રક્ષાબંધન .."
भैया मेरे, राखी के बंधन को निभाना
**************** પાર્થિવ નાણાવટી
भैया मेरे, राखी के बंधन को निभाना
भैया मेरे, छोटी बहन को न भुलाना...
देखो ये नाता निभाना, निभाना....भैया मेरे......
પૂજાના રૂમ માં સ્મિતા....
રણછોડજીને વર્ષોથી રક્ષાબંધને રાખડી બાંધતી વખતે આ ગીત ભાવથી ગાય છે...
રણછોડજીને વર્ષોથી રક્ષાબંધને રાખડી બાંધતી વખતે આ ગીત ભાવથી ગાય છે...
રક્ષાબંધન
જ્યારે સંસારમાં સંબધો ઉપરથી વિશ્વાસ ઉઠવા લાગે ત્યારે ભગવાન કૃષ્ણ એ કીધું છે.. જે ભાવે મને ભજો એ ભાવે હું હાજર... પછી એ મીરા હોય કે નરસિંહ મહેતા કે ભક્ત પ્રહલાદ... જ્યાં વિશ્વાસ અને શ્રદ્ધાનું પવિત્ર ઝરણું વહેતુ હોય ત્યાં હું અચૂક ડૂબકી મારવા આવવું જ છું..
સ્મિતાનો વિશ્વાસ રણછોડજી પ્રત્યે અતૂટ હતો....
હું પણ હસતા હસતા સ્મિતાને કહેતો તારો ભાઈ એ મારો સાળો કહેવાય કે નહીં ?
સ્મિતાને કારણે મારો વિશ્વાસ પણ ધીરે ધીરે મજબૂત થતો ગયો..અકલ્પીય કામો સરળતાથી થવા લાગ્યા હતા ...
સંઘર્ષ માં પણ શાંતી અને આનદનો અનુભવ જયારે થાય ત્યારે સમજી લ્યો કોઈ ઔલોકીક શક્તિના ચાર હાથ તમારા ઉપર કૃપા વર્ષાવી રહ્યા છે. તમારા જીવનનો દોરી સંચાર તેને હાથ માં લીધો છે.
જેમ જેમ તેનો હાથ મજબૂતાઈથી અમે પકડતા ગયા તેમ તેમ તેની હાજરીનો એહસાસ અમને થવા લાગ્યો. ભગવાન સાથેની દોસ્તી સંતાકૂકડીની રમત જેવી છે.
એ સંતાઈ ગયો હોય ત્યારે દુખ પણ થાય..પણ જ્યારે દોડીને થપ્પો રમીને એ આપણા કામ પુરા કરી પાછો સંતાઈ જાય ત્યારે આનંદ પણ પુષ્કળ થાય છે.
સ્મિતાનો પૂજાના રૂમ માંથી અવાજ સાંભળી મારી આંખો ભીની થઇ ....સ્મિતાના મોટા ભાઈએ માઁ બાપની મિલ્કતની વહેચણી સમયે ગેરસમજ ઉભી કરી સંબધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. આવા સમયે કુટુંબની અંદર અચાનક મંથરા અને શકુનીઓ કાર્યરત થઈ જતા હોય છે.જેમને બળતાની અંદર ઘી ઉમેરવાનું કાર્ય કર્યું. આગને તો પવન જોવે ગેરસમજ રૂપી ફૂંકાયેલ પવને પરિવારને વેરવિખેર કરી નાખ્યું..
સ્મિતાનો વિશ્વાસ રણછોડજી પ્રત્યે અતૂટ હતો....
હું પણ હસતા હસતા સ્મિતાને કહેતો તારો ભાઈ એ મારો સાળો કહેવાય કે નહીં ?
સ્મિતાને કારણે મારો વિશ્વાસ પણ ધીરે ધીરે મજબૂત થતો ગયો..અકલ્પીય કામો સરળતાથી થવા લાગ્યા હતા ...
