માનવતાની મહેક .."
*********************
અમે ત્રણ મિત્રો લસ્સીની દુકાને ઉભા હતા, દુકાનદાર લચ્છી આપે તેની રાહ જોતા'તા, એટલામા ત્યા એક દાદીમા લાકડીના ટેકે આવ્યા અને લાગણીશીલ નજરોથી મારી સામે જોવા લાગ્યા...મે તેમને મદદરૂપ થવા ખીસ્સામા હાથ નાખ્યો ત્યા મારી અંદરથી એક અવાજ આવ્યો હુ રોકાય ગયો.....
માનવતાની મહેક
દાદીને પુછ્યુ તમે લસ્સી પીશો.......દાદીએ માથુ હલાવી હા કહી
આ દ્રશ્ય જોઈ રહેલા મારા મિત્રોને આંચકો લાગ્યો કે માજીને રોકડા આપ્યા હોત'તો 10 કે 20 રૂપીયામા પતી જાત, આ લસ્સી તો 50 રૂપીયાની છે....
દાદીએ પોતાની પોટલીમા રહેલી ભુંગળી વાળેલી વીસ રૂપીયાની નોટ મારી સામે ધરી .....
મે પુછ્યુ કેમ, તો કહે લચ્છીના જે રૂપીયા થાય તેમા તુ આ નાખી દેજે....
મે રૂપિયા લેવાની ના કહી અને તેમને લસ્સી આપી હુ ખુરશી પર બેસી ગયો, દાદી જમીન બેસી ગયા, મને તેમની આ લાચારી ના ગમી.
હવે જો દાદીને ખુરશી પર બેસાડુ તો દુકાનદાર અને બીજા ગ્રાહકોને ના ગમે. (દાદી ગરીબ અને મેલાધેલા કપડે હતા)
મનોમંથન કરી હુ ઉભો થઈ દાદીની પાસે બેસી ગયો, જેના માટે મારે કોઈની પરવાનગીની જરૂર નહોતી...
ત્યા દુકાનદાર બહાર આવ્યા દાદીને ઉભા કરી માનપુર્વક ખુરશી પર બેસાડ્યા.
દુકાનદારે મને કહ્યુ ભાઈ દુકાને ગ્રાહકો તો કાયમ ઘણા આવે છે પણ 'માણસ' આજે જ આવ્યો છે જેને જમીન પર ના બેસાડાય..આપ પણ ખુરશી પર બેસી જાવ..હુ ખૂશ થઈ ગયો.
દાદીની આંખો પણ હરખથી છલકાઈ ગઈ.....
"તારુ કશુ જ નથી તો છોડીને આવ તુ
તારૂ જ બધુ હોય તો છોડીને બતાવ તુ" (કાવ્ય પંક્તિ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
– અજ્ઞાત" (આ રચનાના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories