમ સવાર પાડીને બને તેટલું જલ્દી આ ગેસ્ટ હાઉસ છોડી દેવાનું મન થયું.
મોડી રાત સુધી ઊંઘ ન આવી. છેક સવારના ચારેક વાગ્યા સુધી હું પડખાં ઘસતા રહ્યો. મને ઊંઘ આવી જ નહીં. મને પેલી સ્ત્રીઓના ચહેરાઓ દેખાતા હતા.

છેક પરોઢે થાક અને ઉજાગરો ભેગો થવાથી મારી આંખો મળી. હું જાગ્યો ત્યારે સવારના 8:30 થઈ ગયા હતા.
ઝડપથી પ્રાતઃ કાર્ય પતાવી નાહી, કપડાં બદલીને હું સડસડાટ ગેસ્ટ હાઉસના પગથિયાં ઉતરી ગયો. જાણે એક આફતમાંથી ઉગરી ગયો હોવ તેવું મને લાગ્યું.
રીક્ષા કરીને હું વાડજ આવ્યો. રમેશને મળું ત્યારે મને થયેલા અનુભવની વાત કહેવાની ઈચ્છા જાગી. મારી સામે ફરી પેલી ચાર સ્ત્રીઓના ચહેરાઓ ઝબકવા લાગ્યા. તેમાંથી પેલી ત્રીસેક વર્ષની સ્ત્રીનો દયનીય ચહેરો મારી આંખમાંથી હટતો ન હતો.
રમેશનું ઘર આવ્યું. એ જ ઘર હતું. એ જ ગલી. એ જ ઉંચો ઓટલો. પંદર વર્ષ થયા પણ ઘરમાં કંઈ ફેરફાર થયો ન હતો.
દરવાજે આવીને મે રમેશના નામની બૂમ પાડી. ત્યાં રાતરાણીનાં ખરી ગયેલાં ફૂલોનો ઢગલો હતો. તેની સુગંધ હજી પણ આવતી હતી.
દસેક વર્ષની એક છોકરી દોડીને આવી," કોનું કામ છે?"
" બેટા, રમેશભાઈ અહીં જ રહે છે ?"
"હા, તમે કોણ છો?".
" મારું નામ શૈલેષ છે. તું કોણ છે? તારું નામ શું છે ?"મેં પેલી છોકરીને પૂછ્યું.
" હું રમેશભાઈની દિકરી. પ્રિયા છું."
પ્રિયા ચબરાક અને વહાલ ઉપજે તેવી હતી.
" એમ? તો તો હું તારો શૈલેષ અંકલ છું. તારા પપ્પા ઘરે છે ?"મેં પ્રિયાના માથે હાથ ફેરવીને પૂછ્યું.
પ્રિયા મારી સામે જોઈને મીઠું મલકી," હા છે ને..!" એ દોડી ગઈ. હું તેની પાછળ ગયો.
એક રૂમમાં પલંગમાં ચાદર નીચે કંઈક સળવળાટ થતો મેં જોયો. ઉધરસના ત્રણ ચાર ઠસાકા સંભળાયા. પ્રિયાનો અવાજ મારા કાને પડ્યો.
" કોઈ શૈલેષ અંકલ આવ્યા છે પપ્પા!. "
" કોણ શૈલો? ક્યાં છે ? ક્યાં છે?" એ દરમિયાન હું રૂમમાં પહોંચી ગયો હતો.
એ જ રૂમ હતો. જ્યારે હું પંદર વર્ષ પહેલા આવેલો. એ જ જૂનું બારણું જે શેરીમાં પડતું હતું.
રૂમમાં દાખલ થતા જ મારા પગ જાણે ધરતી સાથે ધરબાઈ ગયા. મારી આંખો ફાટી રહી. પલંગમાંથી કોઈ જીવતું મડદું બેઠું થતું હોય તેવું મને લાગ્યું.," તું ...તું... રમલો?"
