ભાભીની રાખડી (Bhabhini Rakhdi)

ભાભીની રાખડી .."
***************** ચંદ્રકાન્ત જે સોની (મોડાસા)

વિનય પર તેની બહેન સંધ્યાનો ફોન આવ્યો.. " હું ને તારા બનેવી આ રક્ષાબંધને તારે ત્યાં આવીએ છીએ"

આવકાર વેબસાઇટ
ભાભીની રાખડી

"ભલે આવો આનંદ થશે"

"ભાભીને ગમશેને?"

"તમે તમારે આવોને..બધાને ગમશે"

"એ..કોઈ બબાલ તો નહીં કરે ને?તારા બનેવીનુ અપમાન હું સહેજે સહન નહીં કરૂ"

"તમે તમારે આવો. હુ રાત્રે એની પાસે ફોન કરાવીશ બસ... પછી?"

સંધ્યા છેલ્લા સાત આઠ વર્ષથી પિયર આવી શકી ન હતી..કે પછી એને આવવાનુ મન જ ન હતુ..ભાભીની દરેક વાત તેને મેણાટાંણા જ લાગતી...સાવ સીધી વાતને પણ તે શંકાથી જ મૂલવે..ખોટુ લગાડી બેસે..એટલે વિનયની પત્ની , . ભાવિની , સંધ્યા આવે એટલે ઓછામાં ઓછી અને તેને વાંકુ ન પડે એમ જાળવી જાળવીને તેની સાથે વાત કરે..પણ તોય સંધ્યા વાતનુ વતેસર કરવાનું એક પણ બહાનુ ના ચૂકે..

કારણ હતુ ભાવિની પ્રત્યેનુ સંધ્યાના વૈમનસ્યનું....

સંધ્યાના પતિ ,કેતનની.... ઓછી આવક અને પોતાનુ આર્થિક રીતે ઘસાઈ ગયેલુ સાસરૂ..જ્યારે..તેના ભાઈ વિનયની નોકરી ઉચા પગારની..ભાભી ભાવિની ભલે ગરીબ ઘરથી આવી હોય પણ અહીં તેને સર્વ. રીતે સુખ...

સંધ્યાનુ બાળપણ સુખમાં વિતેલુ માબાપના લાડપ્યાર અને વિનયનો બહેન પ્રત્યેનો અપાર પ્રેમ..પણ લગ્ન પછી તેને કરકસર અને આર્થિક તંગીમાં જીવવાનુ...

સંધ્યાના પતિ કેતનની બીમારી બે વર્ષ ચાલી તો એની નોકરી પણ બંધ..

કેતનની બીમારી વખતે વિનયે મદદ તો કરેલી પણ ..ભાભી ભાવિનીની જાણ બહાર એમ સંધ્યા. માનતી ....

.પૈસાની તંગી ટાળવા સંધ્યા શિવણ શીખી ..શિવવાનુ શરૂ પણ કર્યું પગભર થવા , બની શકે એટલા પ્રયત્નો પણ કર્યા... સારી એવી સફળતા પણ મળી..

કેતનની તબિયત સારી થતાં એણે બીજી નોકરી પણ શોધી કાઢી ઉપરાંત ...થોડી ગણી સેલ્સમેનશીપ પણ ખરી..

સવારથી સાંજ સુધી બન્ને આર્થિક ઉપાર્જન માટે દોડાદોડી કરતાં..ધીરેધીરે સંધ્યા અને કેતન આર્થિક પગભર થતાં વિનયના પૈસા પણ પરત કરવાની ત્રેવડ થઈ

સંધ્યાએ તેને પૈસા પરત કરવા, રક્ષાબંધન નિમિત્તે વિનયને ઘેર આવવા ફોન કર્યો..

સંધ્યા બરાબર સાત વર્ષે પિયર ભાઈના ઘેર આવવાની હતી...

રાત્રે સંધ્યાને સામેથી ફોન કરી ભાવિનીએ, તે આવવાની છે તેની ખુશી વ્યક્ત કરી.