સંઘર્ષ માં પણ શાંતી અને આનદનો અનુભવ જયારે થાય ત્યારે સમજી લ્યો કોઈ ઔલોકીક શક્તિના ચાર હાથ તમારા ઉપર કૃપા વર્ષાવી રહ્યા છે. તમારા જીવનનો દોરી સંચાર તેને હાથ માં લીધો છે.
જેમ જેમ તેનો હાથ મજબૂતાઈથી અમે પકડતા ગયા તેમ તેમ તેની હાજરીનો એહસાસ અમને થવા લાગ્યો. ભગવાન સાથેની દોસ્તી સંતાકૂકડીની રમત જેવી છે.
એ સંતાઈ ગયો હોય ત્યારે દુખ પણ થાય..પણ જ્યારે દોડીને થપ્પો રમીને એ આપણા કામ પુરા કરી પાછો સંતાઈ જાય ત્યારે આનંદ પણ પુષ્કળ થાય છે.
સ્મિતાનો પૂજાના રૂમ માંથી અવાજ સાંભળી મારી આંખો ભીની થઇ ....સ્મિતાના મોટા ભાઈએ માઁ બાપની મિલ્કતની વહેચણી સમયે ગેરસમજ ઉભી કરી સંબધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. આવા સમયે કુટુંબની અંદર અચાનક મંથરા અને શકુનીઓ કાર્યરત થઈ જતા હોય છે.જેમને બળતાની અંદર ઘી ઉમેરવાનું કાર્ય કર્યું. આગને તો પવન જોવે ગેરસમજ રૂપી ફૂંકાયેલ પવને પરિવારને વેરવિખેર કરી નાખ્યું..
સ્મિતા નાની બહેન હોવા છતા આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવાને બદલે હાથ જોડી તેને તેનો હક્ક જતો કર્યો. હક્કનું જતું કરવું દુઃખદ હોય છે. થોડો સમય દુઃખ થયું.
પછી સ્મિતાએ મન મનાવી લીધું. આપણા ઘર માં ચોરી થઈ ચોર આપણા હક્કનું જે નહિ હોય તે લઈને જતો રહ્યો. પછી તે વારંવાર ગીત ગાતી અને મસ્તી માં રહેવા લગી
खर्च ना खूटे चोर ना लूटे..दिन दिन बढ़त सवायो
पायो जी मैंने राम रतन धन पायो
वस्तु अमोलिक दी मेरे सतगुरु..कृपा कर अपनायो..
ખરેખર હક્કનું જે મળવાનું હતું તેનાથી અનેક ગણુ સ્મિતાના ભાઈ રણછોડજી એ તેને પસલી નિમિતે આપી દીધું હતું..વધારા માં શાંતિ અને આનંદ જે રૂપિયાથી પણ ખરીદી શકાતી નથી તે અમૂલ્ય ભેટ તો ખરી જ..
સ્મિતાને દુઃખ માત્ર ગેરસમજને કારણે સંબધોને થયેલ નુકશાનનું હતું .સંબધોને બાંધતા અને બાંધ્યા પછી સાચવતા વર્ષો વીતી જાય છે..તેને નિભાવતા નિભવતા જીવન પૂરું થઈ જાય છે પણ સંબધોને તોડતા એક મિનિટનો સમય પણ ક્યાં લાગે છે ?
સંબધો કાચ અને મોતી જેવા છે.મન મોતી અને કાચ એક વખત તૂટે પછી સાંધવાનો ગમે તેટલો પ્રયતન કરીયે પણ વચ્ચે તિરાડ તો દેખાતી જ હોય છે.
હું વિચાર કરતો હતો અમે પણ 65 વર્ષના થયા હતા.25 વર્ષથી સ્મિતાના મોટાભાઈએ સંબધો તોડી નાખ્યા હતા...
હજુ હું આગળ વિચારું...ત્યાં
બારણે બેલ વાગ્યો .મેં જોયું તો 75 વર્ષના રમેશભાઈ અને તેમના પત્ની હાથમાં લાકડી સાથે ઉભા હતા.
