ગૌરી ..."
***************રીમા તેજવાણી
ગોપાલભાઈ ના હૈયા માં હરખ માતો નો'તો, અને માઈ પણ કઈ રીતે આજે ગૌરી ના લગન હતા. ગૌરી એટલે સૌને ગમતું નામ. ગીર ના ચિત્રોડ માં મોટી થયેલી ગૌરી એટલે ગામ નું સૌથી જીવંત માણસ. ગોપાલ ભાઈ ના બધા લક્ષણ ગૌરી માં ઉતરી આવ્યા હતા,એ જ ઉદારતા, ખંત અને ધીરપણું. "

ગૌરી
ગોપાલભાઈ એ એકદમ સરળ માણસ. કોઈની જોડે બહુ લપ નઈ, બાઝવાનું નઈ, સૌનું ભલું કરવાનું અને કામ પડ્યે પડખે ઉભું રહેવાનું. રોજ ગાય ભેંસો ને દોહી ને દૂધ વેચવા જાય, અને સૌને એમના ઉપર પૂરો ભરોસો. એમની ભેંસ એકવાર ખોવાઈ જતા, હો હોબાળો કર્યાં વગર શાંત મને ખોળી, ગામ વાળા પાસેથી ખબર મળી કે સિંહણ એમની ભેંસ ને આરોગી ગઇ હતી. આ વાત ને પણ એકદમ ધીરજપૂર્વક સંભાળીને સિંહણ નો અધિકાર સમજી જતું કર્યું.
ગૌરી એટલે એકદમ નામ સમી ગૌર વર્ણી, મધ્યમ બાંધો, ઘટાદાર વાળ, ગુલાબ ની પંખુડીઓ જેવા લાલ હોઠ અને ગીર ની ગાય સમું ભોળપણ. સુંદરતા માં કોઈ પણ અપ્સરાઓ ને લોલુપતા પમાવે એવી એ દેવી સમી હંમેશા હસતી જ રહે. ગૌરી ના મુખ નું તેજ કોઈ સિંહણ સમાન અને હાસ્ય એટલું જ મધુર. એના કંઠે જાણે માં સરસ્વતી સાક્ષાત બિરાજમાન હોઈ એવું ભાસે. સૌની મદદ કરવા હંમેશા તત્પર; એ પછી બાજુવાળી રમૂડી ની નાની વાછરડી બીમાર હોઈ કે પછી હંસાકાકી ના કમર નો દુખાવો હોઈ.
ગૌરી ના લગ્ન હોઈ ને કશું બાકી રહે ખરા. ગોપાલભાઈ આ પોતાનું જીવતર રેડી દીધું હતું આ દા'ડા માટે. પોતે ભલે માટી, લાકડા અને ગાય-ભેંસ ના છાંણે લીપેલાં નળિયા વાળા ઘર માં રહેલા પરંતુ દીકરી માટે કઈ કરી છૂટવામાં બાકી રાખ્યું નો'તું. માં વગરની દીકરીને લાડકોડ માં ઉછેરવી એ મુશ્કેલ છે. ઘર ની બહાર અહીંયા ત્યાં બૂમો પડતી હતી,"અલ્યા, કોઈ ઠામડાં લાવો.", "મંડપ માં પાથરણું પાથરો કોઈ.", "રહોડા માં આમ ઉભા ના રહો કામ પતાવો.", "મૈસુર તૈયાર થયો કે નહિ.". મંડપ આછા ગુલાબી અને સફેદ કલર ના કાપડ થી બંધાયેલો હતો. જેમાં એક બાજુ જમણવાર ની તૈયારીઓ થતી હતી; ગાંઠિયા-ગુંદી, શાક, રોટલી, દાળ-ભાત અને મૈસુર બની રહ્યો હતો.. અને એક બાજુ વર વધુ માટે ખુરસીયો નખાતી હતી. બાયું ગીતો ગાઈ રહી હતી,
"કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે, ....હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ".
ગૌરી ના હરખ નો પાર નો'તો. આ બધું સાંભળીને એ મન માં મલકાતી હતી,એની લાલાશ આજે કૈંક વધુ પડતી જ હતી. પોતે પહેરણ પેર્યું અને વારંવાર જાતને નિહારતી હતી, બાજુવાળા હંસા કાકી ને પૂછયે જતી હતી, "જાન કયારે આવશે કાકી, કહોને." અધીરી બનીને આજ લાખો સપનાઓ હૈયે દબાવીને બેઠી હતી. નવા જન્મ નો ઉત્સાહ ખમાતો નો'તો. લગ્ન પછી મારા જીવતર ને કેમેય હાચવીશ, એમની સેવા માં તો ઉભે પગે રઈસ. દિવસ રાત એમના પ્રેમાળભર્યા હૂંફ ની હેઠળ રઈસ.
