મધુપ્રમેહ (Diabetes) Dr. Hanisha Madhur Gor

Related

# મધુપ્રમેહ..🍚🍚
*******************
મધુ લગ્ન પછી ....સામાજીક રીવાજ પ્રમાણે સાસરે આવી. મનુને ફેક્ટરી માં નોકરી હતી, અને રહેવાનું પણ ચાલીના ભાડાના મકાન માં એકલા સ્વતંત્ર. 

#આવકાર
મધુપ્રમેહ

આજે પહેલા જ દીવસે મધુએ સવારે ચા બનાવી અને પતિ મનુને જગાડ્યો, મનુ એ ચા પીને કહયું મને થોડી વધારે ગળી ચા ભાવે, બે હોઠ ચોટે એવી અને મધુએ સ્મિત સાથે કહ્યું.."હવે એવી જ બનશે, મધુર.."

અને ત્યારથી મધુ મનુ ને મધુર સંબોધન થી જ બોલાવતી અને વગર એફિડેવિટે મનુનું નામ મધુર થઇ ગયું.

બે વર્ષ ના લગ્નજીવન બાદ તેમને ત્યાં એક દીકરી જન્મી મધુ અને મધુરની દીકરી હનીશા...

આડોશ પાડોશ ની સ્રીઓ એ મધુને સમજાવી કે આ નાની દીકરી ને જોનસન બેબી સોપ થી જ નહાવડાવાય. અને છ ધોરણ પાસ મધુએ આ મહીનામાં લાવવાના કરીયાણાના લીસ્ટ માં સાબુનું નામ લખી દીધું.

આજે મધુર કરીયાણું ખરીદવા ગયો હતો, બધી વસ્તુઓ આવી ગયા પછી બીલ બન્યું, બીલ ચુકવવા માં ચાલીસ રુપીયા ખુટતા હતા, મધુરે દુકાનદાર ને કહ્યું એટલા રુપિયા ની કોઇ વસ્તુ કાઢી લો....... 

દુકાનદારે બેબી સોપ જે 38 રુપીયા નો હતો તે કાઢી લીધો.....મધુરે પુછ્યું એ શું છે? દુકાન દારે કહ્યું "આ નાના છોકરાં ને નાવા નો સાબુ" ....

મધુરે સાબુ પાછો મુકાવ્યો અને બે કીલો ખાંડની કોથળી બતાવી ને કહ્યું કે ખાંડ એક કીલો જ આપો.

બીજા દીવસે મધુરે મધુને કહ્યું હવે મારા માટે ચા મોળી બનાવજે, મને ડૉક્ટરે ડાયાબીટીસ થવાની શક્યતા થી ખાંડ નો ઓછો ઉપયોગ કરવા જણાવ્યું છે, મધુ એ કહ્યું બીલકુલ મોળી તમને ફાવશે?..... અને મધુર નો જવાબ હતો એક તો મારું નામ મનુભાઇ મિઠાભાઇ ગોર અને તારું નામ મધુ......દીકરી હનીશા....અરે દીવસ માં એકવાર પણ તારું નામ લઉ તો સાકર ના ચાર ગાંગળા મોમાં હોય તેવી મીઠાસ લાગે છે....અને મધુએ હસીને કહ્યું મધુર એટલે જ તને ડાયાબિટિસ હશે. 

હનીશા હવે પહેલા ધોરણ માં ભણતી હતી, એકવાર મધુરે તેને પુછ્યું તું મોટી થઇને શું બનીશ અને કાલીઘેલી ભાષામાં તેણે કહ્યું ડૉક્ટર.

હવે પતિ- પત્ની એ હનીશાને ડૉક્ટર બનાવવા બીજુ સંતાન ન લાવવાનું નક્કી કર્યું, પોતાની તમામ મહેનત એની પાછળ લગાવી.

આજે પચ્ચીસ વર્ષ ની હનીશા હાથમાં ડૉક્ટર ની ડીગ્રી સાંથે ઘરમાં પ્રવેશે છે.

ડૉ હનીશા મધુર ગોર......
મધુ અને મનુ ની દીકરી......

પપ્પા મને એક મોટી હોસ્પિટલ માં જોબ મળી ગઇ છે, કાલે હાજર થઇશ, કાલે તમે અને મમ્મી આવજો, ત્યાં તમારું ફ્રી બોડી ચેકઅપ થઇ જશે......

દીકરી ની હોસ્પીટલ અને કેબીન જોવાં જ પતિ- પત્ની પહોંચ્યાં.

કેબીન બહાર બોર્ડ હતું — ડૉ. હનીશા મધુર ગોર..."
આ વાંચી ને નીલ આર્મસ્ટ્રોન્ગ ને ચન્દ્ર પર પગ મુકતાં જે ગર્વ થયેલો તેથી વિશેષ ગર્વ સાથે પતિ પત્નીએ એ કેબીન માં પગ મુક્યો.....

હનીશા એ પપ્પા મધુર ના બોડી ચેકઅપ રીપોર્ટ ને જોયો... પપ્પા તમને તો સુગર છે જ નહીં અને મને સમજણ આવી ત્યાર થી આપ મોળી ચા પીવો છો......

બેટા ! સુગર મોટાં લોકો ને હોય, આપણ ને તો મિઠાશ હોય, તારા આ મશીનો સુગર માપી શકે મીઠાસ માપવા તો દિલ જોઇએ... મધુરે હસતા જવાબ આપ્યો......

મમ્મી પપ્પા ના ગયા પછી ફરી હનીશા એ રીપોર્ટ જોઇ કાગળ પરથી નજર હટાવી, તેની કેબીન ની દીવાલ પર એક સ્ટીકર હતું ....તેમાં લખ્યું હતું : ડાયાબીટીસ રોગ નથી ડીસઓડર છે નિયમીત ચેકઅપ કરાવો, તે વારસાગત થઇ શકે છે..!!

એક લેડી પ્યુને આવી ને પુછ્યું મેડમ ચા લેશો કે કોફી.......

હનીશા એ કહ્યું ચા.....પછી સહેજ વિચારી ને બોલી : બીલકુલ મોળી, ખાંડ વગર ની. 

આય હાય બેન ! તમને સુગર છે? આટલી નાની ઉંમરે?

ના મને સુગર નથી. વારસાગત મીઠાસ છે.

પ્યુન કાંઇ સમજ્યા વિના ચાલી ગઇ.....

હનીશા ને આજે ઉંઘ ન આવી, તેણે ઉઠી ને પપ્પા નું કબાટ ખોલ્યું, તેમાંથી પોતાનાં જન્મદિવસ ના વર્ષની ડાયરી કાઢી.....દીકરી હનીશા નો જન્મ, પછી ના ત્રણ ચાર દિવસ .....અને એક પાના પર જોનસન બેબી શોપ ખરીદવા એક કિલો ખાંડ પાછી આપી, અને ખાંડનો કાયમી ત્યાગ કર્યો એ લખેલું હતું....

હનીશા ની આંખમાં આંસુ હતા.....આંસુ નું એક ટીંપું જોનસન બેબી શોપ લખેલું ત્યાં પડ્યું....બીલકુલ જોનસન શબ્દ ના સન શબ્દ પર...શાહી પેન થી લખાયેલું તે વાક્ય ભુંસાયું.

હવે જોનસન બેબી શોપ ના બદલે જોન બેબી સોપ વંચાતું હતું, સન શબ્દ ગાયબ હતો..............

જે ડાયરી ના પાને પાને મધુર, મધુ અને હનીશા ધબકતાં હોય ત્યાં સન હોય કે ન હોય શું ફર્ક પડે છે..??  – અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post