‘વિશ્રંભ કથા’- (વિશ્રંભ એટલે રહસ્ય)
...અને માધવી તે પડખું ફરી ગઈ. કરી તેવી જ નસકોરાંય બોલાવવા લાગી ગઈ. કૈલાસ એવા તે ધૂંધવાયો ! તેણે ઊભા થઈ બત્તી કરી. પ્રકાશનાં તાતાં તીરનો સામનો કરવા છાતી ધરતી હાય તેમ વળી માધવી ચત્તી થઈ અને નિરાંતે ઘોરવા લાગી.
વિશ્રંભ કથા - નવલિકા
બારીના ફરફરતા પડદા પાસે ઊભા રહી કૈલાસ વિચારી રહ્યોઃ કેવી છે આ ? આખા દિવસની ધમાલ પછી નિરાંતે વાત કરવા- વહાલ કરવા, તનમનનાં સુખદુઃખા શમાવવા રાતની આ થેાડીક ક્ષા મળે છે... અને તેય હવે તેા આઠ જ દિવસ. અને છતાંય આ માધવી આમ રિસાઈને પાછી નિરાંતે ઘોરી શકે છે! આઠ શાના ? હવે તો સાત જ દિવસ..., દિવસ તો નક્કામા,..સાત રાત જ કહે! ને! આ તે વળી રિસાવાની વેળા છે?
એમાં મેં કહીય શું નાખ્યું ? વાત જેવી વાત નહીં ને મારી તે રાત બગાડી મેલી. પણ એને છે કઈ ? આ દિવસ પછી તો...બાર મહિના સુધી કે તેથીય વધારે...કોણ જાણે કયારે પાછાં મળીએ ? તેમાંય આ પંદર દિવસ તે હોસ્પિટલના ધક્કાએ ભાંગ્યા. છેલ્લા રહ્યા છે તે દિવસો પેટ ભરીને માણી લેવા... પણ એ છે જ આડી ! ગમે તેટલાં વચન ભલે ને આપે ! વંકાઈ કર્યા વગર એની રાત પૂરી થાય જ નહીં...ચા...લો, મારે શું? આ! દિવસ પછી કોણ પૂછ્યાનુ છે એને ?
‘ના, ના. પણ મારે અત્યારે આ વાત જ કાઢવી નહાતી જોઈતી.’ કૈલાસ માધવી પાસે જઈ ને બેઠો: ‘બિચારી ! આખા દિવસની થાકી ગઈ હશે તે ઊંઘી જ જાય ને ? કેટલી ધમાલ રહે છે ઘરમાં ? કેટલાં બધાં માણસા સાથે આખા દિવસ લમણાઝીંક કર્યા કરે ! પછી હુંય પાછા બિચારીને...છો ઊંઘે.’
કૈલાસે માધવીને સરખો કરી ચોરસા એઢાડ્યો. રાત કેમેય ખૂટતી ન હતી. પુસ્તકનાં પાનાંમાં ચિત્ત ચોંટતું નહોતું. તે ઇચ્છતો હતો કે માધવીની ઊંઘ તૂટે અને તે જુએ કે પોતે હજી ઊંઘ્યો નથી... અને એ પાસે આવે. પણ રાત ને વાત બેય પૂરાં થઈ ગયાં...
‘હાય રે......’
સવારમાં ઊઠતાંમાં જ છાતી પર ચેાપડી ઊંધી રાખી સૂતેલા કૈલાસને જોઈ માધવીના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ :’- પછી હું તો સૂઈ જ ગઈ ! બાપ રે...આ તો દિવસ ઊગીય ગયો ! આઠમાંથી એક દિવસ ઓછો ! આખા દિવસમાં એક ઘડીય એ મળવાના નહીં હવે ! પણ એય કેવા છે ? હું રિસાઈ ગઈ તો બોલ્યાય નહીં. એવા વળ રાખે તેા ખાય ખત્તા, મારે શું ? આહાહાહા, જાણે કેાઈ રિસાતુ જ નહી... આખી રાત ચેાપડી વાંચી પણ અડયાય નહીં મને ! એમને શું ? સાત દિવસ પછી એ તે ક્યાંય લહેર કરતા હરશે તે અમારે અહીં કાયમનો એ જ ઢસળબોળો !
