વલ્લકી પ્રકરણ 37
" અંકલ મારા નિર્દોષ પિતાનું ખૂન તમે શા માટે કર્યું ? તમારી દીકરી જેવી વલ્લકી ઉપર રેપ શા માટે કર્યો ?" અભિમન્યુ કાનાણીની નજીક જઈને ધીમેથી બોલ્યો અને ધારદાર નજરે કાનાણી સામે જોઈ રહ્યો.
વલ્લકી નવલકથા
સવાલ જ એવો હતો કે કાનાણીની હાલત કાપો તો લોહી પણ ના નીકળે એવી થઈ ગઈ હતી. અભિમન્યુએ એમનું સંપૂર્ણ વસ્ત્રાહરણ કરીને સાવ નગ્ન કરી દીધા હતા. એવો ચાબખો માર્યો હતો કે એનો ચચરાટ કાનાણીને જીવનભર યાદ રહેવાનો હતો.
" અંકલ કર્મ કોઈને છોડતું નથી. તમે હીરા માટે પપ્પાનું ખૂન કર્યું તો હીરાએ જ તમને બરબાદ કરી નાખ્યા. એમણે તમારું શું બગાડ્યું હતું ? તમારી દીકરી જેવી વલ્લકી ઉપર તમે આખી રાત બળાત્કાર કર્યો. અરે એની ઉપર સૃષ્ટિ વિરુદ્ધ કર્મ પણ કર્યું. આ તે તમારી કેવી વાસના !! વલ્લકીએ બધી જ વાત મને કરી હતી. તમે એને બ્લેકમેઇલ કરીને રોજ રાત્રે વિડીયો કોલ કરતા હતા અને બેડરૂમની લાઈટ ચાલુ કરાવી એને નગ્ન થવાની ફરજ પાડતા હતા. ગંદી વાતો કરતા હતા. સંધ્યાને પણ મજબૂર કરી દીધી હતી એટલે હોટલ ઉપર રેડ મેં જ પડાવી હતી. પાપ કરવામાં તમે પાછું વળીને જોયું નથી અંકલ !" અભિમન્યુ બોલ્યો.
"હોટલ ઉપર રેડ તેં પડાવી હતી ?" આઘાતમાંથી બહાર આવીને કાનાણી આશ્ચર્યથી બોલ્યા.
" છૂટકો જ ન હતો અંકલ. બિચારી બંને છોકરીઓ તમારાથી ત્રાસી ગઈ હતી. વલ્લકી તો તમારા નામની ચિઠ્ઠી લખીને આત્મહત્યા સુધીનું વિચારતી હતી. મારો આભાર માનો કે મેં તમને બચાવી લીધા. આવાં કર્મોના કારણે જ ઈશ્વરે તમને આવી ક્રૂર સજા આપી છે. પરંતુ આ નકલી હીરાનો ખેલ મેં નથી ખેલ્યો. એ તમારા બીજા કોઈ દુશ્મને બદલો લીધો લાગે છે. " અભિમન્યુ બોલી રહ્યો હતો.
" મારા પિતાનું મર્ડર તમે કર્યું હતું એની તો હું કલ્પના જ ના કરી શકું. પરંતુ ગોવિંદ બોરકર દ્વારા બધી માહિતી મને મળી. મેં ઊંડી તપાસ કરી તો પોલીસ સ્ટેશનમાંથી જૂની ફાઈલ પણ મળી આવી અને એમાં મારા પિતાનું ડાઈંગ ડેક્લેરેશન પણ મેં વાંચી લીધું. પ્રમાણ વગર હું ખોટો આરોપ લગાવતો નથી અંકલ. " અભિમન્યુ બોલ્યો.
"તારી બધી જ વાત સાચી છે બેટા. મારાં જ કર્મોની સજા મને મળી છે. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. મને તારા પપ્પા પાસે પડેલા હીરા લઈ લેવાની લાલચ જાગી હતી. મેં એમના ઉપર બહુ જ દબાણ કર્યું હતું. પરંતુ એ છેક સુધી મક્કમ રહ્યા હતા. તે દિવસે વસઈની નવી સ્કીમ ઉપર એમને બોલાવ્યા ત્યારે એમનું મર્ડર કરવાનો મારો કોઈ જ ઈરાદો ન હતો." કાનાણી બોલી રહ્યા હતા.
"જયદેવને ગોવિંદ બોરકર દ્વારા ધાક ધમકી અપાવીને અને ટોર્ચર કરાવીને હીરા આપી દેવા મજબૂર કરવા હતા. પરંતુ એ માન્યા જ નહીં. હું એ વખતે થોડો પીધેલી હાલતમાં હતો એટલે હું ભયંકર ગુસ્સામાં આવી ગયો અને ગોવિંદની પિસ્તોલ મારા હાથમાં લઇ એમના ઉપર બે ગોળીઓ છોડી. એ પછી તો હું પોતે પણ ગભરાઈ ગયો હતો એટલે પિસ્તોલ ત્યાં જ ફેંકી બોરકરને લઈને ત્યાંથી ભાગી ગયો હતો. છેવટે મોડી રાત્રે લાશનો નિકાલ કરવા પાછો આવ્યો હતો. પછી તો મને પસ્તાવો પણ થયો હતો. પરંતુ જે બનવાનું હતું તે બની ગયું હતું. " કાનાણી બોલ્યા.
એટલામાં તરલાબેન ચા લઈને આવ્યાં એટલે વાત અધૂરી રહી.
" તરલા મારો બિલ્ડરનો બિઝનેસ હવે હું અભિમન્યુને સોંપી દઉં છું. એ જ મારો ધંધો સંભાળશે. કારણ કે મારી શારીરિક હાલત એવી છે કે હું હવે ઘરની બહાર જઈ શકવાનો નથી. બાથરૂમ સુધી પણ માંડ માંડ ચલાય છે. મારાથી જે પણ કર્મો થઈ ગયાં છે એની મને સજા મળી ગઈ છે. " કાનાણી બોલ્યા.
" આ તમે ખૂબ સારો નિર્ણય લીધો છે. આમ પણ આપણને દીકરો નથી. તમને નવી જિંદગી આપીને મારા આ દીકરાએ આપણા ઉપર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. એ તમારો ધંધો ખૂબ સારી રીતે સંભાળી શકશે." તરલાબેને પતિના નિર્ણયને વધાવી લીધો અને રૂમની બહાર નીકળી ગયાં.
" હું એડવોકેટને બોલાવીને તારા નામે તમામ પાવર ઓફ એટર્ની લખી આપીશ. મારી તમામ બેંકોની ડિટેલ્સ તને આપી દઈશ. મારાં તમામ એકાઉન્ટ્સમાં તારું નામ એડ કરી દઈશ." કાનાણી બોલ્યા.
" અંકલ તમે મને આટલી વાત કરી એમાં બધું આવી ગયું. મને કરોડો કમાવામાં એટલો બધો રસ નથી. તમે મારા પિતા સમાન છો. તમારા પ્રત્યે મારા મનમાં કોઈ જ નફરત નથી. તમે જે માર્ગે જઈ રહ્યા હતા એ માર્ગથી પાછા વાળવાની જરૂર હતી એટલે જ મેં રેડ પડાવી હતી. અને જીવનમાં સારો અને ખરાબ સમય તો આવતો જ હોય છે. આજીવન તમે આ રીતે પથારીવશ રહો એવી મારી ઈચ્છા નથી અને મારી બિલ્ડર બનવાની પણ કોઈ ઈચ્છા નથી." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" મારે તમારા ૨૦ ફ્લેટ પણ જોઈતા નથી. તમે પોતે જ તમારી ઓફિસ સંભાળી લો. તમને હું ફરી અમૃતજલ આપીને એકદમ નોર્મલ કરી શકું છું. ફરી પાછા તમે હતા એવા તંદુરસ્ત થઈ જશો. પરંતુ મારી એક શરત રહેશે. જો એ શરત તમે નહીં પાળો તો ફરી પાછી એ જ લકવાગ્રસ્ત લાચાર નર્ક અવસ્થા તમારે આજીવન ભોગવવી પડશે. પછી મને કોઈ દયા નહીં આવે." અભિમન્યુ બોલ્યો.
