કદરદાન (Appreciative)

Related

કદરદાન .."
***********************
સૂરજ માથે ચઢી ગયો હતો. એના આખા શરીરમાંથી પરસેવો વહી રહ્યો હતો. થાક પણ લાગ્યો હતો અને પાણીની તરસ પણ એવી લાગી હતી કે હમણાં એ રોડપર જ બેભાન થઈ જશે એવું લાગી રહ્યું હતું. આમ છતાં એ સામાનથી લદોલદ હાથલારી ખેંચી રહ્યો હતો.

AVAKARNEWS
કદરદાન - Appreciative

એ જ્યારનો સમજતો થતો ત્યારનો હાથલારી ખેંચે છે. પહેલાં બાપુને મદદ કરવા સ્કુલ છોડીને પણ એ બાપુ સાથે હાથલારી ખેંચવા જતો રહેતો. એને મજા આવતી. એના બાપુ એને પડિકામાં બાંધેલી જલેબી અપાવતા પણ એ એકલો પડિકુ પણ ના ખોલે.

જ્યારે ખરા બપોર થાય અને બાપુ ખાવા માટે લારી ઘર તરફ વાળે ત્યારે એ ઘરે પહોંચતાની સાથે જ પડિકુ ખોલવા માંડે અને બા અને નાની બેનની સાથે બેસીને જલેબી ખાય. એને ક્યારેય એકલાએ નહોતું ખાધું.

એક દિવસ એના બાપુ ખાંસતા ખાંસતા લારી ખેંચતા અટકી પડેલાં અને એ બાજુની દુકાનમાંથી પાણી લઈ આવે તે પહેલાં જ એ શાંત થઈ ગયેલાં. આ પહેલાં એને મૃત્યુને જોયું નહોતું. ફક્ત વાતો શાંભળી હતી. એ દિવસે એની સગી આંખે એના બાપને મરતા જોયો હતો.

એ જ હાથલારીમાં એ એકલો એના મરેલા બાપને ખેંચીને એના ઝૂંપડે લેતો આવેલો. થોડીવારમાં બધા લોકો ભેગા થઈ ગયા. એની બા અને એની બેન ચોધાર આંસુએ રડતાં હતાં પણ એ સહેજ પણ રડેલો નહિં. એ બાને અને બેનને છાના રાખવાની કોશિષ કરતો રહ્યો. એ રાતે એ ખાધા વગર એકલો બાપુની ખાટલીમાં સૂઇ ગયો.

સવાર પડતાંની સાથે જ એ લારી લઈને નીકળી પડેલો તે ઠેઠ મોડી રાત્રે ઘરે આવેલો. એની બા ભૂખ્યા પેટે એની રાહ જોઇ રહી હતી. એને એ દિવસે પોતે પહેલી વખત ખરીદેલું

જલેબીનું પડિકું ઘરે લેતો આવેલો. એને બેનને ઉઠાડી ત્રણે જણ સાથે જમવા બેઠેલા. સાથે જમવાનો ક્રમ આજે પણ એણે જાળવી રાખ્યો છે. વૃધ્ધ થઈ ગયેલી મા આજે પણ એના વગર એકલી ખાતી નથી. એની પત્ની અને બે બાળકો પણ પપ્પા વગર ખાતા નથી.

હવે એ ઝૂંપડામાં રહેતો નથી. ચાલીમાં નાનકડું ભાડાનું મકાન લીધું છે. એની પત્નીએ મજૂરી કરી કરીને એના નાનકડા મકાનને ઘર બનાવ્યું છે. એના બન્ને બાળકો સારી સ્કુલમાં ભણવા જાય છે. એ ગમે તેટલો થાકી ગયો હોય તો પણ જ્યારે ઘરે પત્ની અને બાળકો પાસે આવે ત્યારે એ ખૂશમિજાજ હસતો જ હોય. એ રોજ વૃધ્ધ બાના પગ દબાવતો દબાવતો બાળકો અને પત્ની સાથે અલક મલકની વાતો કરતો હોય.

અત્યારે એ, બાપુના વખતથી જે શેઠની ફેકટરીનો માલ ખેંચતો હતો તે જ શેઠનો માલ આજે પણ ખેંચી રહ્યો હતો. ગમે તેટલો થાક લાગે તો પણ શેઠ્નો માલ સમયસર પહોંચાડ્યા વગર એ અટકવા માંગતો ન હતો.

પરસેવે રેબઝેબ એ શેઠની ફેકટરીએ પહોંચ્યો. એણે જોયું કે ફેકટરીના આંગણે નવી નકોર લોડીંગ ટેમ્પો રીક્ષા ઉભી હતી. શેઠના દીકરા નાના શેઠ બધાને કંઇક સુચના આપી રહ્યા હતાં એને મનમાં ફાળ પડી. કંઇ પણ બોલ્યા વગર એ ચૂપચાપ હાથલારીમાંથી માલ ઉતારવા માંડ્યો.

એટલામાં નાના શેઠ એની નજીક આવ્યા, એના ખભે હાથ મુક્યો અને લોડીંગ ટેમ્પો રીક્ષાની ચાવી આપતાં બોલ્યા, હવે લારી ખેંચવાનું બંધ અને આ રીક્ષાથી માલ ફેરવવાનો. તારે તો હજી મારી સાથે ઘણું કામ કરવાનું છે, તારા બાપુની જેમ અધવચ્ચે રસ્તામાં મરી જવાનું નથી સમજ્યો ને!. ...તારો દીકરો અને મારો દીકરો એકજ સ્કુલ અને એકજ વર્ગમાં ભણે છે એને ભણાવી ગણાવી મોટો સાહેબ કરવાનો છેને.

એ પરસેવો લૂછતો લૂછતો મલકી ઉઠ્યો અને એના મિત્ર જેવા શેઠે એના મોંમાં પેંડો ખવડાવી દીધો. – અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

Previous Post Next Post