નવા લીધેલા બાઈક પર કેતન અને સંધ્યા આવ્યા.... વિનય અને ભાવિનીએ ખુબ ખુશીથી તેમને આવકાર્યા...

સંધ્યા આડીઅવળી વાત કરતી જાય પણ તેની નજર ભાવિની પર મંડાયેલી રહે...રખેને ભાભીને પોતાનુ અહીં આવવું ના. પણ ગમ્યું હોય!.એવી .શંકાની નજરે .. .

પણ ભાવિની સંધ્યાના આવવાથી ખરેખર ખુશ હતી...

આટલા વર્ષે ભાઈના ઘેર બહેનને આવેલી જોઈને, વિનયના ચહેરા પરની ખુશી જોઈ ,ભાવિની મનોમન હરખાતી.. પોતાના લગ્નજીવનના આટલા વર્ષમાં વિનયને એણે આટલો ખુશ ક્યારેય જોયો ન હતો..

ભાવિની રસોઈ કામમાં રસોડામાં પરોવાઈ, આ તકનો લાભ લઈ સંધ્યાએ કેતનને ઈશારો કર્યો..કેતન પોતાના પર્સમાંથી રૂપિયાનું બંડલ કાઢવાનું કરતો હતો એટલામાં ભાવિની સાંભળી ન જાય એટલા ધીમા અવાજે સંધ્યાએ વિનયને કહ્યું.." તેં અમને આપેલા પૈસાની સગવડ થઈ ગઈ છે..લઈ મૂકી દે .. પાછી પેલી જાણશે તો કકળાટ કરશે.."

વિનયે પૈસા પરત ન લેવાની વાત કરી તો ભાઈ બહેન વચ્ચે થોડીક રકઝક પણ થઈ.. સંધ્યા ઉતાવળે વિનયને ભાવિનીથી ખાનગીમાં પૈસા લઈ લેવા સમજાવતી..તો વિનય "હવે તને આપ્યા તો આપ્યા..પરત લેવા થોડા આપ્યા..કહી ન લેવા રકઝક કરી રહ્યો

એટલામાં કંઈક કામસર ભાવિનીને ત્યાં આવતી જોઈને સંધ્યા ચૂપ થઈ, વાતને બીજા પાટે ચડાવી રહી. તો વિનય અને કેતન એકબીજા સામે જોઈ હળવુ હસી રહ્યા..

"જમવાનું તૈયાર છે" કહેતી કેતનના ખુલ્લા પર્સમાં પૈસા જોઈ ભાવિની પણ મંદમંદ હસતી રસોડા તરફ ચાલી ગઈ.

"ચાલો જમી લઈએ પછી નિરાંતે વાત , વિનય અને કેતન ઉઠ્યા..સંધ્યા પિરસવાને બહાને ભાવિની જોડે રસોડામાં ગઈ

"લાવો હું પિરસી દઉ ભાભી"

"ના,હું પીરસુ છું તમે તમારા ભાઈ જોડે જમવા બેસો..એમને ઘણા દિવસે બહેન સાથે બેસી જમવાનો આનંદ થશે.."

"હા સંધ્યા તું પણ બેસી જા. આપણે કેટલા વર્ષે સાથે બેસીને જમીશુ"

"પાછું ભાભીને વાંકુ પડશે મારા ગયા પછી સંભળાવશે...નણંદ મહેમાન બનીને આવ્યાં'તાં"

"અરે!એવુ તે હોય સંધ્યાબેન?"

"આજે તો કાંઈ વ્હાલ ઉભરાઈ ગયું છે ને નણંદ પર?"સંધ્યાની અવળવાણી વિનય અને કેતન સાંભળી રહ્યા.

"તમારા પર તો મને વ્હાલ હોય જ ને બેન" ભાવિની લાડથી બોલી

"તો નણંદના કપરા કાળમાં આ વ્હાલ નહોતું ઉભરાતું ,..હવે બે પાંદડે નણંદ સુખી છે એટલે વ્હાલ?"

" તમે બધા જમી લો.. .. રાખડી બાંધવાનુ મૂહુર્ત સચવાઈ જાય..પછી શાન્તિથી બેસીશુ...બરાબરને કુમાર?"કહી ભાવિની રસોઈ પિરસવાની તૈયારીમાં પડી.

