વસવસો (Repentance)

"વસવસો"
************** અનિલ પંડ્યા 
ટેબલ પર પડેલાં ચશ્મા જોઈ હું રડી પડયો અને અતીત માં સરી પડયો, બસ બાપુજી ની યાદ આવી, એકવાર મારી પત્ની એ ચશ્મા હટાવી ને કબાટ માં મુકયા, મેં એને ખખડાવી નાંખી, એ રડી પડી હુ પણ રડી પડયો, એ રડતાં રડતાં બોલી, હું જ્યારે જ્યારે બહાર જતી ત્યારે બાપુજી ના આર્શીવાદ લેતી, હવે જાવ છું ને એમના ચશ્મા જોઉ છું ને હું રડી પડું છું એટલે કબાટમાં મુકયા મેં એને છાતી એ લગાવી દીધી,

AVAKARNEWS
વસવસો - Repentance

જુના જમાના ના એ વિચારો પણ પણ,, સંસ્કાર, સહનશીલતા અને ધીરજ ઠાંસી ઠાંસીને ભરેલી,,, મેં બોર્ડ ની પરીક્ષા પાસ કરી હવે બહાર ભણવા જવાનું એ રાત્રે એ જાગતા હતા બીજા દિવસે બહારગામ ગયા ક્યાંથી વ્યવસ્થા કરી એ રહસ્ય આજ સુધી જાણી ન શકયો.

મોટી બહેન ના લગ્ન પણ થયાં બધા જ વહેવાર કર્યો પ્રસંગ પણ થયી ગયો મારા માટે એ નવાઈ એ હતી કે કોઈ આવક નહીં છતાં ઘરસંસાર ને પ્રસંગો થતા હતા.

હવે હું એક કંપની માં નોકરી લાગ્યો મારાં લગ્ન થયાં પણ બાપુજી શહેરમાં ના આવ્યા મારી બા ના અંતકાલ પછી આવ્યા પણ બસ એજ પુજા સંધ્યા માં જીવન વીત્યું અને એક દિવસ બાપુજી અનંત ની યાત્રા એ નીકળી પડયા,

એમના અંત્યેષ્ટિ વિધી પુરી થયી પણ બાપુજી ની યાદ હું ભુલી ના શકયો એ ટેબલ પર પડેલાં એમના ગાંધી ચશ્મા હમેંશા ડરાવતા.

એક દિવસ અમારા ગામના એક श्रीમંત મારા ઘેર ભુલા પડયા એમને વાત વાતમાં માં કહ્યું તારા બાપુજી ऋषि હતા અને હું એમની સામે જોઈ રહ્યો બેટા આજે હું સુખી છું એનું કારણ તારા બાપુજી એ श्री વિધા ના ઉપાસક હતા, એમણે બીજાને સુખી કર્યા, પોતે ગરીબ રહયા એનું કારણ આપતા હું ब्राह्मण છું હું ભોગ નો યશભાગી ન બનુ એટલું કહેતાં એ રડી પડયા આટલા પવિત્ર માણસ મેં જોયા નથી એ વિદાય થયા.

એમના ગયા પછી મારી પત્ની એ ચશ્મા ઉઠાવ્યા અને પુજા ઘરમાં સ્થાપિત કર્યા અને છ માસ માં મને બઢતી મળી, આ મારા બાપુજી ના પરોપકારનું ફળ છે એ ચશ્મા જયારે જોઉં ત્યારે રડી પડું છું કે, બાપુજી હું તમને ના ઓળખી શકયો,,,? એનો "વસવસો" આખી જિંદગી રહેશે,!

                       - અનિલ પંડ્યા પાટણ

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!! 

Post a Comment

Previous Post Next Post