રમેશનુ શરીર પથારીમાંથી બેઠું થયું. ઊભા થઈને મને વળગવાની કોશિશ કરવા લાગ્યો. મેં સમયસર રમેશના શરીરને બથમાં જીલી લીધું. સૂકો પુળો મારા હાથમાં પડ્યો હોય તેવું સાવ હળવું રમેશનું શરીર હતું. કબુતરના પિખાઈ ગયેલા માળા જેવું કૃશકાય શરીર જોઈને મને માનવામાં આવતું ન હતું કે આ રમેશ છે.!!
તેનો એક હાથ સતત ધ્રુજારી કરતો હતો. તેનું માથું આમથી તેમ ડોલ્યા કરતું હતું. આ રમેશ? મારા મનમાં પ્રશ્ન થયો.
ક્યાં એ પડછંદ રમેશ..! જે એક છલાંગે ભેંસને ટપી જતો. ક્યાં એ રમેશ..!. એક પાટે છાલાવાળા નાળિયેરના બે ભાગ કરી નાખતો. ક્યાં એ રમેશ! જે પોરો ખાધા વિના પાંચ ગાવ દોડીને અમરેલી પહોંચી જતો. આ રમેશ નથી.! આ રમેશ નથી .!!
રમેશનો ધ્રુજતો હાથ મારી છાતી પર, માથા પર અને ખભા પર ફરતો હતો. હું એના સુકલકડી શરીરને મારા એક હાથના ભરડામાં થોભીને ઉભો હતો.
" શૈયલા..! કેટલા વર્ષે..!" રમેશ મારાથી અળગો પડ્યો. મને પલંગ પર બેસાડ્યો. મારી આંખ તો રમેશના દેહને તાકી રહી હતી.
" શું જોઈ રહ્યો છે?" રમેશે ફિક્કું હાસ્ય કરીને કહ્યું. હું કંઈ પણ જવાબ આપી શક્યો નહીં.
મનમાં કેટકેટલી વાતોનાં સંભારણા ઉખેળવાની તાલાવેલી હતી. એ બધી જ વરાળની માફક ઉડી ગઈ.
હું મૂઢની જેમ બેસી રહ્યો. પ્રિયાએ પાણી આપ્યું તે હું યંત્રવત પી ગયો.
"કંઈ નહીં બોલે?" રમેશે કહ્યું.
" શું બોલું ? તારી આ દશા જોઈને..!" મારું ગળું રંધાઈ ગયું. બોલવા માટેના શબ્દો મારી પાસેથી છીનવાઈ ગયા.
રમેશે પોતાના દેહ સામે નજર નાખી. પછી મારી સામે જોયું. ફિકુ હસ્યો. આંખમાં આવેલા પાણીને ધ્રુજતા હાથે દૂર કર્યા. અને એ નીચું જોઈ ગયો.
થોડીક વાર રહીને મેં પૂછ્યું," રમેશ તને આ શું થઈ ગયું છે?"
એણે ઊંચું જોયું. આંસુની ધારા વહેતી થઈ," દોસ્ત કરમ કઠણાઈ.. બીજું શું ? લકવા થયો છે. શરીર નંખાઈ ગયું છે. સાવ અપાહીજ થઈ ગયો છું. પાણી પણ મારી જાતે પી શકતો નથી." રમેશ કંપવા લાગ્યો. મેં તેને પીઠ પર હાથ મૂક્યો.
"કેટલો સમય થયો?"
છ સાત વર્ષથી અપંગ જેવો જ છું. "પાંચ વર્ષથી..." અટકી અટકીને રમેશ કહેતો હતો," નોકરી છૂટી ગઈ છે. જેમતેમ ગાડું ગબડે છે. બધો જ ભાર તારી ભાભીના શિરે આવી ગયો છે.."
" ભાભી ક્યાં છે? ભાભી.! એને તો હું આજ પ્રથમ વખત જ મળીશ." મેં આસપાસ નજર ફેરવી. રસોડા તરફ જોયું. ત્યાં પ્રિયા પ્રાઇમસ પર ચા બનાવતી હતી. પણ રમેશની પત્ની મને ક્યાંય દેખાય ન હતી.