‘ના, ના, વાંચતાંવાંચતાં જ રાત કાઢી લાગે છે. હાય રે, હું છતે એમણે પાસાં ધસી રાત કાઢી. બળી મારી ઊંધ ! એમાં એમણે કહ્યું 'તુ શું જે ? ના, ના, હવે તે! બસ કાન પકડું કે આવો વળ ન જ ચડાવવો. એમની હાએ હા ભણું. પતિ આગળ બહુ વળ સારો જ નહીં ને!’
*****
ઘરની બહાર કૈલાસનો દિવસ શરૂ ગયો તો ઘરની અંદર માધવીનો. રોજની જેમ પાણી ગરમ કરવાનો બંબો સળગી ઉઠયો, રસોઈ માટે સગડી. અનાજનો કોઠાર ખુલ્યો અને આંધણ ચડ્યાં. ઝાપટઝૂપટ શરૂ થઈ. ચા દૂધ માટે સ્ટવ ધમધમી ઉઠયો. સાબુના પાણી ઉકળ્યા. કપડાં ધોકાટાયાં. કણક બંધાઈ, પાટલા મંડાયા, વાસણ ઉટકાયાં, ચોકડી ધોવાઈ. બપોર પડી. વીણામણ શરૂ થયાં, દળામણ કઢાયાં, પાપડ વણાયાં, સુકાયા. સાંજના નાસ્તાની તૈયારી શરૂ થઈ. નવું દૂધ આવ્યું. શાળા - ઑફિસેથી આવનાર માટે ચા દૂધ થયાં. રાતના વાળુની તૈયારી શરૂ થઈ, વાસણ ચોકડી સાફ થયાં. ઢાંકોઢુંબો થયાં. સવાર માટેનું શાક ચૂંટાયું, દહીં જમાવાયું, બિછાનાઓ બિછાવાયાં, બાળકો ઊંઘાડાયાં…અને પછી આવી એવી જ અમૂલી રાત…
એ રાત માટે જ જાણે દિવસ દોડતો હોય તેમ દિવસ પસાર કરતો કૈલાસ મેડીએ આવીને મોંમાં સોપારી મમળાવતો માધવીની રાહ જોઈ બેઠો. માધવી સાંધવાની ચાદર અને ટાંકવાનાં બટન લઈને ઉપર આવી પહોંચી. બન્નેએ પેાતપોતાનો નિશ્ચય યાદ કરી લીધો હતો. માધવી આવતાં જ કૈલાસ ઊઠીને એના હાથમાંથી ચાદર ઝૂંટવી લેતાં બોલ્યાઃ ‘હજી તારું કામ ન પત્યું ? નથી લઈ જવી મારે આ ચાદર. અને હવે ચાદર ફાટેલી હશે તેાય શું ? તું ત્યાં હવે કયાં જોવા આવવાની છે ?'
‘તમે મને તમારી એ જવાની વાત યાદ ન કરાવે, હાં ? મને કૈક કૈક થઈ જાય છે. અને પાછા કેવાકેવા વિચાર આવે છે ? સાત દિવસ પછી...અરે ચિંતા કરીકરી હું તે...’
‘અરે ગાંડી, રડે છે કે શું ? ચિંતા શું કરવાની એમાં ! કંઈ હું બકુલ જેવડા કીકો તો નથી ને ?’
‘ના, પણ જોયું ને પ્રફુલ્લભાઈ બિચ્ચારા...! કોને ખબર હતી કે આમ અકસ્માત નડશે ? મીનાબહેનનુ તેા મોંય જોવાતુ નથી. હજી તો ઉંમરેય કેટલી નાની ? એક જ નાનું બાળક...કેવાં નિરાધાર થઈ ગયાં ?'
કૈલાસે બત્તી બંધ કરી દીધી હતી. માધવી ડરથી બાથમાં સમાઈ ગઈ હતી. કૈલાસનો હાથ જોરથી પકડીને તે બોલતી જ ગઈ -‘બિચારાં મીનાબહેન, એ લોકો એને ભણાવે તે સારું, પગભર તો થઈ જાય. એકના એક બાળકને ઉછેરી મોટો કરે પછી...'