હરિપુર ના ભીખાભાઇ ના ઘરે આજ રોનક જ કૈંક અલગ હતી. શહેર ની લાઈટો લાવીને લગાડી હતી. લાલ અને ભૂરા કલર ની લાઈટો માં ઘર જાણે ચમકતું હતું. ભીખાભાઇ ના આદેશો ના ઘાંટા પડતા હતા. "અરે! કોઈ વરરાજા ને ગાડી માં બેસાડો.", "જાન મોડી ના થવી જોઈએ." "અલ્યા કોઈ શ્રીફળ ને ગાડી હેઠે મુકો." "અરે રે! રમા ક્યાં છો?". છેક જાન ને સમયસર મોકલતી ના કરી ત્યાં સુધી ભીખાભાઇ એ શ્વાસ હેઠો ના મુક્યો.
ભીખાભાઈ નું ગામ એટલે ચિત્રોડ ની બાજુનું હરિપુર. ઘરમાં ભીખાભાઇ અને રમા રહે. દીકરો અમદાવાદ માં નોકરી કરે એટલે લાંબા સમયે ઘરે આવે. બાજુના ગામ માં હોવાથી ગોપાલભાઈ જોડે ઓળખાણ પડી, સ્વભાવ થાળે પડતા સગપણ કરવાનું નક્કી કર્યું. દીકરા ને ટેલિફોન મારફતે જાણ કરી કે તારું સગપણ નક્કી કર્યું છે; અને થોડાક જ મહિનાઓ માં લગ્ન લખાણા.
શંભુ એ આજે કોઈ ગીર નો ગોવાળિયો સમો ભાસતો હતો, કદ કાઠી માં ઊંચો બાંધો, સાવજ સમું મોઢું, ભરાવદાર મૂંછો અને દાઢી. એકદમ સાહેબ ની માફક ટીપ-ટાપ ચાલે. અમદાવાદ જઈને કોઈ બેંક ની પરીક્ષા પાસ કર્યે ત્યાં જ નૌકરી મળી ફરી વળીને ગીર તરફ જોયું નહિ. તને પહેરણ, માથે સાફો, હાથે તલવાર, કેડે ગૂંથેલો રૂમાલ અને ગાળા માં જાજરમાન શોભિત હાર. હંમેશા કોટ-સૂટ માં રહેવા વાળો શંભુ કૈંક અલગ જ દીસતો હતો. મુહૂર્ત નીકળતા જ વરરાજા ને પોંખીને ગાડી માં બેસાડ્યો અને સાથે એનો વચલો કાકા નો છોકરો શંકર બેઠો પછી શ્રીફળ વધેરતા જાન આગળ વધી.
"એ જાન આવી!", એવી કોઈ એ બૂમ પાડી. ગૌરી નું હૈયું ધખવા લાગ્યું. વરરાજા નું શરણાઈ સાથે આગમન થયું. હંશાકાકી એ વરરાજા ને પોંખીને, લોટા અને લાકડી વડે નજર ઉતારી. બધા એ ગીતો ગાયાં, "સીતાને તોરણ રામ પધાર્યાં." જાનૈયાઓને ઉતારો અપાયો અને ચા અપાઈ. તેના પછી વરરાજા ને ખુરશી પર બેસાડવામાં આવ્યા. ગૂંથેલી લાલ ચૂંદડી માં, કમર સુધી ઘુંઘટો તાણેલી વધુ એટલે આપડી ગૌરી નું આગમન થયું. બંને ને ગળે નાડાછડી બાંધવામાં આવી. ગોરે છેડા છોડી બાંધ્યા, અને કુંવારી કન્યા એ લોટા થી હવન ની ચારેકોર પાણી રેડ્યું અને નાના કુમારે શ્રીફળ મૂક્યું. પછી વર વધુ એક પછી એક ફેરા ફરે છે. ગોપાલભાઈ શંભુ ના પગ પોંખે છે, અને બધા ચોખા વેરીને ઓવારણાં લ્યે છે.