હા.. એ બીજું કોઈ નહિ...
સ્મિતાના મોટા ભાઈ ભાભી ઉભા હતા...
હું ઝડપથી ઉભો થયો તેમને આવકાર આપ્યો સાથે હાથ પકડી સોફા ઉપર બેસાડી મેં કીધું...ખૂબ આનંદ થયો તમને મળી ને..
પણ રમેશભાઈની ભીની આંખો તેની નાની બહેનને શોધતી હતી એ બોલ્યા મારી નાની બહેન સ્મિતુંડી ક્યાં છે..?
મેં કીધું એ પૂજારૂમ માં છે...
તેના ભાઈને રાખડી બાંધી રહી છે..
રમેશભાઈ ભડકીને ઉભા થયા અને પૂજા રૂમ તરફ ગયા.
હું પણ તેમની પાછળ પાછળ ગયો.રમેશભાઈએ જોયું તો સ્મિતા રાખડી રણછોડજીને બાંધતી હતી...
મેં કીધું સ્મિતા જો કોણ આવ્યું ?
સ્મિતાએ નજર કરી ...
એ મોટેથી બોલી અરે મોટા ભાઈ તમે..?
હમણાં જ યાદ તમને કરતી હતી.
તમારા સ્વાસ્થ્ય અને સુખ માટે ઈશ્વરને પ્રાર્થના કરતી હતી. મારો મોટો ભાઈ જ્યાં હોય ત્યાં તેની રક્ષા કરજે.
રણછોડજીને હાથ જોડી સ્મિતા ઉભી થઇ. મોટાભાઈને પગે લાગી, ....અત્યાર સુધી હિંમત રાખી ઉભેલા રમેશભાઈએ હાથ માં પકડેલ લાકડી બાજુ ઉપર મૂકી ..સ્મિતાને ભેટી પડ્યા
ભાઈ બહેનનું 25 વર્ષ પછીનું મધુરમિલન જોઈ મારી આંખો પણ ભીની થઇ.. મોટાભાઈ સ્મિતાના માથે હાથ ફેરવી કહેતા હતા બહેન મને માફ કર તેને હાથ બતાવીને કીધું લે બહેન મારા હાથ ઉપર રાખડી બાંધ....
"પ્રેમ એ બંધન છે...બોજ નથી"
એ હું મોડું સમજ્યો...
પ્રેમ અને પૈસાની લડાઈમાં અંતે જીત પ્રેમની જ થાય છે..
ઘડપણમાં એકલતાને દૂર કરવા રૂપિયા નહિ અંગત સ્વજનની જરૂર પડે છે.
સ્મિતાએ પૂજાના રૂમની અંદર ગઈ.
નાડાછડીથી મોટાભાઈના હાથ ઉપર બાંધી પગે લાગી..
ફરી બન્ને ભેટીને રડી પડયા...
રમેશભાઈએ સાઈન કરેલો કોરો ચેક કાઢી સ્મિતાને આપ્યો..લે બહેન આ તારા હક્કની રકમ વ્યાજ સાથે લખી લે જે..
જે રૂપિયા માટે મેં છળકપટ તારી સાથે કર્યું એ રૂપિયાની બાળકોની નજરમાં કોઈ કિંમત નથી...
અમારી હાજરી કે ગેરહાજરીની પણ તેઓને મન કોઈ કિંમત નથી તો આ બધું મેં કોના માટે કર્યું ?..
બેન જતી ઉંમરે બાળકો આપણે સંભળાવે છે
તમારા સ્વભાવને કારણે તમને કોઈ સાથે ફાવતું નથી.આવા શબ્દો સાંભળવા મેં મારી નાની બહેનનું દિલ દુભાવ્યું ?