‘મારા પીળા ખમીસના તે બટન ટાંક્યુ છે કે નહીં ? પેલું રેશમી છે તે હં! ' કૈલાસે વાત બદલી.
‘પીળું ખમીસ ને ? હા, પણ હવે હું તમને તે પહેરવા નહીં દઉં. ના, સાથે લઈ પણ જવાનું નથી. પ્રફુલ્લભાઈ હંમેશ પીળુ ખમીસ પહેરતા. મને એ અપશુકન જ લાગે છે હવે.'
‘અરે, સાવ ગાંડા જેવી વાત કરે છે ! એને મારી સાથે શો સબંધ ?’ કૈલાસે જરા ઊંચા સાદે કહ્યું .
‘ના, ના, મારા સમ. મારી આટલી વાત ન માનો ? મને ખૂબ બીક લાગે છે. બિચારાં મીનાબહેન...'
‘અરે, ઠીક યાદ આવ્યું. આ વખતે તે વીમાનું પ્રીમિયમ ભરવાનુ છે. સવારે ઉઠતાંમાં જ યાદ દેવડાવજે. કેટલાંય કામો બાકી રહી જાય છે.’
‘વીમો...? છિ: છિ: મીનાબહેનને ય મેાટા વીમો પાકશે. પણ માણસ જેવો માણસ ન રહે પછી...' માધવીને સાદ રડમસ થઈ ગયા.
‘હવે ભૂલી જા તે એ વાત. રાતે સપનામાંય એ આવશે. કંઈ બીજી વાત કર.’
‘ શું ધૂળ કરું ? મને તે એ ને એ જ આંખે તરે છે, એની ચિંતા દેખાય છે, મીનાબહેન માથાં પછાડતાં દેખાય છે, એનુ બાળક ટળવળતું દેખાય છે. હાય રે, બિચારી ભરજુવાનીમાં...સૂઈ ગયા કે શું ?'
કૈલાસ ખરેખર ઊંઘી ગયો હતો.
હવે છ જ દિવસ બાકી રહ્યા હતા.
*****
‘ત્ચ ત્ચ ત્ચ શું થાય ? પડેાશમાં જ આવા ભયંકર બનાવ બન્યો હોય ને એને એવી અસર થાય એ સ્વાભાવિક જ છે. સ્ત્રીની જાત જ નાજુક હૈયાની. પણ હવે માત્ર છ જ રાત...’ ઑફિસે જતાં જતાં કૈલાસે મન મનાવ્યું.
‘મીનાબહેનનું જે થવાનુ હતું તે થઈ ગયું, પણ હું કાં ઘરમાં એ પારકી પંચાત લઈ બેઠી? હે પ્રભુ, હું તો નિર્બળ નારી છું. મારું સૌભાગ્ય અમર અખંડ રાખજો. આ છ રાત હું એમને જરાય ન દુભવું. પ્રભુ એમનું સદા રક્ષણ કરો.’
માધવીએ તે દિવસે પૂજામાં રોજ કરતાં વધુ વાર લગાડી. દિવસભરનાં કામો એ જ પ્રમાણે પતાવી રાતનાં કેટલાંય કામો માંડી વાળીને તે વહેલી ઉપર આવવા તૈયાર થઈ હતી, ત્યાં તે બહાર ઑફિસના પટાવાળા આવ્યો હતો. માધવીએ ચિઠ્ઠી ખોલી વાંચ્યું: ‘હું જરા મોડો આવીશ. મારા જમવાની રાહ ન જોશો.’ માધવીએ ગુસ્સે ન થવાને નિર્ણય કર્યો, ‘હું જાગતી એમની રાહ જોઈશ.’
રાતે બાર વાગે પાછળના દરવાજાનું તાળું ખાલી કૈલાસ અંદર આવ્યો. માધવી ઊંધતી હતી.
‘ઊંઘી ગઈ એમ ? રાહ પણ ન જોવાઈ ?' ખીંટીએ કપડાં ટીંગાડતાં બેફિકરાઈથી તેણે સીટી વગાડવા માંડી. ખાનાં ઊંઘાડબંધ કર્યાં. પાણીની કાઢીને નમાવતાં ખણણણ કરતા પિત્તળના પ્યાલાને નીચે પડવા દીધા. અવાજો કરીકરી કોગળા કર્યા અને પછી છેલ્લી વાર ઊંધતી માધવીને જોઈ પથારીના ખૂણામાં જાગતો પડ્યો...
*****
આંખ ખુલ્લી રાખવાના પ્રયાસ છતાં કોણ જાણે કેમ માધવીને ઊંધ જ આવી ગયેલી તેથી આગલી રાતના પસ્તાવા કરતી હોય તેમ બીજી રાતે માધવી હંમેશ કરતાં વહેલી ઉપર આવી ગઈ. પાંચ રાત મનમાન્યા સુખમાં વિતાવવી જ જોઈએ.
કૈલાસ હજી ઓફિસનાં કાગળિયાં ઊથલાવતો ખુરશી પર બેઠો હતો. માધવીને એમ નવરી બની પથારીમાં આળેાટતાં જોતાં જ એને આનંદને ઊભરો ચડી આવ્યા. તેણે ઝટપટ પેાતાનું કામ આટોપી લીધું, પથારીમાં લંબાવતા તેણે વાતે શરૂ કરી:’હવે મારે છાપાવાળાનું અને લોન્ડ્રીના હિસાબનુ કામ બાકી રહ્યું. તું ડાયરીમાં નોંધતી જજે. હા, રેડિયા લાઈસન્સની તારીખ નોંધાવી લેજે. લાઈટનુ બિલ આ વખતે ભરાઈ ગયું છે. શું વિચાર કરે છે હું ? તું બહુ ઢીલી હોં !' માધવી હજી ચૂપ- ચાપ પડી હતી કૈલાસે તેને હાથ હાથમાં લીધા. ‘વાસણ માંજીમાંજી હાથ કેવા ખરબચડા કરી નાખ્યા છે ?'
‘સારું, ત્યારે તો રાખવા’તા તે નોકર ! નહીં તેા લઈ આવો કોઈ સુંવાળા હાથવાળી !'
કૈલાસને થયું, ‘ખોટું થયું આ તે ! આવે વખતે ખોડ તે ન જ કાઢવી જોઈએ. બલ્કે કૈક વખાણ કરવા જોઈએ.’
‘અરે વળી પાછાં રીસ ને છણકો કર્યા મેં ?' આમ વિચારતાં માધવી વધુ નજીક સરી.
‘ના રે, મને તે મારી ખરબચડા હાથવાળી જ ગમે ! સાચું કહુ` માધવી ? મને તો તારા વગર બીજી કેાઈ આવે તે ફાવે જ નહીં.’
‘ બસ રાખો હવે, તમને તો ઘણીય જોઈએ, પણ કોઈ આવે તે ને?'
‘ કેમ, શું હું એવો ઘરડો લાગું છું?'
‘નહીં તે। ? જુએ તો આ પળિયાં તે આવ્યાં માથે...’
“માથે પળિયાં આવ્યાં તે તને શુ નડે છે, કહે જોઉં ! વાંધો આવે છે તને? ને એમ હાય તો જો, આ તારા માથામાંથીય ધોળા વાળ.'
ખટ્ ખટ્ બે વાળ કૈલાસે તેાડી આપ્યાં.
‘અરે અરે...શું કરો છો ? કયારનું માથું દુઃખતું હતું. આળોટીઆળેટી જેમતેમ ભૂલતી હતી ત્યાં તમે વધારા કર્યાં, ઉંહ.. બામ ઘસવાને બદલે... '
કૈલાસે પથારી પાસે પડેલી બામની શીશી જોઈ. બધી વાત સમજાઈ ગઈ. માધવીનું માથું દુ:ખે છે એટલે. એમાં કંઈ ભલી વાર નહીં. એ પારાયણ હવે આગળ કેવી હશે તેની એને ખબર હતી. તેણે મૂગે મોંએ સુતાંસૂતાં બામ ઘસ્યું.
‘બત્તી બંધ કરી દે ને? કેમ ખેાલતા નથી ? ' કૈલાસ બામ ધસી હાથ ધેાઈ ને પથારીમાં ગાઠવાયો.
‘બોલો ને ?'