લગ્નઃ એટલે સુખી અને સમૃદ્ધ જીવન ની શુરુઆત. વર કન્યા ના મન ના ઊછાળો શમેં ક્યાંથી? પ્રભુતામાં પગલાં પડે એટલે વ્યકતિ ની જવાબદારીઓ વધી જાય છે. ઘર કેમ ચલાવું, મહિનાનું પૂરું કેમ કરવું. શંભુ એ જ વિચાર માં હતો કે આ અમદાવાદ ના ખર્ચા અને બે જણા નું ઘર કેમ ચલાવું? પેલી બાજુ ગૌરી ના મન માં ભવિષ્ય ના સુંદર સપનાઓ પાંગરી રહ્યા હતા. પોતે પોતાના જીવતર ભેગી શહેર જશે, ત્યાં એની સેવા કરશે. પતિ માટે ભાણું તૈયાર કરશે અને એની વાટ જોશે. ના જાણે શું નું શું હશે નવું શહેર માં જોવા જેવું. પોતે પતિ ન જીદ કરશે કે મને ફરવા લઇ જાઓ.
લગ્ન પુરા થયા, જાન વળાવાનો સમય થઇ ગયો. ગોપાલભાઈ અને ગૌરી ચોધાર આંસુ એ રડી પડ્યા. બંને નું એકબીજા સિવાય કોઈ પણ નહોતું. શંભુ એ સાંત્વના આપતા બધાને ગળે મળીને વિદાઈ લીધી. હંશાકાકી અને રમૂડી પણ છાને આંસુ એ રડી રહ્યા હતા. વર વધુ ને ગાડી માં બેસાડવામાં આવ્યા, ગોપાલભાઈ છેક પાદર સુધી વળાવા ગયા.
જાન આવી અને શરણાઈઓ થી નવવિવાહિત નું સ્વાગત થયું. ગૌરી તો હરખઘેલી થઇ બધુંય જોયા કરતી હતી. બધા એ વિદાઈ લઇ લીધી. મધ્યરાત્રિ ના પહોર માં બે અગિયાઓ એકબીજાના રંગો માં સમાય ગયા. આજ સવાર એ ચમેલી ના ફૂલો થી મહેકી રહી હતી, નવોઢા ના મન માં નિત-નવા રંગો જન્મ લઇ રહ્યા હતા. સામેથી તો જીવતર ને કેમ પુછાઈ કે મને કયારે લઇ જશો. ગૌરી બારણાં પાછળ ઉભી રહી રમાબેન, ભીખાભાઇ અને શંભુ ના વાર્તાલાપ ને સાંભળી રહી હતી.
ભીખાભાઇ એ કહ્યું,"બેટા, હવે વહુ ને જોડે લઈને જશો ને.". રમાબેન એ ટહુકો પુરાવ્યો,"હા, તે કઈ પૂછવાની વાત છે." શંભુ એ વીલા મોઢે જવાબ આપ્યો, "માં-બાપા, મન તો મારુ ય ઘણુંય છે કે હું ગૌરી ને સંગાથ લઇ જાવ, પણ ભાડા ની નાનકડી ઓરડી માં કેમેય રેસે બાપડી. હું વિચારું છું કે છ મહિના પછી એક સારું મકાન ભાડે રાખી અને ગૌરી ને ત્યાં લઇ જાવ. દર મહિને આવતો રહીશ અને ખર્ચો પણ મોકલતો રહીશ."
ગૌરી તો ત્યાં જ ઉભી રહી ગઈ. આ સાંભળીને જાણે એના માથે તો જાણે આભ તૂટી પડ્યું. હજારો ઓરતાઓ અને સપનાઓ પળવાર માં રોળાઈ ગયા. એના આંસુ જાણે થીજી ગયા. કોને કહે, શું બોલે એ ગૌરી ને સમજાતું નો'તું. શંભુ અંદર આવ્યો અને ગૌરી તરફ જોયું, એ ભાળી ગયો કે ગૌરી એ બધુંય સાંભળી લીધું છે. શંભુ એ કહ્યું, "નાહક ચિંતા ના કર, હું મળવા આવીશ તને." ગૌરી મૂક રહી. એની આશાભરી નજરો શંભુ ને જોઈ રહી હતી.