"એ બજારમાં ગઈ છે. તું આવવાનો હતો ને મેં કહ્યું કે મારો મિત્ર મોટો એન્જિનિયર છે. જોજે એને અહીં જરાય ઓછું ન આવે. તારા માટે કંઈક લેવા ગઈ છે. તું તો ખાવાનો શોખીન છો. મેં તેને વાત કરી છે. તું જોજે યાર ..! તારી ભાભીના હાથની રસોઈનો સ્વાદ, આંગળા કરડી જઈશ." રમેશના મોં પર પ્રથમવાર સાચુકલું હાસ્ય ફૂટી નીકળ્યું.
રમેશને પૂછ્યું," ઘર ખર્ચ કેમ ચાલે છે?"
"યાર તારી ભાભી છે ને? મને લાગે છે જેણે પૂરા પુણ્ય કર્યા હોય તેને જ આવી પત્ની મળે. રાત દિવસ કામ કરે છે. પાપડ વણે. અગરબત્તીઓ બનાવી ઘર ખર્ચ કાઢે છે. બિચારી શું સુખ પામી? એ મને પરણીને?" રમેશની આંખો ભીંજાવા લાગી. મેં તેના ખભે હાથ મૂક્યો. તેણે મારી સામે જોયું. તેની આંખોમાં તેની લાચાર સ્થિતિની વેદના ડોકાતી હતી.
"તારી ભાભી જેવી સ્ત્રી મળવી મુશ્કેલ છે. એ તો દેવી છે દેવી. સાક્ષાત લક્ષ્મી છે. તેના મોં પર મેં ક્યારેય કંટાળાના ભાવ જોયા જ નથી. મને આવી લાચાર સ્થિતિમાં જે પ્રેમ આપ્યો છે, એવો કોઈ ન આપી શકે. તેનો બદલો હું જન્મોજનમ પણ નહીં ચૂકવી શકું." હું રમેશની વાતો સાંભળી રહ્યો. મને રમેશની પત્ની તરફ ખૂબ માન થયું. એ દેવીને હું મનોમન વંદન કરતો રહ્યો.
મને એ વાતનો અફસોસ થવા લાગ્યો કે મેં અત્યાર સુધી તેની આવી કપરી પરિસ્થિતિમાં મદદ ન કરી. પણ મને એ ક્યાં ખબર હતી? રમેશ પેરાલિસિસથી પીડાઈ રહ્યો છે!!.
પ્રિયાએ આવીને મને ચા આપી. રમેશને પ્રિયા ચા પીવડાવવા લાગી. મેં તેના હાથમાંથી ચાનો કપ લઈ લીધો. હું રમેશને પાવા લાગ્યો. એ ઘૂંટડે ઘૂંટડે પીવા લાગ્યો. જાણે એ એના દેહની પીડા પીતો હોય એવું મને લાગ્યું .
"તને એક વાત કહું શૈલેષ..?" ચા પૂરી કરીને રમેશ બોલ્યો.
" શું?" મેં ચા પીતા પીતા પ્રશ્ન કર્યો.
"તું આવવાનો છો એ જાણીને તારી ભાભી ખૂબ રાજી થઈ. મેં તો આપણા બાળપણના ઘણા પ્રસંગો તેને કહ્યા. એ હસી હસીને બેવડ વળી ગઈ," થોડું અટકીને એ આગળ બોલ્યો,"મને કહે, તમારા મિત્રની આગતા સ્વાગતા સારી રીતે કરવી પડશે. મોટો એન્જિનિયર છે. એટલે તેણે રાત પાળી કામ કર્યું છે."
એક અજાણી સ્ત્રીને મારા માટે આટલો પ્રેમ? એ પણ રમેશના મિત્ર હોવાના નાતે જ !!? તેના પતિનો હું બાળપણનો મિત્ર છું એ જ લાગણી ને !?
"રમેશ, હું કોઈ વીઆઈપી મહેમાન નથી. હું તો તારો ભાઈબંધ છું. ભાભીને આટલું બધું કરવાની જરૂર નથી." રમેશ હસવા લાગ્યો.