‘શુ બોલે ? ’
‘જરા અહીં માથે હાય મુકો ને !' માધવી તેને રિઝવતી હતી. કૈલાસ સમજી ગયો : ’ઊંહ ! એવી દયા ન જોઈ એ. એમાં શી મઝા ? ’
‘કૈલાસ ! ’
'...!'
‘ઊંઘી ગયા ? ’
‘ના, કેમ ?’
‘ કેમ ચૂપ છો ?’
‘તારે શું કામ છે એ કહે ને? ક્રુટ સાલ્ટ આપું ? એનેસિન આપું? શા હુકમ છે ?'
‘ આવું આડુ આડું ન બોલો. હું શું કરું? અને છતાંય...’
‘ના જી, મહેરબાની. હવે ઊંઘી જ જા. વધુ માથું ચડશે તે ઊલટીએ બાકી રહી છે તેય કરવા માંડશે...’
*****
ચોથી રાતે માધવી રડતા બકુલને લઈને ઉપર આવી:‘ના, આજે તે। કહી જ દઉં. છોડું જ નહિં ને?’
‘શું થયુ? આનેા કાન તેા છોડ! શી છે રડારાળ ?'
‘હવે સાંભળો આજે, આ તમારા કુંવર રોજ સ્કૂલમાંથી ભાગી જાય છે. આજે તા છેકરીઓની સ્કૂલમાંથી પકડાયા. એના હેડમાસ્તરે શિક્ષા કરી એને...'
કૈલાસે ખૂબ ઘાંટા પાડી બકુલને ધમકાવ્યો. ચિંતાથી તેનુ મગજ ઉશ્કેરાઈ ગયું. બકુલ નીચે ગયો . માધવી પ્રેમથી કૈલાસની પીઠે હાથ ફેરવવા લાગી:
‘એમાં ગભરાઈ ગયા ? એ તો જરા એવી સેાબતે ચડી ગયો છે.’
‘ પણ આટલી ઉંમરમાં એ છોકરીઓની શાળામાં આંટા મારે?’
‘ આજકાલનાં છોકરાં જરા વહેલાં...’
‘એ જ ખોટુ છે ને? આ ઉંમરમાં જ જે એના પર પૂરતું ધ્યાન નહીં અપાય તે...’
બન્ને પતિપત્ની પેાતાના ચિરંજીવીનાં સારાં અને ખરાબ લક્ષણા વિષે ચિંતા કરતાં ખેઠાં. આવી વાત જ્યારે માટુ સ્વરૂપ લઈ ને સામે ઊભી હતી તે વખતે માધવીને બાથ ભીડતાં કૈલાસને સંકોચ થતો હતો.
માધવી પસ્તાતી હતી: ‘શા માટે મેં અત્યારે આવી વાત કાઢી ? બિચારા એમને કેટલેા સંતાપ અને ચિંતા થયાં? અને હવે...?'
*****
ત્રીજી રાતે કાઇ પણ જાતનું વિઘ્ન આવી પડે તે પહેલાં જ અધીર બનેલા કૈલાસે માધવીને એરડામાં ખેંચીને ખેાળે બેસાડી દીધી. ‘અરે અરે...સામી બારીમાંથી બધું દેખાય છે. શું સાવ જંગલી જેવા ?’
‘તારે તો બસ જ્યારે ને ત્યારે, કાઈ જોઈ જશે, આ બારી ખુલ્લી છે, આ બારણું ખુલ્લું છે, છોકરાં આવ્યાં, પડોશી આવ્યાં- હું પૂછું છું કે હું ચોરી તેા નથી કરતા કઈ! તારા વર મુઓ છું!'.
‘બસ, જેમ આવે તેમ ઘાંટાઘાંટ ન કરો ! પડોશીઓ સાંભળશે.’
‘સાંભળે તે સારું, એય બરાબર જાણશે કે તું કેવી પત્ની છે કે મારા જવાના બે જ દિવસ બાકી છે છતાં... જવા દે, તને પથ્થરને મારે શુ કરવેા છે?' કૈલાસે માધવીને હળવેા ધક્કો મારી હડસેલી. તે પડી ગઈ.
‘તે શું તમે મને મારી ? આજ આટલાં વર્ષે તમે મારા પર હાથ ઉગામ્યો? જતાંજતાં ખરી ભેટ આપી તમે ! આમ જ એક દિવસ તમે મને હડસેલી જ દેવાના છે ! '
‘ રડ મારા નામનું ! એવી તે શુ તને મારી નાખી? હવે ઘાંટા પાડી સંભળાવ કે તને તારા વરે મારી છે.'
‘- તે છો નેસાંભળે. તમે મારા માંએ ડૂચા દઈ ગામમાં સારા દેખાવા માગે છે ? '
‘હવે ચૂપ થવું છે કે નહીં? ’
‘ નહીં તે શું કરશેા ? મારી નાખશે ? લો...લો...મારી નાખેા, લ્યો આ ફાંસો.ચાકુ લાવી આપું.'.
કૈલાસ ધડાક્ બારણું ખોલી નીચે ઊતરી ગયા. તેણે નેાંધ્યું: હવે તેા બે જ રાત બાકી.
*****
બીજી રાતે કૈલાસે ઈચ્છ્યું કે માધવી કોઈ રીતે અબોલા તાડે. માધવી પણ એમ જ ઇચ્છતી હતી. બન્ને ઊંધે પડખે જાગતાં પડી રહ્યાં. માધવી અકળાઈ રહી હતી, ‘અરે, હવે આજની રાત જાય તે તો પછી એક જ રાત બાકી...' એક જ પથારીની જુદીજુદી ધારે બન્ને એક જ વિચારમાં ઝૂરી રહ્યાં.
‘સ્ત્રીઓ તો કદી નમતું ન આપે. નસકેરાં કયાં બોલે છે? નહીં તો આ ક્યારનીય સૂઈ ગઈ હોય.' ઊંઘમાં પડખુ ફર્યો હોય એવો ડોળ કરતો કૈલાસ માધવીની લગેાલગ આવી ગયો. માધવીને લાગ્યું કે તેની સાડી ખે'ચાય છે. શું આ મને પાસે ખેંચે છે ? જોઉં ફરીને ? ના, ના, જે હશે તે – ઉતાવળ નથી કરવી.’
‘જો, કેટલી અવળચંડી છે? દોરડું બળે પણ વળ ન મૂકે.’ તેણે જોયું તો માધવીનેા અંબોડો છૂટો થઈ ઓશીકા પર પથરાયેલો હતો. મીણની જેમ કૈલાસના ગુસ્સા ઓગળવા લાગ્યો. હળવે હાથે વેરાયલા વાળમાંથી હાથ આવ્યા તે બેત્રણ સોયા કાઢીને તેણે બાજુએ મૂકયા. વાળમાંથી આવતી સુગંધે કૈલાસ અધીર બની ઊઠયો. ‘ક્યાં સુધી ડોળ કરે ? કંઈ નહીં, નમવા દે. પુરુષનો તે ધર્મ જ છે કે તેણે પત્નીને મનાવવી.' અને કૈલાસે જાણે દેાટ જ મૂકી...
‘એ મા હૈ, મરી ગઈ!” માધવીએ હળવી ચીસ પાડી. અને તેણે તેને હાથથી દૂર હડસેલ્યો.
‘શું છે? શું થયું માધવી ?' કૈલાસે તેને એકદમ હાથમાં પકડી લઈ વિહવળતાથી પૂછ્યું.
‘ઓ મા રે, છોડો તે મને. માથામાં સેાયો ખુંપી ગયો છે. અને હજી તો..ખસો ને વાળ ખેંચાય છે...આહ! મરી ગઈ...હું તે !” કૈલાસના હાથ ઢીલા થઈ ગયા. તેણે માધવીને પથારીમાં છાડી-પછાડી દીધી.
વાળ ઠીક કરતાં માધવી પસ્તાઈ રહી. તેણે પાસે સરકી કૈલાસની છાતી પર માથું મૂકર્યું. પણ ત્યાં તે કૈલાસ પથ્થર બની બેઠો હતો: ‘હવે તેા મારે જ ન જોઈ એ...આજેય નહીં ને કાલેય નહીં. કાલે છેલ્લી રાત તેાય નહીં.'
છેલ્લી રાતે પાતાનેા નિશ્ચય અડગ રાખવાનો તેણે દૃઢ સંકલ્પ જ કર્યો હતો. ‘એમ જાણતી હોય કે હું કેવા નચાવું છું. હું પણ એને બતાવી દઉં. મારે કઈ પડી જ નથી એમ જ વર્તીશ. મારે એની જેમ મૌન–રીસ નથી કરવાં.’
*****
તે આખા દિવસ મુસાફરી માટેની ઝીણીઝીણી તૈયારીઓ રાતના બાર વાગ્યા સુધી ચાલી. વારેવારે માધવીની આંખમાં પાણી આવી જતાં હતાં. કેટલી બધી કાળજીથી તે કૈલાસની જરૂરિયાતો વિચારી તૈયારી કરતી હતી ?
કૈલાસ આવું વિચારતાં જરા ઢીલો થઈ જતો. પણ પછી તરત મનને ટપારતા, ‘એ વાત તેા નહી જ.'
રાતના પથારીમાં, બધી જ સલાહસૂચનાની, બધી જ ઔપચારિક, વ્યાવહારિક વાત પૂરી થઈ ગઈ તોય...
‘હવે સવારે વહેલા ઊઠવાનુ નથી. બધું જ તૈયાર છે. અને ગાડી તે ખાસ્સી મેાડી છે. ખુબ થાકી ગયા હશેા. લાવો પગ દાબી દઉં. '
‘ના, હવે તુંય કયાં નથી થાકી ? સૂઈ જા ને ! ’
‘પછી હવે રેાજ સુવાનું જ છે ને ?' પગ પર હેતાળ હાથ ફરતો હતો...કૈલાસના પગ પર આંસુનુ ટીપું પડયું. તેણે બીજા પગે ધસીને તે લૂછી નાખ્યું,
‘ચાલ સૂઈ જા હવે.'
પણ માધવીએ તે કૈલાસની છાતીના વાળ કયાંય સુધી પંપાળ્યા કર્યા અને તેથી તેની નાડીઓમાં લેાહી ઝપાટાબંધ વહેતું હતું. ‘ના, એ વાત તો નહીં જ.' કૈલાસ ઊઠ્યો, માટલામાંથી પાણી પીધુ, પંખા લઇ આવ્યો, ‘ ખૂબ ગરમી લાગે છે...' કંઈ અર્થ વગરનું બોલી ગયો.
માધવીએ પંખા લઈ લીધેા અને કૈલાસના વાળવાળા હાથ પર પોતાનું માથું મૂકયું:‘કૈલાસ, રોજ એક પોસ્ટ કાર્ડ તેા લખશો તે ? ના, ના, તમને એવો ટાઈમ નયે મળે. પણ પહેલો કાગળ વિગતવાર લખજો હાં ! કેમ તમે તે કંઈ બોલતા જ નથી. રોજ મને કહે છે, પણ તમે ય તે... આજની રાત...! ' બાકીના શબ્દો માધવી ન બોલી શકી. માધવીને નવાઈ લાગી કે વાતવાતમાં વિહવળ બની જતો કૈલાસ આજે પેાતાના આટઆટલા પ્રયાસ છતાં ચૂપ કેમ છે? શું એને ખૂબ દુ:ખ થતું હશે ? કે થાક લાગ્યો હશે ? અરે, થાક લાગ્યો હોય તેાય... ‘ માધવી એને બરાબર ઓળખતી હતી. ‘ના, ના, રિસાયા જ લાગે છે.’ તેણે કૈલાસના ગાલ પસવાર્યા, માથાના વાળમાં આંગળાં ફેરવ્યાં અને તેના મોં પર ઝૂકી જઈ તે ખૂબ જ ધીમા અવાજે, શરમથી આંખ મીંચી દઈ બોલી :
‘કંઈ મારો વાંક થયો ? આજે તે...કેમ સૂઈ જાઓ છો?’
