પેટની ચરબી ઘટાડવા આ પાંચ પીણાં (Domestic Treatment)

“પેટની ચરબી ઘટાડવા આ પાંચ પીણાં”

હેલ્ધી રહેવુ સૌને ગમે છે પણ ફેટી દેખાવું કોઈને ગમતું નથી. મોટાભાગે વજન વધતા સૌ પહેલા પેટની ચરબી વધી જાય છે. તેથી મોટાભાગે લોકો હેલ્ધી ફુડ ખાવાનુ ટાળે છે અને ડાયેટિંગ કરે છે. "

આવકાર વેબસાઇટ
પેટની ચરબી ઘટાડવા આ પાંચ પીણાં

જો તમે પેટ પર જમા ચરબીથી પરેશાન છો અને પેટ ઓછુ કરવા માટે ડાયેટિંગ કરવા માંગો છો તો આ આ 5 ડ્રિંક્સ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. આ પાંચ ડ્રિંકનુ સેવન કરવાથી શરીરના ટૉક્સિન્સ નીકળે છે. મેટાબોલિજ્મ સારા થાય છે અને ફેટ્સ જલ્દી બર્ન થાય છે. સાથે જ તેમા કૅલરી પણ ઓછી છે તેથી તેનુ સેવન વજન ઘટાડવાની ઈચ્છા રાખતા લોકો માટે ખૂબ જ ફાયદાકારી છે."


લીંબુ સાથે ગ્રીન ટી:

અનેક શોધોમાં પ્રમાણિત થઈ ચુક્યુ છે કે ગ્રીન ટી માં ભરપૂર એંટીઓક્સીડેંટ્સ અને કૈટેચિંસ છે જે મેટાબોલિજ્મ ઠીક રાખવા અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. બીજી બાજુ લીંબુ શરીરના ટોક્સિન દૂર કરે છે. જેનાથી ફૈંટ્સ બર્ન થાય છે. રોજ સવારે ગ્રીન ટી માં લીંબૂનો રસ મિક્સ કરીને પીવાથી પેટ પર જમા ચરબી ઓછી થશે. નિયમિત રૂપે તેનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા કાયમ રહેશે. વજન ઓછુ થશે અને પેટની ચરબી ઘટશે.


લીંબુ પાણી:

લીંબુનો રસ શરીરમાંથી ટોક્સીન દૂર કરે છે અને ફેટ્સ ઓગાળવામાં મદદ કરે છે. સાથે જ આ શરીરને ઉર્જા પણ આપે છે. જેનાથી તમે આખો દિવસ તરોતાજગી અનુભવશો. એક ગ્લાસ પાણીમાં એક લીંબૂ એક ચપટી મીઠુ મિક્સ કરી રોજ સવારે પીવો.


અનાનસ અને આદુનુ જ્યુસ:

અનાનાસ અને આદુ શરીરના મેટાબોલિજ્મને ઠીક રાખે છે અને ફેટ્સ બર્ન કરવામાં મદદ કરે છે. તેમા વિટામિન સી ની ભરપૂર માત્રા હોય છે. તમે ચાહો તો તેમા સંતરા કે ઋતુ પ્રમાણેના ફળ પણ મિક્સ કરી શકો છો જેનાથી આ વધુ લાભકારી રહેશે. અડધો ટુકડો અનાનસ, એક નાનકડો ટુકડો આદુ એક સંતરા અથવા મોસંબી સાથે બ્લેંડ કરો. રોજ સવારે એક ગ્લાસ આ જ્યુસનુ સેવન કરો.


તરબૂચનુ જ્યુસ:

તરબૂચમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સીડેંટ્સ હોય છે. તેમા કૈલોરી ઓછી છે અને પાણી વધુ છે જે શરીરના ટોક્સિન હટાવવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તરબૂચમાં લાઈકોપીન પણ હોય છે. જે દિલના રોગોને દૂર કરે છે અને લાંબા સમય સુધી તમને જવાન બનાવી રાખે છે. દિવસમાં એકથી બે વાર તરબૂચનું જ્યુસ પીવાથી ફેટ્સ ઘટાડવા સહેલા થઈ જાય છે.


ડાર્ક ચોકલેટ્સ શેક:

ડાર્ક ચોકલેટનુ સેવન કરવાથી ફેટ્સ ઘટાડવા સરળ રહે છે. તેમા ઓલેઈક નામનુ તત્વ હોય છે જે ફેટ્સને બર્ન કરવામાં મદદરૂપ છે. ધ્યાન રાખો કે ડાર્ક ચોકલેટ શેક બનાવતી વખતે તેમા લો ફૈટ દૂધ કે સોયા દૂધનો જ ઉપયોગ કરો જેનાથી શરીરમાં કૈલોરી વધુ ન હોય. ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરો અને સવારના નાસ્તામાં તેનો સમાવેશ કરો.
______________________________

"Conclusion:
આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, નવીનતમ અપડેટ માટે #આવકારનું homepage ચેક કરશો, ...પ્રેરણાદાયી વાંચન, પ્રકૃતિને અનુરૂપ જીવન વગેરે લોકોપયોગી આર્ટિકલ અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺  ____"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post