શંભુ ના ગયા પછી ગૌરી ની દિનચર્યા માં કશો ફેરફાર આવ્યો નહિ. રોજ સવારે ગોપાલભાઈ ગાય-ભેંસો દોહે, ગૌરી હિરણ કાંઠે ઠામડા ઊટકીને ચોખ્ખું પાણી ભરી લાવે. રમાબેન રોટલા ટીપે અને ગૌરી ગાય-ભેંસો ને નીરણ નાખે. ત્રણેય બોપોરા કરીને સુખ-દુઃખ ની વાતો કરે. ગૌરી રમાબેન માં પોતાની માં ને ખોળીને ખુબ જ સેવા કરે છે. ભીખાભાઇ ને પિતા સમાન સમજી હંમેશા મર્યાદા પૂર્વક રાખતી. એક દીકરી ની જેમ આ ઘરમાં ભળી ગઈ. ભીખાભાઇ અને રમાબેન ની સવાર ગૌરી ના સુમધુર કંઠ વિના કદાચ અધૂરી ભાસત. ગાય-ભેંસો પણ જાણે એનું ગીત સાંભળી ઝૂમવા મંડતા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા મહિનો પૂરો થવા આવ્યો, ગૌરી કાગડોળે રાહ જોઈ રહી હતી. રમાબેન એ રમુજી કરતા ગૌરી બોલી, "હું તો હરખાઈ ગઈ માં."
શંભુ આવ્યો અને જાણે ગૌરી માં કૈંક નવું જ તેજ આવી ગયું. બે દિવસ માટે આવેલા એના જીવતર ને કઈ આછું ના આવું જોઈએ એ બાબતે ગૌરી ખુબ જ ધ્યાનપૂર્વક કામ કરી રહી હતી. બે દિવસો તો જાણે પળ માં પસાર થઇ ગયા. ફરીથી વિદાઈ ની વેળા એ ગૌરી રડી પડી. આશ્વાસન આપતો શંભુ ફરીથી પોતાની ફરજે ચડવા તૈયાર થઇ ગયો. અને ગૌરી એની બસ ને છેલ્લે સુધી તાકતી રહી
બે-ત્રણ મહિનાઓ જોત-જોતામાં પસાર થઇ ગયા. ગૌરી દર મહિને પોતાના નાથ ની રાહ જોઈને અધીરી બની જતી. જેમ જેમ મહિનાઓ પસાર થતા હતા, ગૌરી ના ઓરતાઓ પ્રબળ થતા હતા. પાંચમા મહિને સવારે ગૌરી રાહ જોઈને બેઠી હતી સમય વીતી ગયો પણ શંભુ આવ્યો નહિ. ગૌરી એ ગોપાલભાઈ ને પૂછ્યું ,"હેં બાપા, એ કેમ આવ્યા નહિ હજુ.". ગોપાલભાઈ એ જવાબ આપ્યો, "બેટા, એનો કાગળ આવ્યો છે, કે આ મહિને હું નહિ આવી શકું." ગૌરી ના હરખના આંસુ જાણે દુઃખ માં બદલાઈ ગયા. રમાબેન પાસે જઈને રડી પડી,"માં કેમ આવ્યા નહિ એ." રમાબેન એ કહ્યું,"દીકરી, રડીશ નહિ, હવે થોડોક જ સમય છે." ગૌરી શાંત થઇ.
આ વાત ને બે વર્ષ વીતી ગયા,શંભુ ના કાગળો આવતા, આવતા મહિને મોટું પ્રોમોશન થશે પછી લઇ જઈશ. બે મહિના થયા કાગળો આવવાના પણ બંધ થઇ ગયા. ગૌરી ની આશા હવે ભાંગી રહી હતી, પણ હિમ્મત નહિ. આખરે માં-બાપા ની રજા લઈને ગૌરી એ અમદાવાદ જવાનું નક્કી કર્યું.કદી બસ માં ના બેસેલી ગૌરી આજે મોટા શહેર માં જવાની હતી. કોણ જાણે કેમેય ખોળીશ મારા જીવ ને એવી ગડમથલ ગૌરી ના મન માં ભમી રહી હતી.