બેન ઘડપણ આવે ત્યારે લાગણીના સંબધો યાદ આવે છે.હળવા થવા એકબીજાની સાથે વાતો કરવાનું મન થાય છે. સંબધો બગાડતી વખતે ખબર હોતી નથી કે બાળકો આપણે એકલા સમજી ભવિષ્યમાં દબાવવાનો પ્રયતન કરશે... આ બધી કડવી વાસ્તવિકતાનો મેં અનુભવ કર્યો પછી હું આ નિર્ણય ઉપર આવ્યો છું..
સ્મિતાએ કીધું..મોટા ભાઈ આ ચેક પાછો રાખો જે થયું એ આપણે ભૂલી જઈએ.હવે બાકી રહેલ જિંદગી આપણે આનંદથી પસાર કરીયે.મેં અત્યાર સુધી જે પણ મારા "લાલા" પાસે મર્યાદા માં રહી માંગ્યું છે એ મને મળ્યું છે.આજે પણ રણછોડજીને રાખડી બાંધતા મેં કીધું હતું..મોટા ભાઈને મળવાની ઈચ્છા બહુ થઈ છે.જોયું પ્રાર્થના સાંભળી કે નહીં...
સ્મિતા બોલી મોટાભાઈ.
સમયનું મહત્વ હોય છે.સમય પસાર થઈ જાય પછી.
વસ્તુ હોય કે રૂપિયા તેની કિંમત ઘટતી જાય છે.
મોટા ભાઈ મારી ઉમ્મર 65 વર્ષ ની થઈ બે રોટલીથી વધારે પચતી નથી.મોજ શોખ કરવાની ઉમ્મર જતી રહી.પિન્ટુ પણ ડોકટર બની ગયો.મોટાભાઈ હવે આ તમારો ચેક લઈ મારે શું કરવું છે ?
હું એવું પણ નથી કહેતી મને રૂપિયાની જરૂર ન હતી પણ જે સમયે જરૂર હતી એ સમય તો પસાર થઈ ગયો.
સ્મિતાએ મારી સામે જોઈ કીધું સમીર મારી વાત ખોટી હોય તો કહો ?
મેં કીધું રમેશભાઈ....
આપ અમારા ઘરે વડીલ હોવા છતાં આવ્યા એ અમારા માટે ઘણું છે.....તૂટી ગયેલા સંબધોને ફરી જોડવાના તમારા પ્રયતનને હું દિલથી આવકારું છું..
ઈશ્વરે ધાર્યા કરતાં અમને અનેક ગણું આપ્યું છે...
હા ..પણ એક વાત જરૂર આપને કહીશ...
જે બાળકોની સધ્ધરતા અને ભવિષ્યનું વિચારી આપણે ભાઈ બહેન સાથે આર્થિક લેવદેવડ સમયે સંબધો બગાડીયે છીયે એજ બાળકોની નજર માં આપણા રૂપિયા કે આપણા સંબધોની કિંમત કોડીની હોય છે.
સબધોના ભોગે મફત અને તૈયાર માલે મેળવેલ સંપત્તિની બાળકોને કિંમત હોતી જ નથી.
ત્યારે આપણે થાય છે કે આ બાળકોના ભવિષ્યને ધ્યાન માં રાખી આપણે આપણા અમૂલ્ય સંબધો સાથે છેડા કેમ ફાડયા?
વાત તમારી સાચી છે....
સમીરભાઈ પણ મારી નાની બહેનના હક્કનું હું જો પાછું નહિ આપું તો ..ઈશ્વર મને કદી માફ પણ નહિ કરે.
મેં કીધું હવે આ નિર્ણય હું તમારા ભાઈ બહેન ઉપર છોડું છુ.
મિત્રો
सिर्फ दुनिया के सामने जीतने वाला ही
अक्सर विजेता नहीं हो सकता…
किन रिश्तों के सामने कब व कहाँ पर हारना है…
यह जानने वाला ही हकीकत में असली विजेता होता है…
જે મજા અંગતની સંગત માં છે.
એવી મજા મહેફિલની રંગત માં પણ ના હોય...!!!🌹🌹
Think Twice Act Wise
©પાર્થિવ (ઇમેઇલ: parthivnanavati081266@gmail.com)
______________________