" બેટા તું મારા માટે આટલું બધું કરી રહ્યો છે. મને ફરી પાછો બેઠો કરી રહ્યો છે. હરતો ફરતો કરી રહ્યો છે ત્યારે તારી વાત ન માનું એવું તો બને જ નહીં. તારી તમામ શરત મને મંજૂર છે. નર્કનો અનુભવ હું કરી ચૂક્યો છું અને ફરી મારે એ અવસ્થામાં જવું નથી. તારી બધી જ શરતો મને મંજૂર છે. હું તને વચન આપું છું." કાનાણી બોલ્યા. એમની વાણીમાં સચ્ચાઈ હતી.
" તમારે વાસનાનો માર્ગ છોડવો પડશે. હવે પછી એકદમ હેલ્ધી થઈ ગયા પછી પણ કોઈ કૉલગર્લ સાથે તમે સંબંધ નહીં રાખો. કોઈના પણ પ્રત્યે વેરભાવ કે દુશ્મનાવટ નહીં રાખો. તમારા માટે જેમણે પણ ખરાબ કર્યું હોય કે વિચાર્યું હોય એ બધાને સાચા દિલથી માફ કરી દો. મ્હાત્રે જેવા રાજકારણીઓથી દૂર રહો. ડ્રિંક્સ લેવાનું પણ બંધ કરી દો. બસ આટલી જ મારી શરતો છે. " અભિમન્યુ બોલ્યો.
" તારી તમામ શરતો મને મંજૂર છે બેટા. તરલાના સોગંદ ખાઈને હું તને વચન આપું છું. હવે તને તારા અંકલ એક જુદા જ સ્વરૂપમાં દેખાશે. " કાનાણી બોલ્યા.
" મ્હાત્રેના તમામ પૈસા તો મેં ચૂકવી દીધા છે. પરંતુ ૭૫ કરોડ આપવા માટે તમે ઘરમાંથી ૨૫ કરોડ જેવી રકમ પણ ગુમાવી દીધી છે. મારી પાસે પડેલા બીજા બે ત્રણ ડાયમંડ વેચીને હું તમને એ ૨૫ કરોડ પણ પાછા આપી દઈશ. એટલે તમારું તમામ નુકસાન હું ભરપાઈ કરી દઈશ. મને ડાયમંડનો એવો કોઈ મોહ નથી. " અભિમન્યુ બોલ્યો.
" તને મારે શું કહેવું બેટા એ જ મને સમજાતું નથી. તું ખરેખર આજે મારો દીકરો બનીને મારી સામે આવ્યો છે. તેં આટલું મને કહ્યું એમાં બધું જ આવી ગયું. મારે વધારે પૈસાની હવે કોઈ જરૂર નથી. મારા પોતાના બેંક ખાતામાં પાંચેક કરોડ પડ્યા છે અને દસેક કરોડનું સોનું પણ મારી પાસે છે. એ ૨૫ કરોડ મારે પાછા જોઈતા નથી. તારે ડાયમંડ વેચવાની કોઈ જરૂર નથી. ધીમે ધીમે હવે હું નિવૃત્તિ તરફ આગળ વધીશ. થોડીક યાત્રાઓ પણ કરીશ. આવતા ભવ માટે થોડું ભાથું પણ બાંધવું પડશે મારે ! " કાનાણી શેઠ બોલ્યા.
" તમારા વિચારો જાણીને મને ખૂબ જ આનંદ થયો છે અંકલ. તમે સાવ સાચી વાત કહી છે. આવતા જન્મ માટે અને પોતાના કલ્યાણ માટે પણ વ્યક્તિએ વિચારવું જોઈએ. ભલે તો અંકલ કાલે ઘરેથી થોડું અમૃત જલ લેતો આવીશ. એ પીધા પછી તમે પહેલાં હતા એવા એકદમ નોર્મલ થઈ જશો ! " અભિમન્યુ બોલ્યો અને એણે રજા લીધી.
**********
અભિમન્યુએ ઓફિસ પહોંચીને મુનીર મહેશ અને તુકારામને ફોન કર્યા અને બધાને સાંજે સાત વાગે ઓફિસે આવવાની સૂચના આપી. દરેકને એક જ વાત કહી કે એક ખુશ ખબર આપવાના છે માટે સાંજે સાત વાગે ઓફિસે આવી જવું.
સૌથી પહેલો મહેશ આવ્યો. એના પછી ૧૦ મિનિટમાં તુકારામ આવ્યો. સવા સાત વાગે મુનીર વોરા પણ આવી ગયો.
" તમને સૌને મારે આજે એક ખુશ ખબર આપવાના છે. તમે બધાએ મારામાં વિશ્વાસ મૂકી મને જે સાથ આપ્યો એ બદલ તમારા સૌનો આભાર પણ માનવાનો છે. આપણું મિશન આજે સમાપ્ત થઈ જાય છે. પ્રતાપ કાનાણી સાથેની દુશ્મનાવટ પણ આજે પૂરી થઈ ગઈ છે. " અભિમન્યુ બોલ્યો.
"હું સમજ્યો નહીં અભિમન્યુ. મિશન પૂરું થયું એ તો સમજી શકાય છે પરંતુ દુશ્મનાવટ પણ પૂરી થઈ ગઈ એટલે ? " મુનીર બોલતાં તો બોલી ગયો પણ પછી થયું કે પોતાનાથી બોલવામાં ઉતાવળ થઈ ગઈ. કારણ કે કાનાણીએ અભિમન્યુના પિતાનું મર્ડર કર્યું એ વાત એ એકલો જ જાણતો હતો.
"એનો જવાબ હું પછી આપીશ. હવે તમે લોકો મારી વાત સાંભળો. મારે તમને ત્રણેયને એક ખુશ ખબર આપવાના છે. પ્રતાપ કાનાણી તરફથી કોઈ પણ પોલીસ કેસ નહીં થાય. મહેશ અને તુકારામ આજથી ટેન્શન ફ્રી છે." અભિમન્યુ બોલ્યો.
" ચાલો એક મોટું ટેન્શન દૂર થઈ ગયું. પણ તને કેવી રીતે ખબર પડી કે કાનાણી શેઠ પોલીસ કેસ નહીં જ કરે ? " મહેશ બોલ્યો.
" અરે ભાઈ હું કહું એટલે તમારે લોકોએ શાંતિથી સૂઈ જવાનું. હું અત્યારે એમના બંગલેથી જ આવું છું. તુકારામ અને મુનીર તો જાણે જ છે કે કાનાણીને જ્યારે ખબર પડી કે ૭૫ કરોડ ડૂબી ગયા છે ત્યારે જમતાં જમતાં જ એમને બ્રેઇન સ્ટ્રોક આવી ગયો હતો. એમને પાંચ દિવસ સુધી હોસ્પિટલ રાખ્યા પછી ઘરે લાવી દીધા હતા. એમને પેરેલિસિસ થઈ ગયો હતો." અભિમન્યુ બોલી રહ્યો હતો. અભિમન્યુએ જ મુનીરને બ્રેઇન સ્ટ્રોકની વાત કરી હતી.
" આજે હું એમને મળ્યો અને એમની સાથે જે વાતચીત થઈ એ પ્રમાણે પોતાને થયેલા આટલા મોટા નુકસાન માટે એમણે પોતાને જ જવાબદાર ગણ્યા છે અને બીજા બધાને માફ કરી દીધા છે. એમને એમનાં કર્મોની સજા મળી ગઈ છે. એમણે મારી સામે એમના ભૂતકાળના બધા જ ગુના કબૂલી લીધા છે. " અભિમન્યુ બોલ્યો.
" અરે સર... શેઠ તો બોલી શકતા પણ નથી તો પછી ગુના કેવી રીતે કબૂલ્યા ? " તુકારામ બોલ્યો.
" તું ફોન કરીને કોશિશ કરી જો. તારો ફોન ઉપાડી લેશે અને પહેલાની જેમ જ વાત કરશે. " અભિમન્યુ હસીને બોલ્યો.
અને તુકારામે તરત જ શેઠને ફોન લગાવ્યો.
" બોલ તુકારામ " કાનાણી શેઠ બોલ્યા.
" સર તમારી તબિયત ખરેખર સારી થઈ ગઈ ? તમે બોલી શકો છો ? મને તો અભિમન્યુ સરે અત્યારે વાત કરી." તુકારામ આશ્ચર્યથી મરાઠીમાં બોલ્યો.
" હા. હવે પહેલાંની જેમ બોલી શકું છું અને જમણા હાથે જમી પણ શકું છું. બે દિવસમાં એકદમ નોર્મલ થઈ જઈશ. આ બધો ચમત્કાર અભિમન્યુએ જ કર્યો છે. ત્રણેક દિવસ પછી તું બંગલે આવી જજે. ઓફિસે જવાની ઈચ્છા છે." કાનાણી શેઠે મરાઠીમાં જ જવાબ આપ્યો.
ફોન ઉપર વાત કર્યા પછી તુકારામ તો અભિમન્યુ સામે બાઘાની જેમ જોઈ જ રહ્યો. જે રીતની એણે શેઠની હાલત જોઈ હતી એ જોયા પછી આ રીતે શેઠ નોર્મલ માણસની જેમ વાત કરે એ શક્ય જ ન હતું !
" સર તમે એવો તે કેવો ચમત્કાર કર્યો ? ખરેખર શેઠ નોર્મલ થઈ ગયા છે. મારા તો માન્યામાં જ નથી આવતું. એ તો ત્રણ દિવસ પછી ઓફિસે આવવાની વાત કરે છે. " તુકારામ બોલ્યો.
" હા તો ઓફિસે શેઠ હવે રેગ્યુલર આવશે. તમે સાચા હૃદયથી તમારા કર્મોનું પ્રાયશ્ચિત કરો અને માફી માગી લો એટલે ઈશ્વર પણ ગુના માફ કરી દે છે. " અભિમન્યુ બોલ્યો.
" શેઠને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને પેરાલીસીસ થઈ ગયો હતો એની તો મને અત્યારે જ જાણ થઈ. પરંતુ આટલું બધું બની ગયા પછી પણ શેઠ કોઈ એક્શન લેવાના નથી કે પોલીસ ફરિયાદ પણ કરવાના નથી એનું મને બહુ આશ્ચર્ય થાય છે ! " મહેશ બોલ્યો.
" એનાં બે કારણો છે. સરદારજીએ એટલે કે તેં એટલી ચાલાકીથી ૭૫ કરોડનો ચૂનો લગાવ્યો હતો કે પોલીસ ગમે એટલી તપાસ કરે તો પણ અસલી ગુનેગાર સુધી પહોંચી શકે એમ હતી જ નહીં. અને એમને પણ લાગ્યું કે એમનાથી બહુ મોટી મુર્ખામી થઈ ગઈ છે. પોલીસ કેસ થાય એટલે કરોડોની રકમ હોવાથી શેઠનું નામ છાપામાં જાહેર થાય. નામ જાહેર થાય તો એમના દુશ્મનો રાજી થાય અને ઉપરથી બધા શેઠની મશ્કરી પણ કરે." અભિમન્યુ બોલ્યો.
" પરંતુ આ બધો યશ તો તને જ જાય છે અભિમન્યુ. તારા માર્ગદર્શન પ્રમાણે અમે બધું કર્યું. તેં એટલા બધા પ્લાનિંગથી ૭૫ કરોડ લઈ લીધા કે શેઠને મારા ઉપર પણ કોઈ જ શંકા આવી નહીં. મારું એડ્રેસ પણ પૂછ્યું નહીં. કોઈ ઝવેરીને પણ વચ્ચે રાખ્યો નહીં. " મહેશ બોલ્યો.
" તારી વાત સાચી છે પરંતુ હવે હું મૂળ વાત ઉપર આવું છું. શેઠે લીધેલા ૫૦ કરોડ રૂપિયા સુધીર મ્હાત્રેને મેં પાછા આપી દીધા છે. એક કરોડ વ્યાજ પણ આપી દીધું છે. ૨૦ ફ્લેટનું જે વેચાણખત કરેલું એ પણ મેં લઈ લીધું છે અને સ્ટેમ્પ પેપર ઉપર લખાવી દીધું છે કે એને એની તમામ રકમ પાછી મળી ગઈ છે અને હવે શેઠના બંગલા ઉપર કે સૂર્યા ટાવરના ફ્લેટ ઉપર એનો કોઈ જ હક દાવો નથી. શેઠનું તમામ દેવુ મેં દૂર કરી દીધું છે." અભિમન્યુ બોલ્યો.
અભિમન્યુની આ વાત સાંભળીને બધા જ સ્તબ્ધ થઈ ગયા ! તમામ ૫૦ કરોડ વ્યાજ સાથે પાછા આપી દીધા એ વાત જ કોઈના માન્યામાં આવે એવી ન હતી.
" શેઠે મને એમનો વારસદાર બનાવીને એમનો સંપૂર્ણ બિઝનેસ એમની તમામ સ્કીમો અને એમની ઓફિસ પણ મને સોંપી દેવાની વાત કરી પરંતુ મેં સ્પષ્ટ ના પાડી. એમના જે પણ પૈસા મારી પાસે નીચે ગોડાઉનમાં પડેલા છે એ બધા જ એમના બંગલે પહોંચાડી દઈશ. મને કોઈના પણ પૈસામાં રસ નથી. હું એમને પૂરેપૂરા પૈસા પાછા આપીશ." અભિમન્યુ બોલી રહ્યો હતો.
" ૭૫ માંથી ૫૧ મ્હાત્રેને ચૂકવ્યા છે એટલે બાકીના ૨૪ કરોડનાં બોક્સ શેઠના ઘરે પહોંચાડી દઈશ. બોરકર પાસેથી જે ચાર કરોડ મળ્યા હતા એમાંથી એક કરોડ બાદ કરતાં મારી પાસે ૩ કરોડ વધેલા છે એ હું કોઈ સારા કામમાં વાપરીશ." અભિમન્યુ બોલ્યો.
" હું હજુ પણ તને ઓળખી શકતો નથી અભિમન્યુ. જો બધા જ પૈસા પાછા આપી દેવા હતા તો આટલી મોટી રમત રમવાની જરૂર જ ક્યાં હતી ? " મુનીર બોલ્યો.
" મારે એમને બોધપાઠ આપવો હતો એ મેં આપી દીધો. ખોટા માર્ગેથી એમને પાછા વાળવા હતા એ વાળી દીધા. હવે પ્રતાપ કાનાણી એક જુદા જ સ્વરૂપમાં દેખાશે. બદલાની ભાવના મારામાં હતી જ નહીં. હું શરૂઆતથી જ મારા પ્લાનિંગથી ચાલતો હતો અને શરૂઆતથી જ આ તમામ રૂપિયા પાછા આપી દેવાની મારી શુદ્ધ દાનત હતી. એટલા માટે જ મને સફળતા મળી. જેમ લેવાનો આનંદ હોય છે એમ બધું દાન કરી દેવાનો પણ એક દૈવી આનંદ હોય છે. આજે અંદરથી હું કેટલો ખુશ છું એ તમે નહીં સમજી શકો ! " અભિમન્યુ હસીને બોલ્યો.
" તું ખરેખર મહાન આત્મા છે અભિમન્યુ. તને અમે ક્યારેય પણ નહીં ઓળખી શકીએ. તારા આ કાર્યમાં અમે સહભાગી થયા એનો અમને પણ એટલો જ આનંદ છે. " મહેશ બોલ્યો.
"તુકારામે પણ અંદરની બધી વાતો જણાવીને મને ખૂબ જ મદદ કરી છે અને એટલા માટે તુકારામ હું તને પાંચ લાખ રૂપિયા આપું છું. થોડા દિવસ શેઠની નોકરી કરીને તું એક ટેક્સી લઈ લેજે. પૈસા ખૂટે તો માંગી લેજે. તારો પોતાનો સ્વતંત્ર વ્યવસાય થઈ જશે. આ પૈસા સાચવી રાખજે. ટેક્સી માટે જ આપ્યા છે એટલે બીજે વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખજે. " અભિમન્યુ મરાઠીમાં બોલ્યો અને એણે ખૂણામાં પડેલું પાંચ લાખનું એક પેકેટ સાવંતના હાથમાં આપી દીધું.
" સર હું તો એક નાનો માણસ છું. આજે તમે મારી જિંદગી બનાવી દીધી. મારે કઈ રીતે તમારો આભાર માનવો એ જ સમજાતું નથી. હું ચોક્કસ ચાર છ મહિના પછી એક ટેક્સી લઈ લઈશ." તુકારામ બોલ્યો.
" ચાલો મારી શુભેચ્છા તારી સાથે છે. અમારે બીજી થોડી પર્સનલ વાતો કરવી છે." અભિમન્યુ બોલ્યો એટલે સાવંત પેકેટ લઈને બહાર નીકળી ગયો.
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા