વલ્લકી પ્રકરણ 48
સ્વાતિને મળ્યા પછી પ્રતીક ખૂબ જ ખુશ હતો. સ્વાતિ એક તો ડૉક્ટર હતી અને પાછી ખૂબસૂરત પણ હતી. સ્વભાવ પણ માહીના જેવો સરસ અને હસમુખો હતો.
વલ્લકી નવલકથા
બંને છૂટાં પડ્યાં અને સ્વાતિ પોતાના ઘરે જવા નીકળી ગઈ પછી પ્રતીકે ગાડીમાં બેસીને માહીને એટલે કે વલ્લકીને ફોન કર્યો.
" પ્રતીક છું. તેં મારી આટલી બધી ચિંતા કરી અને મારા માટે આવું સરસ પાત્ર શોધી આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. ખરેખર સ્વાતિ મને ગમી છે. " પ્રતીક બોલ્યો.
" એ માટે તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી. મારા ડીવોર્સના નિર્ણયથી તમે ખૂબ જ દુઃખી હતા એટલે મારું મન ડંખતું હતું. તમારો કોઈ જ વાંક ન હતો. મારે તમારા માટે પણ વિચારવું જોઈએ એટલે તમારા માટે યોગ્ય પાત્ર શોધી કાઢ્યું. સ્વાતિ ખૂબ સારી છોકરી છે. પાછી ડૉક્ટર પણ છે. મારી તમારા બંને માટે શુભેચ્છાઓ છે. " વલ્લકી બોલી અને ફોન કટ કર્યો.
હકીકતમાં દસેક દિવસ પહેલાં જ રવિવારના દિવસે વલ્લકી માધવીને ફોન કરીને એને મળવા માટે એના ઘરે જૂહુ સ્કીમ ગઈ હતી.
" મારા મનમાં એક સરસ વિચાર આવ્યો છે એટલે ખાસ તને મળવા આવી છું. સ્વાતિના બે જ દિવસના લગ્ન જીવન પછી ડિવોર્સ થઈ ગયા છે. એ તો લગ્ન કર્યા પછી પણ હજુ કુંવારી જ છે." વલ્લકીએ વાતની શરૂઆત કરી.
" હા પણ એનું આજે શું છે ? આજે અચાનક સ્વાતિની યાદ કેમ આવી ? અમે ત્રણ વર્ષથી એના માટે સારું પાત્ર શોધી જ રહ્યાં છીએ પરંતુ હજુ સુધી કંઈ મેળ પડ્યો નથી." માધવી બોલી.
" એટલા માટે જ તો આવી છું. મારા ધ્યાનમાં એક સરસ પાત્ર છે અને આવું પાત્ર સ્વાતિને બીજું કોઈ મળે પણ નહીં. " વલ્લકી બોલી.
" અચાનક તારા ધ્યાનમાં વળી કોણ આવી ગયું ? અને મને ખાતરી જ છે કે એ છોકરો ડિવોર્સી જ હશે. પરંતુ એના ડિવોર્સ કેમ થયા એનો આખો ઈતિહાસ તપાસવો જોઈએ. સ્વાતિ બહુ સીધી છોકરી છે અને પાછી ડૉક્ટર પણ છે." માધવી બોલી.
" તને મારા ઉપર વિશ્વાસ નથી ? હું એમનેમ તારા ઘર સુધી સામે ચાલીને આવી છું ? સ્વાતિને હું તારા કરતાં પણ વધારે ઓળખું છું. એની ચિંતા મને નથી ?" વલ્લકી થોડી નારાજ થઈને બોલી.
" અરે તું ખોટું ના લગાડ વલ્લી. મારા કહેવાનો મતલબ એવો નથી. હું તો જસ્ટ વાત કરું છું. ડિવોર્સ થવા પાછળ ઘણાં બધાં કારણો હોય છે. ઘણીવાર પુરુષોનો પણ વાંક હોય છે." માધવી બોલી.
" હું જેની વાત કરવા આવી છું એનામાં કોઈ ખામી નથી. કોઈ દોષ નથી. એને ડિવોર્સ મેં જ આપ્યા છે. હું ડૉ. પ્રતીકની વાત કરું છું. અભિમન્યુ સાથે મારી રિલેશનશિપ ના હોત તો મેં આ સંબંધ ચાલુ જ રાખ્યો હોત. પ્રતીક લાખોમાં એક છે. " વલ્લકી નામ બોલી એટલે માધવી આશ્ચર્યથી અવાક થઈ ગઈ.