"તારે માટે થોડું કામ કરે છે શૈલેષ? આ ઘર ચલાવવા કેટકેટલા ઉજાગરા કરીને કામ ખેંચે છે. મને થાય છે કે તેના પર હું નકામો બોજ બની ગયો છું. "રમેશની માનસિક સ્થિતિની હું કલ્પના કરી શકતો હતો. તેને દેવી જેવી પત્ની મળી તેથી મને થયું કે દુનિયામાં માત્ર સ્વાર્થ નથી, નિસ્વાર્થ પ્રેમ પણ હોય છે. ડૂબી ગયેલી નાવને કિનારે લાવવા માટે રમેશની પત્ની કેટકેટલા પ્રયત્નો કરે છે.
ઘણી વાતો કરી. બચપનની. મારી નોકરીની. રમેશની. હજી રમેશની પત્ની આવી ન હતી. રમેશ તેની રાહ જોઈ રહ્યો હતો. એ મને 'હમણાં આવશે' તેવું અવારનવાર કહેતો હતો.
મને પણ તેને મળવાની ઉત્કંઠા થઈ આવી. સહનશીલતાની મૂર્તિ અને સંઘર્ષ કરીને જીવતી એવી સ્ત્રીનું દર્શન કરવાની, એને નમન કરવાની તાલાવેલી હતી.
"આજે ખૂબ મોડી આવેલી. થાકી ગયેલી. મોડી રાત સુધી કામ કરેલું. એટલે મોડું પણ થાય ને..!" રમેશ કહેતો હતો. હું રમેશના પલંગ પર બેઠો હતો. વિચારતો હતો. ક્યાં એક નજીવી બાબતમાં ઘર છોડીને ચાલી જતી સ્ત્રીઓ, ને ક્યાં આ સ્ત્રી. જેણે જીવનમાં સુખ નામના શબ્દનો પણ સ્પર્શ કર્યો નથી. તમામ જવાબદારી પોતાની માથે લીધી છે.
ત્યાં દરવાજો ખખડ્યો." લે આવી ગઈ સૈલેશ .!. તારી ભાભી..!" રમેશ ઉત્સાહથી બોલ્યો," માયા.! ઓ ..માયા..! જો કોણ આવ્યું છે ? જો..!?"
હું પલંગ પરથી ઉભો થઈ ગયો. મને લાગ્યું કે મારે ભાભીને મળવા માટે સામે જવું જોઈએ. હું પીઠ ફેરવીને દરવાજા તરફ મોં ફેરવું ત્યાં તો મારા પગ નીચેથી ધરતી જાણે ધણધણી ઊઠી. આ માયા ..!! સાંજે મે ગેસ્ટ હાઉસમાં લાચાર સ્થિતિમાં મુકાયેલી ત્રીસ વર્ષની સ્ત્રી જોઈ હતી, એ..આ ?"
ભાભીએ હજી મને જોયો ન હતો. મે જોખમી બેગ રમેશના પલંગ નીચે જ રહેવા દીધી. મારી બીજી બેગ લઈને રમેશના રૂમનું બીજી તરફ પડતું બારણું મેં ખોલ્યું. માયાને મારે મારું મોં બતાવવું ન હતું. ક્ષણનોએ વિલંબ કર્યા વિના મેં મારી બેગ ઉપાડી. રમેશ કહેતો હતો તેમ, માયા ખરેખર દેવી જ છે. એ દેવી જ છે. તેની લાચારી તેને ક્યાં સુધી લઈ જાય છે !! મારી નજરમાં જે માયાનું દૈદીપ્યમાન રૂપ છે એ જરા પણ ઓછું આંકવા માંગતો ન હતો. માયાને મારી ઓળખ આપવા માગતો ન હતો. તેની મૂર્તિ મારા મનથી જરા પણ ખંડિત થાય તેવું હું ઈચ્છતો ન હતો.
હું સડસડાટ બીજા બારણે થઈને બહાર ધકેલાઈ ગયો. રમેશ બૂમ પાડતો રહ્યો."શયલા...શયલા..." પણ એ દરમિયાન હું તો ક્યાંય દૂર નીકળી ગયો હતો.
■ વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.