જમીને બધા દિવાન ખંડમાં બેઠા...ભાવિની પણ કામ પરવારી આવી ગઈ....

કેતને બધાના દેખતાં વિનયને પરત કરવાના પૈસાનુ બંડલ કાઢ્યું તો કેતન સામે આંખ કાઢતી સંધ્યા ધુવાંપુવાં થઈ ગઈ..કેતન પર મનમાં તેને ગુસ્સો તો આવ્યો પણ તે કશુ ના બોલી..

"ભાવિની આ આપણે આપેલા પૈસા પરત કરવા આવ્યા છે...બોલ લઈ લઉ?"

"બહેનને આપેલા પૈસા પરત લેવા થોડા આપ્યા હોય ?"ભાવિનીએ સાફ શબ્દોમાં ના પાડી દીધી તો સંધ્યાની અવળવાણી શરૂ..

"ન લઈ તમે અમારા કપરા કાળમાં ભાભીથી છાના પૈસા આપી અમારા પર કરેલા ઉપકારનો ઢંઢેરો પીટી શકો.કેમ ?..મારે તમને પૈસા આપી દેવાના છે અને તમારે લેવાના પણ છે એટલે ભાભી તમને પણ મહેણું ના મારે કે એમનાથી છાની તમે મને મદદ કરેલી.."

"મારાથી છાની?અરે..મેં જ તમારા ભાઈ સાથે પૈસા મોકલેલા... ... ." કહેતાં ભાવિનીએ વિનય સામે જોયું

"જો સંધ્યા શરૂશરૂમાં અમે જાણી જાઈને તને મદદ ન કરેલી પણ કેતનકુમારની બીમારી ..અને તારી કોઈ આવક નહીં એટલે ભાવિનીએ જ આ પૈસા લઈ મને મોકલેલો.."

"એક દિવસ તો ભાભી જાતે હોસ્પિટલમાં પૈસા આપી ગયેલાં સંધ્યા, તારી જાણ બહાર"કેતને સૂર પૂરાવ્યો

"તો પછી મને કહેવામાં શુ વાંધો હતો"

"એ ભાવિનીની અગમ સુઝ .

જો અમે તને શરૂઆતથી મદદ કરી હોત તો તું શિવણ ના શીખી હોત..! .તુ જાતે મહેનત કરી પગભર થઇ જવાનું ન વિચારતી હોત !

આજે તમારી બન્નેની મહેનતનું ફળ દેખાય પણ છે. ભાવિનીએ ન કેવળ દવાના પૈસાની મદદ કરાવી છે, પણ દર વર્ષે તારા નામથી મારી પાસે બચત પણ કરાવે છે. જે ભવિષ્યમાં તમારા ધંધાને વધારે વિકસાવવામાં કામમાં આવી શકે, તુ સ્વમાનભેર જીવી શકે..આ સઘળો ખ્યાલ ભાવિનીનો..્"

ભાભી પ્રત્યેની લઘુતાગ્રંથીથી પીડાતી સંધ્યાની આજે આંખ ઉઘડી ગઈ..

સમય થતા ભાઈના હાથે રાખડી બાધી ,ભાભીના બંને હાથ ચુમતી બોલી રહી...

"ભાભી મારી વહાલભરી ચૂમીઓ અને મારા અશ્રુપ્રવાહથી ભીંજાતા તમારા સ્નેહાળ હાથ ...પર મારા અશ્રુઓની રાખડી સ્વિકારો....મને આશીર્વાદ આપી ધન્ય કરો..કહેતી ભાવિનીને ભેટી પડી...!!!
__________________

"Conclusion:
આ પોસ્ટની મુલાકાત બદલ આભાર, નવીનતમ અપડેટ માટે #આવકારનું homepage ચેક કરશો, ...પ્રેરણાદાયી વાંચન, પ્રકૃતિને અનુરૂપ જીવન વગેરે લોકોપયોગી આર્ટિકલ અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺  ____"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post