કાલુપુર સ્ટેશન આવતા ગૌરી નીચે ઉતરી. માં એ રોટલા ભરી દીધા તા એ અને છાસ પીધી. બસ તેના પછી હાથ માં પોતાનો અને શંભુ નો લગન વખતનો ફોટો લઇ અને નીકળી પડી. ધક્કાઓ ખાતી ખાતી એ અમદાવાદ માં બધી બેંક માં જઈને આ ફોટો બતાડવા માંગતી હતી. ક્યાંકથી એને હડસેલી મૂકી તો ક્યાંક એને નિરાશા મળી. રહેવા માટે જ ગોપાલભાઈ ના કોઈ દૂરના સંબંધી ને ત્યાં રાત રોકાઈને બીજા દિવસથી ફરીથી શોધ શુરુ કરી. ફરતા ફરતા ગૌરી ને ચક્કર આવી ગયા કોઈ એ પાણી પીવડાવી ઉભા રાખીને પૂછ્યું, "બહેન, અહીંયા શું કરો છો તમે?" ગૌરી એ જવાબ આપ્યો,"હું મારા ઘરવાળા ને ખોળવા આઈ છું." સામેવાળા એ હસીને જવાબ આપ્યો, "બહેન, આ શહેર માં તો કોઈનું મળવું મુક્શેલ છે, જ્યાંથી આવી હોઈ ત્યાં પછી ચાલી જા."
ગૌરી એ કશો જવાબ ના આપ્યો; અને ત્યાંથી ચાલી ગઈ. દિવસો સુધી ફર્યા પછી પણ શંભુ નો કોઈ પતો લાગ્યો નઈ. આખરે ગૌરી એ ઘરે જવાનો નિર્ણય કર્યો. માં- બાપા ની ચિંતા થતા એને પાછું ફરવું યોગ્ય લાગ્યું. ફરીથી એ જ સ્ટેશન પાર બેસતા ગૌરી નું હૈયું ધગી રહ્યું હતું. જીવ બળતો હતો, અને એની આત્મા અને કોસી રહી હતી, એનું મન અંદરમાં પેસી જતું હતું, "શું કામ ના એ સાત ફેરા જો તું પતિ ને ના ખોળી શકે."
વિચારતા વિચારતા સોમનાથ એક્સપ્રેસ પાટા ઉપર આવીને ઉભી રહી ગઈ. ક્ષીણ હૃદયે ગૌરી એ પોતાના પગ ઉપાડ્યા. ગૌરીએ ટ્રેન માં બેસીને પોતાનું સ્થાન લીધું અને વીલા મને ઘર તરફ પ્રયાણ કર્યું.
આગળનું સ્ટેશન આવતા ગૌરી પાણી પીવા નીચે ઉતરી; હજી હૈયું માનતું નહોતું. ગૌરી પાછી પોતાની એ જગ્યા એ આવીને બેસી. ટ્રેન ઉપડવાને હજુ વાર હતી, એને જોયું કે એની બાજુમાં એક નાની અમથી છોકરી આવીને બેઠી છે. તેણીને રમૂડી યાદ આવતા પેલીને રમાડવા માંડ્યું. ગૌરી એ પૂછ્યું, "બેટા તારું નામ શું છે ?" તેણે જવાબ આપ્યો, "લાહી.." તોતડી ભાષામાં બોલતા સાંભળીને પ્રિયા અને ગૌરી હસી પડ્યા. પ્રિયા એ ગૌરી સાથે વાતો કરી અને તેને પૂછ્યું. ગૌરી એ પોતાની આપવીતી પ્રિયા ને કહી સંભળાવી, પ્રિયા ની આંખો માં પણ આંસુ આવી ગયા.
પ્રિયા એ કહ્યું, "તું ચિંતા ના કરીશ ગૌરી, હું મારા પતિ જોડે વાત કરીશ. એ પણ અમદાવાદ માં બેંક માં નૌકરી કરે છે એ કદાચ તારી મદદ કરી શકશે. તારી પાસે કોઈ ફોટો હોઈ તો બતાડ." ગૌરી એ ફોટો શોધવા જયારે થેલા માં હાથ નાખ્યો ત્યરે એને મહેસુસ થયું કે એ પોતાની સૌથી કિંમતી વસ્તુ સ્ટેશન પર ભૂલી ચુકી હતી. હાથ માં નિરાશા સાથે ફરી એના આંસુ સરી પડ્યા.
એટલામાં સમીર આવ્યો એને પ્રિયા ને રાહી તરફ નજર ફેરવીને કહ્યું, "આ પ્રિયા તારી વેફર અને રાહી નું મેંગો જ્યુસ." પ્રિયા એ કહ્યું “આને મળ સમીર આ ગૌરી.” સમીર એ એક નજર ગૌરી તરફ નાખી. ગૌરી ઢળી પડી, આત્મા તો ક્યાં રહ્યો જ હતો.