કૈલાસ બેકાબૂ બનતેા જતો હતો. ઉપર ઝૂકી આવેલી માધવીના દેહનો ભાર તેને ગમવા માંડયો હતેા. તેના નાક-હોંઠમાંથી નીકળતા ઊના શ્વાસ તેને ઉશ્કેરી રહ્યા. છતાં તેને થયું, ‘સ્પષ્ટ રીતે જણાવ્યા વગર હાર તો નથી જ માનવી. હજી તો આખી રાત પડી છે પણ એ વાત તે નહીં જ. હવે એક વાર તો એને ભોંઠી પાડું...' તે માધવીને ઉવેખી પડખું ફરી ગયો
‘સૂવા દે ને ભઈ, કાલની કેટલી ચિંતા છે? રાત ને બાત હવે બહાત ગઈ થોડી રહી.’
માનિની માનભંગ થઈ, છંછેડાઈ. તેની આંખમાં પાણી આવવાં જ બાકી રહ્યાં. ‘આવી અવગણના ? પેાતે સામે ચાલીને શરમ કચડીને, સ્વભાવ વિરુદ્ધ જઈને આટલાં મનામણાં કર્યાં ? શુ હું એવી લાલચૂડી છું ? શું મને જ એવી જરૂર છે? શું એ ઉપકાર કરવાના છે મારા પર ?’ માધવી સમસમી રહી.
એના મેાંમાંથી રોષભર્યા બોલ નીકળી ગયા, ‘સાવ વહુ જેવા છે. મને શું ખબર કે આવા....આવા.... સાવ બાયલા...હશે ! આવો બાયલો વર મારે માથે ઠોકયો છે.’
ઝેર ઓકતી એ ઓશિકા પર લગભગ ઊંધી જ વળી ગઈ. એ તિરસ્કારસૂચક શબ્દોના ઘાએ જ ઉશ્કેરાઈ ઊઠેલા કૈલાસ દાંત કચકચાવતા બોલ્યો: ‘શું બોલી ? ફરી બોલ તો ?'
જવાબમાં માધવી વધુ તિરસ્કારથી પથારીની કિનાર સુધી આઘી ખસી ગઈ.
‘હું....હું બાયલો ? હું બાયલો એમ? હું બાયલો છું ?' ...અને ત્રીજી વારની ત્રાડ સાથે જ ઊંધે પડખે સૂઈ રહેલી, ન સાંભળ્યાનો ડોળ કરી જવાબ ન આપતી માધવીને તેણે ચેાળીના પાછળના ભાગમાંથી પકડીને જોરથી ખેંચી ‘આમ જો તો હું... બાયલો ?’
તે સાથે જ ચરરર...કરતીકને તેની ચેાળી છેક નીચેની કોર સુધી ચિરાઈ ગઈ...
‘હું બાયલો એમ? હું બાયલો એમ? ' એ શબ્દોનાં પડઘા ઝીલતી, મૂંઝાતી, ધ્રૂજતી, પ્રતિકાર કરવા અસમર્થ...રાત્રી પસાર થઈ ગઈ.
વહેલી સવારે માધવી ઊઠી. કૈલાસને અળગો કરતાં તેણે પેાતાનાં કપડાં સંકોર્યા. ઉઠીને તે અરીસા પાસે ઊભી.
‘હાય રે ! રાત પૂરી થઈ ગઈ ? આ તે સવાર પડી ?’ તેણે બેય હાથે પોતાના ગાલ સંતાડવાના પ્રયાસ કર્યાં. ત્યાં તો ગળુ દેખાયું. અને હોંઠ?...‘ બાપ રે...હવે કેમ કરી એરડાની બહાર જાઉં !’
વાળની લટો, ચોળીનાં ચીરાં ને સાડલે માંડ સમાર્યો પણ રહીરહીને તેના અંગેઅંગમાંથી વિશ્રંભકથા છતી થઈ જતી હતી. મીઠી મુંઝવણ અનુભવતી.
‘જુવો, આ તમારું પરાક્રમ ! તમે જ કહો, હવે, હું શુ કરું ?' એમ પૂછવા તે ફરી પાછી કૈલાસની પથારી પાસે પહેાંચી.
‘એવા ખરાબ છે ને !' કહેતાં ફરી એક વાર તેણે કૈલાસને ચૂમી લીધો..."
• સરોજ પાઠક.
(આ લઘુકથા વિનોદ ભટ્ટ સંપાદિત ‘શ્લીલ-અશ્લીલ’ પુસ્તકમાંથી સાભાર)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
