અંતિમ વિધિ બાદ (Antim Vidhi Baad)

અંતિમ વિધિ બાદ.."
********************
આપણી અંતિમ વિધિ નાં થોડાં જ સમય બાદ શું થશે એનો કોઈ અંદાજ છે..? કોઈ રડતું નહીં હોય,પરિવાર વાળા ચા, નાસ્તો, જમવાનું આ બધી ગોઠવણ માં busy થઈ જશે.! 

આવકાર વેબસાઇટ
અંતિમ વિધિ બાદ

આપણું wIII કાઢીને વાંચવા માં આવશે,આખી જિંદગી લોહી પાણી એક કરીને ભેગુ કરેલું પાંચ મિનિટ માં વહેંચાય જશે, અને પરફેક્ટ વહેંચણી કરી હોવાં છતાં કોઈક ને તો અસંતોષ રહી જ જશે.!

પૌત્ર,પૌત્રી રમવા માં લાગી જશે. કૌટુંબિક પુરુષો બહાર ચા પાણી કરવાં જતાં રહેશે, ચર્ચા આપણાં થી ચાલુ થશે પણ પૂરી થશે Politics કે ક્રિકેટ પર.! આડોસ પડોસ વાળા કમ્પાઉન્ડની સાફ સફાઈ અને વધારા નું પાર્કિંગ ક્યારે clear થશે એની ફિકર માં લાગી જશે.! 

દિકરી સાથે એનાં ફોન પર એની સાસરી પક્ષ નાં કોઈ સંબંધી કેમ time પર આવી નાં શક્યા એની ચોખવટ કરતાં હશે.! વહુ અંદરોઅંદર મલકાતી હશે, કે જો મારાં ઘર નાં તો બધાં time પર હાજર થઈ ગયાં.! 

બીજે દિવસે સંબંધીઓ ઓછા થઈ જશે, અને અમુક તો જમવા માં વાંધા વચકા કાઢવાં માંડશે.! બેસણાનો Hall અને એનાં ભાડાની ચર્ચા ઓ ચાલું થઈ જશે, કઈ ભજન મંડળીએ કેટલાં ને ફરીથી રોવડવેલા એની વાતો નીકળશે.! Foreign વાળા ટિકિટ નું ભાડું જોશે, 

અને એની સાથે બીજાં કેટલાં કામ પતાવવાનાં છે એનું to do list બનાવશે.! જે લોકોને મેસેજ નહીં પહોંચ્યો હોય કે આપણે ઉકલી ગયાં છીએ એ થોડાં દિવસ સુધી આપણને ફોન કરે રાખશે.!

ઓફિસ વાળા આપણું Replacement શોધતાં હશે.! સોશ્યલ મીડિયા પર કોઈ શ્રધ્ધાંજલિ ની પોસ્ટ મૂકશે એનાં પર 'RIP' ને 'ઓમ શાંતિ' ની ઝડી બે દિવસ પૂરતી વરસશે.! વહુ દિકરા, દિકરી જમાઈ, પોત પોતાને કમે લાગી જશે. 

આપણાં ભાઈ બહેન તો કોઈ ની પાર્ટી માં નાચતા હશે.! ડાળી પરથી પત્તું ખરે એટલી જલ્દી આપણે આપણી નજીક નાં લોકો નાં સ્મરણો માંથી ખરી પડશું. બસ ઘર નાં કોઈક ખૂણા માં આપણી ફોટો ફ્રેમ લટકી જશે.!

એક મહિના માં ઘર નાં પણ ટીવી પર કોઈ Reality Show માણતાં યા Comedy Show પર હસ્તાં હશે.!

હવે આંખ બંધ કરીને એક વાર વિચારો, કે બાઘાની જેમ આટલી બધી દોડાદોડી કરી, કોના માટે.? આપણે આપણાં જીવન નો સૌથી મોટો ભાગ આ લોકો ને ખુશ કરવાં, સમાજ ને impress કરવાં, સમય વેડફી નાંખ્યો, શેના માટે.?? એની સામે આપણને શું મળ્યું.? – અજ્ઞાત"
___________________________

"Conclusion:
આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, નવીનતમ અપડેટ માટે #આવકારનું homepage ચેક કરશો, ...પ્રેરણાદાયી વાંચન, પ્રકૃતિને અનુરૂપ જીવન વગેરે લોકોપયોગી આર્ટિકલ અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺  ____"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

1 Comments

Thank you so much for your feedback 😊

Previous Post Next Post