"આભાસી પપ્પા"
****************** ચંદ્રકાન્ત જે સોની - મોડાસા
"મમ્મી....જો....પપ્પા....આવ્યા." માલતી ઘરની બહાર આવી."ના..બેટા....અંકલ. ..છે.."
"મમ્મી. પપ્પા કયારે આવશે?" રોજનો એકનો એક પ્રશ્ર્ન!!
"આવી જશે.. .હાં.... બેટા , તું જમી લે , તારે સ્કૂલે જવાનું મોડું થશે. હમણાં સ્કૂલવાન આવતી જ હશે! ચાલ તો.. મારો ડાહ્યો દિકરો." લાડ કરતી બાળક નો હાથ પકડી, તેને ઘરમાં લઈ ગઇ.
મયંકથી હસી પડાયું .. ..આજે મયંકનું બાઈક બગડ્યું હતું. તેણે વિચાર્યુ, કે નજીકથી રિક્ષા પકડીને સ્ટેશને પહોંચી ,બસમાં ઑફીસ પહોંચી જવાશે. ઘર આગળથી પસાર થતાં આ બાળકે તેને જોયો અને...."પપ્પા..આવ્યા" ની તેણે બૂમ પાડી..
આભાસી પપ્પા
આ શહેરમાં મયંક નવો નવો આવ્યો હતો.. આઈ.ટી.ઍન્જીનીયર હતો. કંપની માં જૉબ મળી હતી, એટલે વતનમાં મા બાપ, પત્ની અને નાનકડી સ્વિટુને વતનમાં મૂકીને આવ્યો હતો. બરાબર સૅટલ થઈ જાય પછી બધાને અહીં લાવી દેવાય.
તેના પિતાજી ત્રીસ ત્રીસ વષૅથી, નાનકડા ગામમાં, ગામને છેવાડે ઝાડ નીચે નાનકડી પેટી લઈ બૂટ ચંપલ રિપેરીંઞ અને પૉલીશનુ કામ કરી કુટુંબનું ગુજરાન ચલાવતા... તો, મા છૂટક મજૂરી. બાપની ત્રેવડ અને માની કરકસરથી, તે ઉચ્ચ શિક્ષણ મેળવી શકયો.. ઞજા પ્રમાણે ના ખર્ચમા તેના લગ્ન પણ પત્યા. દિકરો હવે કુટુંબનો ભાર હળવો કરશે એવી તેમની ધારણા પણ ખોટી ન હતી. કેમકે નવી આવેલી વહુએ પણ ઘરની પરિસ્થિતિ પ્રમાણે જીવવાનું શીખી લીધું હતું. તેનો તેમને આનંદ સાથે સંતોષ પણ હતો.
મયંક સમયસર ઑફિસ પહોંચી ગયો. પણ આજે તેનું મન બેચેન હતું. તેની સ્વિટુ તેની સાથે હોત તો!! અને પત્ની હિના..બિચારી. કદી એકલી રહેલી નથી, બાપુજીની ઊમરને કારણે હવે તેમનાથી કામ પણ થતુ નથી, અને મા ની માંદગી...મયંક વિચારે ચડ્યો.
વળી પાછો પેલા નાનકડા બાળક નો અવાજ.. "મમ્મી...પપ્પા આવ્યા.."તેના કાને પડઘાયો.....તો નાનકડા બાળકને હાથ પકડી ઘરમાં લઈ જતી માલતીની તેના તરફ મંડાયેલી ત્રાંસી આંખો...
મયંક ઘર પરિવારથી દૂર નોકરી માટે આવ્યો હતો એટલે તેના કુટુંબની યાદથી કે પછી પેલા બાળકનુ "મમ્મી...પપ્પા આવ્યા.." અને માલતીનુ ત્રાસી આંખે તેના તરફ સૂચક રીતે જોઈ લેવુ તેને બેચેન કરી રહ્યુ હતું. એ. તે સમજી શકતો ન હતો!!!
આજે ઑફિસમા કામ કરવાની તેને મજા આવતી ન હતી. થતું કે રજા મૂકીને ઘેર જતો રહે, પણ ઘરનું એકાંત તેને કોરી ખાશે,તો? અહીં તો કામમાં સમય પસાર થઇ જશે..એમ વિચારી મન મનાવ્યુ.
પણ આજે રોજ કરતાં વહેલા ઘેર જવાની રજા માગતા ...બૉસે કારણ પૂછ્યુ: તેની પાસે શો જવાબ હોય,!હોઠે આવ્યુ તે કહી દીધુ,"સર, તબિયત ઠીક લાગતી નથી.."
"તમે નવા છો ને એટલે,
વાતાવરણની અસર, ઘેર જાઓ આરામ કરો, અને હા, કાલે કદાચ ન અવાય તો મને ફોન કરી દેજો. "બૉસ કેટલા ભલા,...કાલની પણ રજા પણ વગર માગે આપી દીધી! હજુ તો નોકરીમાં મહિનો પણ થયો નથી..
બસ પકડીને તે આવ્યો..રીક્ષા ન કરતાં ચાલવાનું વિચાર્યું. રસ્તામાં ફરસાણ વાળા ની દુકાનેથી ફરસાણ લઈ લેવાનું વિચારી પગ તે તરફ ઉપાડ્યા..
પણ ફરસાણ વાળાની દુકાને, માલતી અને પેલા બાળક ને તેણે જોયા. તે અવાક્ બની ગયો. ન તેણે પેલા બાળક સામે જોયું કે ન માલતી સામે. પણ એટલામાં પેલા બાળકની નજર મયંક પર પડતાં. મમ્મીનો હાથ છોડાવી જાણે કે પોતાના પપ્પાને વળગી પડતો ન હોય! એમ એકાએક તેને વળગી પડ્યુ. માલતી ઠપકાભરી આંખે તેને તાકી રહી. ધીમે પગલે મયંક પાસે આવી.
"નવા છો?" માલતીએ પૂછ્યું
"હા" , માત્ર ટૂંકો જવાબ..
જૉબ છે?
"હા"
કંપનીમાં?
હા
"એકલા રહો છો?'
આ સવાલે મયંકને પરસેવે રેબઝેબ કરી નાખ્યો. એક અજાણી સ્ત્રી, પોતાનામાં આટલો રસ લે, તે તેને નવાઈ લાગી. છતાં માત્ર હકારમા જ તેણે માથું ધુણાવ્યુ. .
પૈસા ચૂકવી માલતી ચાલતી થઇ. બાળક "પપ્પા ...પપ્પા " કરતુ તેની સાથે ઢસડાતુ ઞયુ..તે મૂઢની માફક જડ્વત્ ઉભો રહ્યો. જરૂરી ફરસાણ ખરીદી, તે પણ ધીમા પગલે કંઈક વિચારતો ચાલવા માંડ્યો..
સોસાયટી માં પ્રવેશતાં માલતીનુ ઘર પહેલાં આવતું. માલતીના ઘરની આગળથી જતાં તેના પગમાં જાણેકે મણમણની બેડીઓ લાગી ગઇ.
બાળક "પપ્પા..પપ્પા" ની રટ લગાવી જોરજોરથી ચીસો પાડતુ હતું.. માલતી તેને શાંત પાડવા મથતી હતી.. કંટાળીને ધોલધપાટ કરી રહી હતી.. બાળકનુ રૂદન અને માલતીનુ વર્તન અસહય હતાં.
ધીમા પઞલે તે ઘેર આવ્યો. તેની બેચેની તેને અકળાઈ મૂકતી હતી. એક તરફ વતનના વ્હાલપની વેદના તો બીજી બાજુ અજાણી જગ્યાએ અનોખો અનુભવ!!!
બીજા દિવસે મનોમન તેણે માલતીના ઘેર જવાનુ વિચાર્યુ..ખરી હકીકત જાણવા અને પોતાનાથી બનતી મદદ કરવા..
ખૂબ વિચાર કર્યા પછી, માલતીના ઘરનો ડોરબેલ તેણે વઞાડ્યો. બારણુ ખૂલતાં જ શાંત અને મૌન બેસી રહેલા પેલા બાળક પર તેની નજર પડી... અને બાળકની મયંક પર...બાળકમાં જાણે કે નવચેતન પ્રકટ્યુ..હોય એમ "પપ્પા..પપ્પા "કરતુ તેને બાઝી પડ્યુ. મયંક પણ પોતાની જાતને ન રોકી શક્યો. બાળકને બાથમાં લઈ તેડી વહાલ વરસાવવા માંડ્યો..
માલતી સજળ નેત્રે આ દ્રશ્ય જોઈ રહી.
"માફ. કરજો, મૅડમ,..આપણે કોઇ ઓળખાણ નથી. પણ આ બાળકે તો....."
"હું જાણું છું. માલતી ફકત એટલુ જ બોલી., મયંક ને બેસવાનો ઈશારો કરી રસોડા તરફ ગઇ. પણ મયંક તો ફાટી આંખે તેના દિવાનખંડમાં ટીંગાળેલી તસવીર જોઈ રહ્યો તસવીર મયંકની જ હતી..
માલતી પાણી લઈ આવી. મયંક સામે જોઈ રહી. તેણે મયંકને પૂછ્યુ:"આશ્ચર્ય થાય છે ને? તમારી તસવીર મારા દિવાનખંડમા જોઈને?",
અને તેની આખો ભીની થઈ.. તો મયંક અવાક બની ઞયો. અને માલતીના ચહેરાને તાકીરહ્મો. કયાંક કશી ઓળખાણ,. યાદ આવે તે માટે પોતાની જાતને ઢંઢોળી રહ્મો. બાળક મયંકના ખોળામાં શાંતીથી રમી રહ્મુ હતુ..લાડથી.. વહાલથી...પ્રેમથી...સ્નેહ થી..પપ્પા પપ્પા કરતુ બાળસહજ ભાવે!!!!
મયંક અને માલતી ની આખો પોતપોતાનો ભૂતકાળ ખંખોળી રહી હતી. મયંકને માલતીનો કયાંય મળ્યાનું યાદ ન આવ્યુ. પણ માલતી તો......
"મૅડમ એક વાત પૂછુ? આ મારી તસવીર આપની પાસે..બાળકનુ મને "પપ્પા' માની લેવુ શુ છે? હું તો તમને ઓળખતો પણ નથી. અને મારા વતનથી આ શહેર તો ખૂબ દૂર છે આ સંજોગ કેવો,? કેવી રીતે,? કોને માટે,? કોણે ઉભો કર્યો?એક શ્ર્વાસે મયંક બોલી ઉઠયો....
માલતી શાંત ચિત્તે તેને તાકી રહી.
"તમારૂ નામ મયંક ને? મયંકનુ આશ્રર્ય ઑર વધી ગયુ.
"અભિનયમાં પણ રૂચી રાખો છો, ખરૂ ને?" મયંકે માત્ર હકારમા માથું ધૂણાવ્યુ.
"આંસુ નો દરિયો" નાટકમા તમે કમાલનો અભિનય આપ્યો હતો નહીં?" ...અભિનય વખાણાયો ખરૂ ને?" મયંક સાંભળી જ રહ્મો.
નાટકની તસવીરો શહેરના મોટાભાગના મૅગેઝીનોમાં છપાઈ..અને પછી તમે કયાંય દેખાયા નહીં. ના કોઈ નાટકમાં કે ના કોઇ સિનેમામાં ખરૂને?"
"કેમ?'........
આ કેમનો ઉત્તર હવે મયંકથી આપ્યા વિના ચાલે એમ ન હતુ
"ઘરની આર્થિક સ્થિતિ, નબળી હતી,ભણવુ જરૂરી હતુ, અને નોકરી કરી કુટુંબનુ ભરણપોષણ કરવાનુ એથી ય વધુ અગત્યનું તેથી..."
ઠીક, તમારૂ આ નાટક મેં અને મારા પતિએ ત્રણ ત્રણ વખત જોયુ હતુ. અમદાવાદના નાટયગૃહમાં. તમારો અભિનય મારા પતિને ખૂબ પ્રભાવિત કરી ગયો. મૅગેઝીનમાં આવેલ તમારો આ ફોટો એમની જ પસંદગીથી દિવાનખંડમાં ટીંગાળ્યો. તમે એમના પ્રિય કલાકાર થઇ ગયા. તેમના હ્વદયમાં અમીટ સ્થાન પામ્યા. પણ ....પણ વિધિની વક્રતા, તો જુઓ ..બે વષૅ પહેલાં કાર અકસ્માતમાં તે.......અને માલતી ધ્રુસકે. ધ્રુસકે રડી પડી..
ત્યારે મારો દિકરો આ, શ્રેય. નાનો હતો એકાદ વષૅનો. પણ જેમજેમ મોટો થતો ગયો તેમતેમ પપ્પાને યાદ કરતો. કેમકે તેની સ્કુલમાં બાળકોને લેવા તેમના પપ્પા આવતા. અને તેને લેવા હું જતી. એક દિવસ પપ્પા માટે તેણે હઠ કરી મને પપ્પા વિષે પૂછયુ, તેને પપ્પા જોવા હતા.
રોજ તે આ તસવીર જોઈ રહેતો..તેના બાળમાનસમાં કદાચ આ ચિત્ર "પપ્પા" થઈ ......
"પપ્પા પરદેશ ગયા છે..હું ફોન કરીને બોલાવીશ...બસ.."
આમ રોજરોજ બાળકને ખોટેખોટુ સમજાવતી. બાળક માની પણ લેતુ. પણ કુદરતની કરામત તો જુઓ,. એ જ કલાકાર અહીં આ જ શહેરમાં.. મારા દિવાન ખંડમાં સદેહે અને તસવીરમાં દિવાલે. તેમજ શ્રેયના, મન, મગજ, માં હૂબહુ અને રૂબરૂ જોઈ શકાય છે.
મયંક ..હું... મારા પતિને ખૂબ પ્રેમ કરતી...આ તસવીરની લગોલગ બાજુમાં જ એમની તસવીર હતી...એમની સતત યાદ મને ....રડાવી મૂકતી...કદાચ આને કારણે મને કોઈ માનસિક બીમારી થઈ જાય તો ? મારા માસી મનોચિકિત્સક છે એમણે સંભાળીને થોડા સમય માટે મારા પતિની તસવીર ઉતરાવી..લીધેલી...આ તસવીર પણ હું ઉતારી લેવાનું વિચારતી હતી પણ...આ તસવીર દિવાલે લગાવતાં તેમના ચહેરા પરનો આનંદ...હજુ હું ભૂલી નથી..
તેમની ખુશી ભરી યાદો તો મારા જીવનનો સહારો.." અને તે... ડુસકુ ન રોકી શકી. મયંકની આંખો પણ ભીની થઈ ગઈ...
ઘેર જતાં તે પોતાના કલાકાર આત્માને જાણે પૂછી રહ્યો...."બસ. આ પાત્ર ભજવવાનું બાકી હતું? આભાસી પપ્પાનું....."?
__________________________
"Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
Unbelievable
ReplyDelete