" સોરી વલ્લી. મારાથી થોડું વધારે પડતું બોલાઈ ગયું. મને કલ્પના જ નહોતી કે તું પ્રતીકની જ વાત લઈને આવી છે. તારો તો આખો ઈતિહાસ મને ખબર છે એટલે મારે કંઈ પૂછવાનું જ નથી. હું આજે રાત્રે જ સ્વાતિ સાથે વાત કરી લઉં છું. અત્યારે તો એ એક ઈમરજન્સી કેસમાં હોસ્પિટલ ગઈ છે." માધવી બોલી.
" પ્રતીક સાથે લગ્ન કરીને સ્વાતિ ખૂબ જ સુખી થશે. પ્રતીકનાં મમ્મી પપ્પા પણ ખૂબ જ માયાળુ છે. રાત્રે સ્વાતિ ઘરે આવે એટલે મારી સાથે વાત કરાવજે. હું એની મુલાકાત ડૉ. પ્રતીક શેઠ સાથે કરાવીશ." વલ્લકી બોલી અને ચા પાણી પીને નીકળી ગઈ.
એ પછી વલ્લકીએ રાત્રે સ્વાતિ સાથે બધી જ વિગતવાર વાત કરી અને અઠવાડિયા પછીના રવિવારે પ્રતીક સાથે સ્વાતિની મુલાકાત પણ કરાવી દીધી.
ચૈતન્ય ડાઇનિંગ હોલમાં મળ્યા પછી સ્વાતિ અને પ્રતીકની અવાર નવાર મુલાકાતો થતી રહી. બંને એક બીજાથી ખુશ હતાં. ઝવેરીલાલ અને વંદનાબેન પણ સ્વાતિથી ખૂબ જ ખુશ હતાં અને એમણે પણ વલ્લકીનો આભાર માન્યો હતો.
વલ્લકીના કારણે અભિમન્યુ અને પ્રતીક પણ પછી મિત્રો જેવા બની ગયા. પ્રતીક એકવાર સ્વાતિને લઈને અભિમન્યુની ઓફિસે પણ આવી ગયો અને અભિમન્યુ દ્વારા સ્ટૉક માર્કેટમાં ૨૫ લાખ જેટલું રોકાણ પણ કર્યું. સ્વાતિ અભિમન્યુને જીજુ કહીને જ બોલાવતી.
પ્રતીક અને વલ્લકીની પિટિશન ફાઈલ કર્યાને છ મહિનાનો સમય પસાર થઈ ગયો. એમનો વકીલ એ બંનેને ફરી ફેમિલી કોર્ટમાં લઈ ગયો અને ૧૫ જૂન ના દિવસે બંનેને લીગલ ડિવોર્સ મળી ગયા.
એ દિવસે વલ્લકી સાથે અભિમન્યુ કોર્ટમાં હાજર હતો તો પ્રતીકની સાથે સ્વાતિ પણ હાજર હતી. અભિમન્યુ એ પ્રતીકને અભિનંદન આપ્યા અને શુભેચ્છાઓ પણ પાઠવી.
વલ્લકી પણ સ્વાતિને ભેટી પડી અને સાચા દિલથી સુખી લગ્નજીવનની શુભેચ્છા પાઠવી. એણે પ્રતીકને પણ શુભેચ્છા પાઠવી.
આ છ મહિનામાં બીજી પણ એક ઘટના બની હતી. પ્રતાપ કાનાણીએ બોરીવલી ગોરાઈ રોડ ઉપરના પોતાના સૂર્યા ટાવરનો પેન્ટહાઉસનો વિશાળ ફ્લેટ અભિમન્યુને ગિફ્ટ આપ્યો હતો અને પોતાના તરફથી ઇન્ટિરિયર ડિઝાઇનર રોકીને ત્યાં સુંદર ફર્નિચર પણ બનાવી દેવામાં આવ્યું હતું. લગ્ન પછી અભિમન્યુનો પરિવાર આ નવા ફ્લેટમાં શિફ્ટ થઈ જવાનો હતો !
લીગલ ડિવોર્સ થઈ ગયા એટલે બંને ઘરે લગ્નની તૈયારીઓ શરૂ થવા લાગી લગ્નની તારીખ તો ૨૫ જૂન અગાઉથી નક્કી કરી જ દીધી હતી.
છેવટે લગ્નનો દિવસ આવી ગયો. લગ્નના આગલા દિવસે અભિમન્યુ અને વલ્લકીના ઘરે તથા પ્રતીક અને સ્વાતિના ઘરે ગણેશ સ્થાપનની વિધિ પતી ગઈ. બંને વર કન્યાને ફરી મીંઢળ બાંધવામાં આવ્યું અને ફરી પીઠી ચોળવામાં આવી.
આ વખતે પણ બંને વરકન્યા માટે અગાઉ પ્રતાપ કાનાણીએ બુક કરેલો મલાડ મારવે રોડ ઉપરનો આસ્વાદ બેન્કવેટ હોલ જ રાખવામાં આવ્યો હતો. એક જ હોલમાં બે મંડપ સજાવવામાં આવ્યા હતા. મંડપ ડેકોરેશનની જવાબદારી અગાઉની જેમ મહેશ ભાટિયાએ લીધી હતી. કેટરિંગ કોન્ટ્રાક્ટર પણ એ જ હતો. બંને યુગલોના લગ્નનો સંપૂર્ણ ખર્ચો કાનાણી શેઠે પોતાના માથે લઈ લીધો હતો. ઝવેરીલાલે પ્રતીકનો ખર્ચો આપવા ઘણો આગ્રહ કર્યો પરંતુ કાનાણી માન્યા ન હતા.
અભિમન્યુ વલ્લકી અને પ્રતીકના આમંત્રિત મહેમાનો એના એ જ હતા જે પહેલી વારના લગ્નમાં આવ્યા હતા. માત્ર સ્વાતિ તરફથી નવા મહેમાનો જોડાયા હતા. કુલ મહેમાનોની સંખ્યા ૯૫ સુધી પહોંચી હતી. જેમાં કેટલાક વીઆઈપી મહેમાનો પણ હતા. બંને યુગલોનાં આ બીજી વારનાં લગ્ન હતાં એટલે પછી સંગીત સંધ્યા કે રાસ ગરબાનો કોઈ પ્રોગ્રામ રાખ્યો ન હતો. લગ્ન સાદાઈથી જ કરવાનું નક્કી કર્યું હતું.
સવારે નવ વાગ્યાથી શરૂ થયેલો લગ્ન પ્રસંગ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરસ રીતે પતી ગયો. સામસામે મોટા વ્યવહારો પણ થઈ ગયા. બંને પક્ષે ભેટ સોગાતો પણ ઘણી મળી. કાનાણીએ અભિમન્યુને સૂર્યા ટાવરના નવા ફ્લેટની ચાવી લગ્ન મંડપમાં જ આપી. વલ્લકીને એમણે પચાસ લાખની કિંમતનો મોંઘો નેકલેસ ગિફ્ટ આપ્યો. જમણવારનું સુંદર આયોજન પણ કાનાણીએ જ કર્યું હતું.
એ જ દિવસે સાંજે સાત વાગે એ જ હૉલમાં બંને વરપક્ષ તરફથી રિસેપ્શન સમારંભ પણ ગોઠવવામાં આવ્યો હતો. ત્રણ વાગ્યા પછી બંને કન્યાઓ બ્યુટી પાર્લર ગઈ હતી અને સાત વાગ્યા સુધીમાં તૈયાર થઈને આવી હતી.
રિસેપ્શનમાં અભિમન્યુના તમામ મિત્રો તથા લીલાવતી હોસ્પિટલના જાણીતા ડોક્ટરો પણ આવ્યા હતા. બંને પક્ષ માટે ફોટોગ્રાફી અને વિડીયો શુટીંગ કેતકી નાણાવટી દ્વારા જ કરવામાં આવ્યું હતું.
મહેશ ભાટિયા પણ રિસેપ્શનમાં તૈયાર થઈને આવ્યો હતો પણ પ્રતાપ કાનાણી એને ઓળખી શક્યા ન હતા. મુનીર વોરા પોલીસ યુનિફોર્મના બદલે ક્રીમ કલરની સફારી પહેરીને આવ્યો હતો એટલે એને પણ કાનાણી ઓળખી શક્યા ન હતા.
અભિમન્યુએ સંધ્યા કદમને પણ ખાસ આમંત્રણ પાઠવ્યું હતું. એ નર્સ બની ગઈ હતી. આજે એ તૈયાર થઈને આવી હતી. અભિમન્યુની સૂચના પ્રમાણે એ તુકારામ સાવંતની સાથે આવી હતી જેથી કાનાણીને કોઈ શક ના પડે. બંને પક્ષે રિસેપ્શન ભવ્ય રહ્યું !
અભિમન્યુ અને પ્રતીકે હનીમુન માટે એક જ ડેસ્ટિનેશન પસંદ કર્યું હતું અને એ હતું રાજસ્થાનનું ઉદયપુર ! ઉદયપુરની સૌથી મોંઘી લીલા પેલેસ હોટલના બે બાજુ બાજુના સ્યૂટ બુક કરવામાં આવ્યા હતા.
પરંતુ હનીમૂનનો પ્રોગ્રામ બે દિવસ પછીનો રાખવામાં આવ્યો હતો. કારણ કે બીજા દિવસે પ્રતીકને સ્વાતિ સાથે એનાં કુળદેવી ખોડિયાર માતાનાં દર્શન કરવા ભાવનગર જવાનું હતું. પ્રતીકે અભિમન્યુને પણ કંપની માટે ભાવનગર સાથે આવવાનો ખાસ આગ્રહ રાખ્યો હતો !
બીજા દિવસે વહેલી સવારે બંને યુગલો એરપોર્ટ પહોંચી ગયાં અને ત્યાંથી સવારનું ફ્લાઈટ પકડી અમદાવાદ પહોંચી ગયાં. અગાઉથી ઈનોવા ટેક્સી બુક કરાવી દીધી હતી એટલે સવારે ૧૧:૩૦ વાગે બધાં ભાવનગરના ખોડિયાર મંદિરે પહોંચી ગયાં.
પ્રતીક અને અભિમન્યુ બંનેએ ભાવથી ખોડીયાર માતાજીનાં દર્શન કર્યાં અને ત્યાંની પરંપરા પ્રમાણે બંનેએ લાપસીનું નૈવેદ્ય પણ ધરાવી દીધું. એ પછી પૂજારીએ પ્રતીક અને સ્વાતિના છેડાછેડી છોડી દીધા અને આશીર્વાદ આપ્યા.
" વલ્લકી અહીં દર્શન કર્યા પછી કંઈ યાદ આવે છે ? તારી સાથેના છેડાછેડી પણ અહીં આ મંદિરમાં જ છોડ્યા હતા. " પ્રતીક હસીને બોલ્યો.
" ઓનેસ્ટલી પ્રતીક મગજમાંથી બધું જ ડીલીટ થઈ ગયું છે. હું અહીં પહેલી વાર આવી રહી છું એવો જ અનુભવ થાય છે. મારા માટે આ બધું જ નવું છે. " વલ્લકી બોલી.
" એક ડૉક્ટર તરીકે મને પણ ખૂબ આશ્ચર્ય થાય છે કે મગજની રચના કેટલી બધી જટિલ છે ! અકસ્માતથી મેમરીને સાચવી રાખનારા મગજના કોષો ડેડ થઈ જાય પછી એની સાથે સચવાયેલી બધી જ સ્મૃતિઓ ડિલીટ થઈ જાય છે ! " પ્રતીક બોલ્યો.
મંદિરના પરિસરમાં અડધા કલાક જેવો સમય પસાર કરીને ટેક્સીને ભાવનગર સીટી તરફ લઈ લીધી. સીટીમાં પ્રવેશ કરીને પ્રતીકે ગયા વખતે જ્યાં લંચ લીધું હતું એ 'રસોઈ ડાઇનિંગ હોલ' બાજુ ટેક્સી લઈ લેવાની ડ્રાઇવરને સૂચના આપી.
પ્રતીક માહીને આ જ ડાઇનિંગ હોલમાં લઈને આવ્યો હતો પરંતુ હવે વલ્લકીને કંઈ જ યાદ ન હતું એટલે એની સાથે વાત કરવાનો કોઈ જ મતલબ ન હતો. હવે સ્વાતિ જ એની જીવનસાથી હતી. બંને યુગલો સ્વતંત્ર વાતો કરી શકે એટલા માટે બંનેએ અલગ અલગ ટેબલ ઉપર બેસવાનું પસંદ કર્યું.
જમી લીધા પછી ફરી પાછા એ લોકો ઈનોવામાં ગોઠવાઈ ગયા. અમદાવાદ પહોંચ્યા ત્યારે સાંજના સાડા ચાર વાગી ગયા હતા અને છ વાગ્યાનું મુંબઈનું ફ્લાઇટ હતું. ટેક્સીને સીધી એરપોર્ટ તરફ જ લઈ લીધી.
પોણા આઠ વાગે મુંબઈ પહોંચીને બંનેએ અલગ અલગ ટેક્સી કરી લીધી. સુહાગરાત તો આવતીકાલે ઉદયપુર પહોંચીને ત્યાં જ ઉજવવાનું નક્કી કર્યું હતું એટલે ઘરે પહોંચીને રાત્રે બંને યુગલોએ મુસાફરીનો થાક ઉતાર્યો.
ઉદયપુર જવા માટે બીજા દિવસે સાંજે સાડા પાંચ વાગ્યાનું ઈન્ડિગોનું ફ્લાઇટ હતું જે સાંજે સવા સાત વાગે ઉદયપુર એરપોર્ટ પહોંચતું હતું. સમયસર પોતપોતાના ઘરેથી નીકળીને બંને નવપરિણીત યુગલો સાડા ચાર વાગે એરપોર્ટ પહોંચી ગયાં.
ઉદયપુર ઉતરીને ફરી ટેક્સી કરી લીધી અને એમણે બુક કરેલી લીલા પેલેસ હોટલ પહોંચી ગયાં. પિચોલા લેકની બાજુમાં આવેલી આ ફાઈવ સ્ટાર હોટલ ખરેખર આલીશાન અને મનમોહક હતી. વિશાળ જગ્યામાં આ હોટલ બનેલી હતી. એના સ્યૂટ પણ એટલા જ ભવ્ય હતા !
રિસેપ્શનમાંથી બંને સ્યૂટની ચાવીઓ લઈને બંને યુગલો ત્રીજા માળે પોત પોતાના લક્ઝરી સ્યુટમાં દાખલ થયાં ત્યારે પોણા આઠ વાગી ગયા હતા.
૧૫ ૨૦ મિનિટ આરામ કરીને ફ્રેશ થઈને બંને યુગલો આઠ વાગે લીલા પેલેસમાં જ આવેલા શીશમહેલ ડાઇનિંગ હોલમાં જમવા માટે ગયાં. અનેકવિધ વાનગીઓનો રસથાળ ગોઠવેલો હતો. સૌએ પોતપોતાની મનપસંદ વાનગીઓ લઈ લીધી અને જમવાનું ચાલુ કર્યું.
સાડા નવ વાગે બંને યુગલોએ એકબીજાને ગુડ નાઈટ કરીને પોતપોતાના સ્યૂટમાં પ્રવેશ કર્યો....
એકાદ કલાક મીઠી વાતચીત ચાલી. વસ્ત્રો બદલાયાં. બંને સ્યૂટમાં નાઈટ ડ્રેસ અને સિલ્કી ગાઉન ધારણ કરાયાં. કિંમતી આભૂષણો ઉતારી દેવામાં આવ્યાં. મોટી લાઈટો શરમાઈને બંધ થઈ ગઈ અને ડીમ લાઈટનો ઝાંખો પ્રકાશ રેલાઈ રહ્યો. બંને સ્યૂટમાં નવપરિણીત યુગલો એકબીજાની નજીક સરકતાં ગયાં. કામદેવ અને રતિએ એન્ટ્રી લઈ લીધી. અવાજ ધીમો થતો ગયો અને પછી એ અવાજ બંધ થઈને માત્ર શ્વાસોશ્વાસ સંભળાયા. જે સુખને માનવ જીવનનું શ્રેષ્ઠ સુખ માનવામાં આવે છે એ સુખના આનંદ સાગરમાં અભિમન્યુ અને વલ્લકી તથા પ્રતીક અને સ્વાતિ નામના ચાર જીવો ડૂબી ગયા.
ઉદયપુરમાં સૂર્ય ઉદય થયો ત્યાં સુધી બંને યુગલોની પ્રણય લીલા ચાલતી રહી અને છેવટે થાકીને બધાં ગાઢ નિદ્રામાં સરી પડ્યાં !!
************
અભિમન્યુ અને વલ્લકીના લગ્નને ચાર મહિનાનો સમય થઈ ગયો. આ ચાર મહિનામાં ઘણું બધું બની ગયું.
લગ્ન પછીના પંદર જ દિવસમાં અભિમન્યુ અને વલ્લકી સૂર્યા ટાવરના વિશાળ પેન્ટહાઉસમાં શિફ્ટ થઈ ગયાં હતાં. પ્રતાપ કાનાણીએ દિલથી ફર્નિચર અને ઇન્ટિરિયર કરાવેલું હતું. આ નવો ફ્લેટ એસી, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને ડીશ વોશર જેવી તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ હતો. વિશાળ ટેરેસમાં હિંચકો પણ ગોઠવી દીધો હતો. વલ્લકીએ ટેરેસમાં દરેક દિવાલે કૂંડાં ગોઠવીને તુલસી, મોગરો, ગુલાબ, જાસૂદ જેવાં ફૂલોના છોડનો ઉછેર કર્યો હતો !
મહેશ ભાટિયાની ઉંમર ૩૦ વર્ષની હતી અને એના એક વાર ડિવોર્સ થઈ ચૂક્યા હતા. મહેશ બોરીવલીમાં એની માતા સાથે એક રૂમ રસોડાના ફ્લેટમાં રહેતો હતો. એકાદ વર્ષથી નાટકોમાં કામ કરતી શિલ્પા નામની એક પરિણીત યુવતી સાથે એના અંગત સંબંધો વિકસી રહ્યા હતા. અભિમન્યુ આ સંબંધો વિશે જાણી ગયો હતો. એકવાર એણે મહેશને સંધ્યા કદમ વિશે વાત કરી અને સંધ્યાનો આખો ભૂતકાળ એને કહી સંભળાવ્યો.
"જો મહેશ. તારા વિશે હું ઘણું જાણું છું. તું પોતે હેન્ડસમ છે. તારા ડિવોર્સ થઈ ગયા છે અને શિલ્પા નામની કોઈ પરણેલી સ્ત્રી સાથે તારા અંગત સંબંધો ચાલી રહ્યા છે. મેં તને પચાસ લાખ આપ્યા એમાંથી દસ લાખ રૂપિયા તું શિલ્પાને આપી ચૂક્યો છે. મેં તને પૈસા આ રીતે વેડફી નાખવા માટે નથી આપ્યા. પૈસાની કદર કરતાં શીખ." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" મેં તને સંધ્યાનો આખો ઈતિહાસ કહી દીધો. તું આ ચક્કરમાંથી બહાર આવી જા અને સંધ્યા સાથે નવેસરથી તારો સંસાર શરૂ કરી દે. કોઈ સ્ત્રી વિધવા થયા પછી પોતાનું ગુજરાન ચલાવવા માટે મજબૂરીથી ક્યારેક આડા રસ્તે જાય તો મોટું મન રાખીને એને માફ કરી દેવી જોઈએ. સંધ્યા જેવું પાત્ર તને બીજું નહીં મળે." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" સંધ્યા અત્યારે નર્સ બની ગઈ છે. કાંદીવલીની જ કોઈ હોસ્પિટલમાં એ જોબ કરે છે. તું એકવાર એની સાથે મીટીંગ કર. તને યોગ્ય લાગે તો એને અપનાવી લે. તારી જિંદગી સુખી થઈ જશે." અભિમન્યુએ વાત પૂરી કરી.
" તું આટલું બધું મારા વિશે જાણે છે એ જાણીને મને નવાઈ લાગી છે. મેં દસ લાખ શિલ્પાને આપ્યા એ વાતની કોઈને ખબર નથી. છતાં તારી વાત સાચી છે અને હવે મને મારી ભૂલ સમજાય છે. આટલી મોટી રકમ એને આપવાની કોઈ જરૂર ન હતી. હવે હું સંધ્યાને એકવાર મળવા માગું છું. " મહેશ બોલ્યો.
બે દિવસ પછી અભિમન્યુએ સંધ્યા અને મહેશની મુલાકાત કરાવી આપી. અને એ એક જ મુલાકાતમાં સંધ્યાને જોઈને મહેશે કંઈ પણ વિચાર્યા વગર હા પાડી દીધી. હિરોઈનને પણ ટક્કર મારે એવી સંધ્યા હતી ! બંનેનાં શ્રાવણ મહિનામાં સાદાઈથી લગ્ન થઈ ગયાં અને અભિમન્યુએ પ્રેમનગરનો ફ્લેટ મહેશને કાયમ માટે રહેવા આપી દીધો.
આ ચાર મહિનામાં પ્રતીકે પણ બાંદ્રા લિંક રોડ ઉપર પોતાની મોટી સાળી માધવીના શો રૂમની લાઈનમાં એક ચાલુ નર્સિંગ હોમ ખરીદી લીધું અને એને રિનોવેટ કરાવીને દશેરાના દિવસે 'સ્વાતિ કાર્ડિયાક કેર ' નામથી પોતાનું સ્વતંત્ર ક્લિનિક ખોલી દીધું. એમાં નોનસર્જીકલ ઇન્ડોર પેશન્ટસ એડમિટ કરવા માટે ચાર બેડની હોસ્પિટલ પણ બનાવી દીધી.
અભિમન્યુએ પ્રતીકને ખાસ ભલામણ કરીને સંધ્યાને ત્યાં નર્સ તરીકે ગોઠવી દીધી. અભિમન્યુએ એના માટે જે પણ કર્યું હતું એનાથી સંધ્યા ખૂબ જ ખુશ હતી. મહેશ સાથે લગ્ન કરીને એની લાઈફ પણ બની ગઈ હતી !
અભિમન્યુ અને વલ્લકીનું લગ્નજીવન ખૂબ જ સુખી હતું. ધનતેરસના દિવસે અભિમન્યુ બેંકના લૉકરમાં રાખેલા ૧૫ હીરા ઘરે લઈ આવ્યો અને રાત્રે બેડ ઉપર બેસીને વલ્લકીના હાથમાં આપ્યા.
"જો ડાર્લિંગ આ સાચા હીરા આજ સુધી મેં તારા માટે સાચવી રાખ્યા છે. તને ખ્યાલ નથી પરંતુ આ હીરા તારી જ માલિકીના છે. તારા પપ્પા યાત્રાએ ગયા ત્યારે આ હીરા મારા પપ્પાને સાચવવા માટે આપતા ગયા હતા. પરંતુ અકસ્માતમાં એમનું અવસાન થઈ ગયું એટલે હીરા પપ્પા પાસે જ રહી ગયા. તું મારી ગૃહલક્ષ્મી છે એટલે આજે ધનતેરસના દિવસે તારી અમાનત તને સોંપવા માગું છું. આ તમામ હીરાની કિંમત સવાસો કરોડથી પણ વધારે છે. તારા પપ્પાનો તારા માટે આ વારસો છે. " અભિમન્યુ બોલ્યો.
અભિમન્યુની આ પ્રમાણિકતા અને લાગણીથી વલ્લકીની આંખો ભીની થઈ ગઈ.
" જાન જ્યારે હું પોતે જ તમારી થઈ ગઈ છું પછી હીરા ઉપર મારો એકલીનો અધિકાર કઈ રીતે હોઈ શકે ! આપણે બંને એક જ છીએ. મારું જે પણ કંઈ છે એ બધું તમારું જ છે. તમને યોગ્ય લાગે એમ એનો ઉપયોગ કરી શકો છો. તમે મને આજે સાચી વાત કહીને તમારી મહાનતા બતાવી છે. તમે મને મળી ગયા છો પછી મને આવા હીરામાં કોઈ જ રસ નથી." વલ્લકી બોલી અને વહાલથી અભિમન્યુને વળગી પડી !

અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા

ખુબ જ સુંદર રીતે નવલકથા મા રજૂઆત કરેલ છે
ReplyDeleteએક પછી એક પ્રકરણ જોડી રાખવાની ખૂબી બદલ ખૂબ ખૂબ અભિનંદન